Criminal Dev-17 books and stories free download online pdf in Gujarati

અપરાધી દેવ - 17

ભાગ-૧૭

સુહેલદેવી ભાનુપ્રતાપ ને કહે છે કે મને અંદેશો હતો જ કે આવું કંઈક થશે જ. તે વાત કરી, એ પર થી એવું લાગ્યું કે,આ રોહિત બાપટ અને મોહિત કુલકર્ણી બંને માથાભારે માણસો છે. હવે તારી પાસે કોઈ માણસ છે? જે મુંબઈ હોય, અને કંઈ પતો લગાવી શકે. ભાનુપ્રતાપ ને તરત જ રઘુ યાદ આવે છે, રઘુ મુંબઈ માં હતો, અને ભૂગર્ભ માં હતો. ભાનુપ્રતાપ તરત રઘુ ને ફોન કરે છે. રઘુ જવાબ આપે છે કે હું તમને ૧૨ કલાક માં તપાસ કરી જવાબ આપીશ. ભાનુપ્રતાપ ચિંતાતુર વદને ફોન મૂકે છે. સુહેલદેવી કહે છે કે, તું દેવ અને મિતાલી સાથે ભણે,સાથે નોકરી કરે, સાથે વિદેશ જાય, તેવી વાતો કરે છે, પણ હાલ ની સ્થિતિ જોતા દેવ ને ભણવા માટે પણ મુંબઈ મોકલાય એમ નથી. તેઓ આમ વાત કરતા હોય છે, ત્યાં દેવ છોકરાવ ને સુવડાવી ને સુહેલદેવી ને ભાનુપ્રતાપ જ્યાં બેઠા હોય છે, ત્યાં આવે છે.

સુહેલદેવી દેવ ને જૉઈ ને કહે છે, આવ દીકરા, આપણે ફોન પર તો ઘણી વાત કરીએ છીએ, પણ તે તારા જીવન માં કોઈ ખુબ મહત્વ ની વ્યક્તિ આવી છે, તેની વાત ન કરી, દેવ ભાનુપ્રતાપ સામે જુએ છે. ભાનુપ્રતાપ અર્થપૂર્ણ રીતે હસે છે. દેવ થોડું શરમાય છે. સુહેલદેવી તેને ધબ્બો મારીને કહે છે કે, આખરે તને કોઈ મળ્યું ખરું!, દેવ કહે છે કે એને પણ ખબર ન પડી, કે કેવી રીતે એના હૃદય અને મન માં મિતાલી સમાઈ ગઈ. સુહેલદેવી કહે છે કે જો તું કહે તો આપણે એને આપણા ઘર ની વહુ બનાવશું. દેવ કહે છે કે પહેલા ભણવાનું પૂરું કરી લઈએ. ભાનુપ્રતાપ ને અચાનક યાદ આવે છે, કે મુંબઈ નો પોલિસ કમિશનર ભગવત ઝા બિહાર નો છે. તે સુહેલદેવી ને કહે છે કે તેને થોડું કામ યાદ આવ્યું હોવાથી પોતાના રૂમ માં જાય છે. તે જતા પહેલા દેવ ના કપાળ ને ચૂમે છે. દેવ ભાવવશ બની ભાઈ ને ભેટી પડે છે.તેના મન માં કંઈક અમંગળ ની લાગણી જાગે છે. પણ શું કામ આવી લાગણી જાગી?, તેની તેને ખબર નથી પડતી , પછી ભાનુપ્રતાપ પોતાના રૂમ માં જાય છે.

પછી સુહેલદેવી દેવ ને કહે છે કે તે પૂર્વ ચંપારણ કે પટણા માં કોઈ કોલેજ માં કેમ નથી ભણતો? દેવ કહે છે કે, ભાઈ ના અમુક કામો સાથે તે સંમત નથી. ભાઈ ની બાહુબલી છાપ ને કારણે અહીં પૂર્વ ચંપારણ માં તેના કોઈ મિત્રો ના બન્યા, અને પટણા માં પણ હવે તો તે મંત્રી નો ભાઈ હશે. સુહેલદેવી કહે છે કે બેટા તું માને છે, એટલો ભાનુપ્રતાપ ખરાબ નથી, નાનપણ માં તારા પિતા ગુજરી ગયા પછી ભાનુપ્રતાપ પર કિશોર અવસ્થા માં જ ઘર ની જવાબદારી આવી પડી હતી, તે કારણે તેણે ભણવાનું છોડી દેવું પડ્યું, પછી તેને જીવન માં જે પ્રકાર ના અનુભવો થયા, તે મુજબ તેણે પોતાની જાત ને ઢાળવી પડી. આજે અત્યારે તે જે સ્થાન પર છે, ત્યાં એણે સારા અને નરસા બંને પ્રકાર નું વ્યક્તિત્વ ધારણ કરવું પડે, આ દુનિયા એવી છે, કે તમારે સારા સાથે સારા અને નરસા સાથે નરસા થવું પડે. ઘણીવાર જીવન માં ૨ જ રસ્તા હોય છે, કાં તો સારા બનીને જીવનભર તમે દબાઈ દબાઈ ને જીવો, અથવા વખત પડે થોડા નરસા બનીને પણ માથું ઊંચું રાખી ને જીવો. તારો ભાઈ દિલ નો ખરાબ નથી, આજે પણ ગરીબ અને અસહાય લોકો ને તે મદદ કરે છે, અને આજે પણ તે કોઈ અન્યાય થતો જુએ તો તેનું લોહી ઉકળી ઉઠે છે. પછી સુહેલદેવી દેવ નું કપાળ ચૂમીને તેને કહે છે કે, હવે તું શાંતિ થી સુઈ જા.

********************************************

આ બાજુ રઘુ લગભગ મધરાત્રે ભાનુપ્રતાપ ની સૂચના મુજબ પુના ની હયાત રીજન્સી હોટેલ માં પહોંચે છે. તે હોટેલ ના મેનેજર ને પૂછે છે કે નિતેશ સહિત ૪૦ બિહારી માણસો હોટેલ માં થી ક્યાં ગયા? મેનેજર જવાબ દે છે કે એ રાત ની શિફ્ટ માં આવે છે. સવારે ૮ થી રાત ના ૮ સુધી, એટલે એ જયારે આવ્યો ત્યારે આ ૪૦ માણસો ચેક આઉટ કરી ચુક્યા હતા. રઘુ કહે સ્ટાફ? મેનેજર કહે, રાત અને દિવસ નો સ્ટાફ પણ અલગ- અલગ હોય છે. રઘુ તે મેનેજર પાસેથી દિવસ ના મેનેજર નું ઘર નું એડ્રેસ લે છે, તે ત્યાં પહોંચે છે.,અને ગનપોઇન્ટ પર પૂછે છે કે નિતેશ અને તેની સાથેના બીજા બીહારીઓ ક્યાં છે? દિવસ નો મેનેજર ગભરાઈ ને કહે છે કે, ચંદુ અને તેના માણસો તેમને ઉઠાવી ગયા. ચંદુ નું નામ સાંભળી ને રઘુ ને લાઈટ થાય છે, કે આ તો પવન ગવળી નો માણસ છે. તે તરત તેના પૂના ના મિત્ર રહેમત ને ફોન લગાડે છે. રહેમત રઘુ ને માહિતી આપે છે કે બારામતી નજીક એક ખેતર આગળ ચંદુ અને તેના થોડા માણસો ને તેણે રાત્રે 12 વાગે જોયા હતા.

રઘુ રહેમત ને કહે છે કે અત્યારે જ તેને ત્યાં આગળ જવું છે. રહેમત ને તે પોતાની સાથે આવવા કહે છે. રઘુ અને રહેમત વહેલી સવારે ૪.૩૦ વાગે પુના-બારામતી રોડ પર એ જગ્યા એ પહોંચે છે, જ્યાં રહેમતે, ચંદુ અને એના માણસો ને જોયા હતા. બંને આજુબાજુ જુવે છે તો આજુબાજુ , રસ્તા ની બંને સાઇડે ખેતરો છે. રઘુ અને રહેમત ટોર્ચ લઈને ખેતરો માં ફરી વળે છે . ત્યાં રઘુ ને ૧ ખેતર માં અમુક માણસો પડેલા હોય છે, તે દૂર થી દેખાય છે. તે ત્યાં ટોર્ચ લઇ ને પહોંચે છે, ત્યાં નું દ્રશ્ય જોઈ તેની આંખો આશ્ચર્ય થી પહોળી થઇ જાય છે.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED