Imagination world: Secret of the Megical biography - 23 books and stories free download online pdf in Gujarati

કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - 23

અધ્યાય 23 "સ્વપ્નછત"

સમય દિવસે અને દિવસે બહુજ ખરાબ આવી રહ્યો હતો.ક્રિશ નું મોત તો સ્વપ્ને પણ કોઈએ નહોતું વિચાર્યું. કરણ તથા તેના માતા પિતા અંદર થી તુટી ગયા હતા.ખરેખર તે દ્રશ્ય ખૂબ જ કરુણ હતું. જ્યારે કરણ તથા તેની મમ્મી જ્યારે પાછા ફર્યા ત્યારે તે આ દ્રશ્ય જોઈને બેબાકળા બની ગયા અને અર્થને ઝંઝોળી ને સમગ્ર ઘટના વિશે પૂછ્યું પણ તે પહેલાં તે ખૂબ રોયા કરણ ને ગુસ્સા નો પાર નહતો પણ તે કઈ કરી શકે તેમ ન હતો.

સમગ્ર ઘટના એક દિવસ પછી થોડીક નાજુક બની ગયી જોકે હજુ બધાને ક્રિશ નું ભૂલવું બહુ મુશ્કેલ હતું તેના પિતા પણ બહુજ દુઃખી હતા પણ તેમણે પોતાની જાત ને સંભાળીને તેમની પત્ની તથા કરણ ને દિલાસો આપતા હતા.કારણકે તે જાણતા હતા તે તેમની પાસે અત્યારે સાવચેતી રાખવી તથા દિલાસો દેવા શિવાય કઈ જ નથી.અર્થ અંદર થી પોતાને કોષતો હોય તેમ પણ લાગી રહ્યું હતું.ત્રાટક હજી આવ્યો નહતો.પ્રિન્સીપાલ અલાઈવ એક પ્રાંતપ્રમુખ અને તેમની જ સ્કૂલનો એક વિદ્યાર્થી નું મુત્યુ થવા ના કારણકે ખેદ વ્યક્ત કરવા તથા પરિવાર ના સભ્યો ને શાંતવાના આપવા આવ્યા હતા.જ્યારે અર્થ ત્યાંજ હતો જયારે પ્રિન્સિપાલ અલાઈવ આવ્યા હતા પણ આ વખતે કોઈ કાળાકપડાં વાળું માણસ તેમની સાથે ના હતો માત્ર સેવક જ સાથે આવ્યા હતા.આ ઉપરાંત ક્રિશ ના મામા પણ ત્યાં આવ્યા હતા.તે દેખાવે પાતળા તથા તેમના પર સતત ગંભીરતા રહેતી તે કાલ્પનિકતાની દુનિયાના ન્યાય વિભાગ માં કામ કરતાં હતા.એટલે ખુદ જ કેટલાક કેસ સંભાળતા. આજ સુધી તેમની વિષે બસ સાંભળ્યું હતું. ક્રિશ તથા કરણ પાસે થી, પણ તે કેવા હતા તે અર્થને આજે ખબર પડી હકીકત માં ક્રિશ અને કરણે કીધું હતું કે તે ન્યાય પ્રિય અને એકદમ ચોક્કસ માણસ છે. તે ક્રિશ ના મોત થી દુઃખી હતા.પણ તેમણે અર્થ ને કેટલાક સવાલો પૂછ્યા તે પરથી તો લાગતું હતું કે તે અર્થ પર ગુસ્સે હતા.અર્થ ને તેમનો સ્વભાવ બિલકુલ ના ગમ્યો અને તેતો તેમના થી ડરવા લાગ્યો.

અર્થ પણ હવે સમજી ગયો હતો કે કરણ ને પણ હવે દરેક જગ્યા એ સાથે રાખવો ઠીક નથી કારણકે અર્થ ને તેની તથા તેના માતાપિતા ની ચિંતા સતાવતી હતી.

એક દિવસ વીત્યા બાદ ત્રાટક આવ્યો અને તેને સમગ્ માહિતી મળી ગઈ હતી કારણકે ક્રિશ ના મોત ના સમાચાર પેપર માં આવ્યા હતા.તેવું ના હતો કે તે લોકપ્રિય હશે પણ જેને ક્રિશ ને માર્યો તે ખૂબ લોકપ્રિય હતો.

ત્રાટક આવીને કરણ ના માતાપિતા ને મળ્યો અને તેને પણ દિલાસો વ્યક્ત કર્યો અને સમજાવ્યા ત્યારબાદ તે ઘરે આવ્યો ત્યારે અર્થ ના મન માં ઘણા સવાલ હતા. જે અર્થે ત્રાટક ના આવ્યા બાદ પૂછવાનું ટાડયુ પણ જ્યારે બપોરનું જમી ને ત્રાટક અને અર્થ બેઠા હતા ત્યારે અર્થ થી રહેવાયુ નહીં,તેણે ત્રાટક ને પૂછ્યું " જે અંકલે મને બચાવ્યો તેમણે મને કહ્યું હતું કે તેમણે તમને વચન આપ્યું હતું અને જોકે તેમને હું અને મને તે ઓળખતા જ નથી તો તે મને શા માટે બચાવી શકે?"

"તારો સવાલ વ્યાજબી છે.તું આ દુનિયામાં નવો પણ છે.શું તને ખબર છે એક સારા માણસ ની વ્યાખ્યા શુ છે? આ દુનિયા માં.."

અર્થે ના પાડી અને માથું હલાવ્યું

"આ દુનિયા માં કોઈ જાતી નથી કોઈ ધર્મ નથી સૌ કોઈ પોતપોતાની રીતે જીવે છે. તો પણ આ દુનિયામાં માણસ નું મૂલ્ય, એક વચન, તેના નિર્ણયો, તેના વિચાર પરથી નક્કી થાય છે.દુનિયા માં કેટલાક ખરાબ માણસો પણ છે. જે પોતાની તાકાતથી અને ડરાવીને મહાન બનવા માંગે છે.તેમના પોતાના વિચાર છે, પણ તકલીફ ત્યારે પડે છે જ્યારે તે કમજોર માણસ ને સતાવીને પોતાની મહાનતા સાબિત કરેછે."

"મને તેમના વ્યક્તિત્વ પરથી લાગ્યું હતું કે તે એક સારા માણસ હતા."

"હા,તે ખરેખર એક સારા માણસ હતા મારા મિત્ર હતા.તે બહુ બહાર જ રહેતા હતા. તેથી તારી સાથે મુલાકાત કરાવીના શક્યો."

"મને ખબર હતી કે વિનાશ ના માણસો જગ્યા એ જગ્યા એ ફરીને લોકોને નુકશાન પહોંચાડે છે અને મારી પણ નાખે છે.તેથી જ્યારે હું બહાર ગયો ત્યારે મેં અંકલ રોનીત ને કીધું હતું કે તારું રક્ષણ કરે કારણકે અત્યારે થોડા સમય પહેલાજ તે બીજા પ્રાંત એટલે કે વિદેશ થી આવ્યા છે.તેથી તે મોટાભાગનો સમય ઘરે જ વિતાવતા હોય છે."

"ઓહ..તેમનું નામ રોનીત છે. શું તેમની ફેમિલી માં બીજું કોઈ નથી?"

"હા, તેમને લગ્ન કરેલા નથી તેથી બીજું કોઈ તો ખાસ નથી પણ તેમની એક બહેન છે જે વિદેશમાં રહે છે.તેમને જાણ કરી દીધી હતી તેથી તે આવીને અંકલ રોનીત ના શરીર ને અંતિમ વિધિ કરી દેશે જે લગભગ આજે જ આવી ને કરી દેશે."

"પણ તમે ક્યાં ગયા હતા..જેથી તમારે બે દિવસ વીતી ગયા"

"ખરેખર આ વાત ગુપ્ત રહે તેટલુંજ સારું છે મહેરબાની કરીને તું કોઈને કહીશ નહીં તો જ સારું રહેશે.હું તને શરૂઆત થી વાત કરીશ"

"હા, પણ તમે શેની વાત કરી રહ્યા છો?"

"સ્વપ્નછત"

" તે શું છે મેં આ નામજ પહેલીવાર સાંભળ્યું છે."

"એટલે તો મેં કીધું કે હું શરૂઆત થી વાત કરીશ પણ આ વાત કોઈને ખબર ના પડે તોજ સારું રહેશે આ એક ગુપ્ત વાત છે. "

"હા, હું એમ પણ કોને કહેવાનો?"

અર્થે હસતા હસતા કહ્યું

"એ વાત પણ છે, તો હું વાત ની શરૂઆત કરું, ઘણા વર્ષો પહેલા એક બહુ શ્રેષ્ઠ જાદુગર હતો તેનું નામ સાતેય પ્રાંતએટલે કે સાતેય દેશ માં બહુજ પ્રખ્યાત હતું.તે જેટલા હોશિયાર તેટલાજ દિલ ના સારા માણસ હતા.જે આપણા પ્રાંત માં તો નહીં પણ બીજા પ્રાંત માં રહેતા હતા તે પ્રાંત નું નામ છે અષ્ટક હું જાણું છું તું સાતેય પ્રાંત ના નામ તથા તેના વિશે નહીં જાણતો હોય પણ હું તને એક બુક પછી આપીશ જેથી તને આ દુનિયાના સાતેય પ્રાંત ના નામ તથા તેમના ઇતિહાસ વિશે ખબર પડી જશે. ઉપરાંત આપણી દુનિયા તેટલે સુધી જ નથી હજી ઘણી અજાણી જગ્યા છે જેના વિશે લોકો જાણતા નથી. અને આ દુનિયાના લોકો એક જગ્યા એ વસવાટ કરવા માં વધારે માને છે.તો વાત ને આગળ ચલાવતા તે બહુજ સારા માણસ હતા તે બધાની મદદ કરતા હતા. તેમનો પ્રાંત સાતેય પ્રાંત કરતા ખુબજ સુખી ગણાતો હતો અને જોકે તેવું હતું પણ અને આમ પણ અષ્ટક વિસ્તારની દ્રષ્ટિએ ખુબજ મોટો પ્રાંત છે.

પણ કેટલાક લોકો ને આ વાત ખટકતી હતી અને તે માણસ સારા હતા એટલે જ તેમનું ખરાબ ઈચ્છનારા પણ બહુજ હતા.તેમને એક એકવીસ વર્ષ ની દીકરી અને એક છ વર્ષ નો દીકરો હતો.દીકરી ખુબજ સુંદર અને કોઈને પણ મન લોભાઈ જાય તેવી હતી.એક દિવસ બે પ્રાંત વચ્ચેની સુલેહ બાબતની મંત્રણા યોજાઈ અને તે વખતે બીજા પ્રાંતના રાજાના દીકરા ને તે રાજકુમારી પસંદ આવી અને તે વખતે મંત્રણા ખુબજ લાંબી ચાલી અને રાજકુમારે બનતા બધા પ્રયત્નો પોતાની રીતે તેને પ્રેમમાં પાડવા કર્યા પણ રાજકુમારી ને તે યુવક નું ચરિત્ર પસંદ ન આવ્યું અને તેણે અનેકો વાર રાજકુમાર ની પત્ની બનવા નો ઈન્કાર કરી દીધો. તેથી રાજકુમાર ખુબજ રોષે ભરાયો અને તેણે સમગ્ર વાત પોતાના પિતાને કરી અને તેણે પણ રાજકુમારીની ઇચ્છાનું માન રાખીને કોઈ સાથ ના આપ્યો.

હવે રાજકુમાર ના પ્રેમ કરતા તેના મન માં અપમાનનો પલડું ભારે થઈ ગયું અને તેણે મંત્રણા ને એક તરફ રાખી ને તેણે રાજકુમારી ને બેહોશ કરી તેનું અપહરણ કઈ લીધું. તેને એક બીજા પ્રાંત જેમાં તેનો મિત્ર પ્રાંત પ્રમુખ હતો ત્યાં લઈ ગયો અને કોઈને કાનો કાન ખબર પણ ના પડવા દીધી રાજકુમારીના પિતા બધેજ શોધીને થાકી ગયા,આ ઉપરાંત રાજકુમાર ના પિતાએ પણ બનતી મદદ કરી પણ તે રાજકુમારી ક્યાંય થી મળીજ નહી.

દિવસો વીતતા જતા હતા અને ક્યાંયથી રાજકુમારી ની ખબર આવતી ના હતી.પણ રાજકુમારી નો પિતા પણ ચાલાક હતો તેને પણ લાગી આવ્યું કે તે આટલો મોટો જાદુગર થઈ ને પણ જો દીકરી ને પાછી ના લાવી શકે તો તેનું શકિતશાળી હોવાનું બિરુદ જ વ્યર્થ છે.તેથી તેણે એક નવીનજ જાદુની રીત નું નિર્માણ કર્યું તેનું નામ છે "સ્વપનછત" સ્વપ્નછત એક એવી વસ્તુ છે જેમાં તમે પ્રવેશતા જ તમારી કોઈ પણ ત્રણ ગમતી વસ્તુ છોડી દેવાની અને તેના બદલા માં તમને એવી ભવિષ્યની કે ભૂતકાળ ની વસ્તુ જે તમે જાણતા નથી અથવા કોઈદિવસ જાણીશકવા ના જ નથી તે જાણી શકશો. જેવી રીતે હું જાણતો નથી કે મારી પત્ની નો હત્યારો કોણ છે તો હું તે સ્વપ્નછત માં જાણી શકીશ.તેના બદલા માં મારે મારી ત્રણ ગમતી વસ્તુનું દાન કરવાનું રહેશે. બીજી વસ્તુ તને જાણી ને આશ્ચર્ય થશે કે સ્વપ્નછત માત્ર રાત્રેજ કામ કરે છે એટલે તે એક છત છે જેમાં તમારે રાત્રે સુવાનું હોય છે અને તમને ત્યાં સૂતી વખતે જે વસ્તુ જાણવાની છે તેના વિશે વિચારવાનું છે ત્યાં સૂતી વખતે તમને એક સ્વપ્ન આવે છે જેમાં તમને તમારા બધા જ સવાલો ના જવાબ મળી જાય છે. આવી રચના બન્યા પછી રાજકુમારી ક્યાં હતી તેની રાજા ને ખબર પડી ગઈ અને તેને બચાવી લીધી, રાજકુમાર ને કારમી સજા આપવામાં આવી."

"પણ તમે ગયા ક્યાં હતા.તે તો આ વાત માં આવ્યું જ નહીં.આ તો એક વાર્તા હતી." અર્થે હસતા હસતા કીધું

"વાર્તા નથી આ એક હકીકત છે.હા, હું તને તેનો પણ જવાબ આપીશ કે હું શું કરવા ગયો પણ પહેલા તારે આ જાણવું જરૂરી હતું."

"તે વાત તો છે.મને આજે કંઈક નવું જાણવા મળ્યું."

"ત્યાર બાદ બીજા બે જાદુગરો એ સ્વપ્નછત નું નિર્માણ કર્યું અને એક જાદુગરે તો માત્ર બેજ ગમતી વસ્તુ ને છોડી દઈને મનગમતી વસ્તુ જાણી શકાય તેવી સ્વપ્નછત નું નિર્માણ કર્યું. પણ જેમ જેમ દિવસો વિતતા ગયા.તેમ તેમ ઇમારતો પણ જર્જરિત થતી ગઈ અને એક સ્વપ્નછત નષ્ટ પામી અને થોડા જ સમય પહેલા બાકી રહેલી બે સ્વપ્નછત કોઈએ નષ્ટ કરીદીધી. પણ ગુપ્ત માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે આ ત્રણ સ્વપ્નછત સિવાય એક એવી

સ્વપ્નછત પણ છે જેમાં માત્ર એક જ તમને ગમતી વસ્તુ છોડી દઈને મનગમતી વસ્તુ જાણી શકાય.પણ આ માહિતી માત્ર હું અને મારો એક જીગરી દોસ્ત છે રોબર્ટ તેજ જાણી એ છીએ અને અમે શોધખોળ કરીયે છીએ જેથી તેનું રક્ષણ કરી શકાય અને કદાચ તે આપણા ઉપયોગ માં પણ આવી શકે. મને નથી લાગતું કે તે સ્વપ્નછત નું કોઈ ઉત્તરાધિકારી હોય તેથી તે આપણી કહેવાશે અને મજાની વાત એમ પણ છે કે તે સ્વપ્નછત આપણા પ્રાંત માં છે. તેથી હું તેની શોધખોળ અંગે બહાર ગયો હતો. મેં કેટલાક ફોટો પણ પાડ્યા છે તે ઘરો ના જ્યાં સ્વપ્નછત હોવાનું અનુમાન છે."

"ઓહ..તો એમ વાત છે."

"હા પણ હવે આ વાત તું પણ જાણે છે તો કોઈને કહેતો નહિ કારણકે એક ભૂલના કારણે આપણે મુશ્કેલી માં મુકાઈ શકીયે છીએ."

"હું એ વાત નું ધ્યાન રાખીશ."

અર્થ એ વાત થી ખુશ હતો પણ તે જાણતો ના હતો કે તે કોને વાત કહે અને ના કહે.હંમેશા તેવી વાત જે કોઈ જાણતું ના હોય તેને પેટમાં પચાવવી પણ બહુજ અઘરું કામ છે અને અર્થ ને આ કામ નું અંજામ આપવાનું હતું.

અર્થ અને ત્રાટક આ આખી વાત પતાવી ને સુઈ ગયા અને અર્થ ની આંખ તો સીધી ત્યારેજ ઉઘડી જ્યારે અંકલ રોબર્ટ નો હસવાનો અવાજ આવ્યો અર્થ સૂતો હતો ત્યારે તે આવ્યા હતા.અર્થે ઘડિયાળ માં જોયું તો સાંજ ના છ વાગ્યા હતા.આજે કંઈક વધારે જ સારી ઊંઘ આવી હતી અને તેટલુંજ ભયાનક સ્વપ્ન સ્વપ્ન માં તેને એક બહુ મોટો અંધારો કૂવો દેખાયો જેની પહોળાઈ બહુ જ મોટી હતું અને તેની અંદર સીડી મુકેલી હતી હકીકત માં તે ખાલી હતો.તથા કોઈ બચાવવા માટે અંદર થી બુમો પાડી રહ્યું હોય તેવું લાગ્યું.

જ્યારે તે ઉઠયો રોબર્ટ અંકલ તેની સામે બેઠા હતા અને બીજી બાજુ ત્રાટક તે કંઈક અગત્ય ની વાતો કરી રહયા હતા પણ જ્યારે અર્થ ઉઠ્યો ત્યારે રોબર્ટ અને ત્રાટક નું સર્વે ધ્યાન અર્થ પાર ગયું.અર્થ અને રોબર્ટ એક બીજા ની સામે જોતા હતા.

ત્યાંજ રોબર્ટ અંકલ જોરથી બોલ્યા" કેમ છો અર્થ?, તને મળી ને ખુશી થઈ."

"મને પણ, માફ કરજો મેં તમને ઓળખ્યા નહીં તમે કોણ?"

આ સાંભળીને ત્રાટક બોલ્યો અરે બપોરે તને જે રોબર્ટ અંકલ વિશે કીધું હતું તે જ છે આ મિસ્ટર રોબર્ટ"

" માફ કરજો રોબર્ટ અંકલ મેં તમને ક્યારેય જોયા નથી તેથી ઓળખવા માં ભૂલ થઈ ગઈ."

રોબર્ટ એ હસતા હસતા કીધું " અરે કાંઈ વાંધો નહીં હું તારી જગ્યા એ હોત તો મારાથી થી પણ આવી ભૂલ થઈ જાત."

અર્થ ઉભો થઈને મોં ધોવા ગયો અને પાછો આવ્યો ત્યારે ત્રાટક અને રોબર્ટ અંકલ બંને કેટલાક ફોટા ને ધ્યાન થી જોઈ રહયા હતા.

અર્થ બેસીને બગાસું ખાઈ રહ્યો હતો.ત્યાંજ તેની નજર તે ફોટા પર પડી ત્રાટક અને રોબર્ટ બને તે ફોટા ને લઈને દલીલો કરી રહ્યા હતા.

ક્રમશ..


આ વાર્તા આપને સારી લાગી હોય તો આપ આપના પ્રતિભાવો જરૂરથી મોકલી આપશો.



આપ આપના પ્રતિભાવો મને મારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ માં મોકલી શકો છો.@kuldeepsompura1.2


આપ આપના પ્રતિભાવો મને મારા વોટસએપ પર પણ મોકલી શકો છો તથા મને ફોન કરીને પણ જણાવી શકો છો.

૭૫૬૭૭૩૫૨૫૦


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED