ishaan ane streeo - 4 books and stories free download online pdf in Gujarati

ઈશાન અને સ્ત્રીઓ - ૪

(ગયા અંકે તમે જોયું..
અમીએ એના ડોક્ટર્સની મદદથી શિલ્પાની ટ્રીટમેન્ટ કરી ઈશાન અને શિલ્પા એકબીજાને જોઈ ખુશ થયા. અમી અને ઈશાન વચ્ચે બાળપણની વાતો વાગોળાઈ. અમીએ ઇશાનને એકાઉન્ટ્સની જોબ ઓફર કરી અને ઘરે જઈ વૈશાલી સાથે બાળપણના ક્રશ ઈશાન વિશે હસી મજાક થઇ
હવે આગળ...)

****************
ઈશાન અને સ્ત્રીઓ
ભાગ - ૪
****************

ડિમ્પલ હોસ્ટેલમાં રાત્રે ચક્કર લગાવી રહી હતી. વારંવાર એની નજર ઈશાનની હોસ્ટેલ તરફ જતી. "આ ઈશાન હજી સુધી આવ્યો કેમ નહીં હોય?" આવા સવાલો એ એના મનને પુછતી. રાત્રે ત્રણ સુધી આજ રીતે હોસ્ટેલના બીજા માળે ચક્કર લગાવતા લગાવતા આખરે કંટાળીને એ પોતાના રૂમમાં જઈને સુતી.

ઈશાન હોસ્પિટલમાં હતો. આખા દિવસના થાકથી એને થોડી કેડ લંબાવી બાંકડે સૂતો હતો. શિલ્પા પણ આઈ.સી.યુ. માં જ હજી આરામ કરી રહી હતી. ઈશાનના ફોનની મેસેજ આવ્યો. મોબાઈલ સ્ક્રીન પર લાઈટ થઇ અને નોટિફિકેશન ટોન વાગી. એને મોબાઈલ હાથમાં લીધો તો મેસેજ સાઈમાનો હતો. સાઈમા પણ અમીની જેમ જ એની ક્લાસમેટ હતી. બન્ને સ્કુલ ફ્રેન્ડ્સ હતા. બન્નેની મુલાકાત ન થતી પણ ક્યારેક ચેટમાં વાતો ચાલતી.

"હાય ઈશાન... હાઉ આર યુ?" સાઈમાનો મેસેજ મોબાઈલ સ્ક્રીન પર હતો.

"આઈ એમ ફાઈન, હાઉ આર યુ?"

"આઈ એમ ફાઈન ટુ.. ઈશાન શું વાત છે તારો કોઈ મેસેજ જ નથી હમણાંથી?"

"અરે સાઈમા કોલેજનું છેલ્લું વર્ષ છે. સ્ટડીઝનું લોડ રહે છે. અરે થોડો આજકાલ વ્યસ્ત હોવું છું એટલે.."

"અચ્છા તું એક જ ભણે છે એમ? અમે પણ અભ્યાસ કરીએ જ છીએ..."

"અરે સોરી સાઈમા બોલ... શું આજે અચાનક રાત્રે ત્રણ વાગે મારી યાદ..."

"યાદ તો આવે જ ને સ્કુલના છેલ્લા વર્ષ પછી તને જોયો નથી પણ સતત મોબાઈલથી ટચમાં હતા અને અચાનક તે વાતો ઓછી કરી એટલે થયું કે કેમ આવું? તને કાંઈ ખોટું તો નથી લાગ્યું ને?"

"અરે ના સાઈમા જરાય નહીં. બસ વ્યસ્ત રહું છું એટલે બોલ હાલ ક્યાં છે તું?"

"હું અમદાવાદ જ છું હવે છેલ્લું વર્ષ છે જોઈએ શું થાય છે..."

"અરે ફિકર ન કર જે થશે એ સારું જ થશે. બોલ નવીનમાં કઈ?"

"બસ નવીનમાં તો કઈ ખાસ નહીં. તું કે તું ક્યાં છે..."

"હું હોસ્પિટલમાં છું.." ઈશાનના આ રીપ્લાયથી સાઈમાની હાર્ટબીટ વધી ગઈ.

"શું થયું તને...કેમ હોસ્પિટલમાં ? તું ઠીક તો છે ને?" એકાએક એ આટલા સવાલો બોલી ગઈ...

"અરે... શાંત થા. મને કઈ જ નથી થયું. હું મારી બેન માટે અહીં છું.. "

"બેન ? તારે ક્યાં કોઈ બેન છે?"

"સગી તો નથી પણ એનાથી વિશેષ છે આ... " ઈશાને પોતાની આજે શિલ્પાની આખી વાત કહી. કઈ રીતે બંને અનાથઆશ્રમમાં મળેલા અને કઈ રીતે એ બંને વચ્ચે સંબંધ બંધાયો વગેરે.

"અચ્છા તો એમ વાત છે. કેમ છે તો હવે?"

"બસ ખતરાથી હવે બહાર છે અને જલ્દી જ રજા મળી જશે. "

"સારું ઈશાન હવે મને એ કહે કે તું મને યાદ કરે કે નહીં?"

"કરું છું ને યાદ.. તું મારી બેસ્ટી છો. તું મારી દરેક વાત જાણે છે..."

"મસ્કા ન માર.. શિલ્પા વિશે પણ તે આજે કીધું..."

"હા એ એક ને જ તું નથી ઓળખતી બાકી બધાની તો તને ખબર જ છે ને?"

"શું ખબર તું શું કહે છે અને શું છુપાવે છે.."

"અરે.. તારી સાથે દિલની દરેક વાત નિખલાશ ભાવે કહીશ. મને ખ્યાલ છે કે તું મને સમજી શકે છે અને એક બેસ્ટ ફ્રેંડને તમે કોઈ પણ વાત દિલ ખોલીને કરી શકો."

"અચ્છા ચાલ તું કહે છે તો માની લઉં છું. પણ હવે મને તું મેસેજ કે કોલ નઈ કરે તો જોઈ લેજે..."

"ચોક્ક્સ કરીશ.. પણ હવે ચાલ મુદ્દાની વાત કર. તું બાકી અડધી રાત્રે આમ મને મેસેજ ન કરે.."

"વાત થોડી અટપટી છે. પણ તને કહેતા શરમ આવે છે..."

"શું વાત છે સાઈમા તારો બેસ્ટ ફ્રેન્ડ છું. બિન્દાસ કઈ પણ કહી શકે તું.."

"એક છોકરો મને ફર્સ્ટ ઈઅરથી ડેટ કરે છે. અમે એકબીજાને લાઈક પણ કરવા લાગ્યા છીએ. ગઈ કાલે....."

"વોટ? શું ગઈ કાલે?"

"ગઈ કાલે એ મારી હોસ્ટેલ પર આવેલો. એને હશે કે હું રાત્રે સુઈ ગઈ હોઈશ પણ મારે પ્રેઝન્ટેશન આપવાનું હતું એટલે હું પી.પી.ટી. બનાવી રહી હતી. રાત્રે બે વાગે સિક્યોરિટી સાથે હસવાનો અવાજ આવ્યો તો મેં બારી માંથી જોયું તો એ સાહિલ હતો. હું તો શોક થઇ ગયેલી કે આ મારી હોસ્ટેલમાં અત્યારે. મને થયું કે જો એ મારુ નામ લેશે અને મારા રૂમમાં આવશે તો મને હોસ્ટેલમાંથી કાઢી મુકશે. પણ ન જાણે કેમ એ સિક્યોરિટી સાથે શાંતિથી વાત કરતો હતો અને પછી હાથતાલી લઇ એ મારી સામેના બ્લોકમાં ગયો. હું અધીરી થઇ ઉઠી મેં કામ પડતું મૂકી છુપાઈને એને જોવા માંડ્યું. સામેના બ્લોકમાં 202 રૂમ માંથી એક છોકરી બહાર આવી. હું એને સારી રીતે ઓળખું છું એ વૈશાલી હતી. તને યાદ છે વૈશાલી જે આપણા ક્લાસમાં હતી."

"હા સારી રીતે યાદ છે. અમીની બેસ્ટી"

"હા એ જ. એ દિવસે સાહિલ એને જ મળવા આવેલો. મને પાક્કું યાદ છે વૈશાલીના રૂમમાં એ અને બીજી એક છોકરી હતી પણ એ ગઈ કાલે બપોરે જ નીકળી ગયેલી ઘરે જવા. સાહિલ એના રૂમમાં ગયો અને બે કલાકે બહાર આવ્યો મને પાક્કું યાદ છે. મારુ લોહી ઉકળતું હતું મન તો થતું તું કે રૂમમાં જાઉંને બંનેને રંગે હાથે પકડું પણ પછી હોસ્ટેલમાં મારી પણ બદનામી થાય એ ડરથી અટકી ગઈ. ત્યાર અત્યાર સુધી બસ આ જ વિચારો ઘૂમ્યા કરે છે."


"તો પછી વિચાર શું કરે છે. મૂકી દે એને જિંદગી પડી છે આખી..."

"ઈશાન એટલું સરળ નથી ત્રણ વર્ષની રિલેશનશીપને ભૂલવું. તું કેમ સમજતો નથી..."

"સમજુ છું પણ તો એને રૂબરૂ મળીને પૂછી જ લે કે શું છે આ બધું?"

"હિંમત નથી એટલી. સગી આંખે બંનેને એક જ રૂમમાં રાત્રે બે વાગે બે કલાક વિતાવતા જોયા છે હવે એથી વિશેષ શું પૂછવાનું..."

"તો તું શું કરવા માંગે છે?"

"હું એને એની ભૂલનું ભાન કરાવવા માંગુ છું મને હજીએ વિશ્વાસ નથી આવતો કે જેને મારી સાથે ત્રણ વર્ષ વિતાવ્યા છતાં એને બીજી છોકરીમાં રસ..."

"સાઈમા ક્યાં જમાનામાં જીવે છે? આજકાલ શરીર સુખ એ શોખ થઇ ગયો છે. બોયઝની વિકનેશ જ એ છે. ગમે એટલા ગાઢ સંબંધો પણ આ વિકનેશથી તૂટી જતા જોયા છે. અને તું વૈશાલીને તો ઓળખ જ છે. સ્કુલ ટાઈમથી જ મોડલિંગનો શોખ હતો એને. ક્યારેક તો અમારા બોયઝ સાથે સિગરેટના કસ પણ એને લીધા છે. એના માટે આ બસ વન નાઈટ સ્ટેન્ડ હશે.. તું એક કામ કર.. કાલે સાહિલને મળીને વાત કર કે આ બધું શું છે અને એ તારા માટે રિસિયસ છે કે નહીં.."

"હા હવે તો એ જ કરવાનું રહ્યું છે. ચાલ તને તકલીફ આપી હવે મારુ હૈયું પણ ભરાઈ ગયું છે થોડું રડીને સુઈ જઈશ..." એમ કહી સાઈમાએ નેટ બંધ કર્યું...

ઈશાન કઈ લખે એ પેહલા જ સાઈમા ઓફ લાઈન ચાલી ગઈ. ઈશાને એનો ફોન પણ ટ્રાય કર્યો પણ એ સ્વીચ ઓફ આવતો હતો. સાઈમા ધ્રુસકેને ધ્રુસકે રહી રહી હતી. ઈશાનની નીંદર પર ઉડી ગઈ હતી. એ પણ લોબીમાં આંટા મારતા મારતા સાઈમાના જ વિચારો કરી રહ્યો હતો.

સવાર પડી સૂરજના કિરણો બારી માંથી લોબીમાં આવી રહ્યા હતા ઈશાન બાંકડે બેસી હજીએ વિચારોમાં જ હતો. બારી માંથી એને કારને આવતા જોઈ. અમી રોજની જેમ આજે પણ સાત વાગે હોસ્પિટલ આવી ગઈ હતી. અમીએ ગાડી પાર્ક કરી અને ગાડીના બંને સાઈડ દરવાજાઓ ખુલ્યા. ઈશાન એ દરેક પળ નોટિશ કરી રહ્યો હતો. અમીની સાથે બીજી એક છોકરી પણ ઉતરી. ઈશાન એને ઓળખી ન શક્યો પણ એને ચેહરો જાણીતો લાગ્યો. અમી સાથે ચાલતી આ છોકરી એ પિંક કલરનું ટીશર્ટ અને નીચે વાઈટ જીન્સ પહેરી હતી. દેખાવે ખુબ જ આકર્ષક લાગનારી એ છોકરી અમી સાથે હાથતાલી લેતી હસી મજાક કરતી અંદર લોબીમાં આવી.


"ઈશાન ઓળખે છે આને?" અમીએ ઈશાનના બાંકડે આવીને કહ્યું...


"ના પણ ચહેરો થોડો જાણીતો લાગે છે..."


"ઓળખી ન શક્યો એમ ને તું.. લાનત છે તારી દોસ્તી પર..." આ શબ્દો સાંભળી ઈશાનને સ્કુલના દિવસો યાદ આવ્યા.


"લાનત... લાનત... આ શબ્દોતો વૈશાલીના છે. તું વૈશાલી?"


"એક્ઝેટલી... સહી પકડે હો... હાઉ આર યુ ઈશાન.." વૈશાલી એ ઈશાન તરફ સ્માઈલ આપી એન પૂછ્યું.


"આઈ એમ ફાઈન.. પણ તું અહીં અચાનક?"


"હા સવારે જ આવી. અમદાવાદ રહું છું પણ અમી યાદ કરતી હતી એટલે ચક્કર લાગવા આવી ગયેલી..."


ઈશાનને સાયમાના શબ્દો યાદ આવ્યા. આજે સવારે જ આ અહીં આવી એનો મતલબ ગઈ કાલે એ હોસ્ટેલમાં જ હશે. ઈશાન વૈશાલીની વાતો સાંભળતો હતો પણ એના મગજમાં સાઈમાએ કહેલી વાતો જ દોડતી હતી.

(ક્રમશ: આવતા અંકે...)

******
ઈરફાન જુણેજા
ઇલ્હામ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED