Khuni koun ? - 11 books and stories free download online pdf in Gujarati

ખૂની કોણ? - 11

નિરાલી, કેતન અને રમેશ મર્ડર કેસ ની તપાસ અમિતાભ ને ભૂતકાળ માં થયેલા હિમાંશુ ની હત્યા સુધી લઈ ગઈ અને તેની ખૂની હિમાની એ તેનો ગુન્હો કબુલી પણ લીધો છતાં આ કેસ ની તપાસ આગળ વધી ના હતી. છેલ્લે બુટલેગર અમન વર્મા કે જે નિરાલી ના મમ્મી કૃતિકા નો પહેલાં લગ્ન થી થયેલ સંતાન હતું, તેની પણ પૂછપરછ કરવા માં આવી પરંતુ તેમાં પણ કઈ પુરવાર નાં થયું. હવે વાચો આગળ...
__________

અમન વર્મા ની પૂછપરછ પહેલાં જે આશા અમિતાભ અને અભિમન્યુ ને બંધાઈ હતી તે પણ ઠગારી નીવડી અને ફરી પાછા બને એક બીજા તરફ જોતા જોતા હસી રહ્યા હતા. અમિતાભ બોલ્યો, "અભિમન્યુ, ખરેખર નો કેસ છે આ. સફળતા દર વખતે હાથ તાળી આપી ને આપણાં થી ફરી પાછી દૂર ચાલી જાય છે." અભિમન્યુ પણ નિરાશા ને છુપાવતો હાસ્ય રેલાવી રહ્યો હતો.અચાનક અમિતાભ ને કઈ યાદ આવ્યું હોય તેમ તેણે અભિમન્યુ ને પૂછ્યું, "અભિમન્યુ, મે તને આ અમન વર્મા ની કોલ ડીટેઈલ કઢાવી આપવા માટે કહ્યું હતું તેનું શું થયું?" એ આવી ગઈ છે સર, અભિમન્યુ ડેસ્ક પર પડેલા રીપોર્ટ તરફ આંગળી ચીંધતા બોલ્યો, "આપ જ્યારે અમન ની પૂછપરછ કરી રહ્યા હતા ત્યારે જ કોન્સ્ટેબલ મૂકી ગયો હતો." અમિતાભ ડીટેઈલ તરફ નજર નાખતા બોલ્યો કઈ કામ ની માહિતી મળી છે? અભિમન્યુ એ કહ્યું કે હજુ તપાસવા નું બાકી છે બસ હમણાં એ જ ચકાસવા માટે બેસતો હતો. અમિતાભે કહ્યું, "એ હું કરી લઈશ, હું તને એક બીજું કામ આપુ છું તું એ કરતો આવ, તું નિખિલ ના કેર ટેકર કિશન કાકા વિશે માહિતી ભેગી કર, મને હજુ એ બાબતે શંકા છે"
___________

અમિતાભ અમન ના કોલ ડીટેઈલ તપાસી રહ્યો હતો અચાનક એક નંબર પર આવી ને તેની નજર અટકી. નંબર ક્યાંક જોયો હોય તેવું લાગી રહ્યું હતું પરંતુ યાદ નહોતું આવી રહ્યું. આખરે કંઇક યાદ આવ્યું હોય તેમ તેણે નિરાલી, કેતન અને રમેશ ટ્રિપલ મર્ડર કેસ ની ફાઈલ માં રહેલા તમામ લોકો કે જેમની કોલ ડીટેઈલ કઢાવવા માં આવી હતી તે જોવા લાગ્યો, અને અચાનક એક વ્યક્તિ નો મોબાઈલ નંબર અમન વર્મા ના કોલ ડીટેઈલ વાળા નંબર સાથે મેચ થઈ ગયો. અને આ જોઈ ને અમિતાભ ના ચેહરા પર એક હાસ્ય અને શરીર માં એક કરંટ ફરી વળ્યો, જે તેને નજીક માં જ દેખાતી સફળતા ના કારણે જે ઉત્સાહ જન્મ્યો હતો તેના કારણે હતો.

હજુ અમિતાભ આગળ કઈ વિચારે ત્યાં જ પોલીસ કમિશ્નર સર નો ફોન આવ્યો, રાજ્ય ના ગૃહ વિભાગ ના મંત્રી રાજકોટ ખાતે આવવા નાં હોઈ તેમના રહેવા અને સુરક્ષા ની જવાબદારી અમિતાભ ને આપવામાં આવી હતી અને તેના માટે અમિતાભે તાત્કાલિક કમિશ્નર સર ની ઓફિસે જવું પડે એમ હતું. અમિતાભે તરત જ અભિમન્યુ ને કોલ કર્યો અને કહ્યું કે "અભિમન્યુ, હવે કિશન કાકા ની તપાસ કરવા ની કોઈ જ જરૂર નથી, બસ હું તને એક નંબર મોકલું છું તે નંબર શું સુંદર, અસલમ કે વિકાસ નાં કોલ ડીટેઈલ સાથે કોઈ કનેક્શન ધરાવે છે આટલી તપાસ પોલીસ સ્ટેશન એ આવી ને કરી રાખ, મારે તાત્કાલિક કમિશ્નર સર ને મળવા જવું પડે તેમ છે." આટલું કહી અમિતાભ પોતાનાં ફેવરિટ કિશોર કુમાર નું ગીત "જિસકા મૂકે થા ઈન્તેજાર, જિસકે લિયે દિલ થા બેકરાર, વોહ ઘડી આ ગયી..." ગાતા ગાતા ગાડી લઈ ને કમિશ્નર સર ને મળવા નીકળી ગયો.
___________

થોડી વાર માં જ અભિમન્યુ પોલીસ સ્ટેશન એ આવી પહોંચ્યો અને તાત્કાલિક ધોરણે અમિતાભે સોંપેલા કામ માં લાગી ગયો. અને થોડી કસરત કર્યા બાદ અભિમન્યુ ને સફળતા પણ મળી અને ત્રણે શૂટર ની કોલ ડીટેઈલ માં તે નંબર પણ પોતાની હાજરી ની ચાડી ખાઈ રહ્યો હતો. થોડીવાર બાદ અમિતાભ પણ ઉતાવળે આવી પહોંચ્યો, "હા અભિમન્યુ, તો શું કહે છે તે નંબર નો ભૂતકાળ?" સર, આપનો તર્ક એકદમ જ બંધ બેસતો છે, ત્રણે હત્યારાઓ નીં કોલ હિસ્ટરી માં તે નંબર છે, આટલું કહી અભિમન્યુ આગળ બોલ્યો, "અફસોસ બસ એક જ વાત નો હતો કે અગાઉ જ્યારે આ ત્રણે સોપારી કિલર ની કોલ ડીટેઈલ ને તપાસવા માં આવી ત્યારે નજર આ તરફ ગઈ જ ના હતી." અભિમન્યુ ને નિરાશ થતો જોઈ અમિતાભ બોલ્યો, "કોઈ વાત નહિ અભિમન્યુ, પેલું કહે છે ને "દેર આયે, દૂરસ્ત આયે"... ચાલ હવે વધુ મોડું ના કરતા આપણે આ મર્ડર ના માસ્ટર એવા "શેઠ નિખિલ" નાં મોઢે જ આખી સાચી વાત જાણીએ, એને ફોન કરી ને અહી નથી બોલાવવો તે એલર્ટ થઈ જશે, આપણે જ તેની ઓફિસે જઈએ.
___________

એક મિનિટ પણ બગાડયા વગર અમિતાભ અને અભિમન્યુ એ ગાડી નિખિલ ની ઓફીસ તરફ મારી મૂકી. થોડી વાર માં જ તેઓ ત્યાં પહોંચી ગયા હતા, અને નિખિલ ની સામે બેઠા હતા. નિખિલ પણ અચંબા માં હતો કે ઓચિંતા ના ઇન્સ્પેકટર અમિતાભ નું અહી આવવા પાછળ નું કારણ શું હોઈ શકે? પણ નિખિલ ને આ સવાલ ના જવાબ માટે વધુ રાહ ના જોવી પડી, અમિતાભે જ વાત શરૂ કરી, "તો મિ. નિખિલ આપનો ભાંડો ફૂટી ગયો છે. આપે ખેલ તો ખૂબ સરસ રમ્યા અને પોલીસ ને પણ ખૂબ દોડાવી પરંતુ કહે છે ને કે સૂર્ય ને કોઈ હંમેશ માટે ઢાંકી શકતું નથી અને સત્ય તથા ગુન્હો સૂર્ય જેવા છે, તે ક્યારેક ને ક્યારેક તો જરૂર બહાર આવે છે." અમિતાભ ને આમ બોલતા જોઈ નિખિલ એ પૂછ્યું, "સર, તમે શેની વાત કરો છો? સૂર્ય, સત્ય, ગુન્હો હું કઈ સમજતો નથી. અને હું શા માટે કઈ છુપાવું?" અમિતાભ ગુસ્સે થઈ ને બોલ્યો, "મિ. નિખિલ, પોલીસ ક્યારેય કોઈ વાત સાબિતી કે પુરાવાઓ વગર નથી કરતી. અને રહી વાત તમારા ગુન્હા ની તો હું તમારા વાઇફ નિરાલી, તમારા સસરા કેતન અને તમારા પિતાજી રમેશ ની હત્યા ની વાત કરું છું, જે તમે ઠંડે કલેજે કરેલી છે. અને અમારી પાસે પુરાવાઓ પણ છે, તમે અમન વર્મા ને કરેલ ફોન, તથા નિરાલી ના કાતિલ અસલમ, કેતન ના હત્યારા સુંદર અને તમારા પિતા રમેશજી ના હત્યારા વિકાસ ના ફોન ડીટેઈલ માં થી પણ તમે ખૂન ની સોપારી આપ્યા ની વાત પુરવાર થાય છે."

ઇન્સ્પેકટર અમિતાભ ની આ વાત સાંભળી ગુસ્સા અને આશ્ચર્ય મિશ્રિત લાગણી થી નિખિલ બોલ્યો, "આ તમે શું બક્વાસ કરી રહ્યા છો ઓફિસર, હું મારા ભગવાન સમાન પિતા અને એક મિત્ર સમાન સસરા ની હત્યા કરાવું? તમે ભાન માં તો છો? અને હું કોઈ અમન વર્મા, અસલમ કે બીજા તમે જે નામ બોલ્યા તેને નથી ઓળખતો." "ખોટું બોલવા નો કોઈ જ અર્થ નથી નિખિલ, કોલ ડીટેઈલ ક્યારેય જુઠ્ઠું ના બોલે." નિખિલ એ કહ્યું, "પણ સર, હું શા માટે ખોટું બોલું, અને તમે જ મને કહો કે હું શા માટે મારા પિતા, સસરા અને પત્ની ની હત્યા કરું; કોઈ કારણ, કોઈ ફાયદો, કોઈ વિવાદ તો હોવો જોઈએ ને." નિખિલ ની સ્પષ્ટ અને નિખાલસ વાત સાંભળી ને અમિતાભ ને પણ વિચાર આવ્યો કે વાત તો સાચી છે, નિખિલ ને શું ફાયદો આ બધા ખૂન કરાવી ને." અમિતાભે કહ્યું, "બે ઘડી માની લઈએ કે ખૂન તમે નથી કરાવ્યા તો પણ તમારો ફોન નંબર એક નહિ ચાર ચાર લોકો ના ફોન માં થી મળે એ વાત ને કઈ રીતે જસ્ટીફાઈ કરી શકાય?" અભિમન્યુ એ પોતાનો અભિપ્રાય જણાવતા કહ્યું કે સર, એવું ના બની શકે કે નિખિલ ના ફોન માં થી કોઈ અન્ય વ્યક્તિ એ ફોન કર્યા હોય? અમિતાભ બોલ્યો, "પણ અભિમન્યુ, નિખિલ નાં પર્સનલ ફોન માં થી એક વાર નહિ ચાર ચાર વાર ચાર અલગ અલગ લોકો ને અલગ અલગ દિવસો માં ફોન કરવા માં આવે અને નિખિલ ને કઈ ખબર જ નથી એવું કેમ બને? હું નથી માનતો. મિ. નિખિલ તમારે અમારી સાથે પોલીસ સ્ટેશન આવવું પડશે. બાકી ની વાતો ત્યાં જ થશે."
___________

પોલીસ સ્ટેશન માં પણ અમિતાભે પોતાના આગવા તરીકા થી નિખિલ ની પૂછપરછ કરી જોઈ પણ નિખિલ એક જ વાત પર જામેલો હતો કે તેને નથી ખબર કે તેનો નંબર કઈ રીતે બીજા કોઈ ના કોલ ડીટેઈલ માં કઈ રીતે બતાવે છે, જ્યારે અમિતાભે નિખિલ ને પૂછ્યું કે શું તેણે પોતાનો ફોન કોઈ બીજા ને ક્યારેય ઉપયોગ કરવા આપેલો તો તેના જવાબ માં પણ નિખિલ પોતે કઈ ના જાણતો હોવાનું જણાવ્યું.

નિખિલ ની વાત સાચી છે કે ખોટી તે જાણવા અમિતાભે અમન ની ફરી પૂછપરછ કરી. અમન એ કહ્યું કે તેને માત્ર નિખિલ એ નિરાલી નો પતિ થાય એટલી જ ખબર છે પરંતુ તે ક્યારેય નિખિલ ને મળ્યો નથી કે નથી તેની સાથે ક્યારેય વાત કરી. અમિતાભે ગુસ્સે થઈ ને પૂછ્યું, "તો તેનો ફોન નંબર તારા કોલ ડીટેઈલ માં કઈ રીતે બતાવે છે?" અચાનક અમિતાભ ને કઈ યાદ આવ્યું હોય તેમ અમન ને પૂછ્યું, "એક સવાલ નો સાચો સાચો જવાબ આપજે, શું તું મર્ડર ની સોપારી લેવા નું કામ પણ કરે છે?" અમિતાભ નો આ સવાલ સાંભળી અમન કરગરતો બોલ્યો, "સર, તમે કહો એના સોગંદ ખાઈને ને કહું છું કે હું કોઈના ખૂન માં શામેલ નથી. હા ગુન્હેગારો ની સાથે જ પનારો પડતો હોવાથી દરેક પ્રકાર ના લોકો સાથે સંપર્ક થતો હોય છે. હા ઘણી વખત સોપારી માટે કોઈ પૂછપરછ કરતું તો હું તેનો સંપર્ક સોપારી કિલર સાથે કરાવી આપતો. પણ ભરોસો કરો સાહેબ, મે ક્યારેય કોઈ ની સોપારી નથી લીધી." "શું બે મહિના માં તને કોઈ ના ખૂન ની સોપારી માટે નો કોઈ કોલ આવેલો?" અમિતાભે પૂછ્યું. થોડી વાર વિચારી ને અમન બોલ્યો, "હા સર, દોઢેક મહિના પહેલા એક ફોન આવ્યો હતો, તેને એક હત્યા ની સોપારી આપવી હતી, અને મે તેને હનીફ નું નામ આપ્યું હતું." અમિતાભે કોલ ડીટેઈલ માં જોયું તો નિખિલ ના કોલ નો સમય અને અમન ની વાત નો મેળ બેસતો હતો પરંતુ, આ હનીફ આ કેસ સાથે બંધ બેસતો ના હતો.
___________

અમિતાભે એક ટીમ ને હનીફ ને પકડવા માટે મોકલી આપી, અને પોતે અભિમન્યુ સાથે બેઠો હતો, "શું લાગે છે અભિમન્યુ? હવે આપને શું કરવું જોઈએ. કોકડું હવે ઉકેલાવા માં જ છે." અભિમન્યુ એ કહ્યું, "સર, મે નિખિલ ના કોલ જ્યારે જ્યારે અમન, અસલમ, સુંદર કે વિકાસ ને કરવામાં આવ્યા છે તેનો સમય નોંધ્યો તો લગભગ લગભગ સવાર નાં સાડા દસ થી પોણા અગીયાર વાગ્યા નો બતાવે છે, અને મે એ બાબતે નિખિલ ને પૂછ્યું તો તેણે કહ્યું કે આ સમયે તો એ તેની ઓફિસે જ હોય છે, કારણકે ત્યારે માર્કેટ ચાલુ હોય છે. તો આપણે એક કામ કરીએ તો, નિખિલ ની ઓફીસ ના જે તે સમય ના સીસીટીવી ફૂટેજ તપાસીએ તો જરૂર આપણને કઈક ક્લું મળી શકે." અભિમન્યુ ની વાત સાંભળી અમિતાભ ની આંખો માં ચમક આવી, "અદ્ભુત અભિમન્યુ, ચાલ તો રાહ શેની જોઈએ છીએ."
___________

થોડી જ વાર માં અમિતાભ અને અભિમન્યુ નિખિલ નીં ચેમ્બર મા હાજર હતા અને સીસીટીવી ફૂટેજ ચેક કરી રહ્યા હતા. જેમ જેમ ફૂટેજ ચેક કરતા ગયા તેમ તેમ આખું ચિત્ર તેમની સામે આવતું ગયું. અને સાથે સાથે મુખ્ય ખૂની પણ, આમ અમિતાભે અને અભિમન્યુ એ આખરે આ કેસ ને સોલ્વ કરી જ નાખ્યો. તરત જ હાર્ડ ડિસ્ક ને પુરાવા તરીકે સાથે લઈ પોલીસ સ્ટેશન એ ગયા, અને ખૂની ના નામ નું એરેસ્ટ વોરંટ લઈ ને તેની ધરપકડ કરી લેવામાં આવી.
___________

આખરે આ ખૂની કોણ હશે?
કઈ રીતે અને શા માટે તેણે આ બધા ખૂન કર્યા હશે?
તમામ જવાબો "ખૂની કોણ?" ના આવતા આખરી અંક માં જરૂર થી વાંચો.

મિત્રો, આ મારી પહેલી જ નવલકથા છે, તો આપના અભિપ્રાયો અને મંતવ્યો મારા માટે ખૂબ જ અગત્યના છે, મારી ખામીઓ પણ આપ કહિં શકો છો કારણકે, એક વાચક ની ટીકા પણ એક લેખક માટે વખાણ જ કહેવાય. તમારા અભિપ્રાયો જણાવવા માટે મને મારા મેઈલ આઈડી hardik.joshiji2007@gmail.com પર અભિપ્રાયો મોકલી આપો અથવા મારા વોટ્સએપ નંબર ૯૨૨૮૨૭૬૩૫૪ પર પણ મેસેજ કરી શકો છો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED