Criminal Dev - 6 books and stories free download online pdf in Gujarati

અપરાધી દેવ - 6

ભાગ - 6

ભાનુપ્રતાપ સિંહ ગોસ્વામી, ૩૫ ની આસપાસ ઉમર, ખાદી ના કપડાં, કસરતી શરીર અને એક પ્રભાવશાળી મુખાકૃતિ નો માલિક,એક બાહુબલી મંત્રી ની જે છાપ હોય, બિલકુલ તેવું જ વ્યક્તિત્વ. મરાઠે ભાનુપ્રતાપ ને મળે છે. મરાઠે, દેવ ના કેસ ની સંપૂર્ણ વિગતો ભાનુપ્રતાપ પાસેથી મેળવે છે. તે ભાનુપ્રતાપ ને ખાતરી આપે છે કે પોલીસ આ કેસ માં ફૂટેજ જોયા પછી પોલીસ પોતાની રીતે કાર્યવાહી કરશે.

ભાનુપ્રતાપ અંગત રીતે આ મામલા માં વચ્ચે ન પડે તો સારું, તે દેવ ના ગુનેગારો ને સજા અપાવાની ખાતરી આપે છે.ભાનુપ્રતાપ કારણકે એક મંત્રી છે, તેથી તે માત્ર ફરિયાદ નોંધાવે અને બાકીનું કામ પોલીસ ને કરવા દે. ભાનુપ્રતાપ તે માટે સંમત થાય છે, પણ તાકીદ કરે છે કે, કોઈની શેહશરમ કે દબાણ માં આવ્યા વગર ગુનેગારો ને પકડી તેને સજા આપે.

આ બાજુ જયારે ભાનુપ્રતાપ મરાઠે સાથે વાત કરતો હોય છે, ત્યારે મિતાલી પોતાના ગ્રુપ માં વાત કરે છે કે દેવ તો બિહાર ના મંત્રી નો ભાઈ છે, અને તે પોતે સ્વરોજગાર માં માનતો હોવાથી પોતાનો ખર્ચો કાઢવા તે અહીં નોકરી કરી ભણે છે. તો મનન,નયન અને માયા આશ્ચર્યચકિત થાય છે, અને મનોમન ભય પણ પામે છે. મિતાલી ના ગયા પછી ત્રણે જણ અંદરોઅંદર ચર્ચા કરે છે. નયન કહે છે કે દેવ નો મોબાઈલ અને સીમકાર્ડ ભાંગી ગયા હોવાથી છેલ્લો કોલ માયા એ કરેલો તે હમણાં ખબર નહિ પડે.

દેવ ને ભાન માં આવતા હજી ૭ કે ૮ દિવસ લાગશે, પણ આસપાસ ના જો CCTV ફૂટેજ કોઈ જોશે, તો મનન અને નયન ની હાજરી પકડાઈ શકે. તેથી મનન તેવો ઉકેલ વિચારે છે કે માયા ના પપ્પા જે વિસ્તાર માં કોલેજ છે, તેના ધારાસભ્ય છે, તો તે એ વિસ્તાર ના CCTV ફૂટેજ ડીલીટ કરાવી દે અને આ ૭ દિવસ માં તેઓ કોઈ રસ્તો ગોતે કે જેથી દેવ કાયમ કોમા માં રહે,બીજો રસ્તો એ હતો કે ત્રણે જણ થોડા દિવસ માટે ભૂમિગત થઇ જાય, પણ તેમાં તેઓ ક્યાં સુધી ભાગે? ક્યારેક તો તે બહાર નીકળવાના ને પકડાવાના.

તેથી પોતાની કેરીઅર અને જિંદગી ની સલામતી માટે પ્રથમ વિકલ્પ જ બરાબર છે. તેમ નક્કી કરી તેઓ માયા ના પપ્પા ને મળવા ઉપડે છે,આખી વાત સાંભળ્યા પછી માયા ના પપ્પા માયા ના ખુબ આગ્રહ ને કારણે CCTV ફૂટેજ ડીલીટ કરાવા સંમતિ આપે છે પણ સાથે એક શરત રાખે છે કે ,દેવ જયારે ભાન માં આવે, ત્યારે ત્રણેએ સહ્દયતાપૂર્વક તેની માફી માંગવાની, તે ભાન માં આવે એ પછી આ ત્રણ ની મુલાકાત દેવ સાથે પહેલા થાય, અને ભાનુપ્રતાપ તેને પછી મળે તેવી વ્યવસ્થા તે કરશે. અને દેવ જો માફી આપે તો આ મુદ્દો અહીં જ સમાપ્ત કરી દેવો, અને દેવ માફી ન આપે તો પછી જોયું જશે. માયા ખુશી થી પોતાની સંમતિ આપે છે અને નયન અને મનન ક મને સંમત થાય છે.

પછી તરત જ ધારાસભ્ય જે દિવસે દેવ ઘાયલ થયો હોય તે દિવસ ના સાંજે ૪ થી ૭ ના ફૂટેજ(એ વિસ્તાર ના તમામ કેમેરા ના cctv ફૂટેજ) ડીલીટ કરવા પોતાની સાયબર ટિમ ને આદેશ આપી દે છે.

*********************************************************

આ બાજુ મરાઠે અને ભાનુપ્રતાપ તે વિસ્તાર ની DSP ઓફિસ માં પહોંચે છે. 7 એપ્રિલ ૨૦૧૯, તે દિવસ ના તે વિસ્તાર ના તમામ cctv ફૂટેજ મંગાવે છે અને ચેક કરે છે, પણ તેમને આશ્ચર્ય થાય છે, કારણકે સાંજે ૪ થી ૭ ના તે વિસ્તાર ના તમામ cctv ફૂટેજ blank (ખાલી) હોય છે. ટેકનિકલ ટિમ ને પુછતા તે સોફ્ટવેર માં ખરાબી આવી ગઈ હોવાનું કારણ આપે છે.

મરાઠે એમ વિચારે છે કે કોઈ એ હેકિંગ કર્યું હોય, તે શક્ય છે. ભાનુપ્રતાપ ને હવે વિચાર આવે છે કે કોઈ કંઈ બોલતું નથી, cctv ફૂટેજ પણ ગાયબ છે. ચોક્કસ આ કાંડ માં કોઈ મોટું માથું સંડોવાયેલું હોવું જોઈએ. તે તકેદારી ના ભાગ રૂપે દેવ ના રૂમ ની આસપાસ ખુબ કડક સુરક્ષા ગોઠવે છે. ડોક્ટર ને સખત સૂચના આપે છે કે, દેવ ને ભાન આવે, તો સહુ થી પહેલા ભાનુપ્રતાપ ની દેવ સાથે મુલાકાત થાય.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED