Pretatma - 13 books and stories free download online pdf in Gujarati

પ્રેમાત્મા - ભાગ - ૧૩

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે સુબોધ ની હત્યા થઈ ગઈ છે અને બધા ને ખબર પડે છે કે એ હત્યા હેતે કરી છે. હેતે આ બધુ કેમ કર્યુ એ કહેતો હોય છે હવે જોઈએ આગળ. . . . . .
હેત : પણ એ સમયે મે વધારે એટલે કશુ ના કર્યુ કે સુબોધજી મારા ડેડ સાથે વાત કર્યા પછી એમ વિચારી ને બબડતા હતા કે ધરા ને જે જોઈએ છે એ હુ આપી દઉ એટલે મારા બાપ થવાનો કર્ઝ ચુક્તો થાય. પણ જે દિવસે એ મોહિની સાથે વાત કરવા આવવા ના હતા એ દિવસે એમનો વિચાર બદલાઈ ગયો અને એ એમ બબડતા હતા કે એ ધરા માટે બધુ કુર્બાન કરી દેશે એ સમયે હુ કશુ કરી ના શક્યો એટલે સુબોધજી તો નીકળી ગયા પણ મે, એક યોજના બનાવી એ યોજના એવી હતી કે સુબોધજી ફાર્મ હાઉસ પર પહોંચે એ પહેલા રસ્તા મા જ એમનુ અકસ્માત કરાવી દઉ એટલે મારો એક કાંટો, તો નીકળી જાય અને પછી બીજા બધા નો વારો.
અજય : મે ધાર્યુ પણ ન હતુ કે મારો જ દિકરો આવો નીકળશે પણ એમા તારો વાંક નથી બેટા તારી પરવરિશ એક ગુનેગારે કરી છે એટલે અસર તો આવવાની જ હતી.
રનજીતસિંગ : વાહ કુદરત પણ કેવી કરામત કરે છે એક ગુનેગાર ની દિકરી કેટલી સીધી , સરળ અને માનવતાવાદી છે અને એક સારા માણસ નો દિકરો, ગુનેગાર બની ગયો છે જેના મા માનવતા જેવુ કઈ છે જ નહિ. હા પણ પછી આગળ શુ કર્યુ એ તો કહે તુ હેત.
હેત : મારી યોજના ને અમલ મા લાવવા મે ઈન્ડિયા મા મારી એક ખાસ વ્યક્તિને ફોન કર્યો, અને બધી વાત જણાવી અને મારા જણાવ્યા મુજબ એમણે સુબોધજી ફાર્મ હાઉસ પર પહોંચે એ પહેલા જ એમનુ અકસ્માત કરી નાંખ્યુ.
અજય : એનો મતલબ કે મોહિની અને એના માત પિતા ની હત્યા સુબોધ સરે નથી કરી તે કરી છે એમ?
હેત : હા હત્યા તો મે જ કરી કહેવાય પણ હત્યા કરવા વાળા હાથ બીજા હતા, પહેલા તો એ મારા શુભચિંતક હતા પણ હવે મને ખબર પડી કે એ તો મારા ખાસ સબંધી છે.
અજય : ખાસ સબંધી કોણ છે એ બોલ
હેત : રિલેક્સ ડેડ એ પણ અહીં જ છે બોલાવુ એક મિનિટ જરા બહાર આવી ને તમારા દર્શન તો કરાવજો આમને?
એક બુકાનીધારી સ્ત્રી બધાની સામે આવે છે બધા વિચાર મા પડી જાય છે કે કોણ છે આ પણ જેવી જ એ ચહેરા પરથી નકાબ હટાવે છે તો બધા ના હોંશ ઉડી જાય છે અજય ના પગ નીચે થી તો જાણે જમીન ખસી જાય છે. એ સ્ત્રી બીજુ કોઈ નહી પણ અજય ની પત્નિ રીના હોય છે.
અજય : રીના તુ ? તુ પણ આ બધા મા ભાગીદાર છે.
રીના : હા , કેમ કે દિકરો તો મારો જ છે ને સુબોધ ના ગુના જોયા તમે પણ સજા કોને મળી મને અને મારા દિકરા ને. પણ એક વાત ની ખુશી હતી કે મારો દિકરો કરોડો, નો માલિક તો બનશે પણ હુ એ ભુલી ગઈ હતી કે હેત સુબોધ નો નહી મારો દિકરો, છે. અને એ વાત હુ પણ સહન ના કરી શકી. જ્યારે મોહિની ફાર્મ હાઉસ પર મળવા આવી ત્યારે એણે એવી શરત રાખી કે એને મોહિત ને છોડવા માટે અડધી સંપત્તિ જોઈએ છે. અરે અડધી શુ હુ તો જરાક પણ ના આપુ એ બધુ મારા હેત નુ છે કેમ કે અદલા બદલી તો તમે લોકો એ કરી પર ભોગવવાનુ અમારે થયુ. એટલે મે જ હેત ના કહેવાથી ત્રણેય ની હત્યા કરી.
અજય : રીના તને હુ મમતા ની મુરત માનતો હતો પણ મુરત ક્યારે શૈતાન બની ગઈ એ ખબર ના પડી.
આ સાંભળી હેત અને બંન્ને જોર જોર થી હસવા લાગ્યા. અજય, રનજીતસિંગ અને ધરા લાચાર બની જોવા લાગ્યા બધુ.
રીના: હેત બધા ને પણ પતાવી દે એટલે આપણા વિરુધ્ધ કોઈ પુરાવો ના રહે.
અજય : તુ ભલે અમને બધા ને પતાવી દે પણ તને તારા કર્મો ની સજા જરુર મળશે.
રીના : કોણ આપશે અમને સજા અને તમારા સિવાય હવે જાણે પણ કોણ છે કે હત્યારા અમે જ છે તમને બધા ને ય પતાવી દઈશુ એટલે પછી મારો દિકરો આ કરોડો, ની સંપત્તિ નો માલિક બની જશે.
અજય : તમારી બધી જ વાત સાંભળી લીધી એ પર થી મને લાગે છે કે એક હુકમ નો એક્કો જે હજી પણ અમારી પાસે છે એના વિશે તમને હજી ખબર જ નથી.
રીના : કોણ છે અને હ઼શે પણ તો એને ય અમે પતાવી દઈશુ
અજય : તુ એનુ કશુ પણ નય બગાડી શકે રીના.
રીના : એ વાત છે, તો બોલાવ એને બગાડી શકીએ છે કે નય ખબર પડી જશે તમને બધા ને.
અજય : ભલે તારી ઈચ્છા છે તો જરુર બોલાવીશુ ધરા બોલાવ આપણા હુકમ ના એક્કા ને.
ધરા : ક્યાં છે તુ? આટલુ બધુ સાંભળ્યા પછી પણ આ લોકો સામે અવાતુ નથી? તારે પણ બદલો લેવો છે તો આય બહાર ને તારો, બદલો પુરો કર.
હેત અને રીના જોર જોર થી હસવા લાગ્યા , રીના એ કહ્યુ દિકરા આ લોકો કોઈ ચાલ ચાલી રહ્યા છે કોઈ આવવાનુ નથી હવે તુ પતાવી દે આ લોકો ને. હેત જેવો બંદુક ધરા સામે ધરે છે કે અચાનક બારીઓના કાચ તુટવા લાગે છે. જોરદાર પવન ફૂંકાય છે અંધારુ થઈ જાય છે થોડીવાર પછી બધુ શાંત થાય છે તો હેત અને રીના જોવે છે કે એમના બધા માણસો, મરેલા પડ્યા હોય છે ધરા , અજય અને રનજીતસિંગ પણ છુટ્ટા થઈ જાય છે.
હેત : આ બધુ કોણે કર્યુ? કોણ છે સામે આવ અમારી.
અજય : દિકરા કાશ તે આવુ ના કર્યુ હોત તો તારો જીવ બચી જતો પણ હવે તને નય બચાવી શકુ હેત નય બચાવી શકુ.
રીના : તમે શુ બફારા મારો છો , જે હોય એ મારી સામે આવ આમ સંતાઈ ને વાર શુ કરે છે.
રીના ના કહેવાથી જ સામે અચાનક એક પ્રચંડ પ્રકાશ થાય છે બધા ની આંખો અંજાઈ જાય છે, જ્યારે બધુ દેખાતુ થાય છે ત્યારે રીના એકદમ ગભરાઈ જાય છે .
હેત : શુ થયુ મોમ આપ આને જોઈ ને કેમ ગભરાવ છો કોણ છે આ જો તમે આટલા ડરી ગયા છો.
રીના : આ કેવી રીતે બને આ ના બને આ તો મરી ચુકી છે તો અહી કેવી રીતે આવી શકે આ અશક્ય છે.
હેત : શુ અશક્ય છે મોમ મને કંઈ સમજાતુ નથી તમે ખુલી ને મને કહેશો કંઈ?
અજય : એના થી કશુ નય બોલાય દિકરા હુ કહુ છુ તને આ બીજુ કોઈ નય પણ તમે લોકો એ જેની હત્યા કરી એ જ મોહિની છે જે એનો બદલો લેવા આતુર છે.
હેત : મો. . મો. . મો. . મોહિની ના ના આવુ ના બને આ અશક્ય છે મરેલા કોઈ દિવસ પાછા ના આવે.
મોહિની : હા મરેલા પાછા ના આવે પણ એમની રુહ તો આવી શકે છે ને મારા માતા પિતા નો બદલો લેવા હુ તડપી રહી છુ એમણે તમારુ શુ બગાડ્યુ હતુ જે કરવુ હતુ મારી સાથે કરતા પણ મારા મા બાપ ની પણ હત્યા કરી નાંખી તમે નય છોડુ તમને હવે હુ.
રીના : હેત દિકરા ભાગ અહી થી નય તો આપણે નય બચીએ
હેત અને રીના ભાગે છે તો દરવાજા પાસે પહોચતા જ દરવાજો, બંધ થઈ જાય છે. રીના અને હેત આખા બંગલા મા ફરે છે પણ એમને બહાર નીકળવાનો રસ્તો નય મળતો. હેત બંદુક કાઢી બધી જ ગોળીઓ મોહિની પર ચલાવી દે છે પણ એને કશુ થતુ નથી મોહિની જોર થી હસવા લાગે છે.
મોહિની : અક્કલ ના દુશ્મન ગોળી શરીર ને વાગે આત્મા ને નય મારુ શરીર તો ક્યારનુ મારી આત્મા થી દુર થઈ ગયુ હવે મારી આત્મા છે હોય તાકાત તારા મા તો મારી બતાવ.
રીના : મોહિની હુ તારા પગે પડુ છુ મારા દિકરા ને છોડી દે હત્યા તો મે કરી છે તમારી તો સજા આપવી હોય તો મને આપ હેત ને છોડી દે.
મોહિની : સજા તો મળશે જ પણ ખાલી તને નય તમને બંન્ને ને મળશે, કેમ કે પાપ તમે બંન્ને એ કર્યુ છે.
ક્રમશ: . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED