Khuni koun ? - 12 - last part books and stories free download online pdf in Gujarati

ખૂની કોણ? - 12 - છેલ્લો ભાગ

છેલ્લો અંક.
___________

નિરાલી, કેતન અને રમેશ તથા બે ભાડૂતી હત્યારા અસલમ અને સુંદર નો હત્યારો પોલીસ ની પકડ માં હતો. અમિતાભ અને અભિમન્યુ હત્યારા સાથે પૂછપરછ રૂમ માં બેઠા હતા. અમિતાભે વાત શરૂ કરી, "તને શું એમ હતું કે તું આટ આટલા મર્ડર કર્યા પછી પણ આઝાદ ફરી શકશે? તારો પ્લાન તો ખૂબ સારો હતો પરંતુ આખરે દરેક ગુન્હેગાર નો અંજામ છેલ્લે તો જેલ જ હોય છે, મિસ્ટર નિરવ હિમાંશુ ત્યાગી."

અમિતાભ ની સામે ગુન્હેગાર તરીકે બેઠેલો નિરવ હસી રહ્યો હતો, તેના ચેહરા પર ના લોહી નાં ચાઠાં ઉપસી આવ્યા હતા જે અમિતાભ દ્વારા તેની કરાયેલી સરભરા ની ચાડી ખાતા હતા. પરંતુ તેના ચેહરા પર કોઈ ક્ષોભ કે ગ્લાનિ નાં ભાવ ના હતા. અમિતાભ બોલ્યો, "નિખિલ ની ઓફીસ ના સીસીટીવી ફૂટેજ માં તારા દ્વારા નિખિલ ના ફોન માં થી કરાયેલ કોલ્સ નો સમય અને અમન, અસલમ, સુંદર અને વિકાસ ની કોલ ડીટેઈલ માં નિખિલ ના કોલ નો સમય મેળ ખાય છે. વિકાસ એ પણ તને ઓળખી બતાવ્યો છે. અને સહુ થી અગત્ય ની વાત હનીફ એ પણ તારી વિરુદ્ધ જુબાની આપી દીધી છે, હવે તારી પાસે સત્ય સ્વીકારવા સિવાય કોઈ બીજો રસ્તો નથી નિરવ. હવે તું અમને જણાવીશ કે તે આ બધા ખૂન કઈ રીતે કર્યા અને સહુ થી મોટો સવાલ શા માટે કર્યા?"
___________

નિરવ એ બોલવા નું શરુ કર્યું, "સર, સહુ પ્રથમ તો હું આપને જણાવી દવ કે મને આ હત્યાઓ કરવા નો કોઈ જ અફસોસ નથી, સિવાય એક નિરાલી ની હત્યા." કારણકે એ હનીફ ની ભૂલ ના કારણે થઈ હતી, બરાબર ને? બાકી વાસ્તવ માં ટાર્ગેટ તો નિખિલ હતો, નિરવ નીં વાત ને વચ્ચે થી જ કાપતા અમિતાભ બોલ્યો. નિરવે વાત આગળ વધારી, "હા સર બિલકુલ સાચું, મે હનીફ ને નિખિલ ની સોપારી આપી હતી પરંતુ એ ઉલું નાં પઠા એ અસલમ ને મોકલી ખેલ બગાડી નાખ્યો અને બિચારી નિરાલી ભૂલ થી મરી ગઈ. હું જ્યારે કોલેજ નાં છેલ્લા વર્ષ માં હતો ત્યારે એક દિવસ રમેશ અંકલ મારા મમ્મી ને મળવા આવ્યા હતા. હું મારા રૂમ માં હતો અને તેમની વાતો સાંભળી રહ્યો હતો. રમેશ અંકલ મને તેમની કંપની માં નોકરી એ રાખી અને પોતે કરેલા અન્યાય ના પ્રાયશ્વિત વિશે વાત કરી રહ્યા હતા. ત્યારે મમ્મી એ રમેશ અંકલ ને કહ્યું કે મારા પિતા સમાન કાકા ની હત્યા કરી ને અને મારા હિસ્સા ની ૨૫% સંપતિ તફડાવી ને તે, કેતન અને હિમાંશુ એ મારી સાથે જે છળ અને દગો કર્યો છે તેનું પ્રાયશ્વિત આ જન્મ માં તો શક્ય નથી રમેશ. મારા પતિ હિમાંશુ ને તો ઈશ્વર એ સજા આપી દીધી હવે તમારો હિસાબ પણ ઈશ્વર જ કરશે. મમ્મી અને રમેશ અંકલ વચ્ચે ની આ વાત સાંભળી ને મે એ જ વખતે રમેશ અને કેતન જોડે બદલો લેવા નું નક્કી કરી નાખ્યું હતું." બોલતા બોલતા નિરવ અટક્યો. સામે પડેલ પાણી ના ગ્લાસ માં થી બે ઘૂંટડા પાણી પી અને ફરી આગળ બોલવા નું શરુ કર્યું.

"કોલેજ પૂરી થયા બાદ નિખિલ અને રમેશ અંકલ એ મને કંપની માં જોડાવા માટે ઘણું કહ્યું પરંતુ હું મારા પ્લાન માં આગળ વધવા માગતો હતો આથી મે એમઆર તરીકે નોકરી એ રહેવા નું નક્કી કર્યું કે જેથી હું મારી અનુકૂળતા એ ગમે ત્યારે આવ જાવ કરી શકું અને કોઈ ને શંકા પણ ના જાય. બે વર્ષ પહેલા મે નિખિલ ની હત્યા માટે ભાડૂતી હત્યારા ને રોક્યો હતો પરંતુ તે હુમલો નિષ્ફળ રહ્યો હતો. ત્યાર બાદ બે મહિના પહેલા મને મારી યોજના ને સફળ બનાવવા માટે સંજોગો અનુકૂળ લાગ્યા આથી મે અમન નો સંપર્ક કર્યો. અને કદાચ જો પોલીસ અમન સુધી પહોંચે તો તેમાં મારું નામ ના આવે એ માટે મે નિખિલ નો ફોન વાપરવા નું નક્કી કર્યું. હું રોજ સવારે સાડા દસ આસપાસ નિખિલ ની ઓફિસે જતો અને ચા પાણી પીવા નો અમારો નિત્ય ક્રમ હતો, જેવી નિખિલ તેના સ્ટાફ પાસે કોઈ અગત્ય ની ટીપ કે અન્ય વાત માટે તેની ઓફીસ ની બહાર જતો લાગ જોઈ હું તેનો ફોન યુઝ કરી લેતો હતો. અને કોલ હિસ્ટરી ડિલીટ કરી દેતો."

નિરવ ને અટકાવતા અમિતાભ બોલ્યો, "પણ તું અમન ને કઈ રીતે ઓળખે છે?" નિરવે કહ્યું, "સર, હું જે ફાર્માસ્યુટિકલ કંપની માં છું ત્યાં ઘણી વખત ગેરકાયદેસર ના સંશોધન માટે આલ્કોહોલ ની જરૂર પડતી હોય છે, અને તે માટે માટે વારંવાર અમન ને મળવા નું થતું હતું, મારા ધ્યાન માં આવ્યું કે અમન ને ઘણા સોપારી કિલર સાથે કોન્ટેક્ટ છે. આથી મે નિખિલ ના ફોન માં થી અમન ને કોલ કરી અને ભાડૂતી હત્યારા માટે પૂછ્યું અને તેણે મને હનીફ નો નંબર આપ્યો. ત્યાર બાદ મે હનીફ ને નિખિલ ના ફોન માં થી જ કોલ કરી નિખિલ ની સોપારી આપી. દરેક સોપારી કિલર ને હું રેલ્વે જંક્શન ખાતે ના સૂમસામ વિસ્તાર માં રાત્રે બોલાવતો અને ત્યાં જ મરનાર નો ફોટો અને માહિતી આપી દેતો. હનીફ એ પોતાને કોઈ ઇમરજન્સી કામ આવી જતા મારું કામ અસલમ ને સોંપ્યું. પરંતુ અસલમ જ્યારે નિખિલ નું ખૂન કરવા તેના ઘરે ગયો ત્યારે નિરાલી બાથરૂમ કરવા ઊભી થઈ હશે, મે હનીફ ને કહ્યું હતું કે નિખિલ સવારે સાડા પાંચે ઉઠે છે અને છ વાગ્યે કસરત કરવા માટે રેસકોર્સે જાય છે, આથી અસલમ ને એમ થયું કે બાથરૂમ માં નિખિલ હશે અને તે ભૂલ થી નિરાલી નું ખૂન કરી બેઠો. ત્યાર બાદ મે મારી સલામતી ખાતર અસલમ ને રસ્તા માં થી હટાવવા નું નક્કી કર્યું અને અમારી મળવા ની જગ્યા એ બાકી રહેલા પેમેન્ટ આપવા ના બહાને બોલાવી દારૂ માં ઝેર આપી ને મારી નાખ્યો અને તેની લાશ ત્યાં જ રેલ્વે ટ્રેક પર છોડી દીધી. પોલીસ તપાસ શરૂ થઈ ચૂકી હતી પરંતુ હું હવે પાછળ જઈ શકું તેમ ના હતો, મારે હવે એ તમામ ગુન્હેગારો ને બને એટલા વહેલા નર્ક લોક માં પહોંચાડવા હતા." બધી વાતો કરતી વખતે નિરવ ના ચેહરા પર નફરત ના અને ગુસ્સા ના ભાવ ઉડી ને આંખે વળગે એવા હતા.

નિરવે બોલવા નું ચાલુ રાખ્યું, "ત્યાર બાદ મે એ જ રીતે નિખિલ ના ફોન માં થી સુંદર અને વિકાસ ને પણ કેતન તથા રમેશ ની સોપારી આપી હતી. હનીફ એ જ મને તે બંને સાથે સંપર્ક કરાવ્યો હતો. સુંદર ને તો તેના ઘરે ગામડે જઈ ને મારવા માં સફળ રહ્યો હતો પરંતુ વિકાસ અમદાવાદ થી રાજકોટ આવવા ના બદલે સીધો યુપી પોતાના વતન જતો રહ્યો અને ત્યાં તે પોલીસ ના હાથે ચડી ગયો. મે વિચાર્યુ હતું કે કેસ થોડો ઠંડો પડે એટલે નિખિલ ને પણ રસ્તા માંથી હટાવી દઈશ. પરંતુ તે પહેલાં જ આપે મને પકડી પાડયો અને મારો બદલો અધૂરો રહ્યો." જાણે કોઈ પસ્તાવો જ ના હોય તે રીતે નિરવ બોલી રહ્યો હતો અને અમિતાભ તથા અભિમન્યુ સાંભળી રહ્યા હતા.

નિરવ ની વાત પૂરી થતાં અમિતાભે પૂછ્યું, "આટઆટલા નિર્દોષ લોકો ને માર્યા બાદ તને શું મળ્યું અને તારી માતા નું હવે પછી શું?" અમિતાભ ની વાત સાંભળી નિરવ ગુસ્સા થી બરાડી ઉઠ્યો, "નિર્દોષ? કઈ રીતે નિર્દોષ સર. જે અભય દાસજી એ અનાથ એવા રમેશ ને પોતાના દીકરા કરતાં પણ વધુ પ્રેમ આપ્યો, સન્માન આપ્યું, અને પોતાની સંપતિ માં પણ સ્થાન આપ્યું એવા દેવ સ્વરૂપ અભય દાસજી ની હત્યા કરતા રમેશ ને સહેજ પણ ખોટું નાં લાગ્યું. અને આ નીચ કામ માં મારા જ પપ્પા હિમાંશુ ત્યાગી અને કેતન કુમારે તેનો સાથ આપ્યો. અભય દાસજી ની કંપની માં જેનો બરાબર નો હિસ્સો હોવો જોઈએ એવા મારા મમ્મી નો હિસ્સો પચાવી પાડયો અને મને અને મારા મમ્મી ને ગરીબી માં સડવા માટે છોડી દીધા તે ગુન્હેગારો આપને કઈ રીતે નિર્દોષ લાગે છે સર?" અમિતાભે કહ્યું, "તારી બધી વાત સાચી છે નિરવ પરંતુ આપણો કાયદો કોઈ વ્યક્તિ ને કોઈનો પણ જીવ લેવા ની પરવાનગી આપતો નથી, તે ધાર્યું હોત તો કાયદા થી પણ તારી લડત લડી શકતો હોત, હા થોડી વાર લાગત પણ આ રીતે હત્યાઓ કરવા થી તો તારા હાથ માં કઈ જ ના આવ્યું અને તારા મમ્મી ને જે સુખ તેની જુવાની માં નહોતું મળ્યું એ હવે જીવન નાં પાછળ ના વર્ષો માં પણ નહિ મળે." અમિતાભ ની વાત સાંભળી ને નિરવ હસતા હસતા બોલી ઉઠ્યો, "સર, કોણે કહ્યું મને કઈ નથી મળ્યું, મને મળ્યો છે બદલો લીધા નો સંતોષ." અને નિરવ ના હસવા નાં પડઘા પોલીસ સ્ટેશન માં ગુંજી ઉઠ્યા.
___________

નિખિલ ને જ્યારે પોતાનો ખાસ મિત્ર નિરવ જ આ બધા પાછળ હોવાની ખબર પડી અને તેના પિતા એ કરેલ ગુન્હાઓ ની ખબર પડી ત્યારે તે પણ ભાંગી પડ્યો. આ બાજુ હિમાની પણ પોતાની કિસ્મત પર રડી રહી હતી. પેલા તેના પતિ એ અભય દાસજી ની હત્યા કરી, તેણે તેના પતિ ની હત્યા કરી અને આજ વારસો તેના પુત્ર નિરવે આગળ વધાર્યો અને પાંચ પાંચ ખૂન કરી બેઠો. અમિતાભ અને અભિમન્યુ પણ આ કેસ ને સોલ્વ કર્યા છતાં ખુશ ના હતા ક્યાંક ને ક્યાંક તેઓને પણ એવું લાગી રહ્યું હતું કે હિમાની અને નિરવ ની સાથે જીવન માં જે સંજોગો ઊભા થયા તેમાં તેઓનો કોઈ જ વાંક નહોતો, પરંતુ તોયે આપણાં નિર્ણયો જ આપણું ભવિષ્ય નક્કી કરે છે નહિ કે કોઈ ભૂતકાળ ના સંજોગો.
___________

મિત્રો, અહી મારી આ સહુ પ્રથમ સસ્પેન્સ નવલ કથા "ખૂની કોણ?" પૂરી થાય છે. આશા રાખું છું આપ સહુ ને વાંચી ને મજા આવી હશે. બહુ જલદી આ જ પ્રકાર ની બીજી રસપ્રદ વાર્તા લઈ ને આપ સહુ સમક્ષ ઉપસ્થિત થઈશ ત્યાં સુધી ખુશ રહો, સ્વસ્થ રહો અને મસ્ત રહો.

હાર્દિક જોષી ના જય હિંદ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED