દરેક ક્ષેત્રમાં સફળતા - 8 Amit R Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

દરેક ક્ષેત્રમાં સફળતા - 8

જરા તમે તમારી આસપાસ કે કોલેજના એવા વ્યક્તી વિશે વિચાર કરો જોઇએ કે જેને તમે હંમેશા મદદરુપ થવા તૈયાર રહેતા હોવ કે હંમેશા તેઓનોજ પક્ષ લેવાનુ પસંદ કરતા હોવ. તમે આવુ શા માટે કરો છો ? તો આ પ્રશ્નના જવાબમા તમે જે કંઈ પણ જવાબ આપશો તે છે પેલા વ્યક્તીની તમારા મનમા રહેલી ઇમેજ. આ ઇમેજ જેટલી પ્રબળ હોય છે તેટલીજ તત્પરતાથી તમે મદદ આપવા તૈયાર થતા હોવ છો.

આમ જે વ્યક્તીએ જાહેર જીવનમા કે સબંધોમા સફળ થવુ છે, વ્યાપાર વાણિજ્યમા સફળ થવુ છે, જેમને વારંવાર બીજા લોકોની મદદની જરુર પડે છે તેઓએ પોતાની ઇમેજ પ્રત્યે ખુબજ સતર્ક રહેવુ જોઇએ કારણકે ઘણી વખત આપણા વિશેની એક નાની એવી અફવા કે ખોટી વાત પણ મોમા આવેલો કોળીયો છીનવી જતો હોય છે. એક વખત આપણી છાપ ખોટા, સ્વાર્થી, અભીમાની કે વિરોધી તરીકે પડી જાય તો પછી આપણે અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે કારણકે આ રીતે લોકો આપણો જડપથી વિશ્વાસ કરી સહકાર આપતા હોતા નથી. આમ નિર્વિધ્નપણે સહકાર મેળવી સફળ થવા માટે દરેક વ્યક્તીએ સમાજમા પોતાની છાપ કેવી છે, લોકો મારા વિશે શું વિચારે છે તે સતત જાણતા રહેવુ જોઇએ અને તેમા સુધારા વધારા કરતા રહેવુ જોઇએ. જે વ્યક્તી આ કામ નથી કરતા હોતા કે જેઓ પોતાની ઇમેજ પ્રત્યે ગંભીર નથી હોતા તેઓએ મોટા પાયે બદનામી, અસહકાર, એકલતા કે નિષ્ફળતાનો સામનો કરવો પડતો હોય છે. પણ જે લોકો પોતાની છાપ સતત સુધારતા રહેતા હોય છે, જેઓ પોતાની છાપ પ્રત્યે સજાગ રહેતા હોય છે તેઓ સુખ, શાંતિ, અને સફળતા એમ બધુજ પ્રાપ્ત કરી શકતા હોય છે.

આ વાત હજુ વધારે ઉંડાણથી સમજવા માટે તમે જરા એવા કોઇ વ્યક્તી વિશે વિચાર કરો જોઇએ કે જેમની ઇમેજ તમારા મનમા એક ખોટા કે સ્વાર્થી વ્યક્તી તરીકે પડી ગઈ હોય. હવે અચાનક તે વ્યક્તી તમારી પાસે આવીને કોઇ વાત કહે કે પૈસા માગે તો શું તમે તરતજ તેમનો વિશ્વાસ કરી શકશો? શું તમે તેમને તાત્કાલીક સહકાર આપી શક્શો? નહી આપી શકો ખરુને !

હવે જરા એવા વ્યક્તી વિશે વિચાર કરો જોઇએ કે જેઓ હંમેશા દરેકનુ કે તમારુ ભલુ ઇચ્છતા હોય, જેઓની છાપ તમારા મનમા સત્ય, પ્રામાણિક અને નિષ્ઠાવાન તરીકેની હોય. આવા લોકો જો તમારી પાસે મદદ માગવા કે કોઇ વાત રજુ કરવા આવે તો શું તમે તેમના પર શંકા કરી તેમને ધુત્કારી, તેમનુ અપમાન કરી શકશો ? શું તમે તેમની અવગણના કરી શકશો? શું તમે તેમને મદદ આપવાની ના પાડી શકશો ? બસ આજ વાત દર્શાવે છે કે વ્યક્તીએ પોતાની છાપ હંમેશા સ્વચ્છ અને પવિત્ર રાખવી જોઈએ, કંઈ પણ લખતા, બોલતા કે કરતા પહેલા તેનાથી આપણી કેવી છાપ પડશે, સમાજમા કેવો સંદેશો જશે તેનો ખાસ વિચાર કરવો જોઇએ. આવો વિચાર કરવાથીજ સમ્માનજનક, પ્રોત્સાહક કે સપોર્ટીવ વાતાવરણની રચના કરી સમગ્ર વિશ્વને પોતાના પક્ષમા લાવી શકતુ હોય છે.

દરેક વ્યક્તીએ કેવી છાપ વિકસાવવી જોઈએ?

દરેક વ્યક્તીએ નીચે મુજબ છાપ વિકસાવવી જોઈએ.
૧) વિશ્વાસુ, પ્રામાણિક, નેક ઈરાદો ધરાવનાર.
૨) મદદગાર, સહાયક, સેવાભાવી.
૩) મિલનસાર, નિખાલસ, હસમુખા, મૃદુભાષી.
૪) ધાર્મીક, પ્રેમાળ, દયાવાન.
૫) સાહસીક, સ્પષ્ટ અને વચનબદ્ધ.
૬) કોઈ પણ વ્યક્તી માટે જોખમી ન હોઈએ અથવાતો કોઈ પણ વ્યક્તી આપણાથી અસુરક્ષા ન અનુભવે.

લોકોના મનમા આપણા વિશે ખોટી છાપ ઘર કરી ગઈ હોય તો તેને કેવી રીતે દુર કરી શકાય?

[૧] તમે સ્વાર્થી છો તેવુ લોકો વિચારતા હોય તો નીચે પ્રમાણે વર્તવાથી તેવી છાપ દુર કરી શકાય.

- લોકોને માત્ર જરૂર પડ્યેજ યાદ કરવાને બદલે આડા દિવસે પણ યાદ કરો.
- કંઈક મેળવવાની આશાથી સબંધો વિકસાવવાને બદલે સહજતા, નિખાલસતાથી સબંધો વિકસાવો.
- કોઇએ કરેલી મદદને ભુલી ન જાઓ, તેનો બદલો ચુકવો.
- બીજાઓનો પહેલા વિચાર કરો.
- દરેકને મદદરૂપ થાઓ, લોકોના કાર્યક્ષેત્ર પ્રમાણે તમે તેઓને ક્યાં મદદરૂપ થઈ શકો તેમ છો તે સમજતા રહો.
- હંમેશા નિ:સ્વાર્થ સેવા કરો.