Darek khetrama safdata - 11 books and stories free download online pdf in Gujarati

દરેક ક્ષેત્રમાં સફળતા - 11

ઘણી વખત ઘરના કોઇ સભ્યથી ભુલ થઈ જાય, શાકમા મીઠુ ઓછુ પડી જાય તો બેજવાબદાર લોકો આખુ ઘર માથે ઉપાડી લેતા હોય છે, લોકોથી આવી ભુલ થાયજ કેમ તેવી બુમા બુમ કરી મુકતા હોય છે પણ પોતે પોતાની જવાબદારીઓ બરોબર નિભાવે છે કે નહી તે જોતા હોતા નથી. આવા લોકોએ કોઇના પર આરોપો નાખતા પહેલા પોતે પોતાની જવાબદારીઓ વ્યવસ્થીત રીતે નિભાવી રહ્યા છે કે નહી તે પહેલા ચકાસવુ જોઇએ અને પછી બીજાઓની ફર્યાદ કરવી જોઇએ. જો વિશ્વનો દરેક વ્યક્તી પોત પોતાની જવાબદારીઓ ઉપાડી લે કે ઇવન સમજી પણ લેય તો પણ અનેક પ્રકારની સમસ્યાઓના સમાધાન થઈ જતા હોય છે, પણ લોકો પોતાની આવી જવાબદારીઓ સમજતા હોતા નથી એટલા માટેજ તેઓ ફેંકાઇ જતા હોય છે. આવા લોકોએ એક વાત યાદ રાખવી જોઈએ કે પલાયનવાદ એ એવા મીઠા જહેર સમાન હોય છે કે જે શરુ શરુમાતો આનંદ આપતો હોય છે પણ પાછળથી ખુબ પસ્તાવુ પડતુ હોય છે. માટે અત્યારથીજ પોતાની જવાબદારીઓ સ્વીકારતા શીખી લેવુ જોઇએ.
જરા વિચારો જોઇએ કે પરીવારના મોભી કે માતા પીતા કમાવાની જવાબદારી કે બાળકોનુ પાલન પોષણ કરવાની જવાબદારીથી ભાગી જાય તો શું થાય ? એક શીક્ષક પોતાના વિદ્યાર્થીઓને નિષ્ઠાથી ભણાવવાની જવાબદારી ન નિભાવે તો શું થાય ? શું તેઓ આ રીતે ક્યારેય સફળ થઈ શકે ?
ઘણી વખત લોકો કહેવાતી શાંતી મેળવવાના ચક્કરમા સંસારનો ત્યાગ કરી પોતાની જવાબદારીઓમાથી છટકી જતા હોય છે. આવા લોકો જવાબદારીઓ ત્યજી આરામ મેળવી લેતા હોય છે પણ ખરુ જોતાતો તેઓ એક માણસ કે પરીવારના મોભી તરીકે તેઓ નિષ્ફળ ગયા હોય છે કારણકે તેઓ તેમના ભાગની જવાબદારી નિભાવી ન શક્યા. માત્ર કહેવાતી શાંતી મેળવવાના ચક્કરમા બીજાઓને કષ્ટ આપી શકાય નહિ. શું પોતાના પરીવારને રડતા મુકી જવાબદારીઓમાથી ભાગી જનાર વ્યક્તી ખુશ રહી શકે ? નજ રહી શકે. આવા લોકો અજાણ્યા લોકો સાથે ભેગા થઈ પ્રેમ અને ભાઇચારાથી રહી અનેક પ્રકારની જવાબદારીઓ નિભાવતા હોય છે પણ પોતાના પરીવારને તેમનો પ્રેમ આપવાની કે તેમને સહાયરૂપ થવાની જવાબદારી તેઓ સમજતા હોતા નથી. આવો વિરોધાભાસ કેટલે અંશે વ્યાજબી કહેવાય? સમાજમા એવા ઘણા ઉદાહરણો હોય છે કે જેમા મા બાપ કાળી મજુરી કરીને, વાસી ખોરાક ખાઇને કે ફાટેલા તુટેલા કપડા પહેરીને પણ પોતાના બાળકોનુ ભરણ પોષણ કરતા હોય છે, તેઓને સારા કપડા પહેરવા આપતા હોય છે, અરે ! સારા કપડાતો શું તેઓતો સારા શીક્ષણની પણ વ્યવસસ્થા કરી આપતા હોય છે અને આ રીતે પોતાના પરીવારના ચહેરા પર મુસ્કાન લાવી બતાવતા હોય છે. તો શું બાળકોના ચહેરા પરની આવી મુસ્કાન તમને શાંતી ન બક્ષી શકે ? જો તમને આ બન્ને પ્રકારની વ્યક્તીમાથી કોઇ એકને સમ્માન આપવાનુ કહેવામા આવે તો તમે કોને સમ્માન આપવાનુ પસંદ કરશો? પોતાના પરીવારને રડતા મુકી આરામની જીંદગી જીવવા નિકળી પડ્યા છે તેવા લોકોને કે પછી તમામ પ્રકારની તકલીફો સહન કરીને પણ હસતા મોઢે, વગર ફર્યાદે પોતાની જવાબદારીઓ નિભાવી બતાવે છે તેઓને ? તમે આટલો વિચાર કરશો તો તરતજ સમજાઇ જશે કે પોતાની જવાબદારીઓ નિભાવવાથીજ આખરે સફળતા, પ્રસંશા, શાંતી અને સમ્માન મેળવી શકાતા હોય છે.
સફળતા મેળવવા માટે પ્રયત્ન કરવા જરુરી છે, તો આવા પ્રયત્નો કરતી વખતે ભુલો થવી એ સ્વાભાવિક છે પરંતુ તેને સુધારી લેવી વધુ અનિવાર્ય બને છે કારણ કે જયાં સુધી આવી ભુલો સુધરતી હોતી નથી ત્યાં સુધી કાર્ય અધુરુ રહી જવાને કારણે સફળતા દુર રહી જતી હોય છે. તો આવી ભુલો ત્યારેજ સુધારી શકાતી હોય છે કે જ્યારે તેમાથી છટકી જવાને બદલે તેનો ગંભીરતા કે નિખાલસતાથી સ્વીકાર કરી લેવામા આવે. જ્યારે વ્યક્તી પોતાની ભુલોને સ્વીકારી લેતા હોય છે ત્યારે તે તેમા સુધારા–વધારા કરીને આગળ વધતા હોય છે પરંતુ જ્યારે વ્યક્તી પોતાની આવી ભુલોનો અસ્વીકાર કરતા હોય છે ત્યારે તે ભુલોને સુધારીને આગળ વધવાની તક ગુમાવી બેસતા હોય છે કારણ કે પરીણામની ચીંતા કરીને પોતાની ભુલોનો અસ્વીકાર કરનાર વ્યક્તી ક્યારેય આવી ભુલોને સુધારવાનો પ્રયત્ન નહી કરે જેથી તેની ભુલો ઉકેલાયા વગર રહી જતી હોય છે અને ધીરે ધીરે તે મોટુ સ્વરૂપ ધારણ કરી લેતુ હોય છે અથવાતો આવી ભુલો ભેગી થવા લાગતી હોય છે જે અંતે વ્યક્તીનીજ નિષ્ફળતાનુ કારણ બનતી હોય છે. આમ જે વ્યક્તી પોતાના એક્શન પ્રત્યે કાર્ય પ્રત્યે જવાબદાર બને છે, જવાબદારીથી તેને પુર્ણ કરવાનો પ્રયત્ન કરે છે તે વ્યક્તીજ પોતાની ક્ષતીઓને સુધારી પર્ફેક્ટ બનવાની દિશામા આગળ વધી સફળતા મેળવી શકતા હોય છે.
એક જવાબદાર વ્યક્તી તમામ બાબતોનુ ધ્યાન રાખીને ઓછામા ઓછી નુક્શાની થાય એ રીતે કામ કરતો હોય છે એટલા માટેજ તે હંમેશા સમાજનુ ધ્યાન રાખશે, લોકોનુ, સાધન-સંપતી, પર્યાવરણ કે રાષ્ટ્રના હિતને ધ્યાનમા રાખીને કામ કરશે જ્યારે બેજવાબદાર વ્યક્તી મનફાવે તેમ વર્તન કરશે, વ્યસનો કરશે, અશ્લીલતા ફેલાવશે, ચોરી-લુંટફાટ કે દગા ખોરી કરશે, સાધન સંપતી, સમય અને પર્યાવરણનો વેળફાટ કરશે અને પોતાનુ ધાર્યુ પરીણામ મેળવવા અનૈતીક કે ગુનાહીત પ્રવૃતીઓ પણ કરી બેસશે. સાથે સાથે આવી ભુલોથી તેમને કશો ફર્ક પણ નહી પડે. પછી આવા બેજવાબદાર વ્યક્તીઓનો સમાજ અસ્વીકાર કરતો હોય છે જયારે પોતાના દરેક કાર્ય, ફરજ કે એક્શનની જવાબદારી ઉઠાવી કામ કરનાર વ્યક્તી પર સમાજ ભરોસો મુકીને તેનોજ સાથ આપવા પ્રેરાતા હોય છે. એક બેજવાબદાર વ્યક્તી મન ફાવે તેવુ વર્તન કરશે કે ભુલો કરશે તો પણ તેનો ક્યારેય સ્વીકાર નહી કરે અને વળી પાછુ દોષનો ટોપલો બીજાઓ પર ઢોળી દેશે, જ્યારે એક જવાબદાર વ્યક્તી પોતાની ભુલોનો સ્વીકાર તો કરેજ છે પરંતુ અન્યોએ કરેલી ભુલોની જવાબદારી પણ એમ માનીને ઉઠાવી લેતો હોય છે કે હું તેને સાચુ મર્ગદર્શન આપી ના શક્યો એટલા માટેજ તેનાથી આવી ભુલ થઇ ગઇ હશે. તો આ રીતે તે વ્યક્તી કંઇક એવુ કરવાનો પ્રયત્ન કરશે કે જેથી કરીને આવી ભુલ ફરી પાછી ના થાય જ્યારે પેલો જવાબદારીમાથી ભગી જનાર વ્યક્તી એમ માનીને આવી ભુલો વારંવાર કર્યે રાખશે કે આપણે ફરી પાછા આજ રીતે છટકી જઇશુ. આમ બેજવાબદાર વ્યક્તીનુ ધ્યાન છટક બારીઓ ગોતવામા અને નકામી પ્રવૃતીઓ કરવામા વધારે રહેતુ હોય છે જ્યારે જવાબદાર વ્યક્તીનુ ધ્યાન માત્રને માત્ર તેના કામ અને સમસ્યાઓના સમાધાન પરજ રહેતુ હોવાથી તેઓ નામ, સફળતા અને સમૃધ્ધી એમ બધુજ પ્રાપ્ત કરી જતા હોય છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED