ઘરમાં આવતી ઓચિંતી મુસીબતોને રોકવાનાં ઉપાયો
( જીવન ઉપયોગી પ્રેરણાત્મક વાત )
જાણે અજાણે કે પછી વહેલાં કે મોડા,
આપણાં ઘરમાં આવતી મુસીબતનું મૂળ કારણ આપણે જ હોઈએ છીએ.
કેવી રીતે ?
તો ચાલો આપણે એનાં વિષે થોડું સામાન્ય, પણ અત્યંત જરૂરી જે પરિબળ કામ કરે છે, તેનાં પર એક નજર કરીએ, જેથી કરીને આપણે આગળ એ બાબત પર થોડું ધ્યાન રાખી શકીએ.
જો આપણે ફક્ત આટલું જ ધ્યાન રાખીશું તો.....
તો આપણાં અંગત જીવનમાં, કે પછી આપણાં ઘર પરિવારમાં,
કયારેય અણધાર્યું, ને અસહ્ય દુઃખ, મુસીબત કે કોઈ એવી પરેશાની ઉભી નહીં થાય ,
કે જે પરેશાની,
આપણને ઓચિંતી લમણે હાથ ધરવા મજબુર કરી દે, એમાંથી આપણે મુક્ત થઈ જઈશું.
જોકે આપણે એક જીવ છીએ,
ને જ્યાં જીવ હોય, ત્યાં નાની મોટી તકલીફો પરેશાનીઓ ને થોડી ઘણી અડચણો તો આવવાની જ છે,
પરંતુ
અહીંયા આપણે વાત એવી મુસીબતોની કરવાની છે કે,
જે મુસીબતોને આપણે જાણે અજાણે એને સામેથી આમંત્રણ આપતા હોઈએ છીએ.
તો એ પરેશાનીઓ અને એનાંથી બચવા માટેના જે જે પ્રમુખ અને હાથવગા સરળ ઉપાયો છે,
જે મને મારી નજરે જોવા જાણવા મળ્યા છે,
એ નીચે મુજબ છે.
વાચક મિત્રો, જો પસંદ આવે તો કમેન્ટ કરશો, ને અન્યોને સેર પણ અવશ્ય કરશો.
( ૧ ) એક મજબૂત, અને એકબીજા પ્રત્યે લાગણીઓથી ભરપૂર પરિવાર ત્યારેજ બને,
કે જ્યારે,
જે તે પરિવારમાં રોજે રોજ,
એ પરિવારનાં તમામ સભ્યોની વચ્ચે જરૂરી, કે પછી હળવો સંવાદ થતો રહે.
( ૨ ) ને એ સંવાદ માટે અત્યંત જરૂરી હોય છે,
દિવસનાં ચોવીસ કલાકમાંથી ઓછામાં ઓછો, અડધો કે પછી એકાદ કલાક.
ને આમાં એવું પણ નથી કે,
( ૩ ) નંબર ત્રણમાં મારો કહેવાનો મતલબ જરાય એવો નથી કે,
ઘરનાં કોઈપણ સભ્યએ કામ સિવાય ઘરની બહાર જ ના જવું જોઈએ,
પરંતુ...
બહાર જવાનો એ સમય,
એવી રીતે ગોઠવવો જોઈએ કે,
જ્યારે ઘરનાં બાકીનાં બધાં સભ્યો ઘરે હાજર હોય,
એ સમયે આપણે પણ આપણાં ઘરનાં તમામ સભ્યોની વચ્ચે હાજર રહી શકીએ.
ને એમ નેમ પણ જ્યારે આપણે બહાર જતાં હોઈએ ત્યારે પણ,
એક વાતનું પૂરતું ઘ્યાન રાખીએ કે,
( ૪ ) આપણે જ્યાં ફરવા, મજા લેવાં, કે પછી એમજ કોઈ ફ્રેન્ડ સાથે ગપાટા મારવા જઈ રહ્યા હોઈએ,
ત્યારે...
એ વખતે આપણને મળતી મજાનો ખર્ચ ભલે આપણને આજે પોષાય એમ છે, પરંતુ
જો આપણે આજે લીધેલી એ મજા,
નથી ને જો પૈસાનાં અભાવે એજ મજા
જો આપણે આવતીકાલે ના લઈ શકીએ,
તો એવે સમયે આપણું મન બિલકુલ કચવાય નહીં,
એની પૂરેપૂરી ક્ષમતા કેળવવી,
એ આપણી પહેલી જવાબદારી હોવી જોઈએ.
( ૫ )ટુંકમાં,
આપણે શોખ એવાં જ પાળવા, કે જે શોખ આપણાં ખિસ્સાને, અને આપણાં ઘરની આર્થિક પરિસ્થિતિને પરવડે.
( ૬ ) ને બહાર હરવા ફરવા કે ગપાટા મારવા માટે જો આપણે કોઈ ગ્રુપ બનાવીએ છીએ,
તો એમાં તો પૂરતાં થી પણ પૂરતું ધ્યાન એ આપીએ કે, એ જે તે વ્યક્તિ,
આપણી, અને આપણાં વિચારોની બરોબરીનો છે, કે નહીં ?
ને વધારેમાં એ વ્યકિત,
આપણી સાથે નિખાલસ ભાવે, ને લાંબા ગાળાના લાગણીસભર સંબંધો નિભાવી શકે એટલો સરળ, ને આપણો હિતેચ્છુ છે કે નહીં ?
ને અંતમાં ખાસ,
( ૭ ) કે આપણાં ઘરની સુખ, શાંતિ, સમૃદ્ધિ, અને સલામતી માટે અત્યંત જરૂરી ને આવશ્યક બાબત એ છે કે,
આપણાં ઘરનાં દરેક સભ્યોમાંથી,
બહારનાં કયા વ્યકિત સાથે, કોને કેવો સંબંધ છે ?
તેમજ....
એ જે તે વ્યકિતનાં સ્વભાવ, ઘર અને રહેણી કરણી વિશે,
ભલે વધારે નહીં, પરંતુ
પ્રાથમિક જાણકારી તો આપણાં પરિવારનાં તમામ સભ્યોને અચૂક હોવી જ જોઈએ, ને રાખવી જ જોઈએ.
ને આ બધી બાબતો માટે પણ,
અતિ આવશ્યક ને જરૂરી છે,
ઘરમાં સહ પરિવાર સાથે રોજે રોજ થતો રહેતો સંવાદ.
ને એનાં માટે જરૂરી છે,
પરિવારનાં સૌની,
દિવસમાં એકજ વાર,
ને એ પણ
ભલે ફક્ત અડધો કલાક
પણ "સમૂહ હાજરી"
મિત્રો ઘરને ધરતીનો છેડો એમનેમ નથી કહ્યો.
તો આપણે પોતે જ, આપણે જાતે જ,
આપણાં ઘરમાં, પરિવારનાં તમામ સભ્યો સાથે હળી મળીને આપણને મળતી,
આટલી સ્વર્ગથી પણ અધિક મજા છોડીને,
આપણે આપણો આટલો કિંમતી સમયનો ભોગ આપીને, સમય બગાડીને,
વ્યર્થના ઘરેથી જ્યાં ને ત્યાં નીકળતાં પહેલાં,
આપણે જ આપણને રોકીશું,
તો એ આપણાં, અને આપણાં પરિવારનાં હિતમાં રહેશે.
વાચક મિત્રો,
મને જેવું લાગ્યું એવું લખ્યું છે,
જો તમને ગમ્યું હોય તો, લાઈક સેર ને કમેન્ટ કરશો,
જેથી કરીને મને આવું જ સમાજ ઉપયોગી વધારે ને વધારે લખવાની પ્રેરણા મળતી રહે.
તમારો ખૂબ ખૂબ આભાર સાથે
શૈલેષ જોષી ના નમસ્કાર
🙏🏻👍🙏🏻👍🙏🏻