find my self books and stories free download online pdf in Gujarati

સ્વ ની ખોજ

જય શ્રી કૃષ્ણ
મિત્રો આજ હું એક એવા વ્યક્તિ વિશે લખવા જઈ રહી છું જે સમય ના ચક્ર સાથે ચાલે છે પણ એને નથી ખબર એને શું જોવે છે કઈક અલગ છે એમાં તમે આખી વાર્તા વાંચજો પછી એના પ્રતિભાવ જરૂર આપજો
કિર્તિબહેન અર્જુન ઓફિસ થી આવીને મને શાક માર્કેટમાં લઈ જા જે શાક લાવવાનું છે એટલે
અર્જુન
ભલે મમ્મી
નકુલ ભાઈ આ લો લીસ્ટ મારી બુક્સ લાવી દેજો
અર્જુન લેતો આવીશ
પ્રકાશભાઈ અર્જુન મારા મિત્ર ના ઘરે થી એના જરૂરી કાગળો લાવવા ના છે એ લેતો આવજે લે આ એનું સરનામું.
અર્જુન લેતો આવીશ
હવે અર્જુન ઓફિસ જવા નીકળે છે ઓફિસ પહોંચી ને તે પોતાના કામમાં લાગી જાય છે થોડી વાર જતા એના સર એની કેબિન માં બોલાવે છે અને બારનું કઈક કામ કરવા કહે છે
અર્જુન જાય છે
સાંજે અર્જુન સરે આપેલું બાર નું કામ કરી ઘરે જવા નીકળે છે ત્યાં પાછું સર બોલાવી ને એને બીજું કોઈ બાર નું કામ સોંપે છે અને કાલ સુધીમાં પૂરું થઈ જવું જોવે એમ કેય છે અને અર્જુન ને એક સાથે ઘણા કામ કરવાના હોય છે તો સૌ પ્રથમ તો ઘરે આવી ફ્રેશ થઈ એના મમ્મી ને માર્કેટ લઇ જાય છે મમ્મી તું શાક લઈ ને અહીજ ઊભી રેહજે હું હમણાં નકુલ ની બુક્સ લઈ ને આવું છું
કીર્તિબેન :- તું બુક લેવા પછી જજે પેલા અંદર ચાલ
એમ કીર્તિબેન અર્જુન ને શાક માર્કેટમાં શાક લેવા સાથે લઈ ને જાય છે શાક લઈ બંને એક કલાક પછી ઘરે આવે છે હવ અર્જુન એના ભાઈ ની બુક્સ અને એના પપ્પા એ જે કામ સોંપ્યું હતું કરવા જાય છે. એ બધુ કામ કરીને અર્જુન એના સરે આપેલું કામ કરવા જાય જ્યાં એનો ખાસ્સો સમય લાગી જાય છે છતાં કામ પૂરું નથી થતું હવે એ અધૂરું કામ મૂકી ને ઘરે જાય છે ત્યાં રસ્તા માં ફોને આવે છે ઘરે થી કઈક લાવવા નું હોય છે વાળી અર્જુન ઘરે થી જે મંગાવ્યું હોય છે એ લેવા જાય છે આમ અર્જુન રાતે ૯:૩૦ આસપાસ ઘરે પહોંચે છે કે તરત નકુલ પૂછે છે ભાઈ મારી બુક્સ લાવ્યા હજુ તો એને જવાબ દેવા જાય એટલી વાર માં એના પપ્પા આવે છે એ પૂછે છે અર્જુન મે કીધેલું કામ થઈ ગયું? હજુ તો એ પ્રશ્ન પૂરો થાય અને એનો જવાબ આપવાનું શરૂ કરે એટલામાં એના મમ્મી પૂછેછે ઘરેથી જે લાવવા માટે ફોન કરેલો એ લાવ્યો કે નહિ?
અર્જુન પેલા એના મમ્મીને જવાબ દે છે કે એણે મગાવેલી વસ્તુ લઈ આવ્યો છે અને એના હાથમાં આપે છે પછી એના પપ્પા એ જે કામ કીધું હતું એના કાગળ લાવવાં ના હતા એ એના પપ્પા ના હાથમાં આપે છે અને પછી છેલ્લે નકુલ ની મગાવેલી બુક્સ એને આપે છે હવે બધા ને એણે મગાવેલું બધું આપી દે એટલે સૌ કોઈ પોતપોતાના કામમાં લાગી જાય છે કોઈ એણે પાણી નું પણ નથી પૂછતું અને એ જાતે જ રસોડા માં જઈ પાણી પી લે છે અને એના રૂમ તરફ જતો હોય ત્યાજ એની બહેન બોલાવે છે જેને ગણિત ના દાખલા ગણવામાં ક્યાંક ભૂલ આવતી હોય છે એટલે અર્જુન ને બૂમ પાડે છે એટલે અર્જુન ત્યાં જઈને એની મદદ કરે છે એટલામાં એના મમ્મી બધા ને જમવા બોલાવે છે પછી બધા જમવા બેસી જાય છે અને રસોડામાંથી કઈ પણ લાવવાનું યાદ આવે એટલે બધું કામ અર્જુન ને જ કરવાનું હોય એમ બધા બધું કામ અર્જુન ને જ સોંપે અને અર્જુન પણ કોઈ દિવસ ક્યારેય કોઈ ને પણ કોઈ કામની ના નો પાડે બધું કામ હસતા મોઢે કરે જેમ ઘરમાં બધા એની સાથે વર્તે એમ જ ઓફિસ માં પણ બધા બધું કામ અર્જુન ને જ સોંપે
કીર્તિબેન અર્જુન આપણે કાલ તારા માટે છોકરી જોવા જવાનું છે
અર્જુન ભલે મમ્મી
કેટલા વાગે જવાનું છે?
કીર્તિબેન ચાર વાગે નિકળશું
અર્જુન ભલે મમ્મી હું તૈયાર થઈ જઈશ
હવે બીજા દિવસે
નકુલ ભાઈ મારા મિત્ર ને ત્યાંથી બુક્સ લાવવાની છે લઈ આવી દ્યોને?
અર્જુન ના પપ્પા મારા સ્કૂટર પંચર રિપેર કરાવી દેજે
અર્જુન ની બહેન કહે મારે સ્કુલ માં પ્રોજેક્ટ કરવાનો છે એટલે પ્રોજેક્ટ પેપર અને ફાઈલ લેવા જાવું છે
અર્જુન ની મમ્મી ઘર માં અમુક અનાજ લાવવાનું હોય છે જેનું લીસ્ટ તેણે બનાવી રાખ્યું છે એ લીસ્ટ આપે છે અને એ મુજબ બધું લઈ આવવા કહે છે
આમ બધા એક પછી એક અર્જુન ને કામ સોંપે છે અને અર્જુન બધા ના કામ કરી દે છે પણ તે દિવસે અર્જુન ને છોકરી વાળા ના ઘરે છોકરી જોવા જવાનું હોય છે એટલે બધું કામ કરીને તે છોકરી ના ઘરે એના મમ્મી પપ્પા સાથે પહોંચે છે બંને ને એક બીજા પસંદ પડે છે અને જલ્દી થી લગ્ન કરવામાં આવે છે
અર્જુન ના મમ્મી , અર્જુન ના પપ્પા અને અર્જુન ના ભાઈ બહેન બધા ખૂબ જ ઉત્સાહમાં હોય છે બધા ખૂબ ખુશ હોય છે અને અર્જુન પણ ખુશ હોય છે હસી મજાક અને ફટાણા ગાઈને બધા પોતાની ખુશી વ્યક્ત કરે છે લગ્ન માં બધા મહેમાનોને ખુબ મજા આવે છે લગ્ન માં ફટાણા ની તો મજાજ કઈક અલગ હોય. બૂટ ચોરવા પછી પાછા આપવાના બદલામાં શગુન ના પૈસા લેવા જેવી ઘણી અને લગ્ન થઈ જાય પછી કોડીએ રમે એમાં કોણ જીતે અને કોનું ઘરમ ચાલશે જેવી નાના રિવાજો માં અનેરો આનંદ છૂપાયેલો હોય છે અને લગ્ન માં આવેલા બધા મહેમાનો આ રિવાજો નો ખુબ રસ પૂર્વક અને જીણવટ પૂર્વક ધ્યાન આપીને મજા લેય છે બધા ભેગા થાય એટલે એક બીજાની મસ્તી કરવામાં સમય નો ખ્યાલ જ નો આવે અને આવી મસ્તી મજાક ની અર્જુન ના લગ્નમાં આવેલા દરેક મહેમાનો ને પણ બવ આનંદ થયો છે
લગ્નના ત્રણ ચાર મહિના પછી

નિકિતા(અર્જુન ની પત્ની) :- મારે સાંજે શોપિંગ કરવા જવું છે
કીર્તિબેન :- મને સાંજે મારી બહેનપણીને મળવા જવું છે
નકુલ :- ભાઈ મારે મિત્ર ના ઘરે જવું છે તો તમે બિકે નો લઈ જતા
ટીના :- ભાઈ મારા સ્કૂલ માં ફેન્સી ડ્રેસ સ્પર્ધા યોજાઇ રહી છે તો મારે એમાં પહેરવા ડ્રેસ અને બીજી ખરીદી કરવા જવું છે
પ્રકાશભાઈ :- બેટા મારો ફોન તૂટી ગયો છે રિપેર કરાવવા જાવું છે આજ સાંજે તું ઓફિસ થી આવ એટલે આપને જઈ આવીએ
હવે અર્જુન આ બધા ના ચીંધેલા કામ માં ફસાઈ જાય છે પણ અત્યારે તો કોઈ ને જવાબ દિધા વગર જ ઓફિસ પહોંચી જાય છે અને એના રોજ ના કામ માં લાગી જાય છે આજ ઓફિસ માંથી કોઈ સહકર્મચારી અને સર દ્વારા બહાર નું કોઈ કામ ન સોંપવાથી તે આજ આરામ થી ઓફિસ માં જ કામ કરે છે અને રીસેસ ના સમય માં વિચારે છે કોનું કામ મહત્વનું છે જે સૌથી મહત્વનું હોય એને પેલા કરવાનું વિચારે છે ઓફિસ થી ઘરે જઈને બધા ને પોતાનો વિચાર જણાવે છે અને સૌથી પેલા એના પપ્પા ની સાથે બહાર જાય છે એના પપ્પા નો ફોન રિપેર કરાવવા
અર્જુન :- પપ્પા ચાલો આપણે તમારો ફોન રિપેર કરાવતા આવીએ અને નકુલ ને પૂછે કે ક્યાંથી તારી બુક્સ લાવવાની છે એનું સરનામું લઈ લે છે
હવે અર્જુન અને એના પપ્પા ફોન રિપેર કરાવવા ફોન વાળા ની દુકાને પહોંચે છે અને ફોન ત્યાં રેપરિંગ માં આપી એના પપ્પા ને ત્યાં મૂકી નકુલ ની બુક્સ લેવા જાય છે અને કહે છે પપ્પા ફોન રિપેર થાય એટલી વાર માં હું આવી જઈશ અને મને વાર લાગે આવતા તો મને ફોન કરજો હું તરત જ આવી જઈશ
અર્જુન ના પપ્પા :- હા ભલે તું બુક્સ લઈ ને આવ
અર્જુન :- હું જલદીજ આવી આવી જઈશ
અર્જુન નકુલ ની બુક્સ લઈ ને એના પપ્પા જ્યાં ઉભા હોય છે ત્યાં આવે છે અને પછી બન્ને સાથે ઘરે આવે છે
કીર્તિબેન :- પ્રકાશભાઇને ને પૂછે છે તમારો મોબાઈલ રિપેર થઈ ગયો?
પ્રકાશભાઈ :- હા
એટલામાં નકુલ આવે છે એટલે અર્જુન તેને બુક્સ આપી દેય છે
કીર્તિબેન :- બેટા હવે મને મારી બહેનપણી ના ઘરે લઈ જા
નિકિતા :- મને શોપિંગ કરવા જવું છે મમ્મી ને ફરી ક્યારેય લઈ જજો
ટીના :- મારે પણ શોપિંગ કરવા જવાનું છે
પ્રકાશભાઈ :- કીર્તિબેન કહે છે કે આજ તું ટીના જોડે એની ખરીદી કરવામાં એને મદદ કર કાલ તારી બહેનપણી ના ઘરે જઈ આવ જે
કીર્તિબેન :- સારું એમ કરીશ
અર્જુન ને એના મમ્મી નો આવો જવાબ સાંભળી નીરાત થાય છે હવે તે ત્રણેય ને લઈ ને શોપિંગ મોલ માં જાય છે જ્યાં એક બીજાને ખરીદી પૂરી થઈ જાય એટલે ફોન કરી ને ભેગા થશું એમ કહી ટીના સાથે એના મમ્મી અને નિકિતા સાથે અર્જુન ખરીદી કરવા છૂટા પાડે છે નિકિતા ખૂબ જ ખુશ હોય છે અને જલ્દીથી એની ખરીદી પૂરી થઈ જાય છે એટલે અર્જુન એના મમ્મી ને ફોન કરી એ જ્યાં હોય ત્યાં જાય છે બંને થોડા સમય પછી ટીના ને પણ જે જોતું હોય છે તે બધું મળી જાય છે એટલે તે પણ ખૂબ ખુશ હોય છે બધા મળીને ખુશી ખુશી ઘરે જાય છે રસ્તામાં ટીના ને પાણીપુરી ખાવાનું મન થાય છે એટલે ટીના અને નિકિતા બંને પાણીપુરી ખાવા જાય છે એટલામાં અર્જુન ના મમ્મી ને કઈક લેવાનું યાદ આવે છે એટલે અર્જુન તે લેવા જાય છે અને સાથે એના મમ્મી માટે આઈસ્ક્રીમ પણ લેતો આવેછે અને કહે છે મમ્મી કાલ તને પાક્કું હું તારી બહેનપણી ના ઘરે લઈ જઈશ અને આજ તે પપ્પા ની વાત માનીને મારા મન ઉપર થી બવ મોટો ભર હળવો કરી દિધો આજ હું આખો દિવસ એજ ચિંતામાં હતો કે તને બહાર લઈ જાવ કે નિકિતા ને
કીર્તિબેન :- બેટા મને તો આવી ખબર જ નોતી કે તું આટલી બધી ચિંતા કરીશ હવે થી હું કદી તને આવી અસમંજસ નો થાય એનું ધ્યાન રાખીશ
એટલામાં નિકિતા અને ટીના પાણીપુરી ખાઈને અર્જુન અને એના મમ્મી જ્યાં હોય છે ત્યાં આવે છે અને બંને ને આમ સિરિયસ જોઈ ટીના પૂછે છે શું થયું મમ્મી કેમ વિચારો માં ખોવાયેલા લાગો છો એના મમ્મી કઈ નહિ એમ કહી ને વાત ને ત્યા જ પૂરી કરી દેય છે ને આમ ચાર ઘરે આવે છે પછી સમય મળતાં અર્જુન નિકિતા ને એ જ વાત કહે છે જે એને એના મમ્મી ને રસ્તામાં કહી હતી અને નિકિતા કેય છે હું તમને હવે કોઈ દિવસ મારી સાથે બાર આવવા નહિ કવ હવે હું હંમેશા એકલી અથવા ટીનાબેન સાથે જઈ આવીશ અર્જુન નિકિતા ની આવી વાત સાંભળી નિરાશ થઈ જાય છે કેમકે તેણે નિકિતા પાસે
નું હું જી ની આવ જવાબ ની અપેક્ષા નહોતી છતાં પણ તે નિકિતા ને કહે છે તારે જ્યારે બહાર જવું હોય ત્યારે એક વાર મને પૂછી જો જે મારા પાસે સમય હશે તો હું ચોક્કસ તારી સાથે આવીશ.
નિકિતા :- મને ખબર જ છે તમારી પાસે કોઈ દિવસ સમય નહી હોય છતાં તમે કીધું એટલે હું એક વાર પૂછી લઈશ તમને. પછી જ્યારે નિકિતા ને કોઈ કામ હોય કે શોપિંગ કરવા જવું હોય અર્જુન પાસે કોઈ દિવસ નિકિતા માટે સમય જ ન હતો.
*******
અર્જુન ઓફિસ સાથે ઘરનું પણ ઘણું કામ બધા એને જ કહે કરવાનું અને સાથે સાથે ઘરના સભ્યો નું કોઈ કોઈ કામ એને જ કરવાનું
હવે આમ ને આમ દિવસો પસાર થતા જાય છે અર્જુન પાસે નિકિતા સાથે બહાર જવા કોઈ દિવસ સમય નથી હોતો એટલે ઘણી વાર ન ઈચ્છવા છતાં નિકિતા અર્જુન ને ફરિયાદ કરે છે પણ અર્જુન પાસે એનો કોઈ જવાબ નથી હોતો
દિવસે ને દિવસે એવી ઘણી નાની કે અર્થહિન વાતો ને લઈ ને અર્જુન ના ઘરમાં ઝગડા થાય છે એક દિવસ અર્જુન આ બધાથી કંટાળી ને આત્મહત્યાની કોશિશ કરે છે અને એના પરિવાર ને એક ચિઠ્ઠી લખે છે
જેમાં લખ્યું હોય છે પપ્પા મમ્મી નકુલ ટીના અને નિકિતા મારા આત્મહત્યા કરવા પાછળ પૂરેપૂરા તો નહિ પણ મહઅંશે તમે બધા જ જવાબદાર છો આ આત્મહત્યા પાછળ જેટલો મારો સ્વભાવ એટલા જ ભાગે તમે બધા જવાબદાર છો
મમ્મી તમારા માટે હંમેશા તમે જે કીધું એ બધું જ કર્યું. હું ગમે તેટલો ચિંતા માં હોવ કે થાકેલો હોવ એ જોયા વગર હંમેશા મને જ્યારે જે કામ સોંપ્યું છે એ મે પૂરું કર્યું છે તમે ન ઈચ્છવા છતાં પણ હંમેશા તમે અને નિકિતા એક સાથે જ બે અલગ અલગ દિશામાં જવાનું જ કામ સોંપે તો પણ મે પૂરું કર્યું હવે નથી થતું એટલે હુ જાવ છું.મમ્મી તમે જેમ ટીના એની ભૂલ શાંતિથી સમજાવો છો એમ શું નિકિતા ને પણ શાંતિથી નો સમજાવી શકો તે તો એના ઘરે થી આપણા ઘરમાં આવી છે એને થોડોક સમય તો લાગે ને આ બધું અપનાવતા આપને એની મદદ કરવી જોઈએ કે તેના મમ્મી પપ્પા ના ઘર ને ભૂલી ને અહી હંમેશા સુખી રહે હું જાણું છું તું પણ તારા પપ્પા ના ઘરને મૂકીને આવી છો અને દુનિયાની દરેક દીકરી સાસરે જાય એટલે એના પિયર માં વિતાવેલી ક્ષણો સાથે લઈને આવે છે જેને ભૂલતા અને નવી યાદોને સંગ્રહતા સમય લાગે પણ આપણે એને હંમેશા ટોકયા કરશું તો ઍ કોઈને પણ ના ગમે પછી એ વ્યક્તિને તે ટોકનાર વ્યક્તિ ઉપર નફરત થવા લાગે છે. આપણી સાથે હળીમળી ને રહેવા સમય કેમ ન આપી શકીએ.
*************
પપ્પા તમે પણ મમ્મી કરતા ઓછા પણ મારી આત્મહત્યા કરવા પાછળ તમે પણ જવાબદાર છો તમે પણ હંમેશા જ્યારે હું કોઈ એક કામ કરી ઘરે આવું કે તરત મને બીજા કામ માટે બહાર મોકલો એ પણ નો વિચારો કોઈ કામ નકુલ ને પણ સોંપાય. હું ના નથી પાડતો તમારા કોઈ કામ કરવાની કેમકે મારી ફરજ છે કે હું તમે મને સોંપેલા કામ પૂરા કરું પણ ક્યારેક હંમેશા કામ કરતા કરતા થાકી પણ જવાતું હોય છે એટલે હવે મારાથી તમારા કોઈ કામ નહિ થઈ શકે કેમકે હુ જાવ છું
***************
નકુલ મારા ભાઈ ભાઈબંધ ના ઘરે થી નોટબુક્સ લેવા જવા માટે ભાઈ ને કેય છે મારી પાસે સમય નથી તમે લઈ આવી દ્યોને અને જ્યારે એજ ભાઈબંધો સાથે ફિલ્મ જોવા જવા કે ફરવા જવા માટે હંમેશા સમય હોય છે મારા ભાઈ મારી ફરજ છે તારું કામ કરવાની પણ ક્યારેક આપણે પણ આપણુ કામ જાતે કરાય અને ક્યારેક શક્ય હોય તો મમ્મી પપ્પાનું કામ કરવાની જેટલી મારી ફરજ છે એટલી તારી પણ છે એ વાત નો ભૂલવી જોઈએ ખેર હું ફરિયાદ નથી કરતો તને ખાલી કવ છું જો કે હવે તો તારે તારા કામ તો કરવાજ પડશે અને ઘરના બધા સદસ્ય ના પણ કરવા પડશે પણ હા તને એક વાત ની નિરાંત થઈ જશે મારા જવાથી અને આ પત્ર વાંચી હવે તને ઘરના કોઈ મારી જેમ એક સાથે કામ નહિ સોંપે અથવા તેનાથી થતા તે જાતેજ કરી લેશે પણ જેટલા કામ સોંપે એ કરજે એમાં ના નો પાડતો અને હમેશાં જીવનમાં સુખી રહે એવા આશીર્વાદ.
***************
ટીના મને માફ કરજે હું હવે તને તારા ભણતર માં જે મુશ્કેલી હોય એમાં તારી મદદ નહિ કરી શકું. તે ઘણીવાર મમ્મી અને નિકિતા ના થયેલા ઝગડા મારાથી છુપાવ્યા છે પણ મને બધી ખબર છે હવે તું તારું નાનું મોટું કામ જાતે કરતા શિખીજા એટલુજ કહેવું છે. તને તારા ભણવામાં જે સવાલો ન સમજાય તેના જવાબ તારા શિક્ષક ને પુછી લે જે. કેમકે નકુલ અને પપ્પા બંને પાસે તારા સવાલો નાં જવાબ સમજાવવા માટે સમય નહિ હોય.
***********
નિકિતા તે ક્યારેય મને સમજવાની કોશિશ નો કરી અથવા હું તને ક્યારેય સમજી નો શક્યો એમાં થી શું સાચું છે એતો મને નથી ખબર પણ એટલું કહીશ મને તારી પાસે થી એક જ આશા હતી કે મમ્મી ભલે કદાચ કઈ કહે પણ તું ક્યારેય સામો જવાબ નહી આપ ભલે એમાં મમ્મીની ભૂલ હોય તો પણ તું ક્યારેય મમ્મી સામે બોલીશ નહિ પણ એટલી આશા પણ નો પૂરી કરી. હું જાણું છું દરેક વખતે કોઈ એક નો જ વાંક નો હોય ક્યારેક મમ્મીનો વાંક પણ હશે પણ તું મમ્મી ની વાત ને મન માં લઇ દુઃખી ન થાય એટલે હું ક્યારેય તારી કોઈ વાત નો સાંભળતો જે તમારા જગડાને સંબંધિત હોય. નિક્તા મને માફ કરજે હું પણ ક્યાંક તારી ઇચ્છાઓ પુરી નહી કરી શક્યો હોવ જેની મને ખાતરી છે કેમકે મારી પાસે તારી માટે કે તારી વાતો સાંભળવા ક્યારેય સમય ન હતો હું હંમેશા કામ કામ કામ જ કરવામાં રહ્યો. હવે મારાથી કોઈ કામ નહી થાય કોઈનું કેમ કે હું જાવ છું
*************
અર્જુન રૂમમાં બેઠો બેઠો વિચારમાં હોય છે કે મે મારા પરિવારના સદસ્યોને એની ભૂલ સમજાય એટલા માટે જે કર્યું એ કેટલા અંશે સાચું છે. મે મારા મિત્રના કહેવાથી આ કર્યું તો ખરું પણ આની મારી પરિવારના સદસ્યો પર કેવી અને કેટલી અસર થાશે
એક દિવસ અર્જુન બવ એટલે બવ પરેશાન હતો એને ઓફિસ અને ઘરે થી સતત બહારનું કામ કરવાનું કેહવામા આવતું હતું જેનાથી તે ખુબજ થાકી ગયો હતો એમાં એક વાર રસ્તામાં એક બાળપણ નો મિત્ર મળ્યો જેણે અર્જુન ને ઉદાસ જોતા એની ઉદાસી નું કારણ પૂછયું જવાબ માં અર્જુન જે હતું તે બધું વિગતવાર તેના મિત્ર ને જણાવ્યું અને એમાંથી બહાર નીકળવા મદદ માગી ત્યારે એના મિત્ર એ તેને એક સલાહ આપી જે કઈક એમ હતું કે તેણે આત્મહત્યા કરવાનું નાટક કરવાનું અન જેનાથી જે ફરિયાદ હોય એ એક ચિઠ્ઠી માં લખવાનું અને આજ અર્જુન બિલકુલ તેના મિત્ર દ્વારા જે કહેવામાં આવ્યું એજ કર્યું હવે જોઈએ એની પરિવાર ના સદસ્યો ઉપર કેવી અસર થાય છે
**************
ઘરના બધા સભ્યો અર્જુન ને આત્મહત્યા કરતા રોકવા માટે એના રૂમ ની બહાર ઊભા રહી ને માનવે છે બધા ને પોતાની ભૂલ સમજાઈ જાય છે બધા પોતાની કરેલી ભૂલ બીજી વાર નહિ થાય એવી ખાતરી અપાવી અર્જુન ને મનાવવાની કોશિશ કરતા હોય છે એટલાં અર્જુન પોતાના રૂમ નો દરવાજો ખોલી બહાર આવે છે અને બધાની માફી માગે બહા ને આ રીતે હેરાન કરવા બદલ અને સામે બધા અર્જુન ની માફી માગે છે એની સાથે કરેલ વર્તન બદલ હવે બધા ભેગા મળી ખુશ ખુશાલ જીવન જીવે છે.
હવે નિકિતા અને અર્જુન અઠવાડિયામાં બે ત્રણ વાર ફિલ્મ જોવા અથવા શોપિંગ માં જાય છે અને અર્જુન એના મમ્મી ને પણ ઘણી વાર બાર લઈ જય છે ક્યારેક મંદિરે તો ક્યારેક એની બહેનપણી ને ત્યાં હવે અર્જુન ખૂબ ખુશ રહે છે તેને હવે આ જીવન બોજ નથી લાગતું. અર્જુન ને ખુશ જોઈ નિકિતા પણ ખૂબ ખુશ હોય છે કીર્તિબેન અને નિકિતા વચ્ચે કોઈ ઝગડા પણ નથી થતા હવે બન્ને એક બીજા ને પૂછી ને બહાર જવાનો પ્લાન બનાવે જેથી ફરી અર્જુન કોઈ કશ્મકશ નો ફસાઈ એનું ખાસ ધ્યાન રાખે.આમ બધા હળી મળીને એક બીજા ના માટેની અપાર લાગણી જે પેલા પણ હતી અને હજુ પણ છે ફરક એટલો હતો પેલા જતાવતા ન હતા હવે જતાવે છે અર્જુન ખુશ રેહતો હોય છે એટલે એના કામ પર પણ એની સારી અસર જોવા મળે છે અને એક દિવસ અર્જુન ને ઓફિસ માંથી પ્રમોશન મળે છે જેનાથી હવે તેને બહારનું કામ કરવા નહિ જવું પડે અને પગાર વધારો પણ મળશે. આમ અર્જુન ને એક સાથે બેવડી ખુશી મળે છે કેય છે ને બધા કે ભગવાન આપે ત્યારે બેવડું આપે.
આ બધું જેનાં દ્વારા મળ્યું એને કેમ ભુલાય અર્જુને તેના મિત્ર( રાહુલ ) એક દિવસ ઘરે જમવા બોલાવ્યો અને પોતાના પરિવાર ને તેની સાથે પરિચય કરાવ્યો અને કહ્યું કે મે તે દિવસે જે કરેલું તે આ સાચા મિત્ર ના કહેવાથી મેં કરેલું અને મને તમે બધા મળી ગયા.

મિત્રો હું આ કહાની દ્વારા એમ નથી કેવા માગતી કે દીકરા એ માતા પિતા નું કામ નો કરવું પણ મારે એટલુજ કહેવું છે જે કામ બીજા કરી શકે અથવા આપણે પણ કરી શકીએ તેવા કામ માટે કોઈ એકને જ હંમેશા કામ સોંપવું એ તો સારું નથી ને કોઈ તમને કામ કરી દેવાની ના નો પડે એનો ફાયદો તો નો ઉઠાવાય અને એની પણ જીંદગી છે જે એને જીવવાનો હક છે તે એને આપણે જીવવા દેવી જોઈએ એક દીકરા ને બધું કામ સોંપી દેવાનું બીજા પાસે કશું નહિ કરાવવાનું એ માતાપિતા નો બાળકો પ્રત્યે કેવો ન્યાય?
‌મિત્રો જ્યારે પત્ની અને માં વચ્ચેના ઝગડા માં એક પુરુષ પીસાય ત્યારે તે ના તો મમ્મી ને કઈ કહી શકે કે નાતો પત્નીને એની હાલત બહુ ખરાબ બની જાય છે એના માટે એવી મુશ્કેલી નો ઊભી થાય તેનું ખાસ ખ્યાલ રાખવાનો બંને જવાબદારી બને છે એક માં અને એક પત્નીની. એક માં અને એક પત્ની બન્ને ની પુરુષ ના હર્દય મા એક સરખા મહત્વના સ્થાને બિરાજે છે જેને કદી બેમાંથી એક ને પસંદ કરવાનું કદી ના કહેવું જોઈએ કેમ કે એ બંને વિના તે પુરુષ અધૂરો છે હંમેશા એ પુરુષ એ બંને ની સાથે મન પ્રફુલ્લિત રાખી ને પોતાની બધી મુશ્કેલીઓ તેને જણાવે અને બંને પાસેથી તેમાંથી બહાર નીકળવાનો રસ્તો મેળવી શકે એવું વાતાવરણ રાખવું.
‌મિત્રો પરિવાર નો મતલબ છે જવાબદારી ની વહેંચણી
‌જવાબદારી કોઈ એક ઉપર આવી જાય તો તેની મુસીબત નો પાર નો રેહ એટલે બધા એ પોતાના થી બનતું પોતાનું કે પરિવારના અન્ય સદસ્ય નું આપણાથી બનતું કામ આપણે જરૂરથી કરવું જોઈએ.
બસ એટલુંજ કેહવુ હતું મારે અસ્તુ
મારી કહાની અહી સમાપ્ત થાય છે તમારા અભિપ્રાય જણાવજો અથવા ભૂલ હોય તો પણ જણાવવા વિનંતી.

બીજા રસપ્રદ વિકલ્પો