lagnionu muly books and stories free download online pdf in Gujarati

લાગણીઓ નું મૂલ્ય

આજે કોલેજ નો છેલ્લો દિવસ હોય છે અને અયાના તેના મિત્રો સાથે પાર્ટી કરતી હોય છે.
જુલી: એની.. હું તને ખૂબ જ મિસ કરીશ.( અયાના ને તેના મિત્રો પ્રેમ થી એની કહી બોલાવતા)
અયાના: હું પણ તમને ખૂબ જ મિસ કરીશ.
રિહાન: કોલેજ પૂરી થઈ એટલે કંઇ ભૂલી થોડા જઈશું... આપણે મળતા રહેશું ને.
પ્રેક્ષા: અહી થી નીકળીને બધા પોત પોતાના શહેર માં જઈશું પછી તો મળવા માટે બધા ની એપોઇન્મેંત લેવી પડશે.
અયાના અને તેના મિત્રો દહેરાદૂન ની કોલેજ માં MBA નું ભણતા હતા. આજે બધા મિત્રો એક બીજા થી દૂર જવાના હતા.
અયાના જૂના સમય ને યાદ કરતા કહે છે, આપણે અહી આવ્યા હતા ત્યારે એકદમ કોરા હતા.. ના કંઈ સપના હતા, ના કંઈ મહત્વકાક્ષાઓ. આપણે ભેગા થયા અને સપના જોતા થયા. હવે સમય આવી ગયો છે તે સપનાઓ પુરા કરવાનો અને પોતાની જિંદગી પોતાની રીતે જીવવાનો.

જુલી: પણ અયાના તારી કવિતા લખવાનું નઇ છોડતી..તેના થી જ તો અમે સપના જોવાનું શીખ્યા છે.
અયાના: હા, તે તો મારા માટે શ્વાસ લેવા જેટલું મહત્વનું છે, એટલે ચાલુ જ રહેશે લખવાનું તો.
બધા મિત્રો છૂટા પડે છે, ફરીથી મળવાના વાયદા સાથે.
-----------
૩ મહિના પછી..
જુલી:મારો વિચાર તો કેનેડા જવાનો છે.અહી આટલા percentage માં કોઈ એડમિશન નથી આપવાનું.
અયાના: તારું ખબર જ હતી. ફરવાનું વધારે મહત્વનું હતું તારા માટે એક્ઝામ કરતા .
જુલી: ચાલ હવે મારી વાત જવા દે. તને તો જોબ મળી ગઈ ને.
અયાના: હા, મને તો જોઈતી હતી તે કંપની માં જોબ મળી ગઈ. બસ હવે પૈસા ભેગા કરવા છે અને દુનિયા ફરવી છે.
જુલી: જો જે દુનિયા ફરવાના ચક્કર માં તારા ફેમિલી વારા તારા કોઈ સાથે ફેરા ના ફરાવી લે.
અયાના : મારા મમ્મી પપ્પા ને ખબર છે મારા સપનાઓ અને તે સમજે છે કે છોકરી ની પણ મેરેજ સિવાય ની કોઈ જિંદગી હોય છે.
જુલી: ચાલ તો સારું છે. હું આવતા અઠવાડિયે જવાની છું તો એક દિવસ મળીયે આપણે મિત્રો.
અયાના : હા ચોક્કસ. તું વાત કર બધા ને.
જુલી: સારું ચાલ bye
અયાના : bye.

-------
૪ મહિના પછી અયાના ના દાદા આવે છે જે ઘણા સમય થી લંડન રહેતા હોય છે.
અયાના : દાદા, તમે આવ્યા એવો મને હજુ પણ વિશ્વાસ નથી બેસતો.
દાદા: મારે આવવું તો હતું જ પણ આ વખતે એક ખાસ કામ માટે આવ્યો છું.
અયાના : કયું ખાસ કામ??
દાદા: સમય આવ્યે તે ખબર પડી જશે તને.
અયાના : સારું તો હું હવે ઓફિસ જાવ છું. સાંજે મળીયે. તમારે કંઇક ખાસ ખાવું હોય તો ફોન કરજો હું લેતી આવીશ.
દાદા: હા ચોક્કસ.

અયાના ના ગયા પછી દાદા તેના મમ્મી પપ્પા ને બોલાવે છે.
દાદા: હું ઈચ્છું છું કે અયાના હવે લગ્ન કરી ને ઠરીઠામ થઈ જાય. હું ખાસ તેના લગ્ન કરવા માટે જ આવ્યો છું. મારી એક ની એક દીકરી છે.અને મારી ઉંમર નો કોઈ જ ભરોસો નથી હવે. તો ઈચ્છું છું કે તેના લગ્ન જોઈને ને તીરથ કરવા નીકળી જાવ.
નીરજ ભાઈ ( અયાના ના પપ્પા) : પણ હજુ અયાના લગ્ન માટે તૈયાર નથી. અને તેની ઘણી ઈચ્છા અને સપનાઓ છે. અને તેને મૈં વચન આપ્યું છે કે તારી બધી ઈચ્છા હું પૂરી કરીશ.
દાદા: તો મારું શું ?? મારે એમજ મરી જવાનું ? તમે બંને એ તો તમારી મરજી થી લગ્ન કર્યા. મારી અંતિમ ઈચ્છા છે કે હું મારી અયાના ના ધૂમ ધામ થી લગ્ન કરાવું. અને આ મારો અંતિમ નિણર્ય છે. મારી નજર માં એક છોકરો છે અયાના માટે.
અહી અયાના ને તેની કંપની માંથી ઓસ્ટ્રેલિયા જવાની ઓફર આવી હતી. તે ખૂબ જ ખુશ હતી, કારણ કે આ જ તો તે ઈચ્છતી હતી. દેશ દુનિયા ફરવાની અને પોતાની રીતે જિંદગી જીવવાની. ખૂબ જ ખુશ હતી અયાના. એટલે કાજુ કાતરી કે જે તેના પપ્પા ની પ્રિય હતી તે લઈને ઘરે જાય છે. અયાના તેના પપ્પા ની ખૂબ જ નજીક હતી અને તેમના લીધે જ અયાના સપનાઓ જોતી થઈ. તેના પપ્પા એ અયાના ને કીધું હતું કે...જિંદગી એક જ વાર મળે છે તો તેને એક ઉત્સવ ની જેમ માણવી જોઈએ. જીવન ના દરેક તબક્કા ને માણવો જોઈએ.
ઘરે પહોંચીને અયાના તેના પપ્પા ને બૂમ જ પાડતી હતી ત્યાં મમ્મી પપ્પા વાત કરતા હતા તે સાંભળ્યું,
નીરજ: હવે હું મારી દીકરી ને કેવી રીતે કહીશ કે જે વચન આપ્યું હતું તેને હું પૂરું નઇ કરી શકું.
રાગિણી બહેન(અયાના ની મમ્મી): પણ તમે ના પણ કહી શકો ને પપ્પાજી ને. કોશિશ કરી જોવ ને એક વખત.
નીરજ : રાગિણી, તને નથી ખબર બા અને પપ્પા ને મારા લગ્ન ની ખૂબ હોંશ હતી, પણ તેમણે તને માન્ય નહિ ગણી એટલે આપણે એકલા એ મંદિર માં લગ્ન કરવા પડ્યા હતા. બા તો જતા રહ્યા પણ હવે હું પપ્પા ને કેવી રીતે ના કહું સમજ નથી પડતી.
રાગિણી : તમે અયાના ને વાત કરો. જો તે પપ્પાજી ને સમજાવી શકતી હોય તો કઈ થઈ શકે.
નીરજ : હું અયાના સાથે શું વાત કરું સમજ નથી પડતી, તું કઈ કેહ .
અયાના એ બધી વાત સાંભળી તેના મમ્મી પપ્પા ની.તે સમજી શકતી હતી તેના પપ્પા ની વ્યથા ને. તેણે વિચાર્યું કે પપ્પા એ કેટલું કર્યું તેના માટે, ભલે તે બરોડા રહેતી હતી પણ તેને દહેરાદૂન કોલેજ કરવા માટે પપ્પા એ જરા પણ આના - કાની નહિ કરી. કોલેજ ની બધી ટૂર માં પણ જવા દીધી. મારા પર કેટલો વિશ્વાસ મૂક્યો.હવે મારી પણ જવાબદારી છે કે હું તેમનું માન રાખું, તેમનું નીચા જોવાનું નહિ થાય તેની જવાબદારી મારી છે. વહેલા મોડા પણ લગ્ન તો કરવાના જ છે ને. એવું વિચારીને તે તેના પપ્પા પાસે જાય છે.
અયાના : પપ્પા મને મંજૂર છે લગ્ન કરવાનું .
પપ્પા: તને કોણે કહ્યું?
અયાના: તમે મમ્મી સાથે વાત કરતા હતા તે મૈં સાંભળી.
પપ્પા: પણ તારે જરૂર નથી તારી ઈચ્છાઓને મારવાની.
અયાના : તમને એવું કોણે કહ્યું કે હું મારી ઈચ્છા મારી દઈશ??
પપ્પા: એટલે?
અયાના : મારી પાસે આખી જિંદગી બાકી છે. લગ્ન કરીને પણ હું મારી ઈચ્છા પૂરી કરીને રહીશ. તમે ઓળખો છો ને પપ્પા મને??
પપ્પા: હા દીકરા, હું ઓળખું છું મારી અયાના ને.તે જલ્દી થી હિંમત હારી જાય એવી નથી. હું વાત કરું તારા દાદા ને.
અયાના : ના, દાદાજી ને હું વાત કરીશ( મનમાં કંઇક વિચારીને અયાના એ કહ્યું)
પપ્પા: ભલે,તને જેમ ઠીક લાગે એમ કર.
અયાના રૂમ માંથી નીકળી જાય છે. નીરજ ભાઈ એમની પત્ની ને કહે છે, આપણી દીકરી આટલી સમજદાર થઈ ગઈ હશે તે મને ખબર નઇ હતી.
રાગિણી બહેન: હા તમારી વાત સાચી. પણ આજે મને તેનું કંઇક અલગ જ રૂપ જોવા મળ્યું જે પહેલા ક્યારેક ના જોયું હતું.
નીરજ ભાઈ: કદાચ તે પરિપક્વતા ની નિશાની હશે.
રાગિણી બહેન કઈ બોલ્યા નહીં કારણ કે તેમને લાગ્યું અયાના તેની ઈચ્છા નું બલિદાન કરી રહી છે.તેના પપ્પા નું માન રાખવા.

ડ્રોઈંગ રૂમ માં બધા બેઠા હતા. નીરજ ભાઈ, રાગિણી બહેન, દાદા અને અયાના.
અયાના : મને પપ્પા એ વાત કરી કે તમે મારા લગ્ન કરાવવા ઈચ્છો છો.
દાદા : હા દીકરા , હું તારા ધૂમ ધામ થી લગ્ન કરાવવા ઈચ્છું છું. મૈં તો છોકરો પણ જોઈ રાખ્યો છે.
અયાના : હું લગ્ન તો કરીશ પણ એક શરત છે મારી.
આ સાંભળી બધા ને થોડી નવાઈ લાગી.
દાદા: કેવી શરત?
અયાના : હું મારા લગ્ન ધૂમ ધામ થી થઈ તેવું નથી ઈચ્છતી.
દાદા: પણ કેમ? મારી ઈચ્છા છે.
અયાના : તમારી ઈચ્છા પૂરી કરવા ના નથી કહી રહી હું, ફક્ત લગ્ન હું સાદાઈ થી કરવા ઈચ્છું છું.
દાદા: સારું જેવી તારી ઈચ્છા. હું કાલે જ છોકરા ની ફેમિલી સાથે મીટીંગ ગોઠવું છું. તું મળી લે છોકરા ને, તને ગમે તો...
વચ્ચે થી દાદા ની વાત ને અટકાવતા અયાના બોલી.
અયાના : તમને છોકરો પસંદ છે તો હું તેને જોવાનું જરૂરી નથી સમજતી. મારે નથી મળવું તેને. તમે જેમ બને તેમ જલ્દી લગ્ન ની તારીખ નક્કી કરી લેજો. એમ પણ હું કાલે રોકાય નહિ શકું, મારે ઓફિસ ના કામ થી દિલ્હી જવાનું છે.
નીરજ ભાઈ: પણ દીકરા આવી રીતે થોડી લગ્ન થઈ શકે. છોકરા ને જોવો તો જરૂરી છે ને.
અયાના: પપ્પા તમે જોઈ લેજો ને. તમને ગમશે તે મને પણ ગમશે જ.
દાદા: અરે ખૂબ જ ઊંચું ખાનદાન છે , ઉચ્ચ કક્ષા નો વૈજ્ઞાનિક છે છોકરો. અને આપની જ્ઞાતિ નો છે. રાગિણી બહેન ની સામે જોતા તેમણે કહ્યું.
(રાગિણી બહેન અને નીરજ ભાઈ એ તેમની ઈચ્છા વિરદ્ધ લગ્ન કર્યા હતા, રાગિણી બહેન બીજી જ્ઞાતિ ના હોવાથી)
નીરજ ભાઈ: બસ પપ્પા... છોકરો સારો જોઈએ. મને જ્ઞાતિ થી કોઈ જ ફરક પડતો નથી અને નથી તેના ખાનદાન થી.
દાદા: હા ભાઈ મને ખબર છે તારી વિચારસરણી. પણ મારી દીકરી એ દાદા ની મરજી થી લગ્ન કરવાની હા કહી એટલે મારું જીવ્યું સફળ.
અયાના: પણ દાદા, મારું ઘડતર તો મારા મમ્મી પપ્પા એ જ કર્યું છે અને એમનું નીચા જોવાનું થાય તેવું હું કરવા નથી માંગતી.
નીરજ ભાઈ: મને ગર્વ છે દીકરી તારા ઉપર.
અયાના: લવ યૂ પપ્પા. હું હવે સૂઈ જાવ છું, કાલે જલ્દી નીકળવાનું છે.
નીરજ ભાઈ: ભલે બેટા. જય શ્રીકૃષ્ણ.
અયાના: જય શ્રીકૃષ્ણ.

-------
અયાના તેના રૂમ માં જઈને ખૂબ રડે છે. પણ તેના મમ્મી પપ્પા નું માથું શરમ થી ઝૂકી જાય દાદા સામે તેવું તે ઈચ્છતી ના હતી. એટલે જ તે પોતાના સપનાઓ અને પ્રેમ નું બલિદાન આપવા તૈયાર હતી.
બીજા દિવસે અયાના દિલ્હી પહોંચે છે.અને ત્યાં ના એક કેફે માં આવે છે.ત્યાં કોઈ બેઠું હોય છે તેની રાહ જોઈને.
અયાન: કેમ છે તું? (અયાના ના હાથ પર પોતાનો હાથ મૂકી ને બોલે છે)
અયાના ની આંખ માંથી આંસુ વહે છે , તે કઈ બોલી નથી શકતી.
અયાન તેનો હાથ પકડી લે છે અને કહે છે.
અયાન: એની... તું ભલે મારી સાથે નહિ હોય પણ મને ખબર છે તારો પ્રેમ ,તારો સાથ મારી સાથે હંમેશા રહેશે. હું હંમેશા તારો જ રહીશ.
અયાના : (ધુસ્કે ધ્રુસ્કે રડતા કહે છે) પણ હું તારી રહી શકીશ કે નહિ મને નથી ખબર. હું તૂટી ગઈ છું અયાન. મારા લગ્ન... આપણા લગ્ન માટે આપણે કેટલું વિચાર્યું હતું ને અયાન. યાદ છે ને વ્હાઈટ થીમ રાખીશું અને..
અયાના પાગલ જેવી થઈ ગઈ હતી અને બોલ્યે જ જતી હતી. અયાન ઊભો થઈને અયાના ને સંભાળે છે.
અયાન: એની તું આવું કરીશ તો હું શું કરીશ, કેવી રીતે પોતાને સાંભળીશ હું. તું પ્લીઝ પોતાને સંભાળ. ચાલ આપણે ઘરે જઈએ.
અયાન તેના ઘરે લઈ જાય છે અયાના ને.
( અયાન અને અયાના તેમના કોલેજ સમય થી એક બીજા ને પ્રેમ કરતા હતા. પણ અયાન બીજી જ્ઞાતિ નો હતો અને તે એવું નઇ ઈચ્છતી હતી કે દાદા આ વાત ને લઈને તેના મમ્મી પપ્પા ને બોલે અને તેમનું માથું શરમ થી ઝૂકી જાય.બસ આ જ કારણ થી તે અયાન થી અલગ થવા માંગતી હતી અને તેને મળવા દિલ્હી આવી હતી. )
અયાન ઘરે આવીને અયાના માટે કોફી બનાવે છે.અયાના ને અયાન ના હાથ ની કોફી ખૂબ જ પસંદ હતી.
અયાન: ચાલ તારા માટે કોફી બનાવી. મારા હાથ ની છેલ્લી કોફી પિય લે. પછી તો ખબર ની કોના હાથ ની કોફી પીશે તું.( અયાન મજાક માં મૂડ માં બોલ્યો)
આ સાંભળીને અયાના ફરી રડવા લાગી.રડતા રડતા તેની આંખો સૂજી ગઈ હતી.પણ તે અયાન ને છોડવાના વિચાર થી જ ભાંગી પડી હતી.
અયાના (રડતા રડતા) : આપણે કેટલા સપના જોયા હતા, એક બીજા સાથે ફરવાના. એક ફાર્મ હાઉસ, એક દરિયા કિનારે ઘર...બધું તૂટી ગયું. આપણો પ્રેમ, આપણી દોસ્તી...બધું જ . ફકત મારા લીધે. મને માફ કરી દે અયાન મારા લીધે તું દુઃખી થયો. તારી લાઈફ ખરાબ કરી મૈં.
અયાન હવે ગુસ્સે થઈ ગયો અને બોલ્યો..
અયાન: બસ કર તું હવે અયાના...તે મને નહિ કીધું હતું ચા પીવા માટે બેસ મારી પાસે... તે નહિ કીધું હતું કે તારા ગ્રૂપ માં જોડાય જા...તે નહિ કીધું હતું તારી સાથે દોસ્તી કરવા.. તે નહિ કીધું હતું તને જોવા માટે રોજ સવારે જલ્દી ચાલવા નીકળવા... તે નહિ કીધું હતું તને ગુલાબ આપવા..તે નહિ કીધું હતું તને પ્રેમ કરવા...તારી આંખો માં ખોવાઈ જવા...તારા સપના ને મારા સપનાં બનાવવા.. તે કઈ જ નહિ કહ્યું હતું અયાના. બસ હું જ બધું કરતો રહ્યો, તારી તરફ ખેંચાતો રહ્યો અને તને પ્રેમ કરતો રહ્યો.
અને અયાન પણ રડવા લાગે છે અયાના સાથે.
થોડા સમય પછી અયાન સ્વસ્થ થાય છે અને જોઈ છે કે અયાના રડતી રડતી સૂઈ ગઈ છે. અયાન જોતો રહે છે તેના ચેહરા ની માસૂમિયત ને અને વિચારે છે મારી લાઈફ ની સૌથી પ્રિય વ્યક્તિ જેણે મને સપના જોતા શીખવ્યું તે દૂર જાય છે મારાથી. અને ફરી ક્યારે નહિ આવે. તે વિચારે છે મારે થોડું સ્ટ્રોંગ બનવું પડશે નહિ તો અયાના ભાંગી પડશે. મારે તેને સમજાવી પડશે.
થોડી વાર પછી અયાના ઉઠે છે. અને જોઈ છે અયાન તેના માટે કોફી બનાવતો હોય છે. અયાના વિચારે છે કેટલો પ્રેમાળ અને કાળજી રાખતો જીવનસાથી મળ્યો હતો મને પણ કદાચ અમારો સાથ અહી સુધી નો જ હતો. મારે થોડું સ્ટ્રોંગ થવુ પડશે. નહિ તો અયાન ભાંગી પડશે. તે તો સાવ એકલો થઈ જશે. એવું વિચારતા તેની આંખ માં પાણી આવી જાય છે પણ અયાન ને આવતા જોઈને તરત સ્વસ્થ થઈ જાય છે.
અયાના : સોરી, તારે બીજી વાર કોફી મૂકવી પડી મારા માટે.
અયાન: આ કંઈ નવી વાત થોડી છે. ચાલ તું અત્યારે ગરમ ગરમ કોફી પીય લે. તારી ફ્લાઇટ છે 6 વાગ્યા ની.
અયાના : તારા હાથ ની કોફી મને હંમેશા યાદ રહેશે.
અયાન: અને મને તું...
અયાના : ચાલ તું મને ફરીથી ઈમોશનલ નઇ કરતો. અને બની શકે તો મને માફ કરી દેજે અયાન.(તેનો હાથ પકડતા બોલે છે તે)
અને ત્યાં જ અયાના ને યાદ આવે છે જ્યારે પહેલી વખત અયાન એ તેનો હાથ પકડ્યો હતો. કોલેજ ની લાયબ્રેરી માં બેઠા હતા. અયાન બુક વાંચતો હતો. અને અયાના કંઇક લખતી હતી. અચાનક લાયબ્રેરી ના રેક માંથી ૨-૩ બુક નીચે પડી ગઈ અને અયાના લખતી હતી ત્યાં તેના હાથ પર પડી અને તેણે જોરમાં ચીસ પાડી, અયાન એ તેનો હાથ પકડી લીધો અને બોલ્યો..
અયાન: અરે આ શું.. તમને કઈ સમજ પડે કે નહિ. આવી રીતે કોણ બુક્સ નીચે ઉતરે. નીચે કોઈ બેઠું છે કે નહિ તે તો જોવાય ને.
અયાન લાયબ્રેરી ના માણસ ને કહે છે જે ઉપર ચઢી ને બુક લેતો હતો.
" સોરી સર, થોડી જલ્દી માં હતો."
અયાન: હવે સોરી કહેવાથી શું થવાનું છે.જે થવાનું હતું તે તો થઈ જ ગયું ને.
અયાના : અરે હવે રહેવા દે ની .
અયાન: શું રહેવા દેવ...જો તને કેટલું વાગ્યું છે.
અયાના: એવું લાગે છે વાગ્યું મને પણ દુખ્યું તને.. એમ કહીને આંખ મારે છે.
અયાન: અચ્છા એવું છે. એમ કહીને તે હાથ દબાવે છે.
અયાના: અલા... દુઃખે છે મને.
અયાન: કેમ તને તો નઇ દુ:ખતું હતું ને.
અયાના: હા તો એટલે આવું કરવાનું એમ...
અયાના અચાનક આ વાત યાદ કરીને હસી પડે છે. અયાન કહે છે..ઓહો તો અત્યાર થી સપના જોવા લાગ્યા તમે તો.
અયાના: શું તું પણ.... હું તો બસ આપણી વાત યાદ કરતી હતી.
અયાન: જો એની.. હવે તારે આપણી વાત ભૂલવી પડશે. અને બીજા સાથે જિંદગી જીવવા માટે પોતાની જાત ને તૈયાર કરવાની છે.
અયાના: હમમ. સારું ચાલ તો હવે હું નીકળું.( દિલ પર પથ્થર રાખીને બોલી)
અયાન: હા તે જ આપણા હિત માં છે.
અને અયાના ત્યાંથી નીકળી જાય છે.
અયાન આંખ માં આંસુ સાથે જોતો રહે છે તેને. ત્યાં જ તેના પર ફોન આવે છે તેના ભાઈ નો.
રોબિન: કેમ છે ભાઈ??
અયાન: તું કેમ છે??
રોબિન: શું થયું તને?
અયાન ફોન પર રડી પડે છે.
( રોબિન એ અયાન નો પિતરાઈ ભાઈ હોય છે પણ ખૂબ જ નજીક હોય છે એકબીજા ની. તે બધી વાત એક બીજા સાથે શેર કરે છે)
રોબિન ગભરાય જાય છે અને કહે છે. હું વિડિયો કોલ કરું છું તને.
રોબિન વિડિયો કોલ કરે છે અયાન ને.
રોબિન: શું થયું ભાઈ તને?
અયાન તેને બધી વાત કરે છે.
રોબિન: હું સમજી શકું છું તારી વ્યથા, પણ તારે તારી જાત ને સંભાળવી પડશે. તું એક કામ કર મારી પાસે આવી જા. થોડું સારું લાગશે તને.
અયાન: ના અત્યારે હું એકલો રહેવા માંગુ છું.
રોબિન: સારું, પણ હું છું તારા માટે હંમેશા. ગમે ત્યારે આવી જજે
અયાન: હા સારું.
અયાન ને સારું લાગે છે રોબિન સાથે વાત કરીને અને સ્વસ્થ થવા પ્રયત્ન કરે છે.
--------
અયાના આવી જાય છે એના ઘરે.અને ઘરે પહોંચતા જ..
દાદા: આવી ગઈ મારી દીકરી.
અયાના : હા દાદા.
દાદા: બધું નક્કી થઈ ગયું છે તારા લગ્ન નું.
નીરજ ભાઈ આવે છે...
નીરજ ભાઈ: અરે મારી દીકરી ને પાણી તો પીવા દો. ચાલ બેટા મારી સાથે.
અયાના: પપ્પા હું થાકી ગઈ છું. થોડો આરામ કરી લેવ.
નીરજ ભાઈ : બસ થોડા દિવસ ની મહેમાન છે તું દીકરા. પછી ચાલી જઈશ.
અયાના:તમે આવું બોલશો તો કેવી રીતે વિદાય કરશો મારી?
ત્યાં રાગિણી બહેન આવ્યા.
રાગિણી બહેન: તું આવી ગઈ અયાના. ચાલ મારે તારી સાથે વાત કરવી છે થોડી.
અયાના: મારે થોડો આરામ કરવો છે મમ્મી.
રાગિણી બહેન: આરામ પછી કરજે. મારી વાત વધારે મહત્વની છે.
રાગિણી બહેન અયાનાને રૂમ માં લઇ છે અને કહે છે.
રાગિણી બહેન: જો દીકરા , આ તારી આખી જિંદગી નો સવાલ છે . તે આ નિર્ણય વિચારીને લીધો છે ને? કે ફકત તારા પિતા નું માન રાખવા? (રાગિણી બહેન ચિંતિત સ્વરે કહે છે)
અયાના: એક દીકરી માટે તેના પિતા ની ઈજ્જત અને સ્વમાન ની વધારે કઈ જ નથી હોતું. અને રહી વાત લગ્ન ની, તે તો હું કરવાની જ હતી ને. આજે નહિ તો થોડા સમય પછી. હવે દાદા ની ઈચ્છા છે તો અત્યારે કરી લેવ શું ફરક પડે?
રાગિણી બહેન: મને નઇ ખબર હતી કે મારી નાની દીકરી આટલી મોટી મોટી વાતો પણ કરવા લાગી છે.
અયાના: તારી નાની દીકરી હવે મોટી થઈ ગઈ છે. અને તું આ વાત જવા દે. પેલો છોકરો કેવો હતો તે કેહ.
રાગિણી બહેન: છોકરો તો સારો હતો દેખાવે અને ફૅમિલી પણ સારું લાગ્યું. એમણે તારા વિશે પૂછ્યું , એટલે અમે તારી વાત કરી.
અયાના: તેણે પણ મને મળ્યા વગર જ હા પાડી દીધી??
રાગિણી બહેન: હા, કદાચ છોકરો પણ તારા જેવું જ વિચારતો હશે .
અયાના(મન માં): કદાચ તે પણ મને સમજી શકે.
રાગિણી બહેન: શું વિચારે છે? તારે મળવું છે એને?
અયાના: ના તમે મળી લીધો અને તમને ગમ્યો એટલે મને પણ ગમ્યો.
રાગિણી બહેન: મને આવી અયાના ની કલ્પના ના હતી.
અયાના : માનવી ની જિંદગી માં ઘણું કલ્પના બહાર નું થાય છે મમ્મી. આપણે તેને વાસ્તવિક જીવન માં સ્વીકારવું પડે છે કોઈ પણ સંજોગો માં.કારણ કે માનવ ના જીવન માં મા- બાપ ની લાગણી અને પ્રેમ નું મૂલ્ય ખૂબ જ ઉંચુ હોય છે. જેને કોઈ જ આંકી શકતું નથી કે ચૂકવી શકતું નથી.અને મારા માટે તમારા થી વધારે મહત્વ કઈ જ નથી..
રાગિણી બહેન: ખૂબ જ મોટી વાત કહી તે દીકરા. મને ગર્વ છે તારા પર.
અયાના: ચાલ હવે તો મને આરામ કરવા દે. હું ખૂબ જ થાકી ગઈ છું.
રાગિણી બહેન: સારું ચાલ.આરામ કર.

૩ દિવસ પછી અયાના ના લગ્ન હોય છે . જે અયાના ની મરજી મુજબ એકદમ સાદાઈ થી હોય છે.
અયાના એ લાલ રંગ ની કાંજીવરમ સિલ્ક ની સાડી પહેરી હોય છે અને તેની દાદી ના આભુષણો પહેર્યા હોય છે જે તેના દાદા લાવ્યા હોય છે ખાસ અયાના માટે. અયાના કોઈ રૂપ સુંદરી થી ઓછી નથી લાગતી તેના લગ્ન ના જોડા માં. નીરજ ભાઈ અને રાગિણી બહેન ની આંખ માં ખુશી ના આંસુ આવી ગયા. તેમની લાડકી દીકરી આજે કોઈની વહુ , કોઈની પત્ની બનવા જઈ રહી હોય છે.
રોબિન આજે પહેલી વખત અયાના ને જોતો હોય છે અને જોતો જ રહી જાય છે. તે મન માં તેની મમ્મી નો આભાર માને છે, કારણ કે તેમણે જ અયાના નો ફોટો જોઈને હા પડી હતી. અને તે પોતાના નિર્ણય માટે પણ ખુશ થાય છે કે તેણે અયાના ને જોયા વગર લગ્ન માટે હા પાડી હતી. પણ અયાના તો જાણે કઈ બન્યું જ ના હોય તેમ નજર નીચી રાખીને બેઠી હતી, તેણે એક નજર પણ નહિ નાખી હતી રોબિન તરફ.તે અંદર થી રડી રહી હતી, પણ બહાર થી જાણે એક પત્થર બની ગઈ હતી.
અને બસ ૧૫-૨૦ મહેમાનો ની વચ્ચે થઈ ગયા એક અનોખા લગ્ન. મંત્રો બોલાયા, ફેરા ફર્યા,સિંદૂર પુરાઈ ગયું. બસ તે ક્ષણે અયાના ની આંખો માંથી આંસુ પડ્યા, પણ બધા ને લાગ્યું કદાચ વિદાય નજીક આવે છે એટલે..પણ આ આંસુ તે સંબંધ ના તૂટવાના હતા જેને જોડી રાખવાના વાયદા અયાન અને અયાના એ એક બીજા ને આપ્યા હતા.. આ આંસુ તે સપનાઓ ના તૂટવાના હતા જે તે બંને એ મળીને જોયા હતા.
કદાચ ૨૧ મી સદી માં આ રીત ના લગ્ન ના કોઈ એ કર્યાં હશે ના કોઈ એ જોયા હશે કે જેમાં વર વધુ એ એક બીજા ને જોયા વગર લગ્ન કર્યા હોય.
લગ્ન લેવાય ગયા..વિદાય અપાય ગઈ. અયાના હવે નવા ઘર માં આવી, નવા લોકો ની વચ્ચે. રોબિન અને અયાના નો ગૃહપ્રવેશ થયો. અયાના ની સાસુ એ તેને કહ્યું, દીકરા આ ઘર હવે તારું છે. અને અમે પણ તારા પોતાના છે. આ સમય કોઈ પણ છોકરી માટે ખૂબ જ વિકટ હોય છે. નવા પરિવાર ને ,નવા ઘર ને અપનાવવાનું .. પણ તું જરા પણ ગભરાતી નહિ. હું તારી સાથે જ છું. આટલું કહી ને તેની સાસુ બીજા કામ માં વ્યસ્ત થઈ ગઈ.
રોબિન આવ્યો અયાના ની પાસે..
રોબિન: મારા ખ્યાલ થી હવે તમારે આરામ કરવો જોઈએ.તો આપણે જઈએ રૂમ માં?
અયાના: હા (બસ આટલું જ બોલી શકી)
અયાના રૂમ માં પ્રવેશે છે.જોઈ છે આખો રૂમ શણગાર્યો હોય છે સુગંધિત ફૂલો થી . પણ અયાના ને અકળામણ થાય છે.
અયાના: મારે કપડાં બદલવા છે, બાથરૂમ ક્યાં છે?
રોબિન તેને ત્યાં સુધી લઈ જાય છે.
રોબિન વિચારે છે, શું હું તેને મારા મન ની વાત કહું કે નહિ?
ત્યાં જ અયાના આવે છે. રોબિન ની પાસે બેસે છે.
રોબિન: તમે નાઈટ ડ્રેસ માં પણ સારા દેખાવ છો.
અયાના: હા..
રોબિન: તમે ખરેખર ખૂબ ઓછું બોલો છો કે પછી મને પહેલી વાર મળ્યા એટલે ઓછું બોલો છો?
અયાના: હા સાચી વાત છે. We need introduction.
રોબિન: ઓકે...હું રોબિન . Scientist છું. અને થોડો બોરીંગ માણસ છું. વધારે મિત્રો નથી. મને મારા કામ સાથે થોડો વધારે પ્રેમ છે. અને સાચું કહું તો હું તમને સમય આપી શકીશ કે નહિ તે પણ ખબર નથી.
અયાના: તો લગ્ન શું કામ કર્યા?
રોબિન: મમ્મી ઈચ્છતી હતી કે મારા લગ્ન થાય, કોઈ છોકરી મારા જીવન માં આવે તો કદાચ મારી લાઈફ સુધરી જાય.
અયાના: અચ્છા, તો તમારી લાઇફ ખરાબ છે એમ?
રોબિન: એવું મમ્મી ને લાગે છે મને નહિ . Now your turn.
અયાના: હું અયાના. Mba કર્યું છે. જોબ કરતી હતી પણ તમારી સાથે લગ્ન કર્યા તો હવે છોડી દીધી છે. મને લખવા વાંચવાનો શોખ છે. અને આખી દુનિયા જોવાની ઈચ્છા છે. મારા ઘણા મિત્રો છે. તમારી સાથે લગ્ન ફકત દાદા ની ઈચ્છા ને માન આપવા ખાતર કર્યા છે. મારી ઈચ્છા તો અલગ જ છે .
રોબિન: મારું પણ કંઇક એવું જ છે. મારે મારા સંશોધન માટે અલગ અલગ જગ્યા એ જવું પડે, દિવસ રાત કામ કરવું પડે . ઘણી વખત તો ૨-૩ દિવસ સુધી ઘર પણ નહિ આવતો. પણ હવે તમે આવ્યા છો તો મારે પણ મારા કામ ને થોડુ ઓછું પ્રાધાન્ય આપવું પડશે.
અયાના: ના, મારા કારણે તમે તમારી લાઇફ નઇ બદલો. પોતાના સપનાઓ તૂટી જાય તો કેવું લાગે તે મૈં અનુભવ્યું છે એટલે કહું છું.
રોબિન: તમારી વાત થી મને એવું લાગે છે કે મૈં તમારી સાથે ખૂબ અન્યાય કર્યો છે .
અયાના: અન્યાય કોઈ વ્યક્તિ નથી કરતું, તે તો કુદરત કરે છે. કુદરત માણસ ને એવી જગ્યા એ લઈ જાય છે જ્યાં જવા માણસે વિચાર્યું પણ ના હોય.નસીબ આગળ માણસ પાંગળો છે.
રોબિન: ઘણા સમયે કોઈ મજા આવે એવી વ્યક્તિ સાથે મળ્યો છું.
અયાના( ફકત હસે છે)
રોબિન: આપણે લગ્ન કર્યા છે. તો મારી જવાબદારી છે કે હું તમને ખુશ રાખું.
અયાના: લગ્ન, પ્રેમ તે કોઈ જવાબદારી નથી. તે તો મન નો મેળાપ છે. ફકત ચોરી ના ફેરા ફરવાથી લગ્ન નથી થતાં.. મન નો મેળાપ થાય, એક બીજા ના થઈ જવાય અને જ્યારે આત્મા એક થઈ જાય ત્યારે લગ્ન થયા કહેવાય. જ્યારે તમે પોતાના થી વધારે બીજા ની કાળજી રાખો, તેનું વિચારો અને સામે પક્ષે તે પણ એવું જ કરે તો તમારો પ્રેમ સાર્થક થયો કહેવાય. નહિ તો એક તરફો પ્રેમ ક્યારે ખુશી નહિ પહોંચાડી શકે.
રોબિન: તમારી વાતો સાંભળીને કદાચ મને તમે ગમવા લાગશો એવુ લાગે છે. તમે તો મને પ્રેમ ની વ્યાખ્યા આપી દીધી થોડા જ શબ્દો માં.
અયાના: હા તેને હું ગમતી હતી અને મને તે.( અયાના બસ બોલ્યે જ જતી હતી)
રોબિન: એટલે?? હું સમજ્યો નહિ.
અયાના: આપણે એક નવા સંબંધ ની શરૂઆત કરવા જઈ રહ્યા છે. જે નિભાવવો ખૂબ મુશ્કેલ છે. તો હું કોઈ પણ વાત છુપાવવા નથી માંગતી . મારો એક ભૂતકાળ છે.અયાન..
રોબિન થોડો હલી જાય છે અયાન નું નામ સાંભળીને.
રોબિન: કોણ અયાન??
અયાના રોબિન ને બધી વાત કરે તેની અને અયાન ની.
રોબિન ને યાદ આવે છે તેનો ભાઈ અયાન પણ કોઈ છોકરી વિશે વાત કરતો હતો તે પણ કંઇક આવી જ વાત હતી .
રોબિન: માફ કરજો, કદાચ હું તમારી વચ્ચે આવી ગયો.
અયાના: ના તમે માફી નઇ માંગો. કદાચ અમારો સાથ અહી સુધી જ સિમિત હતો તમે તો માત્ર નિમિત્ત છો.
રોબિન: હવે તમારે સૂઈ જવું જોઈએ. કાલે આપણું રિસેપ્શન છે, તો આરામ કરવો જરૂરી છે .
અયાના: હા...ગુડ નાઈટ . Thankyou for being my friend.
રોબિન: મને પણ ગમશે તમારા જેવી મિત્ર બનાવીને.ગુડ નાઈટ .
-----
બીજા દિવસે સવારે ઊઠીને જોયું તો રોબિન નઇ હતો. અયાના એ તેની સાસુ ને પૂછ્યું તો કીધું તે તેની લેબ માં ગયો છે, ત્યાં અચાનક કંઇ કામ આવી ગયું.
અને અયાના ની માફી માંગી.
અયાના: અરે તમે શું કામ માફી માંગો છો??
રોબિન ના મમ્મી: હજુ કાલે લગ્ન થાય અને રોબિન ને જાણે કઈ ફરક જ ના પડ્યો હોય તેમ લેબ માં જતો રહ્યો. ખબર નઇ તે ક્યારે સુધરશે.
અયાના: અરે વાંધો નહિ મમ્મી. તમે તો છો ને મારી સાથે. ચાલો આપણે રસોડા માં જઈએ . મને ખૂબ જ ભૂખ લાગી છે.
રોબિન ના મમ્મી: હા હા ચાલ. તારા માટે ઈડલી સંભાર બનાવ્યો છે.
અયાના: અરે , તે તો મારું પ્રિય છે.
રોબિન ના મમ્મી: હા એટલે જ તો બનાવ્યા. તારા મમ્મી ને પૂછી રાખ્યું હતું મૈં.
અયાના: તમે આટલું કર્યું મારા માટે. હું ખૂબ જ ખુશ નસીબ છું કે તમારા જેવા સાસુ મળ્યા.
રોબિન ના મમ્મી: ચાલ હવે નહિ તો ઠંડુ પડી જશે.
-------
સાંજે બધા રિસેપ્શન ની તૈયારી માં હતા ત્યારે રોબિન આવ્યો
અયાના તૈયાર થવાની જ હતી ત્યાં રોબિન એ કહ્યું,
રોબિન: હું આ ગાઉન તારા માટે લાવ્યો છું.તું આજે આ પહેરશે તો મને ગમશે.
અયાના એ જોયું તો તે તેનો પ્રિય કલર હતો.
અયાના: તમને કેવી રીતે ખબર પડી કે આ મારો પ્રિય કલર છે??
રોબિન: અચ્છા, આ તારો પણ પ્રિય છે. આ કલર મને પણ ગમે છે..
અયાના(હસીને): thankyou Robin .
રોબિન સમજે છે કે અયાના તેને સારું લગાવવા માટે ખોટું હસે છે.
રોબિન: તો તું તૈયાર થઈ જા.હું પણ આવું છું થોડી વાર માં.
અડધો કલાક પછી રોબિન આવે છે. અયાના તેને જોય છે અને કહે છે..
અયાના: Looking good ha ..
રોબિન: તું પણ કોઈ એન્જેલ થી ઓછી નઇ લાગતી.
અયાના: thankyou. હવે જઈએ આપણે.
અયાના બહાર ગ્રાઉન્ડ પર પહોંચે છે અને જોઈ છે એકદમ અંધારું હોય છે.
અયાના: આ આટલું અંધારું કેમ છે??
રોબિન: તારા માટે સરપ્રાઈઝ છે એક.
અયાના ને યાદ આવી જાય છે કે અયાન એ પણ આવી જ રીતે એક સરપ્રાઈઝ આપ્યું હતું.
રોબિન: ક્યાં ખોવાઈ ગઈ.?
અયાના: બસ વિચારતી હતી કે શું હશે સરપ્રાઈઝ!!!
રોબિન: આ તારી લાઈફ નું બેસ્ટ સરપ્રાઈઝ હશે.
ત્યાં જ એક સોંગ વાગે છે...આ તો તે જ સોંગ હતું જેના પર અયાન અને અયાના એ પહેલી વાર કોલેજ ના ફંકશન માં ડાંસ કર્યો હતો. અયાના ને બેચેની થવા લાગે છે, તેને લાગે છે કે અયાન તેની આસ પાસ જ છે.
અયાના: રોબિન મને હવે ખૂબ બેચેની લાગે છે. જલ્દી કેહ શું છે અહી?
ત્યાં જ બધી લાઈટ ચાલુ થઈ જાય છે અને જોઈ છે તો સામે અયાન ઊભો હોય છે.
અયાના ની તો અયાન ને જોઈને આંખો ભરાઈ જાય છે. પણ પછી અચાનક તેને રોબિન ની યાદ આવે છે. તે રોબિન સામે જોઈ છે અને જાણે પૂછતી હોય કે શું ચાલુ રહ્યું છે આ?
રોબિન: મને ખબર છે અત્યારે તારા મન માં ઘણા બધા સવાલ હશે. અને હું આપીશ બધા સવાલો ના જવાબ. તો આ છે અયાન તારો પ્રેમ અને મારો ભાઈ . તેણે મને વાત કરી હતી તારા વિશે પણ તારું નામે નઇ કીધું હતું એટલે મને ખબર નઇ પડી. પણ જ્યારે તે તારી વાત કરી ત્યારે મને લાગ્યું કે કદાચ તું તે જ છોકરી છે જેની અયાન વાત કરતો હતો.એટલે તું સૂઈ ગઈ પછી મૈં અયાન ને ફોન કર્યો અને બધી વાત કરી. એટલે પાક્કું થઈ ગયું કે તમે જ છે બંને જેમણે પોતાના પ્રેમ નું બલિદાન આપ્યું પરિવાર માટે . પણ હું તમારી વચ્ચે આવવા નહિ માંગતો હતો એટલે અયાન ને કહ્યું કે તે અહી આવી જાય. અને હું તમારા બંને ને ફરીથી ભેગા કરી દેવ.
અયાના: પણ આપણા લગ્ન થઈ ચૂક્યા છે રોબિન.અને આ મારા દાદા ની ઈચ્છા છે,હું આ નઇ કરી શકું.
રોબિન: કેમ તે જ કીધું હતું ને કે ખાલી ચોરી ના ફેરા ફરવાથી લગ્ન નથી થઈ હતા એના માટે મન નો મેળાપ જરૂરી છે. તો તે લગ્ન ફકત એક રીત હતી બીજું કઈ નહિ. અને રહી વાત તારા દાદા ની તો તેમને પણ હું સમજાવી લાવ્યો છું.
અયાના ના દાદા આવે છે
દાદા:મને માફ કરજે દીકરા... મૈં મારા સ્વાર્થ માં તારું વિચાર્યું જ નહિ કે તારી કોઈ ઈચ્છા હશે કે નહિ. મને માફ કરી દે.
અયાના: ના દાદા તમે માફી નઇ માંગો. તમારી કોઈ જ ભૂલ નઇ હતી.પણ હું અયાન સાથે લગ્ન કેવી રીતે કરી શકું, તે જ્ઞાતિ તો...
રોબિન: તે મારો પિતરાઈ ભાઈ છે, મારી માસી એ બીજી જ્ઞાતિ માં લગ્ન કર્યા હતા. એટલે જોવા જઈએ તો તારા દાદા ની ઈચ્છા પણ પૂરી થઈ અને તારી પણ.
અયાના ના આંસુ રોકાતા નઇ હતા ..
અયાના: હું તારી માફી કેવી રીતે માંગુ રોબિન..
રોબિન: હા બસ એક જ મુલાકાત માં તું મને ગમી ગઈ હતી તે વાત ની માફી માંગી શકે તું.
અયાન: ભાઈ તે જે કર્યું તે કોઈ ના કરી શકે. અયાના જેવી છોકરી છોડી દેવા માટે પત્થર નું હૃદય જોઈએ.
રોબિન: હવે મારું દિલ પત્થર નું તો નથી પણ મને મારી લેબ પ્રત્યે થોડો વધુ પ્રેમ છે તો વાંધો નહિ આવે.
અયાના આવીને રોબિન ને હગ કરી લેય છે.અને કહે છે..
અયાના: હું ખરેખર તારા જેવો મિત્ર પામીને ખૂબ ભાગ્યશાળી સમજુ છું પોતાની જાતને..
રોબિન: તારા માટે કઈ પણ ..(આંખ મારીને કહે છે)
ત્યાં નીરજ ભાઈ આવે છે.
નીરજ ભાઈ: રોબિન , હું તારો કેવી આભાર માનું દીકરા? જે હું ના કરી શક્યો એક પિતા તરીકે તે કરી બતાવ્યું તે .હું આખી જીંદગી ઋણી રહીશ તારો ( નીરજ ભાઈ ગદગદિત સ્વરે બોલ્યા )
રોબિન: જો હું આજે આ નહિ કરતે તો આખી જિંદગી હું પોતાને જ માફ નહિ કરી શકતે.
અયાન: મૈં તો આશા જ છોડી દીધી હતી કે અયાના મને ફરી મળી શકશે.
રોબિન: ચાલ કઈ નહિ...આ બહાને મને એક મિત્ર તો મળી.
અયાના: રોબિન..
રોબિન: કંઈ નઇ બોલ. હવે હું વધારે કંઈ બોલી નહિ શકું.( તેના ગળે ડૂમો ભરાઈ જાય છે)
રોબિન ની મમ્મી: અયાના દીકરા ભલે તું મારા રોબિન ની જિંદગી માં નઇ આવી શકી પણ એક જ દિવસ માં તેનું હૃદય પરિવર્તન કરી નાખ્યું. આવો રોબિન મૈં ક્યારે પણ નથી જોયો.
અયાના : રોબિન એ જે મારા માટે કર્યું છે તેની આગળ તો આ કઈ જ નથી.
રોબિન: ચાલો હવે આપણે તમારા બંન્ને ની સગાઈ કરીએ ને.
અયાના : તે બધું નક્કી કરી દીધું હતું એમ ને??
રોબિન: જ્યારે તમને કોઈ પસંદ હોય તો તેની ખુશી નું ધ્યાન રાખવું જોઈએ એવું હું શીખ્યો છું. તો બસ તે જ કરી રહ્યો છું.
અને અયાન અને અયાના ની સગાઈ થઈ ગઈ અને ખૂબ જ ધૂમ ધામ થી જેવી રીતે અયાના ઈચ્છતી હતી એવી રીતે લગ્ન પણ થઇ ગયા.
તો આ હતી અયાના , અયાન અને રોબિન ની વાત કે જેમણે તેમના પ્રિયજન ની લાગણી ને પોતાના પ્રેમ કરતા વધારે મહત્વ આપ્યું. આ જિંદગી માં પ્રેમ કરવા વાળા તો ઘણા મળશે પરંતુ પરસ્પર ની લાગણીઓ , સંબંધો માટે પ્રેમ ની કુરબાની આપવા વાળા ઓછા મળશે.

મિત્રો તમને આ વાર્તા કેવી લાગી તે અચૂક થી જણાવજો.
આભાર સહ
કુંજલ


બીજા રસપ્રદ વિકલ્પો