Imagination world: Secret of the Megical biography - 3 books and stories free download online pdf in Gujarati

કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - 3

અધ્યાય-3 "કેટલાક પ્રશ્ર્નો"

બધા જ વિદ્યાર્થીઓ જમવામાટે ના મોટા હોલ માં ભેગાથયા હતા. જ્યારે અર્થ અને બબલુ પણ બુકસ મુકીને હાથ મોં ધોઈને હોલ માં ભેગા થયા ત્યાં બીજા ઘણા ખરામિત્રો હતા. બધા જ જમતા હતા તે પણ તેમની સાથે ડીશ લઈને જમવા બેસી ગયા જયારે એક મિત્રએ પૂછ્યું કે કયા હતા તમે લોકો સાંજે ક્રિકેટ રમવા પણ નહોતા આવ્યા.ત્યારે બબલુ એ જવાબ પતા કહ્યું કે “ અમે બુક લેવા ગયા હતા” થોડી વાર બાદ બધા એ જમી લીધું હતું અને અર્થ અને બીજા મિત્રોએ પણ બહાર ની જગ્યા પર બેસી ને વાતો કરતા હતા. થોડીક વાર બેસી ને બધા વાતો કર્યા બાદ સૌ પોતપોતાના રૂમ માં ગયા અર્થ ને બહાર ચાલવા જવાની ઈચ્છા થઈ એટલે તેને બબલુ ને પૂછ્યું સાથે આવવા માટે પણ આજે બબલુ થોડો થાકી ગયો હોવાથી તેને ના પાડી. અર્થ એકલો જ બહાર નીકળ્યો અનાથઆશ્રમ ની સામે બહુ મોટો બગીચો હતો તે તેમાં ગયો અને બગીચા માં ચાલતો હતો જ્યારે તેની નઝર સામે બેઠેલા થોડા નાનકડા બાળકો અને એક વૃદ્ધ દાદા પર પડી તે ઘણા સમય થી રોજ બગીચા માં આવતા અને નાના બાળકોને ફરતે બેસાડી વાર્તા કહેતા બાળકો ખૂબ રાજી થઈને ઘરે જતા ક્યારેય પણ તે તેમની પાસે ગયો નહતો અને તેમની વાર્તા સાંભળી ના હતી આજે તે એકલો હતો એટલે તેણે વિચાર્યું કે મારે જવું જોઈએ તેમના જોડેથી મને તેમના અનુભવ ની વાતો શીખવા મળશે.
તે ત્યાં ગયો બધા બાળકો ની સાથે સૌથી છેલ્લે બેસી ગયો કોઈ બાળકોનું ધ્યાન ન હતું પણ વૃદ્ધ દાદા જાણતા હતા કે આજે કોઈ નવો બાળક સાંભળવા આવ્યો છે.બીજા બધા બાળકોની સાપેક્ષે તે મોટો હતો પણ દાદા ની સાપેક્ષે તો તે એક બાળક જ હતો.દાદા એ પોતાની વાતો ચાલુ રાખી તે બધા બાળકોને કાલ્પનિકતાની દુનિયા વિશે કહેતા હતા બધા બાળકો ને ખૂબ રસ પડતો તો અર્થ ને પણ આજે મજા આવી દાદા હજી બોલતા જ હતા “ તમને ખબર છે બાળકો કાલ્પનિકતાની દુનિયા જાદુઈ છે ત્યાં બધા બાળકોને જાદુ ભણાવવામાં આવે છે ઊપરાંત તમે જે વિષયો અહીં ભણો છો તે પણ ભણાવવામાં આવે છે. એટલે ત્યાં તમારે શું ભણવું છે તે નક્કી કરવાની છૂટ છે.ત્યાં સ્કૂલ બહુ જ ભવ્ય હોય છે અને એક સાથે બહુ બધા બાળકો ત્યાં ભણે છે.ત્યાં શિક્ષણ માટે પૈસા લેવાતા નથી ત્યાં દરેક બાળકોને ભણવાનો અધિકાર છે.તે દુનિયા ખૂબ સુંદર છે.ત્યાં ઘણા પક્ષીઓ અને પ્રાણીઓ બોલીપણ શકે છે.ત્યાં ઘણું બધું જોવાલાયક છે આ દુનિયા કરતા પણ એક વિશેષ દુનિયા છે તે.” બધા બાળકો ધ્યાન થી સાંભળતા હતા ત્યાં ફરીથી દાદા બોલ્યા “બાળકો હવે બાકી ની વાતો કાલે કરીશું હવે મોડું થઇ ગયું હોવાથી તમારે જવું જોઈએ અને મારે પણ” બધા બાળકો નિરાશ થઈ અંદરો અંદર વાતો કરવા લાગ્યા તેમને હજી દાદા ની વાતો સાંભળવી હતી પણ દાદા ના સમજાવા બાદ તે સમજી ગયા બધા બાળકો પોતપોતાના ઘરે જવા લાગ્યા. જ્યારે અર્થ પણ ત્યાંથી ઉભો થયો તે દાદાની પાછળ પાછળ ગયો દાદા ને તે ખબર હતી કે તે છોકરો તેમની પાછળ પાછળ આવે છે.દાદા બગીચાની બહાર જવાના રસ્તે ઉભા રહ્યા. જયારે અર્થ પણ તેમને જોઈ રહ્યો હતો તેમણેઅર્થ ને બોલાવ્યો અને કહ્યું “ બેટા મને લાગે છે કે તારા મન માં કેટલાક સવાલ છે જે તું પૂછવા માંગે છે..બોલ તારે શું પૂછવું છે? જો મને ખબર હશે તો હું તેનો જવાબ જરૂર આપીશ”. અર્થ વાતકરતા અચકાયો પણ પછી તેને ડર્યા વગર પૂછી લીધું જોકે તેમાં ડરવા જેવું કશુંયે ના હતું તે બોલ્યો “ સર શું કાલ્પનિકતાની દુનિયા સાચેજ હોય છે” પ્રશ્ન હેરાન કરે તેવો જ હતો વૃદ્ધ દાદા હસવા લાગ્યા અને થોડીવાર રહી તે બોલ્યા “તું ક્યાં રહે છે બેટા?”
“સામે ના અનાથઆશ્રમ માં”
“અચ્છા,હું ઘણી વાર ત્યાં આવેલો છું પણ મેં તને બહુ જોયેલો નથી. હા, હું તેતો નહીં કહી શકું કે તે દુનિયા હોય છે કે નહીં પણ એટલું જરૂર કહીશ કે લોકો ત્યાં ગયેલા છે હું માત્ર સાંભળેલી વાતો જ લોકોને કહેતો રહુ છું. મેં તે દુનિયા જોઈ છે તે કહેવું મારા માટે મુશ્કેલ છે પણ તમારા અનાથઆશ્રમ માં પહેલા બે બાળકો રહેતા હતા આ બહુ વર્ષો જૂની વાત છે તે એક દિવસ અચાનક જ ગાયબ થઈ ગયા હતા બધા માનતા હતા કે તેમને તેમના માતાપિતા મળી ગયા પણ મારા વિચાર તે બાબતે જુદા છે.હું નથી માનતો કે કોઈ ને અચાનક જ તેમના માતાપિતા મળી જાય અને તે અહીંયા થી જતા રહે.
“તો શું તે કાલ્પનિતાની દુનિયા માં છે?”
દાદા ફરીથી હસવા લાગ્યા “ આ કહેવું તો મારા માટે બહુ મુશ્કેલ કામ છે.હું મારા નિયમ ના તોડી શકુ”
અર્થે જોયું કે બગીચા નો બંધ થવાનો સમય થઈ ગયો હતો બધા બહાર નીકળવા લાગ્યા તે પણ આગળ નીકળી ગયો અને બહાર પહોંચી ગયો તે અનાથઆશ્રમ ના દરવાજે ઉભો હતો તે જોવા માંગતો હતો કે તે વૃદ્ધ કંઈ તરફ જાય છે પણ પાર્ક બંધ થયા અડધી કલાક થઈ ગઈ વૃદ્ધ આવ્યા જ નહીં તે અર્થ ની પાછળ હતા પણ તે ક્યાં ચાલ્યા ગયા તે ખબર ના પડી તેમની વાતો પણ અલગ હતી તેમને દરેક પ્રશ્ન નો જવાબ પણ વિચિત્ર રીતે આપ્યો હતો તેમના જવાબ પરથી તો એવું કે તેમને કંઈક કહેવું છે પણ કશું જ કહી શકતા નથી.અર્થ અંદર પોતાનાં રૂમમાં જતો રહ્યો.(ક્રમશ)

વાર્તા સાથે જોડાઈ રહો અને વાર્તા ના આગળ ના અધ્યાય વાંચવા મને ફોલોવ કરો તથા આપના અમૂલ્ય પ્રતિભાવો મને મોકલી આપો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED