અપરાધી દેવ - 16 chetan dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

અપરાધી દેવ - 16

ભાગ-૧૬

બપોરે 1 વાગે ભાનુપ્રતાપ અને દેવ પટણા પહોંચી જાય છે,તે લોકો એરપોર્ટ પર લંચ લઇ કાર માં પૂર્વ ચંપારણ જવા નીકળે છે.

*********************************************

બરાબર તે જ સમયે પુના ની હયાત રીજન્સી હોટેલ માં પવન ગવળી ના માણસો પ્રવેશે છે. તે હોટેલ નું રજીસ્ટર ચેક કરે છે. તેમાંથી જેટલા ગઈ કાલે બિહાર થી આવેલા છે, તેમનું લિસ્ટ બનાવે છે. કુલ ૨૦ રૂમ માટે એન્ટ્રી હતી અને દરેક રૂમ માં ૨-૨ માણસો એ ચેક-ઈન કરાવેલું. પવન ગવળી નો માણસ ચંદુ તરત ૧ ફોન કરી ૪૦ માણસો ને બોલાવે છે. હોટેલ ના મેનેજર ને ગનપોઇન્ટ પર સમજાવવામાં આવે છે, આગલા ૧ કલાક સુધી તેણે અને હોટેલ ના બાકી સ્ટાફે બહેરા-મૂંગા રહેવાનું છે.તથા એ ૨૦ રૂમોમાં ઇન્ટરકોમ દ્વારા એ માહિતી પહોંચાડવામાં આવે છે કે રૂમ સર્વિસ માટે ૫ મિનિટ માં દરેક રૂમ પર 2 માણસ પહોંચે છે.

૧૫ મિનિટ માં ચંદુ એ બોલાવેલા માણસો આવી પહોંચે છે, દરેક ને એક કલૉરોફોર્મ વાળો રૂમાલ પ્લાસ્ટિક ની સીલ થેલી માં આપવામાં આવે છે. ૪૦ માણસો ૨-૨ ની જોડી બનાવી ને ૨૦ રૂમો માં પહોંચે છે. બધાની ડોરબેલ એકસાથે વગાડવામાં આવે છે, બધા દરવાજા વારાફરતી ખુલે છે, એટલે રૂમ માં તે માણસો ઘુસી રૂમ માં રહેલ માણસો ને કલૉરોફોર્મ વાળો રૂમાલ સૂંઘાડી બેભાન કરે છે. પછી બધાને ઊંચકી ને હોટેલ ની બહાર લઇ જવામાં આવે છે. ત્યાં આગળ એક ટ્રક ઉભો હોય છે. તેમાં નાખવામાં આવે છે, અને તે ટ્રક ને પુના ની બહાર એક ફાર્મહાઉસ કે જે રોહિત બાપટ ની માલિકી નું હોય છે, ત્યાં લઇ જવામાં આવે છે.

*****************************************************

૫ વાગે ભાનુપ્રતાપ અને દેવ ઘરે પહોંચી જાય છે. દેવ ને જૉઈ સુહેલદેવી ની આંખો માં આંસુ આવી જાય છે, દેવ માતાને પગે લાગે છે,સુહેલદેવી દેવ ને ગળે લગાડી દે છે, રમાભાભી આવી ને દેવ ની આરતી ઉતારે છે અને તેના ઓવારણા લે છે.મહેન્દ્ર અને ધ્રુવી આવી ને દેવ ને વીંટળાઈ વળે છે, સુહેલદેવી ની આંખો ભરાઈ આવે છે, આજ કેટલા વર્ષે દેવ ઘરે આવ્યો!, થોડીવાર પછી સુહેલદેવી છોકરાઓને દેવ થી અળગા કરે છે, અને બંને ભાઈઓ ને સૂચના આપે છે કે તમે નાહી ધોઈ ફ્રેશ થઇ જાવ, પછી બધા જમી લઈએ અને નિરાંતે વાતો કરીએ.

*****************************************************

રોહિત બાપટ ના માણસો ફાર્મ હાઉસ પર બેભાન હોય છે, તેમના મોબાઈલો જપ્ત કરી લેવામાં આવે છે. પછી બધાને ભાન માં લાવી,ચંદુ અને એના માણસો સારી પેઠે ધોલાઈ કરે છે. તેમને અણિયાળી ડાંગો થી પીટી પીટીને અધમુઆ કરી નાખવામાં આવે છે અને પછી બધા ને એક ટ્રક માં નાખી ફાર્મ હાઉસ થી ૧૦ કિલોમીટર દૂર લઇ જવામાં આવે છે,અને ૧ ખેતર માં ફેંકી દેવામાં આવે છે. ચંદુ પવન ગવળી ને રિપોર્ટ આપે છે, પવન ગવળી, રોહિત બાપટ ને અને મોહિત કુલકર્ણી ને રિપોર્ટ આપી દે છે. રોહિત બાપટ પવન ને સૂચના આપે છે કે હવે દેવ પાછો આવે એટલે એને ફરીથી ફટકારવાનો છે.

*****************************************************

જમ્યા પછી મહેન્દ્ર અને ધ્રુવી દેવ આગળ વાર્તા સાંભળવાની જીદ કરે છે. દેવ બંને ને બેડરૂમ માં વાર્તા કહેવા લઇ જાય છે, ત્યારે ભાનુપ્રતાપ, સુહેલદેવી ને મિતાલી વિષે વાત કરે છે. તે કહે છે કે મિતાલી સારી છોકરી છે,અને દેવ અને મિતાલી બંને એકબીજાને પસંદ કરે છે. સુહેલદેવી કહે છે કે દેવ તો બિહારી અને મિતાલી તો મરાઠણ છે. બંને ના ઉછેર અને કૌટુંબિક પૃષ્ઠભૂમિ માં આસમાન-જમીન નો તફાવત છે. ભાનુપ્રતાપ જવાબ દે છે કે બંને ના જીવ મળ્યા છે, બંને ભણવામાં હોશિયાર છે. એવી શક્યતા છે કે બંને સાથે નોકરી કરે, કોઈ સારી જગ્યાએ, અથવા તો બંને સાથે વિદેશ પણ ઉડી જાય. સુહેલદેવી જવાબ દે છે કે આના વિષે આપણે પછી ચર્ચા કરીશું, પહેલા દેવ સાથે મુંબઈ માં શું થયું, તે જણાવ. ભાનુપ્રતાપ દેવ સાથે જે કંઈ બન્યું,તેનો આખો વૃતાંત સંભળાવે છે.

સુહેલદેવી થોડા વિચાર માં પડી જાય છે, અને કહે છે કે આ આખી વાત પર થી તો એવું લાગે છે, કે દેવ હવે મુંબઈ માં આગળ નહિ ભણી શકે. ભાનુપ્રતાપ પૂછે છે, કે એવું શું કામ? પણ સુહેલદેવી એ સવાલ અવગણી ને પૂછે છે કે, તારા માણસો ક્યારે આવવાના છે, સાંજે તમારી સાથે એ લોકો આવ્યા નહિ?. ભાનુપ્રતાપ કહે છે કે એ લોકો સાંજે ૪ વાગે પુના થી ગાડીઓમાં નીકળ્યા છે,અત્યારે રસ્તા માં હશે. સુહેલદેવી સહેજ બહાવરા થઇ ને કહે છે કે તું એમાંથી કોઈ ને ફોન લગાડ, અને પૂછ કે તેઓ ક્યાં પહોંચ્યા? ભાનુપ્રતાપ આશ્ચર્ય પામે છે, કહે છે, માણસો ને કંઈ મુશ્કેલી થઇ હશે, તો તેઓ સામેથી ફોન કરશે. પણ સુહેલદેવી કહે છે કે કાં તો તું ફોન લગાડ, નહીંતર હું ફોન લગાડું છું. ભાનુપ્રતાપ નિતેશ(તેનો ખાસ માણસ)ને ફોન લગાડે છે, પણ no reply આવે છે. પછી તે તેના બીજા ૫ માણસો ના મોબાઈલ પણ લગાડે છે. પણ દરેક માં no રિપ્લાય થાય છે. ભાનુપ્રતાપ ચિંતાતુર બને છે.

ક્રમશઃ
પ્રિય વાચકો આ નવલકથા તમને કેવી લાગે છે, તે મને મારા નંબર ૯૮૨૫૫૨૦૧૧૯ પર Whattsapp પર જણાવશો તો હું તમારો આભારી રહીશ. તમારો અભિપ્રાય અચૂક મને જણાવવા વિનંતી.