દિકરીની લાગણી Disha Barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દિકરીની લાગણી

‘’દિકરીની લાગણી ‘’

- દિશા બારોટ

‘’ દીકરી ‘’ એ કદાચ માનવ ઈતિહાસનો આજ સુધીનો સર્વોત્તમ શબ્દ રહ્યો છે..તમે વહેલી સવારે પથારીમાંથી ઉઠીને માત્ર તમારા બગીચાના ફૂલને જોઈ જોજો, તમારું મન કેવું પ્રફુલ્લિત થઇ જાય છે ? એવું જ છે દરેક પિતા માટે, જયારે તે પોતાના ઘરમાં હસતી રમતી પોતાની દીકરીને જુએ ત્યારે તેનું અંતર પણ ઝૂમી ઉઠે છે..એક નાનકડી વાત યાદ આવે દીકરી પરથી કે,

પિતાના આંગણે ઈશ્વરે મોકલેલી પ્રેમની ટપાલ એટલે દીકરી,

માતાના ખોળામાં રમી રહેલું સ્મિત ભરેલું વ્હાલ એટલે દીકરી ,

પરિવારમાં આનંદ કિલ્લોલ અને સ્નેહનો ઉછાળતો ગુલાલ એટલે દીકરી,

પિતા માટે જે ક્યારેક ઈશ્વર સાથે કરી લે બબાલ એટલે દીકરી ,

પિયરમાં મસ્તી ભરેલી મનગમતી નિસ્વાર્થ ધમાલ એટલે દીકરી ,

સાસરપક્ષમાં પીઢ , પારંગત અને પૂર્ણતાને વળેલી કમાલ એટલે દીકરી,

નમણી પરતું મજબુત ઈરાદાવાળી, સમજુ અને પોતાના કરતા બીજાના સમય અને શ્વાસ સાચવનારી અનોખી મશાલ એટલે દીકરી...

આ થોડા શબ્દો છે દીકરીના વર્ણનના બાકી શબ્દોરૂપી સમુદ્ર પણ ખાલી થઇ જાય. દીકરી વિશે લખતા લખતા..આવી જ એક વાત છે કે ૨૦ વર્ષની દીકરી અંજલીને તેના પિતા પ્રશાંતભાઈ. અંજલીને ખુબજ લાડકોડ થી મોટી કરેલી. પ્રશાંતભાઈ વિચારતા કે છોકરા અને છોકરીના ઉછેરમાં ફર્ક શાનો કરવાનો? હક તો બધાને સમાન મળવો જોઈએ..બસ આજ વિચાર હેઠળ અંજલી પણ તેના આઝાદ ખ્યાલો સાથે મોટી થઇ...બધાથી અલગ અને હમેશા હસતી અંજલી નીડર અને કોમળ સ્વભાવ વાળી હતી...રાત્રે ૧૨ વાગ્યે આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થાય એટલે ગાડીને કિક મારી એ હવા સાથે વાતો કરતા કરતા એની મોજમાં ચાલતી..અને જો રસ્તામાં કોઈ હેરાન કરે તો મેથી પાકથી લઇ બધા પાક ચખાડી દેવાની છૂટ ...કારણકે પિતા એ કહેલું કે, ‘’આગળ હું ફોડી લઈશ‘’ એટલે અંજલી વિચારતી ‘’પપ્પા છે તો આખી દુનિયા આપણી‘’ !

અંજલી આજે બહુ જ ખુશ હતી વિચારતી હતી કે શું ગીફ્ટ લાવું પપ્પા માટે? આખું ગામ ખુંદી વળી ગીફ્ટ માટે તો, કારણકે આજે ફાધર્સ ડે હતો..અને અંજલી માટે પિતા એટલે વ્હાલીની કોમળ ચાદર.. અંજલીએ વિચાર્યું કે આજે મારે પપ્પાને મારી લાગણીયો થોડા શબ્દો થકી વ્યક્ત કરવી છે...એટલે સાંજ સુધી રાહ જોઇને બેઠી પપ્પા આવે એની. ત્યાં સાંજ થતા ડોરબેલ વાગ્યો અને પ્રશાંતભાઈ આવતા અંજલીએ હાથ પકડી કીધું.. ‘’પપ્પા અહિયાં આવો બેસો સોફા પર મારે તમને એક વાત કહેવી છે .’’ પ્રશાંતભાઈએ કહ્યું , ‘’ હા બોલ અંજુ ‘’.

પપ્પા ક્યાંથી શરૂઆત કરું સમજાતું નથી મને, તમારા પ્રેમ લાગણીઓનું વર્ણન શબ્દો દ્વારા કરવું અશક્ય છે..પરંતુ આજના દિવસે મારી આ લાગણીઓ વ્યક્ત કર્યા વગર પણ હું ના રહી શકું...

હું બહુ જ નસીબદાર છું કે મેં એક એવા ઘરમાં જન્મ લીધો જ્યાં દીકરા અને દીકરી વચ્ચે ક્યારે કોઈ ભેદભાવ થતો નથી. સાચું કહું તો તમે ભાઈ કરતા પહેલા મારી ઈચ્છાઓ પૂરી કરી અને મને પ્રાધાન્ય આપ્યું. તમારો આભાર માનું એટલો ઓછો છે તમે મારા પર ભરોસો રાખી મને જિંદગીના નિર્ણયો જાતે લેવા માટેની પરવાનગી આપી અને મારા નિર્ણયોની કદર કરી હંમેશા મારો સાથ આપ્યો.

મને હજી પણ બરાબર યાદ છે ગણિત વિષય ભણાવતા ભણાવતા જિંદગીનું ગણિત પણ તમે મને શીખવ્યું છે કે ક્યારે, ક્યાં, કોની સાથે પ્લસ, માઇનસ, મલ્ટીપ્લાય અને ડિવાઇડ કરવું. રોડ પર એકટીવા ચલાવતા શીખવતા શીખવતા એ પણ શીખવ્યું કે જિંદગીના રોડ પરની મુશ્કેલીનો સામનો કેવી રીતે કરવો.

તમે મને “Self Dependent”, “Self Confidence”, “Courage” ના સાચા અર્થ શીખવ્યા છે. દુનિયામાં ટકી રહેવા અને એના કદમ થી કદમ મિલાવવાના સાચા રસ્તા બતાવ્યા છે. ભલે તમે વધુ ભણેલા નથી પણ તમે મને ભણતર સાથે ગણતર પણ બરાબર શીખવ્યું. છેલ્લે એટલું જ કહીશ ભલે ને ગમે તેટલી દૂર કેમ ના જાઉં પણ તમારા માટે હંમેશા તમારી પાસે જ છું.

લાડકી દીકરીની વાતો સાંભળી પ્રશાંતભાઈ એમના આશુંઓને રોકી ના શક્યા. એમના માટે અત્યાર સુંધીના ફાધર્સ ડે ની આ સૌથી મોંઘી ભેટ હતી.

Happy Ending