Satya books and stories free download online pdf in Gujarati

સત્યા

( મિત્રો , આ ઘટના મારા એક મિત્ર સાથે હકીકત માં બની ચૂકી છે થોડા વર્ષો પહેલા લોનાવાલા ની એક હોટેલ માં . બસ તેની જ વાત ને હું મારા શબ્દો થી વર્ણનવું છું. )



ચિરાયુ ને આજે સવાર થી બેચેની લાગતી હતી. પણ ફરવા તો જવાનું જ હતું. બધું બુકિંગ થઈ ગયું હતું હોટેલ અને ટ્રેન નું. આજે લગ્ન પછી પહેલી વાર ચિરાયુ અને ખ્યાતિ ફરવા જવાના હતા લોનાવાલા અને ત્યાં થી imagica પાર્ક માં.
ખ્યાતિ: તમે તૈયાર છો ને? વિકી ભાઈ અને વિદ્યા ભાભી આવતા જ હશે.
ચિરાયુ: હા હું તો ક્યાર નો તૈયાર છું. તને વધારે સમય લાગે.
ખ્યાતિ: બોવ સારું હા.
ત્યાં જ વિકી અને વિદ્યા આવે છે.
ચિરાયુ બધો સામાન કાર માં મૂકે છે.
અચાનક જ વાતાવરણ માં પલટો આવે છે, જોર જોર થી પવન વાય છે અને ધૂળ ની ડમરી ઉડવા લાગે છે.
ચિરાયુ: આ જોવ, તમને પેહલા જ કીધું હતું કે અત્યારે નથી જવું લોનાવાલા. પણ તમે લોકો નહિ માન્યા મારી વાત.
ખ્યાતિ: તમે કેમ હંમેશા નકારાત્મક વાત કરો છો. કંઈ નઇ થઈ. ચોમાસા ની ઋતુ માં તો આવું થાય જ છે. ભગવાન નું નામ લઈને નીકળીએ કંઇ નહિ થાય.
વિકી: હા યાર ચીકુ...તું ખોટું ટેન્શન લે છે. એમ પણ કાર ડ્રાઇવર ચલાવાશે અને તે અનુભવી છે. ( વિકી ચિરાયુ નો બાળપણ નો મિત્ર હોય છે અને તેને પ્રેમ થી ચીકુ કહે છે)
ચિરાયુ: સારું, ચાલો તો.
અને ચિરાયુ નીકળે છે તેના મિત્રો સાથે લોનાવાલા જવા.આખા રસ્તે તો કોઈ અડચણ નથી આવતી એટલે ચિરાયુ ના મન ને શાંતિ થાય છે.
ચિરાયુ તેના મિત્રો સાથે લોનાવાલા પહોંચે છે પણ રાત થઈ ગઈ હોય છે તો ડાયરેક્ટ જે હોટેલ માં રોકવાના હોય ત્યાં જ જાય છે.
હોટેલ ના સ્ટાફ ના માણસો તરત સામાન લેવા આવી જાય છે.
હોટેલ મેનેજર: હેલ્લો સર, તમારું બુકિંગ છે કોઈ?
વિકી: હા , અમે કરાવ્યું છે ૨ રૂમ નું બુકિંગ.
વિકી મોબાઈલ માં બતાવે છે બુકિંગ નંબર.
ચિરાયુ ને હોટેલ બરાબર નથી લાગતી, પણ તેને થયું મારા સિવાય કોઈને કંઈ પ્રોબ્લેમ નથી તો ખોટી વાત નઇ વધારવી.
હોટેલ મેનેજર: સર એક રૂમ થોડા છેવાડે છે હોટેલ ના. ચાલશે ને? એવું લાગે તો કાલે તમને બીજા રૂમ માં શિફ્ટ કરી આપીશ.
વિકી: કેમ એવું છે? રૂમ બુકિંગ વખતે જોયો હતો તે જ રૂમ જોઈએ એમને.
હોટેલ મેનેજર: હા સોરી સર, તે રૂમ છે જ પણ એમાં થોડું સફાઈ નું કામ ચાલે છે. સવાર સુધી માં હું તમને આપી દઈશ તે રૂમ.
ચિરાયુ: ચાલ વાંધો નહિ, તે રૂમ માં અમે રોકાઈ જઈએ. એક રાત ની જ તો વાત છે.
વિકી: સારું તો ચાલ .
હોટેલ નો સ્ટાફ તેમનો સમાન રૂમ માં લઇ જાય છે.
હોટેલ નો એક કર્મચારી હોટેલ ના મેનેજર પાસે આવીને કહે છે : સર તમે તે રૂમ કેમ આપ્યો. તમને ખબર છે ને ત્યાં ...
મેનેજર એ વાત અટકાવી કીધું: અરે પેલા રૂમ ના કપલ એ ૫૦૦૦ એક્સ્ટ્રા આપ્યા છે આજે રાતે રોકવા માટે. તો તે જવા થોડી દેવાય. આજે રાત નો જ સવાલ છે ને.જોવાય જશે.

ચિરાયુ અને ખ્યાતિ રૂમ માં આવે છે. ચિરાયુ ને કઈક અજુગતું લાગે છે , પણ મન નો વ્હેમ સમજીને જતું કરે છે.
ખ્યાતિ બાથરૂમ માં જાય છે.
ચિરાયુ રૂમ ની બારી પાસે જઈને ખોલે છે.
અચાનક જોરદાર પવન આવે છે અને ચિરાયુ ની આંખ અંજાય જાય છે.
જેવી તે આંખો ખોલે છે, ત્યાં બહાર એક જૂનું ખંડેર દેખાય છે. દેખાવ માં સુંદર હતું પણ ઘણા વર્ષો સુધી બંધ હોવાના કારણે રાત ના સમયે બિહામણું લાગતું હતું. ચિરાયુ ને થયું આ ખંડેર જોવા જવા જેવું છે કાલે. કઈક ઇતિહાસ હશે એનો. જેવું ચિરાયુ એ આવું વિચાર્યું કે બારી અચાનક બંધ થઈ ગઈ જોરદાર પવન ના લીધે અને ચિરાયુ ની આંગળી કચડાઈ ગઈ એમાં. એટલે ચિરાયુ થી ધીમી ચીસ નીકળી ગઈ.
અચાનક કઈક અવાજ આવતા ખ્યાતિ ગભરાઈને બાથરૂમ ની બહાર આવી ગઈ.
ખ્યાતિ: શું થયું?
ચિરાયુ: કઈ નઇ. આ બારી બંધ થઈ ગઈ પવન ના કારણે અને તેમાં આંગળી આવી ગઈ.
ખ્યાતિ: શું કામ હતું બારી ખોલવાનું. લાવો હું ડ્રેસિંગ કરી દેવ , લોહી નીકળે છે.
ખ્યાતિ ડ્રેસિંગ કરી આપે છે.
ચિરાયુ: હવે કઈ કરવું નથી, હું સુઈ જવાનો. ખૂબ થાકી ગયો છે અને માથું દુખે છે.
ખ્યાતિ: હા હું તે જ કહેતી હતી કે સુઈ જઈએ. સવારે એમ પણ થોડા જલ્દી નીકળવાનું છે એવું વિકી ભાઈ કહેતા હતા.
ચિરાયુ: સારું ચાલ ગુડ નાઈટ.
અડધી રાત્રે અચાનક એ.સી માંથી વિચિત્ર અવાજ આવે છે . એટલે બંને ઉઠી પડે છે ચમકીને.
ચિરાયુ: આ એ.સી કેમ ચાલુ કર્યું હતું?
ખ્યાતિ: મૈં ચાલુ નથી કર્યું. હું તો સ્વર્ટેર પહેરીને સૂતી છું, તો થોડી ચાલુ કરવાની હતી.
ચિરાયુ: હમમ કદાચ મારાથી ચાલુ રહી ગયું હશે. ચાલ કાઈની બંધ કરી દઈએ.
ચિરાયુ એ એસી બંધ કરી દીધું.
થોડી વાર પછી અચાનક પંખો જોર જોરમાં ફરવા લાગ્યો અને વિચિત્ર અવાજ કરવા લાગ્યો.
ચિરાયુ અને ખ્યાતિ બંને થોડા ડરી ગયા કે આવું કેમ થાય છે.
ખ્યાતિ: આ પાંખો અચાનક કેવી રીતે ચાલુ થઈ ગયો...મને બીક લાગે છે.
ચિરાયુ પણ થોડો ડરી ગયો હતો પણ ખોટું કીધું ખ્યાતિ ને : અરે એ તો મૈં જ ચાલુ કર્યો હતો તું સુઈ ગઈ પછી મને ગરમી લાગતી હતી એટલે.
ખ્યાતિ: તમે બધું બંધ કરી દો. ભલે ગરમી લાગતી.
ચિરાયુ: હા સારું બસ.
કહી તેણે પાંખો બંધ કરી દિધો.
ખ્યાતિ ગભરાઈ ગઈ હતી એટલે ચિરાયુ એ એના માથે હાથ ફેરવીને કીધું ..
ચિરાયુ: ચાલ તું સુઈ જા.
ખ્યાતિ જેમ તેમ સૂતી.
પણ ચિરાયુ ની ઊંઘ ઉડી ગઈ.
તે વિચારતો હતો...પાંખો ચાલુ ના કર્યો હતો છતાં કેવી રીતે ચાલુ થયો. કઈક તો હોવું જોઈએ.

વિચારતો વિચારતો ચિરાયુ બંધ બારી પાસે આવ્યો.
ત્યાં જોયું બારી પર કઈક લખ્યું હતું, પણ શબ્દો ઉંધા હતા તો સમજ નઇ પડી.
તેણે બારી ખોલીને બહાર થી સાફ કરી. તો સાફ થઈ ગયું.
તેણે કઈ વિચાર્યું અને તેના વૉલેટ માંથી હનુમાનજી નો ફોટો લઈ ખ્યાતિ ની બાજુ માં મૂક્યો, કારણ કે તે ઊંઘ માં બબડાટ કરતી હતી.
ચિરાયુ ફરી બારી પાસે જોઈ છે તો કઈક લખ્યું હતું. નજીક જઈને ને જોયું તો ' सत्या' એવું લખ્યું હતું, પણ આ વખતે શબ્દો સ્પષ્ટ હતા. હવે ચિરાયુ ને ડર લાગ્યો. તેણે અંદર થી સાફ કરવાની કોશિશ કરી પણ ના થયું, બારી ખોલીને બહાર થી સાફ કરવાની કોશિશ કરી તો પણ સાફ ના થયું. તેણે મોબાઈલ માં ફોટો લઈ લીધો કે મેનેજર ને બતાવવા ચાલશે.
આટલી ઠંડી માં પણ ચિરાયુ ને પરસેવો થઈ રહ્યો હતો. તેણે વિચાર્યું બહાર જઈને હોટેલ ના મેનેજર ને બોલાવે. અને ત્યાં જ તે લખ્યું હતું તે સાફ થઈ ગયું અચાનક. ચિરાયુ ને નવાઇ લાગી.
એમ પણ જો મેનેજર ને બોલવા જાતે તો ખ્યાતિ ઊઠી જાતે અને તે વધારે ગભરાઈ જતે. એટલે વિચાર્યું કે જે થશે તે જોઈ લેવાશે. એવું વિચારી ચિરાયુ તેના બેડ પર જઈને બેસે છે. ઊંઘ તો ઉડી જ ગઈ હતી.
થોડી વાર માં ફરી ત્યાં બારી ના કાચ પર ' सत्या ' લખેલું ઉપસી આવ્યું. અને સાથે આંસુ ના ટીપાં પડ્યા હોય એવું પણ કઈક દેખાયું.
ચિરાયુ ને ડર લાગ્યો બેડ પરથી ઊભા થવાનો પણ. તેણે આંખ બંધ કરી હનુમાચાલીસા નો જાપ કરવા લાગ્યો. અને ક્યારે ઊંઘ આવી ગઈ તે ખબર જ નઇ પડી.
ખ્યાતિ નો અવાજ સંભળાયો અને ચિરાયુ અચાનક ઝબકીને ઊઠી ગયો, જોયું તો સવાર પડી ગઈ હતી.
ચિરાયુ ને રાત ની ઘટના યાદ આવી ગઈ અને એક ડર ની ધ્રુજારી છૂટી ગઈ.
ખ્યાતિ: અરે તમે રાત ના બારી ખુલ્લી રાખીને જ સુઈ ગયા હતા કે શું. સવારે જોયું તો કેટલો કચરો આવી ગયો હતો રૂમ માં. સ્ટાફ ને બોલાવીને સાફ કરાવ્યું.
ચિરાયુ એ વિચાર્યું...તે તો બારી બંધ કરીને સૂતો હતો. તો અચાનક બારી કેવી રીતે ખુલી ગઈ. અચાનક તેને યાદ આવ્યું અને મોબાઈલ માં જોયું પેલો ફોટો છે કે નહિ તે. ફોટો તો હતો પણ ખાલી બારી નો, 'सत्या' લખ્યું હતું તે નીકળી ગયું. તેણે તે ફોટો પણ ડિલીટ કરી નાખ્યો.

ચિરાયુ: હા સોરી, ગરમી લાગતી હતી એટલે ખોલી હતી બારી.
ત્યાં જ વિકી આવ્યો ..
વિકી: ચાલ ને કેટલું સૂવાનો તું. જલ્દી કર આપણે હજુ ૨ કલાક નો રસ્તો કાપવાનો છે.
ચિરાયુ: હા ૧૦ મિનીટ આપ. હું તૈયાર થઈ જાવ. અને હા એક બીજી વાત, આ હોટેલ માં નથી રોકાવું.નથી ગમતી મને.
વિકી: તું યાર.. ૩૦૦૦ આપ્યા હતા હોટેલ ના.
ચિરાયુ: ભલે , તારા પણ હું આપી દઈશ પણ અહી નથી રોકાવું.
વિકી: સારું તો ચાલ હું વિદ્યા ને કહી આવું.
ચિરાયુ અને વિકી બંને એમની પત્ની સાથે તે હોટેલ માંથી ચેક આઉટ કરી દીધું.
પણ કદાચ ચિરાયુ એ આ વખતે નઇ જોયું તે હોટેલ ના મેનેજર એ જોય લીધું હતું. બારી ના કાચ પર લખેલું 'सत्या'. અને એટલે જ મેનેજર એ એમના રૂમ ના પૈસા પાછા આપી દીધા . અને ચિરાયુ ની સામે જોઈ ને કહ્યું.
મેનેજર: Thankyou સર.
ચિરાયુ: બીજી વાર ધ્યાન રાખજો .
અને મેનેજરે નીચું માથું રાખી જાણે તેની ભૂલ ની માફી માંગી લીધી.
પણ ચિરાયુ ને આખી જિંદગી નો એક ડરાવણો અનુભવ મળી ગયો.



આશા રાખું છું મિત્રો , મારો નવતર વિષય પર વાર્તા લખવાનો પ્રયત્ન તમને ગમ્યો હશે. તમારા સૂચનો આવકાર્ય છે મારા આ નવા વિષય ના પ્રયત્ન ના સંદર્ભ માં.
આભાર સહ
કૂંજલ

બીજા રસપ્રદ વિકલ્પો