Imagination world: Secret of the Megical biography - 24 books and stories free download online pdf in Gujarati

કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - 24

અધ્યાય 24"ત્યાગ"


આ બંને ને જોઈને અર્થ બોલ્યો

"અરે આ જગ્યા મેં ક્યાંક જોયેલી છે."

ફોટા માં એક બંગલો હતો જે થોડોક જૂનો લાગતો હતો.

ત્રાટક એ જવાબ આપતા

" તે કેવી રીતે જોયો હોય આ બંગલા ને?,

એમ પણ આ બંગલો અહીંયા થી બહુ દૂર છે.તે તો આ પ્રાંતના સૌથી છેડે આવેલો છે.કદાચ તારા થી કોઈ ગલતફેમી થઈ હશે."

"હા, એવું પણ થઈ શકે છે.પણ મેં આ જગ્યા વારંવાર જોઈ છે.અને મને સરખી રીતે યાદ છે કે તે આજ હતું, પણ મને યાદ નથી આવતું ક્યાં જોઈ છે.હું કોશિશ કરીશ યાદ કરવાની"

ત્રાટક એ સમગ્ર વાત સાંભળ્યા બાદ કીધું

" મને નથી લાગતું કે તને ખબર હોય પણ તો પણ તું યાદ કરજે કદાચ તને તે મળી જશે."

હજી ત્રાટકે વાક્ય પતાવ્યું કે તરતજ અર્થ બોલ્યો" હા, યાદ આવ્યું.સ્વપ્ન મેં આ ઘર સ્વપ્ન માં જોયું છે આજ તેથી મને બરોબર યાદ છે અને મેં આ ઘર વધારે જોયું હતું સ્વપ્ન માં એક થી તો વધારે વાર હમણાં પણ થોડા દિવસ પહેલા પણ મેં જોયું હતું"

રોબર્ટ અંકલ પણ બોલ્યા

" શું ખરેખર તે આજ ઘર જોયું હતું સ્વપ્ન માં ?"

"હા, આજ મને ખાતરી છે.મેં આજ જોયું હતું.હવે મને પાકું યાદ આવી ગયું.પણ આ છે,શું?

ત્રાટક બોલ્યો "આ બધાજ ફોટા અમે એટલે પડ્યા હતા કારણકે અમને ત્યાં સ્વપ્નછત હોવાનું અનુમાન હતું."

અર્થ બોલ્યો " મને એવું લાગે છે કે પ્રોફેસર અનંત ને નક્કી આ ઘર સાથે લેવા દેવા છે અને જો તે સાચેજ સ્વપ્નછત છે તો પછી તે કદાચ તેવું જ ઇચ્છતા હોય કે આપણે તેની મદદથી તે ક્યાં છે તેની માહિતી મેળવી શકીએ છીએ અને તેમને બચાવી શકીયે છીએ."


રોબર્ટ અને ત્રાટક બંને એક સાથે બોલ્યા "તો આપણે ત્યાં જવું જોઈએ"

ત્રાટક એ અધૂરું વાક્ય પૂરું કરતા કહ્યું "હા, અને ત્યાં જઈને જોવું જોઈએ કે શું ત્યાં સાચેજ સ્વપ્નછત છે.?,જો ત્યાં સ્વપ્નછત હશે તો આપણું કામ આસાન થઈ જશે તે ક્યાં છે તે ખબર પડી જશે."

રોબર્ટ પણ બોલ્યો "આપણે અત્યારે જ નિકડીશું તો રાત્રે બાર વાગ્યા સુધીમાં પહોંચી જશુ."

ત્રાટક: "હા,હું જરૂરી જેટલો સામાન લઇ લઉ છું,આમતો તે બહુ દૂર છે માટે આપડે એક મોટરકાર નો બંદોબસ્ત કરવો પડશે."

રોબર્ટ: " ત્રાટક તું જરૂરી સામાન લઈ લે હું એકાદ કલાક માં ગાડી નો બંદોબસ્ત કરીને આવું છું"

ત્રાટક: "ઠીક છે, પણ થોડું જલ્દી કરજે"

રોબર્ટ અંકલ ગાડી નો બંદોબસ્ત કરવા ગયા અને ત્રાટક અને અર્થે જરૂરી પૂરતો સામાન લઇ લીધો જેમ કે ખાવા માટે બિસ્કિટ એક નાનો પ્રાઇમસ અને બે ચાર ચોપડીઓ ઠીક એકાદ કલાક બાદ રોબર્ટ ગાડી લઈને આવી ગયો ગાડી થોડી જૂની લાગતી હતી એટલે ત્રાટક થી રહેવાયું નહીં અને તે બોલ્યો

"આ ગાડી ક્યાંય રસ્તા માં બંધ તો નહીં પડે ને?"

રોબર્ટ:" ના ના આમતો કંઈ વાંધો નહીં આવે "

ત્રાટક: "આમ તો થી શુ કહેવા માંગે છે?"

ત્રાટકે પોતાના મજાકીય અંદાજમાં કહ્યું.

ત્રણેય ગાડી માં બેસી ગયા અર્થ વિચારતો હતો કે કરણ તથા કાયરા ને કહી દેવું ઠીક હતું તેમને મારા અચાનક ગાયબ થઈ જવા થી બહુ દુઃખ થશે.

ગાડી રોબર્ટ અંકલ ચલાવવાના હતા અને ગાડી શરૂ થઈ પોતાની સોસાયટીની બહાર પહોંચતા પહોંચતા ગાડી હવામાં આવી ગઈ.ગાડી પુરપાટ ઝડપે હવા માં ઊડતી હતી અને સાંજ નો સમય હતો તેથી પક્ષીઓ નું ખૂબ ધ્યાન રાખવું પડતું હતું.

ચારેક કલાક ના લાંબા સફર પછી તે શહેર માં પહોંચી ગયા જે શહેર માં તે સ્વપ્નછત હતી.

અને થોડીક જ વાર માં તે જગ્યા એ પહોંચયા જે ઘર માં સ્વપ્ન છત હોવાનું અનુમાન હતું. રાત ના બાર વાગવાની તૈયારી હતી, લગભગ સાડા અગિયાર ઉપર થઈ ગયું હતું.

ત્રાટક કે જે જગ્યા એ ઘર હતું તે મહોલ્લાની થોડે દૂર ગાડી ઉભી રખાવી

"જો અંદર ગાડી લઈ જસુ તો આજુ બાજુ ના લોકો જાગી જશે અને કંઈક પૂછતાછ કરશે"

રોબર્ટ:" પણ મને નથી લાગતું કે આ મહોલ્લા માં કોઈ રહેતું હોય"

ત્રાટક:"મતલબ?"

રોબર્ટ:" મહોલ્લા ના બધા મકાન ઝરઝરીત છે મતલબ કે બહુ જુના છે અંદાજે લાગે છે સાતેક મકાન હશે અને મહોલ્લા માં એક પણ લાઈટ નથી તો આ જોઈને તને નથી લાગતું કે મહોલ્લામાં માં કોઈ નહીં હોય"

ત્રાટક:" હા, પાછલીવાર આપણે જ્યારે આવ્યા તા ત્યારે પણ કોઈ નહોતું દેખાયુ એ પણ દિવસે."

અર્થ એ બધું સાંભળતો હતો.

છેવટે ત્રણેય જણે પેદલ જવુંજ નક્કી કર્યું.

અંધારા માં દબાયેલા પગે ત્રણે અંદર ગયા. ઘર કંઈક વધારેજ મોટા હતા બધા જ મકાન આશરે બે માળ ના હતા આમતો તેને બંગલા કહી શકાય પણ બહુ જ જુના હતા ઉપરાંત દરેક ઘર માં એક ઝાડ હતું અને તેના પત્તાં જમીન પર વિખરાયેલા પડ્યા હતા. ત્રણેય ચાલતા હતા ત્યારે પત્તા ની સરવરાટ નો અવાજ આવતો હતો આખરે થોડુંક ચાલ્યા બાદ છેલ્લા ઘરે પહોંચ્યા જ્યાં તેમને શંકા હતી કે અહિયાં સ્વપ્નછત છે.તેની પાછળ ની બાજુ તો જંગલ જ હતું.

ત્રાટકે કહ્યું "મને પણ એવું જ લાગે છે કે આ મહોલ્લા માં કોઈ નથી રહેતું"

અર્થે પણ હા પાડી

તે ત્રણે તે ઘર નો મોટો લોખંડનો દરવાજો (ગુજરાતી માં જેને જાંપો કહે છે) વટાવીને અંદર ગયા.અંદર થોડી જગ્યા હતી.રોબર્ટ અંકલ સૌથી આગળ હતા કારણકે તેમના હાથમાં ટોર્ચ હતી.બહાર બધાજ ઘરની માફક ઝાડ હતું અને તેના બહુજ બધા પત્તા ઘરની અંદર પણ પડ્યા હતા.

ત્રણે આગળની જગ્યા વટાવી ને અંદર ગયા અને મકાન નો બંધ દરવાજો ખોલ્યો,આખરે દરવાજો બહુ જૂનો હતો અને તેના ઉપર બહુજ ધૂળ જામી હતી અને કરોળિયા એ પોતાના ઘર પણ બનાવ્યા હતા ત્રણે દરવાજા નું તાળું તોડી ને અંદર ગયા આમ તો કોઈ ના ઘર નું તાળું તોડવું તે પણ કોઈની મંજૂરી વગર તે ખરાબ વાત કહેવાય અને તે એક ગુનો પણ કહેવાય પણ હવે તે વાત થી કોઈ ફરક પડતો ના હતો કારણકે દરવાજો નું તાળું હવે તોડી નખાયું હતું. ત્રણે ઘર નું અંદર થી નિરીક્ષણ કર્યું અંદર વિજળી હતી નહીં અને ઘર એકદમ જૂનું હતું બધાજ કબાટ ને લોક મારેલા હતા તે પણ જેવા તેવા નહીં પણ જાદુઈ જે માત્ર જેણે લોક માર્યું હોય તેજ ખોલી શકે તેથી મકાન કોનું હતું તે કહેવું મુશ્કેલ હતું પણ જોકે ત્રાટક અને રોબર્ટ ને તેના થી કોઈ મતલબ ના હતો.ત્રણે જર્જરિત લાકડાની સીડી માંથી વારાફરતી ઉપર ગયા કારણે કે સીડી જોઈને લાગતું હતું કે તે ગમે ત્યારે તૂટી શકે તેમ હતી. ઉપર એક બીજ રૂમ નો દરવાજો તથા તેની સામે થોડી જગ્યા હતી જ્યાં એક જૂનો પિટારો(લોખંડની પેટી જેમાં સામાન ભરી શકાય) પડ્યો હતો તેને પણ લોક મારેલું હતું ત્રણે સીધા ઉપર ગયા અને છેલ્લે જેની માટે આટલી દૂર આવ્યા હતા તેનો દરવાજો હતો તેને કોઈ લોક નહોતું માર્યું તે ત્રણેય ના નશીબ ની વાત હતી.રોબર્ટે દરવાજો ખોલ્યો અને જોયું કે એક છત હતી જે દેખાવમાં સામાન્ય હતી પણ તેની મધ્ય માં એક સુંદર મજાનો બેડ હતો.જે આટલા દિવસ થી ખુલ્લો પડ્યો હતો પણ તો પણ તે સુંદર લાગતો હતો એ અદભુત વાત હતી. ત્રણે તેની નજીક જવા આગળ વધ્યા પણ ત્યાંજ પાછળ નો દરવાજો બંધ થઈ ગયો અને એક સ્ત્રી ત્યાં આવી જેનો અવાજ એટલો મધુરો ન હતો અને તે દેખાવ માં પણ કંઈક વધુજ લાંબી હતી અને તે હવા માં તરતી હતી કદાચ તે જીવીત જ ન હતી તેની આત્મા હતી.તે આવીને બોલવાનું શરૂ કર્યું

"હું સ્વપ્નછત ની માલિક છું મારુ નામ સ્વપ્નદર્શિની છે અને હુંજ આ સ્વપ્નછત નું રક્ષણ કરું છું. તમારા માંથી કોણ છે જે સ્વપ્નછત માં સુવા માંગે છે."

ત્રાટક અર્થ અને રોબર્ટ એક બીજા ની સામે જોવા લાગ્યા અને તે વિચારતા હતા. જો ત્રાટક જાત તો તે તેની મૃત્યુ પામેલી પત્ની ના ખૂની વિશે જાણી શકત અને રોબર્ટ પાસે કોઈ એવું ખાસ કારણ હતું નહીં એટલે રોબર્ટે સ્વપ્નછત માં જવાની ના પાડી પણ ત્રાટકે અર્થ ની સામે જોયું અને તેને કહ્યું" અર્થ તું જા"

"પણ ત્રાટક અંકલ તમે સ્વપ્નછત ની મદદ થી તમારી મૃત્યુ પામેલી પત્ની ના સાચા ખૂની ને પકળી શકો છો."

"હા, તે વાત છે પણ તેનાથી વધારે અગત્યનો પ્રોફેસર અનંત નો જીવ છે તું જા અને તે ક્યાં છે તે જાણીને લાવ જેથી આપણે તેમને બચાવી શકીયે."

અર્થ થોડી વાર વિચારમાં પડી ગયો અને થોડીવાર બાદ બોલ્યો "ઠીક છે,હું જઈશ."

અર્થે આગળ વધ્યો અને ત્રાટક અને રોબર્ટ સ્વપ્નછત ની નીચે વાળી સીડી માં જતા રહ્યા તે જાણતા હતા કે હવે અર્થ સવાર સુધી નથી આવવાનો.

અર્થે આગળ વધ્યો ત્યારે સ્વપ્નદર્શિની એ અટકાવ્યો અને કહ્યું

"તારી એક વસ્તુ નું બલિદાન મને આપ પછીજ તને આગળ જવા મળશે"

અર્થ વિચારતો થઈ ગયો આખરે તેની પાસે કંઈ એવું તો હતું નહીં જેનું તે બલિદાન કરી શકે તો બલિદાન શેનું કરવું એ એક બહુ મોટી સમસ્યા હતી.શું તે તેના મિત્ર નું બલિદાન કરી દે? પણ તેવું શક્ય થાય તેમ ન હતું. શું તે પાછો વળી ને ત્રાટક અંકલ અને રોબર્ટ અંકલ ની સલાહ લે? પણ તે પણ તેના વિશે કંઈ વિશેષ કરી શકે તેમ ન હતું. અર્થ મુંજવણ માં મુકાઈ ગયો તેને કંઈક વિચાર્યું અને તે સ્વપ્નદર્શિની પાસે ગયો અને બોલ્યો " હું વાસ્તવિકતાની દુનિયા નો ત્યાગ કરું છું હું હવે ત્યાં પાછો ક્યારેય નહીં જાઉં"

"શું સાચેજ તને મંજૂર છે ?જો તું વચન તોડીશ તો હું તને ગમે ત્યાં આવીને મારી નાખીશ તેથી તારો નિર્ણય જરા સંભાળી ને લેજે."

અર્થે એક વાર વિચાર્યું પણ તે તેના વિચારમાં કાયમ રહયો.

"હા,મને મંજૂર છે."

"ઠીક છે તો તું જઈ શકે છે"

સ્વપ્નદર્શિની એ અર્થ માટે જવાની જગ્યા કરી દીધી અને અર્થ આગળ વધ્યો.અર્થે સ્વપ્નછત ની એકદમ નજીક પહોંચી ગયો અને પાછળ ફરીને જોયું ત્યારે સ્વપ્નદર્શિની ના હતી તે ગાયબ થઈ ગઈ હતી.અર્થ તે બેડ પર બેઠો બેડ એકદમ મુલાયમ અને સુતા જ ગાઢનિંદ્રા આવી જાય તેવો હતો. અર્થ આડો પડ્યો અને તેને ત્રાટક ના કહેવા મુજબ આંખોબંધ કરી દીધી અને જે પ્રશ્ન હતા જેમ કે પ્રોફેસર અનંત ક્યાં છે ઉપરાંત પ્રોફેસર અનંત સાચેજ જીવિત છે કે નહીં તેવા પ્રશ્નો વિશે વિચારવાનું શરૂ કર્યું.અર્થ સ્વપ્ન છત પર ઘસઘસાટ સુઈ ગયો અને તે ગાઢનિંદ્રા માં અને સ્વપ્ન માં ખોવાયેલો હતો. જ્યારે બીજી બાજુ રોબર્ટ અને ત્રાટક બંને સીડી પર સુઈ ગયા.

ક્રમશ...

આ વાર્તા આપને સારી લાગી હોય તો આપ આપના પ્રતિભાવો જરૂરથી મોકલી આપશો.આપ આપના પ્રતિભાવો મને મારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ માં મોકલી શકો છો.@kuldeepsompura1.2


આપ આપના પ્રતિભાવો મને મારા વોટસએપ પર પણ મોકલી શકો છો તથા મને ફોન કરીને પણ જણાવી શકો છો.

૭૫૬૭૭૩૫૨૫૦


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED