Love Blood - 14 books and stories free download online pdf in Gujarati

લવ બ્લડ - પ્રકરણ-14

લવ બ્લડ
પ્રકરણ-14
દેબાન્શુની કોલેજ આજથી ખુલી રહેલી અને દેબુએ માતાપિતાનાં બંન્નેનાં આશીર્વાદ લીધાં. એનાં રૂમમાં આવ્યો અને એણે એની બેગમાં મૂકેલો દુપટ્ટો જોયો એ પાછો સ્મરણમાં ખોવાયો આજે મને નુપુર મળશે કેટલાય દિવસો પછી જોઇશ. પાછો વાસ્તવમાં આવ્યો માં બાબાને મંદિરમાં દર્શન કરીને ડાઇનીંગ ટેબલ બેઠો માં એ દૂધ નાસ્તો આવ્યો એટલે ફટાફટ પતાવી દીધાં કોલેજ જવાની ઉતાવળ હતી.
માં એ ટોકયો પણ ખરો દૂધ નાસ્તો શાંતિથી કર દિકરા કેમ ઉતાવળ કરે ? પછી ભૂખ લાગશે કેમ ઉતાવળ કરે ? સુરજીતરોયે હસતાં હસતાં કહ્યું "એનો કોલેજનો પહેલો દિવસ છે એની સાથેનાં ઘણાં મિત્રો આ કોલેજનાં હશે બધાને મળવાની તાલાવેલી હશેને.. પછી એમણે દેબુનું વોલેટ માંગી એમાં પાંચસોની પાંચ નોટો મૂકી દીધી અને પછી વોલેટ પાછું આપી કહ્યું રાખ તને જરૂર પડશે.
દેબુએ થેંક્સ કહી ઉભો થયો અને ફરી માં પાપાનાં આશિષ લઇને થેલો ઉંચકી રીતસર દોડી બાઇક પર બેઠો એક કીકે ચાલુ કરી બાય માં પાપા કહીને નીકળી ગયો.
દેબુ થોડો આગળ જઇને ઉભો રહ્યો અને એણે ખભે ચઢાવેલી બેગ કાઢીને એમાંથી દુપટ્ટો કાઢીને ગળે લગાવ્યો અને પછી બેગ ખભે લઇ ફરી બાઇક સ્ટાર્ કરી.
ગળે લગાવેલ દુપટ્ટાથી દેબુને લાગ્યુ કે નુપુર જ વળગીને બેઠી છે એનાં મનોકલ્પીત આનંદમાં જઇ રહેલો અને ભક્તિનગરથી બહાર ટર્ન લીધો અને રીપ્તાએ હાથ કર્યો. દેબાન્શુનો મૂડ આઉટ થયો છતાં એ ઉભો રહ્યો અને જેવી બાઇક ઉભી રહી અને રીપ્તા પાછળ બેસી ગઇ અને બોલી "ક્યારની રાહ જોતી હતી કે હમણાં દેબુ આવશે અને મેં તને ટર્ન મારી આવતાં જોયો.. સો વરસનો થવાનો આજે આપણો કોલેજનો પહેલો દિવસ છે મને થયું આજે દેબુ સાથે જ જઇશ.
દેબુ આમતો હું સીધી તારાં ઘરેજ આવવાની હતી કે તારી બાઇકની લીફ્ટ લઇશ પણ મારે થોડાં ફોન કરવાનાં હતાં એટલે ચાલતાં ચાલતાં આટલે પહોચી ગઇ મારાં ફોન પણ પતી ગયાં.
દેબુ બહું સાંભળી રહ્યો કંઇ બોલ્યો નહીં બાઇક ચલાવતો રહ્યો. દેબુનાં ગળામાં નુપુરનો દુપટ્ટો લગાવેલો હતો બાઇકની સામે પવનનો મારો એવો હતો કે દુપટ્ટો ફરફરતો રીપ્તાનાં ગાલે ઝાપટ મારતો હતો. રીપ્તાનું ધ્યાન ગયું એણે કહ્યું દેબુ આતો પેલી છોકરી કોણ... અરે હાં નુપુરનો છે ને ? તેં એને પાછો આપ્યો નથી ? અને ગળામાં લગાવ્યો છે ?
દેબુએ એક હાથે સ્પર્શ કરતાં કહ્યું "હાં એનો જ છે અને પાછો કેવી રીતે આપું ? પછી મળી જ નથી એટલે જ બહાર રાખ્યો કે પાછો આપવો ભૂલૂં નહીં પણ સાચું કહું ? કંઇ નહીં...એમ કહી પાછો ચૂપ થઇ ગયો.
દેબુને એવું કહેવું હતું કે પાછો આપવાનું મન જ નથી... મારાં ગળામાં એનો હાથ હોય એવો એહસાસ કરુ છું પણ મૌન રહ્યો.
દેબુ સીટી-કોલેજરોડ તરફ બાઇક ચલાવી રહેલો ત્યાં થોડે આગળ એને બાઇક પર પુત્યાન્સુ મળ્યો એણે હાથ કર્યો... દેબુએ કહ્યું હાય પુત્યાન્સુ ચલ કોલેજ મળીએ એમ કહીને આગળ વધી ગયો.
રીપ્તા પાછળ બેઠી હતી અને એને દેબુનું મન ખબર હતી કે એણે રીપ્તાની દોસ્તી સ્વીકારી છે પ્રેમ નહીં અને રીપ્તા પણ ડાયલોગ્સ બોલતી હતી કે આઇ લવ યુ પણ એનો એહસાસ દેબુને ક્યારેય નહોતો થતો. એ બોલવા ચાલવા વર્તનમાં બોલ્ડ હતી પણ પ્રેમ માટે ક્યારેય ગંભીર નથી લાગી. દેબુ એને જરૂર પસંદ હતો પણ... રીપ્તા થોડો સમય વિચારમાં પડી ગઇ અને અચાનક જ એણે દેબુને પાછળથી વળગી ગઇ.
દેબુએ બાઇક ધીમી કહીને કહ્યું રીપ્તા કેમ શું થયું ? રીપ્તાએ કહ્યું "યાર તમે વ્હાલથી વળગી જવાની ઇચ્છા થઇ ગઇ.. આઇ લવ યુ દેબુએ હસતાં હસતાં કહ્યું "આવું તે કેટલા જણને કહ્યું છે ?

દેબુનાં કહેવાથી રીપ્તાં છેડાઇ ગઇ એણે પોતાનાં હાથ પાછાં ખેંચીને કહ્યું એય દેબુ વોટ ડુ યુ મીન ? તું શું સમજે મને ? હું તારાં સિવાય કોઇને નથી કહેવાની ભલે દોસ્તી મારે બધાં સાથે છે અને એ હું સમજીને કહુ છું પણ દોસ્તી અને પ્રેમની રેખા વચ્ચેનું અંતર મને ખબર છે અને હું એ અંતર જાળવું છું મારી દોસ્તીમાં કોઇ કંઇ પણ અજૂગતું કરે કે સીમાં ઓળંગે ત્યારે સ્વાદ ચખાડું છું મને ગમે તેવી રીતે ના જોતો...
દેબુએ કહ્યું "રીપ્તા સોરી તને હર્ટ કરવાનો ઇરાદો નહોતો પણ તને છાપેલા કાટલાં જેવાં અને બધી રીતે પૂરાં છોકરાઓ સાથે પણ ફરતાં રખડતાં એમની બાઇક પર જોઇ છે.. કોઇ તારાં માટે શું વિચારે ? તારી છાપ કેવી પડે ? કેવો અભિપ્રાય બાંધે ?
રીપ્તાએ થોડી નારાજગી સાથે બોલી "તમે લોકો કોઇ પણ રીતે વિચારો ? દોસ્તી હોય છે એમાં બીજી કોઇ ભેળસેળ નહીં. હું મારાં વિચારો અને વર્તનમાં કલીયર છું. મારાં માટે દોસ્તીમાં સામેવાળો કેવો છે એની પૂરી જાણ છે અને હોય છે છતાં હું રાખું છું એની પાછળ ચોક્કસ કારણ છે.. મને બધાંનાં વિચારો પ્રવૃત્તિ જાણવામાં રસ હોય છે. મર્યાદામાં હોય ત્યાં સુધી ઓકે છે બાકી હું પણ બંગાળી વાઘણ છું કાચી ખાઇ જઊ અને પેલાને નપુંસક બનાવી દઊ એવો ધોઇ નાંખુ મને હજી તું પૂરો ઓળખતો નથી.
દેબુએ કહ્યું "સાચી વાત હું તને સાચેજ નથી ઓળખતો. મારાં માટે તું એક બેસ્ટ ફ્રેન્ડ છે અને રહીશ પણ પ્રેમનો એહસાસ નથી સ્પષ્ટ કરું.
રીપ્તાએ થોડાં ખમચાતાં કહ્યું "ઓહ ઓકે કંઇ નહીં બેસ્ટ ફ્રેન્ડ છે ને ? બહુ થઇ ગયું પણ તારી પાસે દોસ્તી અને પ્રેમ વચ્ચે કોઈ સીમા રેખા નથી પણ ફ્રેન્ડ બની રહીશ.. તારાં એહસાસે જ સીમા બદલાશે. બટ આઇ મસ્ટ સે... આઇ લવ યુ દેબુ.. અને ત્યાંજ કોલેજ આવી ગઇ...
દેબુએ કોલેજ ગેટમાં પ્રવેશતાં જ કહ્યું "યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ અને બાજુમાંથી જ સાયકલ પર નુપુર ક્રોસ થઇ ને એ પણ કોલેજમાં પ્રવેશી નુપુર દેબુની નજર એક થઇ ગઇ...
બંન્નેની આંખો મળી.. ભાવ બદલાયા અને આંખોથી આંખોની કોઇક વાત થઇ અને તરત નુપુરની નજર પાછળ બેઠેલી રીપ્તા પર પડી અને એણે આંખ ફેરવી લીધી.
નુપુરે અચાનક ફરી દેબુ તરફ જોયું એનું ધ્યાન પડ્યું કે દેબુનાં ગળામાં એનો દુપટ્ટો છે એની આંખો ફરીથી હસી ઉઠી અને એ સાયકલ સ્ટેન્ડ તરફ જતી રહી. રીપ્તાની પણ નજર નુપુર તરફ ગયેલી એણે નુપુરની આંખોનાં ભાવ જાણવા પ્રયત્ન કર્યા પણ સફળ ના થઇ અને નુપુર આગળ નીકળી ગઇ.. રીપ્તાએ દેબુને કહ્યું "દેબુ તારી આ દુપટ્ટા વાળી આવી ગઇ.. યાર કહેવું પડે તમારું ચાંદ ચકોરની જેમ તમે આંખોથી વાતો કરી લો છો મને તો ટપ્પી જ નથી પડતી પછી લાગણી અને પોતાનાં ભાવ છૂપાવીને બોલી" બહુજ બ્યુટીફુલ છે વધુ મીઠી લાગે છે પણ થોડી કન્ઝરવેટીવ લાગે છે. ઠીક છે હું કેમ પંચાત કરું છું ?
દેબુએ બાઇક પાર્ક કરીને રીપ્તા ઉતરી અને દેબું બોલ્યો હજી ફ્રેન્ડશીપ પણ ચાલુ નથી થઇ બરાબર અને તું 14મી સદીનાં પ્રેમની વાત કરે છે બટ આઇ મસ્ટ સે તું પણ ખૂબ સુંદર છે.
રીપ્તા થોડીક શરમાઇ.. એને દેબુનું બોલવું ગમ્યું... પણ પાછી સ્વસ્થ થઇ ગઇ દેબુ આગળ શું બોલે છે સાંભળવા.... દેબુએ કહ્યું "પણ મારી તારી રેન્જ મેચ નથી થતી તારાં વિચારો કંઇક જુદા છે અને મારાં જુદા...
રીપ્તાએ જવાબ આપ્યા વિના કહ્યું "દેબુ જો સામેથી કોણ આવે છે ? અને દેબુએ એજ તરફ એનું અને આશ્ચર્યથી જોઇ રહ્યો.
વધુ આવતા અંકે--- પ્રકરણ-15

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED