મિત્રો નો સંબંધ Bhakti Khatri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

મિત્રો નો સંબંધ

મિત્રો
જયશ્રીકષ્ણ
હું આજ એક વાર્તા લખવા જઈ રહી છું જે બે મિત્રો ની છે તેના જીવન માં મિત્રો અને એના સંબંધીઓ સાથે ના તેના વ્યવહારની છે. આ વાર્તા ની દુનિયા માં મારો પ્રથમ પ્રયાસ હોવાથી ભૂલ થાય તો તેને અવગણશો અને આ વાર્તા લખવાના મારા પ્રયાસ ને સમજ શો.
મારી વાર્તા સંપૂર્ણ કાલ્પનિક છે
સવાર સવાર માં રેવતી ઉઠ અને ઘડિયાળ માં જો એવો અવાજ આવતા રેવતી તેના મમ્મી ને કહેછે મમ્મી હજુ તો સાત વાગ્યા છે જો કેટલો મસ્ત ઠંડો પવન આવે છે સુવા દેને.
રેવતી ના મમ્મી :- સુવા દે ને વાળી ઉઠ હમણાં જ્યોતિ આવતીજ હશે તમારે પરિક્ષા આવે છે તો તે તારી સાથે અહીં વાંચવા આવે છે અને બંને બપોર સુધી વાંચશું એવું તે જ તો કીધેલું હવે જલ્દી ઉઠ અને તૈયાર થઈ ને જલ્દી ચા નાસ્તો પતાવ.
રેવતી :- તો તારે મને વેલા નો ઊઠાંડાય.
રેવતી ના મમ્મી :- ક્યારની તો ઊઠાડું છું તું ઉઠ તોને
એટલામાં જ્યોતિ આવે છે
જ્યોતિ :- જય શ્રીકૃષ્ણ કાકી કેમ છો ?
રેવતી ના મમ્મી :- મજામાં તારા ઘરે બધા ને કેમ છે?
જ્યોતિ :- કાકી મારા ઘરે બધા મજામાં છે
આ રેવતી ક્યાં છે કાકી
રેવતી ના મમ્મી :- ઈ નાહવા ગઈ છે બેટા તું બેસ ઇ હમણાં આવશે
એટલામાં રેવતી આવે છે
રેવતી :- કેમ છો જ્યોતિ
જ્યોતિ :- મજામાં તું આજ કેમ મોડી ઉઠી તને કાલ કહ્યું હતું કે પરિક્ષા ની તૈયારીઓ કરવાની છે આપને ઘણું બધું વાંચવાનું છે
રેવતી :- ભૂલ થઈ ગયી હાલ હવે ચા નાસ્તો કરી ને પછી વાચવા બેસી જઈએ
રેવતી નો ભાઈ :- એ તો દરરોજ મોડી જ ઉઠે છે એટલે તારે જો આની સાથે વાંચવું હોય તો દસ વાગ્યા પછી નો સમય રાખવો
રેવતી :- મમ્મી ભાઈ ને કે ને મને નો ખીજવે
જ્યોતિ :- હા મહેશ ( રેવતી નો ભાઈ ) તારી વાત સાચી આની સાથે વાંચવા કાલ થી મારે દસ વાગ્યા પછી જ આવવું પડશે
રેવતી અને જ્યોતિ ચા નાસ્તો કરી રેવતી ના રૂમ માં જાય છે જ્યોતિ કહે છે આજ વખતે તો થોડી ગંભીરતાપૂર્વક પરિક્ષા નું વિચાર
રેવતી એકદમ આનંદ અને હળવા મન થી જીવવા વાળી વ્યક્તિ જ્યારે એનાથી ઉલ્ટું જ્યોતિ બધી બાબત ગંભીરતાપૂર્વક વિચારે પણ એક વાતે બંને સરખા ક્યારેય કોઈ પણ નિર્ણય લેવાનો હોય તો બંને એક બીજા ની સલાહ લીધા વગર કોઈ નિર્ણય નો કરે.
સમય ને જતાં કયાં વાર લાગે જોત જોતામાં તો બંને નું કૉલેજ પૂરી થઈ ગઈ અને બંને ની મિત્રતા માં અનેક ગણો વધારો થતો ગયો એક જે કાર્ય કરે ઈ જ બીજા એ પણ કરવાનું
બંને ની મિત્રતા જોઈને બધા એક જ વાત કરે કે બંને સાસરે એક ઘરમાં જશે પરંતુ આ બંને મિત્રો ને એવી કોઈ વાત થી કોઈ મતલબ જ નો હોય એમ બંને હાસ્ય માં ઉડાવી દે
રેવતી ની કોલેજ પૂરી થઈ ગઈ એટલે રેવતી ના મમ્મી એ રેવતી ના પપ્પા સાથે તેના લગ્ન ની વાત ચાલુ કરવા કહે છે
થોડા સમય માં રેવતી માટે એક ઘરે થી સારું માગું આવે છે રેવતી ના પપ્પા રેવતી ના મમ્મી ને આ વાત કરે છે
પછી બંને મળી ને રેવતી સાથે એના લગ્નની વાત કરે છે અને રેવતી ને જણાવે છે એક પરિવાર માંથી તારા માટે માગું આવ્યું છે તું હા પાડ તો આપને એ લોકો ને ઘરે જોવા આવવાનું કહીએ રેવતી હા પાડે છે એટલે રેવતી ના પપ્પા રવિવાર છોકરાંના પરિવાર જનો ને રેવતી ને જોવા આવવાનું આમંત્રણ આપે છે સામે છોકરા વાળા પણ આ આમંત્રણ ને માન્ય રાખે છે એટલે રવિવારે છોકરા વાળા રેવતી ના ઘરે આવે છે બન્ને એક બીજાને વાત કરવા મોકલવામાં આવે છે બન્ને એક બીજા પસંદ આવે છે તેથી જલ્દી જ બંને ના લગ્ન કરી દેવામાં આવે છે આ બાજુ જ્યોતિ ના ઘર માં પણ જ્યોતિ ને છોકરા વાળા જોવા આવે છે અને ત્યાં પણ બંને એક બીજા ને પસંદ કરી લે છે અને જલ્દી જ એ બંન્ને ના પણ લગ્ન કરી દેવામાં આવે છે
જ્યોતિ ના સાસરા વાળા જ્યોતિ નું ખૂબ સરસ સ્વાગત કરે છે
એમજ રેવતી ના સાસરે પણ રેવતી નું જોરદાર સ્વાગત થાય છે
બન્ને પોત પોતાના સાસરે ખુશ છે
રેવતી ના સાસરે બધા આધુનિક વિચારશક્તિ ધરાવે છે તેથી રેવતી ને બધા એના પતિ સાથે ઓફિસ જવાનું કહે છે અને રેવતી ને પણ કામ કરવું ગમે છે એટલે તે ઓફિસ જોઇન્ટ કરે છે આમ રેવતી અને એના પતિ બંને ઓફિસ માં રોજ સાથે રહેતાં હોવાથી બંને ને એક બીજા સાથે સારો સમય પસાર કરવા મળે છે અને એક બીજા ની વધુ નજીક આવે છે બીજી બાજુ જ્યોતિ ના સાસરે પણ બધા આધુનિક વિચાર શક્તિ ધરાવે છે તેથી જ્યોતિ ને પણ સાસરે એક બીજા સાથે હળી મળીને રેહવામાં મજા આવે છે એને નોકરી કરવાની પણ હા હોવા છત્તાં નોકરી કરવા નથી માંગતી એને તો બસ બધા સાથે મળી ને ઘર નું કામ કરવું અને વાતો કરવી ખૂબ ગમે છે. રેવતી ઓફિસ જતી હોવાથી એને હવે જ્યોતિ સાથે વાત કરવા ઓછો સમય મળે છે પણ જ્યારે પણ વાત થાય ત્યારે જ્યારથી વાત નો થઈ હોય ત્યારથી જ્યારે વાત થાય ત્યાં સુધી એક બીજા સાથે જે બન્યું હોય એ બધું જ એક બીજા ને જણાવે અને પેલા ની જેમજ ખૂબ મસ્તી મજાક કરે .
રેવતી અને તેનો પતિ મળી ને પોતાના બિઝનેસ ને નવી ઊંચાઈઓ પર લઈ જાય છે અને રેવતી ના પતિ ને બેસ્ટ બિઝનેસ મેન નો એવોર્ડ મળે છે પછી રેવતી નું જીવન ઘણું બદલાઈ જાય છે તેને દિવસે ને દિવસે વધુ જહો જલાલી ની આદત પડતી જાય છે રેવતી ઘણી વાર જ્યોતિ ને કેહતી હોય છે કે તું જોબ કર પણ જ્યોતિ હંમેશા ના પાડતી હોય છે પણ સંજોગો ને આધીન જ્યોતિ ને જોબ કરવાની ફરજ પડે છે તેને ઘણી જગ્યાએ જોબ મેળવવા માટે કોશિશ કરી પણ ક્યાંય થી હા નો જવાબ નો આવતા નિરાશ રહી જાય છે પછી બીજા દિવસે એક જગ્યાએ થી જોબ માટે નો હા મા જવાબ આવે છે તે લોકો એને એક વાર મળવા બોલાવે છે અને જોબ માટે બધું ફાઈનલ કરી લે છે પગાર ,સમય વગેરે. જ્યોતિ એ ક્યારેય નોકરી નો કરી હોવાથી શરૂઆતમાં થોડી તકલીફ થાય છે પણ ધીમે ધીમે બધું સેટ થઈ જાય છે જ્યાં જ્યોતિ કામ કરે છે તે ઓફિસ માં એક વાર રેવતી આવે છે પણ રેવતી જ્યોતિ ને મળતી નથી કેમ કે ઇ જ્યોતિ ને તેને મળવામાં શરમ આવે તેમ નથી ઈચ્છતી ત્યારે જ્યોતિ ને પોતાના સાથે કામ કરતા કર્મચારીઓ સાથે વાત કરતાં જાણવા મળે છે કે રેવતી આ કંપની ની માલકીન છે પછી ધીરે ધીરે જ્યોતિ મન માં અનેક સવાલો ઉભા થવા માંડે છે.રેવતી જ્યોતિ ને વિચારો માં ખોવાયેલી જોઇ તરત પટાવાળા ને એક ફાઈલ આપે છે અને જ્યોતિ ને આપવા કહે છે જ્યોતિ તે ફાઈલ ખોલે છે તેમાં એક ચિઠ્ઠી હોય છે જે રેવતી એ મુકેલી હોય છે જેમાં લખ્યું હોય છે કે આટલું બધું બહુ નો વિચાર તને તારા બધા સવાલો ના જવાબ આપવા હું તૈયાર છું હું તને મળવા માગું છું આજ સાંજે ઓફિસ ની નજીક ના કૉફી શોપ માં ઓફિસ ના સમય પછી છુટીને તરત આ વાંચી જ્યોતિ રેવતી ની કેબિન તરફ નજર કરે છે અને સામેથી રેવતી ની નજર પણ જ્યોતિ ઉપર જ હોય છે એટલે બંને એક બીજા ને પોત પોતાના બધા સવાલો ના જવાબ મળી જશે એવું મનોમન કહેતા હોય છે આજ કેટલા સમય પછી બંને મિત્રો મળશે કેમકે રેવતી અને જ્યોતિ પાછલા ઘણા સમય થી એક બીજા ના સંપર્ક માં નથી જેનું કારણ રેવતી જ હોય છે કે તેની પાસે પોતાના બિઝનેસ સિવાય કોઈની માટે સમય જ નથી જેથી બંને મિત્રો વચ્ચે કેટલા સમય થી કોઈ વાત જ નથી થઈ જેથી બંને એક બીજા ના જીવન માં શું ચાલી રહ્યું છે તેનાથી અજાણ છે ઓફિસ સમય પૂરો થતાં બંને નક્કી કર્યા મુજબ ઓફિસ ની બાજુ માં આવેલા કોફી શોપ માં મળે છે પેલા તો બંને બેસી કોફી નો ઓર્ડર આપી દેછે જેથી વાત માં ખલેલ નો પહોંચે હવે બંને ની વાતો ચાલુ થાય છે
રેવતી :- તારા મન માં જે સવાલો હોય એ પૂછ હું બધા સવાલો ના જવાબ આપીશ પણ પછી તારે મારા મન માં જે સવાલો છે એના બધા સાચાજ
જવાબ આપવા પડશે તું મારા થી કઈ નહિ છુપાવે એવી આશા રાખું છું
જ્યોતિ :- પેલા તું એમ કે તે મને જોબ કેમ આપી હું તારી મિત્ર છું એટલે કે મારી કાબેલિયત થી તે મને જોબ આપી છે
રેવતી :- હું જવાબ તો આપુ પણ તું વિશ્વાસ કરીશ?
જ્યોતિ :- પેલા જવાબ તો આપ પછી હું નિર્ણય કરીશ જો જવાબ સાચો લાગશે તો હું તને આગળ ના સવાલ કરીશ અને તારા સવાલો ના પણ જવાબ આપીશ પણ જો તારો જવાબ ખોટો હશે તો અહીંથી કઈ પણ કહ્યા વગર જ ચાલી જઈશ.
રેવતી :- પેલી વાત તો એ મે તને જોબ નથી આપી મે હમણાં જ બે ચાર દિવસ પેલા જ આ કંપની ખરીદી છે મને ખબર પણ નહોતી કે તું અહી કામ કરે છે મે આજ તને ઓફિસ માં જોઈ પછી ખબર પડી કે તું અહી કર્મચારી તરીકે નોકરી કરો છો. તને વિશ્વાસ નહિ આવે એટલે હું આ ફાઈલ સાથે જ લાવી છું કે જેમાં મે આ કંપની ક્યારે ખરીદી જેની માહિતી છે
જ્યોતિ ફાઈલ જોવે છે અને એને વિશ્વાસ આવે છે કે રેવતી ખોટું નથી બોલતી
રેવતી :- તને હજુ પણ શંકા હોય તો હું અમોલ ને ફોન લગાડું અને સ્પિકર માં રાખું જેથી તું બધું સાંભળી શકે
જ્યોતિ :- ના નથી કરવો ફોન મને તારા પર વિશ્વાસ છે
રેવતી :- હું જાણું છું કે તું બહુ ખુદ્દાર વ્યક્તિ છો તું ગમે તેવી મુશ્કેલીમાં હોઈશ તો પણ મને નહિ જણાવ પણ મારી વાત નો વિશ્વાસ રાખ હું તારા આત્મ સમ્માન ને ઠેસ પહોંચે એવું કોઈ કામ નહિ કરું.
જ્યોતિ :- મને માફ કરી દે મે તને સમજવામાં ભૂલ કરી
જ્યોતિ પોતાના મન માં જે સવાલો હતા એ બધા સવાલો ના જવાબ રેવતી પાસે માગે છે સામે રેવતી પણ જ્યોતિ ના બધા જ સવાલો ના જવાબ આપે છે હવે બધા સવાલો ના જવાબ મળી જાય છે જ્યોતિ ના મન માં કોઈ સવાલ બાકી રહ્યો નથી જેથી હવે રેવતી સવાલ કરે છે
રેવતી :- તારા બધા સવાલો પૂરા ?
જ્યોતિ :- હા
રેવતી :- તો હવે હું મારા સવાલો પૂછું
એટલામાં કૉફી આવી જાય છે બંને પેલા કોફી પી ને પછી સવાલ જવાબ નો સિલસિલો આગળ ચલાવે છે
રેવતી :- તું તારા જીવન માં એવું તે શું બન્યું જેથી તારે નોકરી કરવી પાડે છે મને ખબર છે નોકરી કરવી તને ગમતી નોહતી તો એવું તે કયું કારણ છે કે તું આજ નોકરી કર છ
જ્યોતિ :- એક દિવસ મારા પતિ ને એના પરિવાર દ્વારા છેતરવામાં આવે છે જે સમર્થ ને ઓફિસ ઘર બધા માંથી બાકાત કરી દે છે અમે રસ્તા પર આવી જઈએ છીએ એને આ પરિસથિતિમાંથી પસાર થતા જોઈ ક્યારેક મારો પણ આત્મવિશ્વાસ દગમંડવા લાગે છે પણ જ્યારે પરી સામે જોવ એટલે ફરી પાછી હિમ્મત કરી ને આગળ વધવા અંગે વિચાર કરી નોકરી કરું છું
રેવતી :- તે મને આ બધું પેલા કેમ ન જણાવ્યું હવે સમર્થ શું કરે છે
જ્યોતિ :- ઇ હજુ પોતાના પરિવાર દ્વારા મળેલ આઘાત માંથી બહાર નથી આવી શક્યા જેથી એનુ મન કોઈકામમાં લાગતું જ નથી પણ હમણાજ એણે એક જગ્યાએ નોકરી કરવાનું ચાલુ કર્યું છે આવી પરિસ્થિતિ માંથી બહાર નીકળવા એક ના પગાર થી ઘર નો ચાલે એટલે હું પણ નોકરી કરવા લાગી
અચાનક જ્યોતિ નું ધ્યાન મોબાઈલ તરફ જતા એની નજર સમય પર પડી અને સાત વાગી ગયા હોવાથી તે રેવતી ને હવે હું જાવ એમ કહી ત્યાંથી નીકળી જાય છે
રેવતી :- જ્યોતિ એક મિનિટ મને તારું સરનામું આપ મારે કામ છે
જ્યોતિ :- પોતાનું સરનામું આપી આવજે કહી ઘરે જવા નીકળી જાય છે
રેવતી ને હજુ પોતે જે સાંભળયું એના પર વિશ્વાસ નથી બેસતો રેવતી ઘરે જાય છે અને સમય મળતાં અમોલ ( રેવતી નો પતિ ) ને જ્યોતિ સાથે બનેલી બધી વાત કહે છે અને જ્યોતિ ને પોતાના દુઃખ માંથી બહાર નીકળવા મદદ કરવાની પરવાનગી માગે છે.
અમોલ :- રેવતી હું અને તું આપને બંને મળી ને જ્યોતિ અને સમર્થ ને આપણાથી બનતી બધીજ મદદ કરશું. આપણે કાલ જ એના ઘરે જઈને એની સાથે બધી વાત કરશું. જ્યોતિ ને વધુ સમય નહી રેહવું પડે હવે આ પરિસથિતિ માં.
રેવતી :- અમોલ હું કેવી રીતે તારો આભાર માનું મને સમજ માં નથી આવતું
અમોલ :- રેવતી તું શું કહે છે જ્યોતિ તારી મિત્ર છે એટલુજ નહિ કદાચ બીજું પણ કોઈ આવી પરિસ્થિતિ માં હોત તો હું એની પણ મદદ કરત એટલે આભાર વાળી વાત છોડ અને આપને જ્યોતિ ની મદદ કેવી રીતે કરશું એનો વિચાર કર
રેવતી :- અમોલ મે હજુ કશું વિચાર્યું નથી તું જ કંઈ સુઝાવ આપ
અમોલ :- રેવતી કાલ પેલા આપને એના ઘરે જઈએ પછી કંઇક વિચાર્શું અત્યારે કોઈ પ્લાન ન કરવો જોઈએ
રેવતી :- સાચી વાત છે તારી
બીજા દિવસે અમોલ અને રેવતી બંને જ્યોતિ ના ઘરે જાય છે
જ્યોતિ ના ઘરે બધા ભેગા થાય છે જ્યોતિ સમર્થ રેવતી અને અમોલ
રેવતી ના આવવાથી જ્યોતિ ને થોડી તો સમજ આવી જાય છે કે રેવતી શું કહેશે
જ્યોતિ :- તમે બેસો હું ચા બનાવી આવું
રેવતી :- હું જ્યોતિ ને મદદ જોતી હોય તો પૂછી લવ એમ કહી જ્યોતિ પાસે રસોડા માં જાય છે
જ્યોતિ :- રેવતી તું અહી શુકામ આવી છો એ પણ અમોલજી ને લઇ ને?
રેવતી :- હું તને બધી વાત કરીશ પેલા ચા બનાવી બાર લઈ ને આવ એમ કહી રેવતી બાર બેઠક રૂમ માં જાય છે જ્યાં સમર્થ અને અમોલ બેઠા હોય છે
અમોલ :- હેલ્લો સમર્થ
કેમ છે?
સમર્થ :- મજામાં
અમોલ :- તું શું કરો છો
સમર્થ :- નોકરી કરું છું
અમોલ :- ખોટું નો લાગે તો એક વાત કહું મારી કંપની માં એકાન્ટન્ટ્સ ને લગતી એક જગ્યા ખાલી છે હું તને આ જોબ જ્યોતિ ના પતિ હોવાના કારણે નહિ તારી મહેનત અને તારી કાબેલિયત ના આધારે ઓફર કરૂ છું તું એમ વિચારતો હઈશ કે મને તારી કાબેલિયત વિશે કેમ ખબર તો એનો જવાબ આપી દવ કે કાલ મને જ્યારે રેવતી એ બધી વાત કરી ત્યારે મે મારા મિત્ર ને પૂછી ને તારા કામ ની બધી વિગત મેળવી લીધી એટલે મને તારા કામ વિશે બધી ખબર છે.
એટલામાં જ્યોતિ ચા લઈ ને આવેછે બધા સાથે ચા પીવે છે અને અમોલ સમર્થ સાથે જે વાત કરી તે બધી વાત જ્યોતિ ને કહે છે
જ્યોતિ :- એમોલજી અમે તમારી મદદ નો લઈ શકીએ રેવતી તું ખૂબ સારી રીતે જાણે છે કે જો અમને કોઈની પણ મદદ લેવી હોય તો પેહલાજ તમને બધું જણાવી દીધું હોત
રેવતી :- જ્યોતિ હું જાણું છું કે તું કોઈ ની મદદ નહિ લે એટલે હું અમોલ ને સાથે લઈ ને આવી
અમોલ :- જ્યોતિ પેલા તો અમોલજિ કેહવાનું બંધ કર હું તારો બોસ નહિ તારી ખાસ મિત્ર નો પતિ એટલે તું મને પણ તારો મિત્ર જ સમજ અને હું જાણું છું મને રેવતી એ પેલાજ બધી વાત કરી હતી કે તું કોઈની મદદ લઈશ નહિ હું તો ફક્ત સમર્થ ને નોકરી ની ઓફર આપુ છુ બીજું કંઈ નથી કરતો
જ્યોતિ :- અમને વિચારવા થોડો સમય જોવે છે
અમોલ :- ભલે વિચારીને પછી તું તારો નિર્ણય જણાવજે અને જો તમને નો ગમે મારી ઓફર તો ના પાડવાની પણ છૂટ છે તારી ના પાડવાથી તારા અને રેવતી ના સંબંધ માં કોઈ ફર નહિ પડે
રેવતી આ ગંભીર માહોલ હળવો કરવા અમોલ ને કહેછે અમોલ આપને ઘરે જઈએ મને નથી લાગતું આજ જ્યોતિ રસોઈ બનાવે બેન તો બસ આપને આવ્યા ત્યારના વિચારો માં જ છે એને ઘડિયાળ તરફ તો ધ્યાન જ નથી કે રસોઈ બનાવવા જાય
જ્યોતિ :- એમ થોડી તમને જમ્યા વગર જવા દઈશ હમણાં જ રસોઈ બનાવી લઈશ તું તો છે રસોઈ માં મારી મદદ કરવા પછી શી વાર લાગે રસોઈ બનતા.
આમ બંને રસોઈ બનાવવા રસોડા માં જાય છે ત્યાં એક અવાજ આવે છે
જયશ્રી કૃષ્ણ મમ્મી પપ્પા
આ સાંભળતાજ રેવતી અને અમોલનું ધ્યાન રૂમ માંથી આવતી નાની છોકરી તરફ જાય છે જેનું નામ પરી છે
જ્યોતિ જવાબ આપે છે જયશ્રી કૃષ્ણ પરી
પરી આજ રવિવાર હોવાથી મોડી ઉઠે છે તે ઊઠીને સિધ્ધિ એના પપ્પા પાસે જઈ ને ઈશારા થી પૂછે કે આ લોકો કોણ છે એટલે સમર્થ પરી ની રેવતી અને અમોલ સાથે ઓળખાણ કરાવે છે કે રેવતી એના મમ્મી ની ખાસ મિત્ર છે અને અમોલ રેવતી ના પતિ છે
રેવતી પરી ને પોતાની પાસે આવવાનો ઈશારો કરે છે અને એ જ્યોતિ જોવે છે એટલે પરી ને રેવતી પાસે જવા કહે છે રેવતી પરી ને વ્હાલ કરે છે અને એના માટે ચોકલેટ્સ લાવી હોય એ આપે છે
જ્યોતિ :- પરી ફ્રેશ થઈ ને આવ એટલામાં રસોઈ બની જશે પછી બધા સાથે મળી ને જમીએ
પરી :- ભલે મમ્મી
અમોલ :- સમર્થ હું તને એક વાત કરવા માગું છું
જે મે રેવતી ને પણ નથી કીધી મારી કંપનીમાં હમણાં એક બે મહિના થી પૈસા નો ગોટાળો થાય છે જે કોણ કરે છે મને નથી ખબર હું એ વ્યક્તિ ને શોધવા માગું છું જેમાં મને તારી મદદ ની જરૂર છે શું તું મારી મદદ કરીશ?
સમર્થ :- હું એક શરતે તારી મદદ કરીશ કે હું તારી કંપની માં જે કામ કરુ તો તું મને મારા કામ નું જેટલો મળવો જોઈએ એટલોજ પગાર આપીશ તો જ હું તારી મદદ કરીશ
અમોલ :- મંજૂર છે તારી શરત
સમર્થ :- ઓકે તો હું તારી મદદ કરવા તૈયાર છું
એટલામાં રસોઈ તૈયાર થઈ જાય છે અને જ્યોતિ બધા ને જમવા અવાજ પાડે છે જમીને બધા બેસા હોય છે પરી એના રૂમ માં વાંચવા જાય છે
સમર્થ :- જ્યોતિ હું અમોલ ની કંપની માં કામ કરવા માગું છું જો તું હા પાડે તો
જ્યોતિ :- જો તમારી હા હોય તો તમારે મને પૂછવાની કોઈ જરૂર નથી
અમોલ :- મતલબ એમ કે જ્યોતિ તને કોઈ વાંધો નથી સમર્થ મારી સાથે કામ કરે તો?
જ્યોતિ :- જ્યારે સમર્થ પોતાની મરજી થી તમારી સાથે કામ કરવા તૈયાર હોય તો મને શું વાંધો હોય
અમોલ:- તમારા બંને નો ખૂબ ખૂબ આભાર
અમોલ અને સમર્થ અમોલ કંપની માં જે ખોટા કામ કરે છે એને પકડી પાડે છે ધીરે ધીરે અમોલ અને સમર્થ બંને ખુબ સારી રીતે કંપની ને થયેલી ખોટ ને નફા માં ફેરવવા માં સફળ થાય છે
હવે એક દિવસ અમોલ અને સમર્થ રેવતી અને જ્યોતિ ને બધી વાત કરે છે તે બંને ચૌંકી જાય છે બધું સાંભળી ને.
અમોલ ને સમર્થ પણ રેવતી અને જ્યોતિ ની જેમ પાક્કા મિત્રો બની જાય છે બંન્ને કોઈ પણ કામ હોય એક બીજા ને બધું પૂછીને જ કરે છે
હવે સમર્થ પણ ખુશ રેહવા લાગ્યો છે જે પોતાના પરિવાર દ્વારા મળેલ વિશ્વાસઘાત થી એકલાં રેહવાનું પસંદ કરતો હતો તે બધા સાથે હળી મળી ને રેહવાં લાગ્યો છે અને સમર્થ ને ખુશ જોઈ જ્યોતિ પણ ખુશ થઇ જાય છે અને અમોલ નો ધન્યવાદ માને છે પણ અમોલ કેય છે ધન્યવાદ તો મારે સમર્થ નો કરવો જોઈએ જો એ મારી મદદ નો કરત તો ખબર નહિ મારી કંપનીમાં હજુ કેટલા રૂપિયા ની ખોટ જાત
સમર્થ :- જ્યોતિ ને કહે છે તમે એક બીજા ને ધન્યવાદ પછી આપજો પેલા ચા તો લાવો આપને બધા સાથે મળી ને ચા પીએ
જ્યોતિ:- હમણાં જ બનાવી લાવું
રેવતી :- હું પણ જ્યોતિ ને મદદ કરવા જાવ એમ કહી ત્યાંથી નીકળી ને રસોડા માં જ્યાં જ્યોતિ છે એની પાસે ગયી
રેવતી ના રસોડા માં આવતા જ જ્યોતિ રેવતી ને ગળે વળગી રડવા લાગે છે
રેવતી જ્યોતિ ને શાંત કરતા કહે છે તું હવે કોઈ પણ જાતની ચિંતા નો કર બધું બરાબર થઈ જાશે
રેવતી જ્યોતિ ની પરિસ્થિતિ સમજે છે જ્યોતિ સ્વસ્થ થતાં ચા બનાવી બાર લઈ ને જાય છે અને બધા સાથે ચા પીવે છે પછી અમોલ અને રેવતી પોતાના ઘરે જાય છે
રાતે જ્યોતિ અને સમર્થ વાતો કરતા હોય છે અચાનક સમર્થ ને યાદ આવે છે કે પોતાને મળેલા દગા પછી પોતે કેટલો ઉદાસ રેહતો હતો જેનાથી જ્યોતિ અને પરી ને કેટલું દુઃખી રેહતા અને તે જ્યોતિ ની માફી માગે છે જ્યોતિ મને માફ કરી દે મે તમારા સામું જોયું જ નહી મારા દુઃખ માં ને દુઃખ માં તમને ભૂલી જ ગયો કે તમને પણ કેટલું દુઃખ થતું હશે
જ્યોતિ :- જે થયું એ ભૂતકાળ હતો હવે તમે આમજ હસતા રેહજો હું તમને રોજ હસતા જોવા માગું છું. મને અને પરી ને પૈસા નહીં પણ તમારો સાથ જોવે છે એના કરતાં અમારે વધુ કઈ નથી જોતું
સમર્થ :- જ્યોતિ તારી વાત સાચી છે પરિવાર ના સુખ થી વધુ શાંતિ મળે છે જે પૈસા અથવા તેના થી ખરીદેલી મોંઘી વસ્તુ ઓ થી કયારેય નથી મળતી હવે હું મારો ઓફિસ પછી નો બધો સમય તારી અને પરી સાથે પસાર કરીશ આપણે ત્રણેય મળી ને ખુબ સારી હમેશા યાદ રહે એવી પળો માણશું ભલે આપણી પાસે પૈસા નથી પણ પ્રેમ ખૂબ જ છે જે આપણે એક બીજા ને આપવામાં કોઈ કસર નહિ રાખીએ હવ સૂઈ જઈએ નહીતો કાલ ઓફિસ જવાનું મોડું થઈ જશે પછી સર ખીજાશે મોડા આવવા બદલ
જ્યોતિ :-. હા સારું ચાલો હવે સૂઈ જઈએ
સમર્થ :- જ્યોતિ તને થોડા દિવસ ની રજા મળશે ?
જ્યોતિ :- કેમ?
સમર્થ :- તું ફક્ત હું પૂછું એનો જવાબ આપને
જ્યોતિ :- કાલ ઓફિસ જઈ સર ને વાત કરું પાક્કું નો કવ કે રજા મળશે જ એમ
સમર્થ :- ભલે કાલ કે જે
જ્યોતિ :- કદાચ મને રજા મળી પણ જાય પણ શું તમને મળશે રજા?
સમર્થ :- હા એ તો મે વિચાર્યું જ નહીં
જ્યોતિ :- એક કામ કરીએ બે દિવસ પછી રવિવાર આવે છે ત્યારે આપણે નજીક માં સવાર થી સાંજ ફરવા જઈશું બરાબર?
સમર્થ :- ભલે અત્યારે એમ કરીએ પછી જ્યારે બેય ને વધુ દિવસો ની રજા મળે ત્યારે બીજે આઘે ક્યાંક જાશું
સવારે જ્યોતિ અને સમર્થ સમયસર ઓફિસ પહોંચી પોતાના કામમાં લાગી જાય છે એટલાં માં સમર્થ ને અમોલ પોતાની કેબિન માં બોલાવે છે અને આગળ બીજા પ્રોજેક્ટ ઉપર કામ કરવા માટે મંતવ્ય લે છે અને બંને મળીને એક પ્લાન તૈયાર કરે છે અને અમોલ સમર્થ ને પ્લાન બનાવ્યા મુજબ કામ ચાલુ કરી દેવાનું કેય છે એટલે સમર્થ વિચારમાં પડી જાય છે જો આ પ્લાન થી નવા પ્રોજેક્ટ નું કામ જો હમણાં જ શરૂ થઈ જાય તો એને રવિવાર ની પણ રજા નહિ મળે અને ઓવર ટાઈમ પણ કરવો પડશે તેને આમ વિચારતા જોઈ અમોલ પૂછે છે શેના વિચારો માં ખોવાઈ ગયો સમર્થ કે છે કઈ નહિ કેમકે સમર્થ જાણે છે કે મારા માટે મને સોપવામાં આવેલું કામ મારા માટે સર્વોપરી રાખવાની મારી ફરજ છે અત્યારે હું મારા દુઃખ ની બહાર આવી શક્યો હોવ તો અમોલ ના કારણે એટલે એ અમોલ ને હકીકત નથી જણાવતો પણ અમોલ સમજી જાય છે કે સમર્થ એનાથી કઈક છુપાવે છે અને ફરી વાર પૂછે છે કે તું મને જણાવ જે તારી મુશ્કેલી હોય તે અમોલ ના ફરી વાર પૂછવાથી સમર્થ બધું જણાવે છે કે એના અને જ્યોતિ ના પરી સાથે રવિવાર બહાર જવા વિશે
અમોલ :- તો એમાં તારે એટલા વિચારો કરવાની કોઈ જરૂર નથી હું તને રવિવારે છુટ્ટી આપુ છું તમે બહાર જાવ અને આ સમય ને વધુ યાદગાર બનાવો એવી મારી શુભેચ્છા
સમર્થ :- અમોલ એક વાત પૂછું ?
અમોલ :- એમાં પરવાનગી માગવાની કોઈ જરૂર નથી જે પૂછવું હોય તે બિન્દાસ પૂછ
સમર્થ :- અમોલ તું અને રેવતી પણ અમારા સાથે બહાર ફરવા આવો તો બધા સાથે હશું તો વધારે મજા આવશે તું રેવતી ને પુછીલે જો તેને કામ નો હોય તો બધા સાથે જઈએ
અમોલ :- હું પૂછી ને કહીશ
સમર્થ :- તો રાતે ફોન પર જણાવજે
અમોલ રાતે ઘરે જઈને સમર્થ સાથે થયેલી વાત રેવતી ને જણાવે છે રેવતી હા પાડે છે અને અમોલ ને એક વાત કહે છે કે આપણે એની સાથે બહાર જઈએ પણ જ્યોતિ અને સમર્થ ને આપની સાથે આપણી કાર માં આવવાનું કદાચ પસંદ નો આવે અને એના સ્વાભિમાન ને ઠેશ નો પહોંચે એટલે આપને એની સાથે એની જેમજ બહાર જઈએ તો?
અમોલ :- એટલે તુએમ કેછો કે આપણે એની સાથે બસ માં જાશું ?
રેવતી :- હા
અમોલ :- તને ફાવશે ?
રેવતી :- મિત્ર સાથે હોય એટલે બીજું શું જોવે
અમોલ :- ભલે જો તને કઈ વાંધો નો હોય તો મને પણ કઈ વાંધો નથી મારા માટે તારી ખુશી થી વધુ કઈ નથી
રેવતી અમોલ ની આમ બસ અને રિક્ષા માં બહાર જવાના નિર્ણય થી ખુશ થઈ ને અમોલ ગળે વળગી પડે છે અને તેનો આભાર માને છે
રવિવારે જ્યોતિ ના ઘરે રેવતી અને અમોલ આવે છે અને બધા અમદાવાદ શહેરમાં રેહતાં હોવાથી કાંકરિયા તળાવ ફરવા જાય છે અને આખો દિવસ ખૂબ મજા કરે છે પરી માટે તો આ સરપ્રાઈઝ હોવાથી એને સૌથી વધારે મજા આવે છે આમ આખો દિવસ ફરી રાતે બહાર જમી બધા ઘરે આવીને સીધા સૂઈ જાય છે પછી બીજા દિવસ થી સૌ કોઈ પોત પોતાના કામ માં વ્યસ્ત થઈ જાય છે અને આમ જ દિવસો પસાર થતા જાય છે જ્યોતિ એક સાધારણ અને રેવતી લક્સરિયસ લાઇફ જીવે છે અને બંને ની મિત્રતા માં કોઈ તકલીફો આવતી નથી બંને ની મિત્રતા દિવસે દિવસે વધુ મજબૂત થતું જાય છે રેવતી હંમેશા એક વાત નો ખૂબ સાવચેતી પૂર્વક ખ્યાલ રાખે કે એની વાણી કે વર્તન થી જ્યોતિ ની લાગણી નો દુભાય
અમોલ અને સમર્થ પણ રેવતી અને જ્યોતિ જેવા પાક્કા મિત્રો બની ગયા છે બંને હંમેશા એક બીજા માટે હંમેશા હાજર હોય અમોલ પણ હંમેશા સમર્થ સાથે વાત કરી ને જ કોઈ પણ નિર્ણય લે.
અમોલ જ્યારે પણ સમર્થ સાથે હોય એટલે સમર્થ ને વ્યક્તિત્વ ને અનુકૂળ જ વર્તન કરે અને સમર્થ ની લાગણી નો દુભાય એનું ખાસ ધ્યાન રાખે
આમ અમોલ અને રેવતી અમીર હોવા છતાં ક્યારેય જ્યોતિ અને સમર્થ સામે પોતાના પૈસા નું અભિમાન કરી ને જ્યોતિ અને સમર્થ ને દુઃખ થાય એવું ન કોઈ દિવસ બોલે કે નો એવું કાર્ય કરે
આમ અમોલ રેવતી જ્યોતિ સમર્થ અને પરી બધા સાથે રહે છે અને કોઈના વાણી વર્તન માં અમીરી કે ગરીબી જોવા મળતી નથી બધા એક બીજાને અનુકૂળ થઈ ને રહે છે અને જીવન આનંદમય જીવે છે
મિત્રો આ દોસ્તો ની જેમ જો આપણા ભારત દેશમાં પણ અમીર ગરીબ સાથે હળી મળીને એને. અનુકૂળ થઈ ને રહે તો જીવન જીવવાની મજા આવે.
હવે હું અહી મારી વાર્તા પૂરી કરું છું આશા રાખું છું કે તમને મારી વાર્તા પસંદ આવે અને જો વાર્તા માં ક્યાંય ભૂલ દેખાય તો જણાવવા વિનંતી