Corona na kaher vachche no prem books and stories free download online pdf in Gujarati

કોરોના ના કહેર વચ્ચે નો પ્રેમ

અનુજ એક સામાન્ય ઘરનો છોકરો, ભણવામાં બહુ જ હોશિયાર અને ડૉક્ટર બનવાના એના સપનાંઓ. ધોરણ 12 સાયન્સ નું પરિણામ આવી ગયું અને બહુ સારા માર્કસે એ પાસ થઇ ગયો. એનું અમદાવાદની બી. જે. મેડિકલ કોલેજ માં એડમિશન થઇ ગયું. અનુજ એના સપનાઓ પુરા કરવાની દિશા માં આગળ વધી રહ્યો હતો. જોતજોતામાં કોલેજ શરૂ થઇ ગઈ. ખુશમિજાજી એનો સ્વભાવ, બધા સાથે હળીમળી ને રહે અને કોઈની પણ મદદ કરવામાં તો એ અવ્વલ. એના આ વ્યક્તિત્વ થી સહુ કોઈ પ્રભાવિત થતું અને એના મિત્રો પણ ઘણા એવા, એની સાથે જ ભણતી અવંતિકા એને નોટિસ કરે રાખે, ધીરે ધીરે એને અનુજ ગમવા લાગ્યો હતો પણ એ બાબતે કોઈને કઈ કેહતી નહિ, બસ અંદરો અંદર એને પસંદ કરવા લાગી હતી. કલાસમાં અસાઇમેન્ટ, ગ્રુપ વર્ક અને કલચરલ એકટીવીટી સાથે કરતા કરતા બંને જણા એકબીજાને પ્રેમ કરવા લાગ્યા. પણ સવાલ એ હતો કે પ્રેમનો એકરાર પેહલા કોણ કરે? એક દિવસ બ્રેક ટાઈમ માં બધા મિત્રો કેન્ટીન માં બેઠા હતાં ને ત્યાં જ અનુજે અવંતિકાને ઓફિશિયલી પ્રપોઝ કર્યું અને અવંતિકા એ પણ તરત જ હા કહી દીધી. દિવસો વીતતાં ગયા અને બંને નો પ્રેમ વધુ ને વધુ પાંગરતો ગયો. થોડા વધુ નજીક આવતા બંને વચ્ચે નાની મોટી તકરારો ચાલુ થઇ. ક્યારેક ક્યારેક તો સાવ નાની બાબતમાં પણ મોટી તકરાર કરતા. હવે આ સંબંધમાં એમને ગુંગણામણ થવા લાગી. સંબંધ માં તિરાડ વધવા લાગી, દોષારોપણો વધતા ગયા અને વિશ્વાસ ઓછો થતો ગયો. જોતજોતામાં તેમનું એમબીબીએસ પતી ગયું અને એમનો સંબંધ પણ લગભગ પતી ગયો હતો. ફોન પર કે મેસેજ થી વાત કરવા જેટલો પણ સંબંધ હવે રહ્યો નો હતો. અનુજ અને અવંતિકા બન્ને ગવર્મેન્ટ ડૉક્ટર તરીકે અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવા લાગ્યા. બંને અલગ અલગ રસ્તાઓ પર આગળ વધવા લાગ્યા હતા.

અચાનક આવેલી કોરોના નામની ભયંકર બીમારીથી એ બંનેનું પોસ્ટીંગ અમદાવાદ જિલ્લાની એક કોરોનાગ્રસ્ત હોસ્પિટલ માં થયું કે જ્યાં અનુજની સિનિયર ડોક્ટર તરીકે નિમણુંક થઇ હતી અને બાકીના બધા ડોક્ટર્સ એને આસિસ્ટ કરતા. અવંતિકા પણ એમાની એક હતી. આમ ઘણા વર્ષો પછી અચાનક મળતા બન્ને માંથી કોઈ કશું બોલીના શક્યું અને પોતપોતાના કામમાં લાગી ગયા. અવંતિકા એક વોરિયર્સની જેમ ફ્રન્ટલાઈન પર કામ કરતી, કોરોના પેશન્ટ પાસે જતી અને એમને હોંસલો આપતી. રાત દિવસ એક કરી પોતાની ફરજ નિષ્ઠાથી બજાવતી. અનુજ પણ એક સિનિયર ડોક્ટર તરીકે બધું બરાબર મેનેજમેન્ટ કરતો અને પોતાના ટીમ નો જુસ્સો વધારતો રહેતો. દિવસો પસાર થતા ગયા પણ બન્ને કામ પૂરતી જ વાત કરતા. એક દિવસ અચાનક અવંતિકા ની તબિયત લથડી અને એનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. હવે, એ જાતે એજ હોસ્પિટલ માં પેશન્ટ હતી. ધીરેધીરે એની કન્ડિશન વધુ ને વધુ ખરાબ થવા લાગી, જાણે દવા પણ હવે એને અસર કરતી નો હતી. આ વાત ની અનુજને ખબર પડી. અનુજે તરત જ અવંતિકાનો કેસ પોતાના અન્ડરમાં લઇ લીધો અને એ જાતે જ અવંતિકા નું ચેકઅપ કરવા જતો, એને સમયસર દવા આપતો, કોલેજ ના સારા સંસ્મરણો યાદ કરાવતો, ક્યારેક એને ગમતાં ફૂલો પણ લઇ જતો જેથી એનું મન પ્રસન્ન રહે. બીજા પેશન્ટ ની સરખામણીમાં એ કંઈક વધુ પડતો ધ્યાન આપતો અવંતિકા પર. જાણે હ્રદય ના કોઈ ખાલી ખૂણામાં દબાયેલી લાગણીયો બહાર ના આવી હોય! એને તો બસ કઈ પણ હિસાબે અવંતિકાને સાજી કરવી હતી. અનુજ નો આ વ્યવહાર જોઈને અવંતિકાની પણ લાગણીયો ઉભરાઈ આવી. જાણે જૂનો પ્રેમ ફરી તાજો ના થયો હોય. ચારેક રિપોર્ટ પછી અવંતિકાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો અને હવે એને થોડો સમય ઘરે જઈને આરામ કરવાનો હતો.

અનુજ નો મૂડ આજે થોડો ઑફ હતો કેમ કે આટલા બધા દિવસો સાથે રહ્યા પછી એને જાણે અવંતિકાની આદત થઇ ગઈ હતી. ડિસ્ચાર્જ કરતા પેહલા છેલ્લી વારનું ચેક અપ કરવા અવંતિકાના બેડ પાસે ગયો પણ એની આંખોમાં આંખ નાખી એને જોઈ ના શક્યો. બધી ફોર્માલિટીસ પતાવી નીકળતો જ હતો અને અવંતીકાએ એનો હાથ પકડી લીધો અને પૂછ્યું, આગળ કરેલી ભૂલો આપણે ભૂલી ના શકીયે, આમ જ હાથમાં હાથ રાખી આખી જિંદગી સાથે જીવી ના શકીયે? મોતના મોઢામાંથી બચાવીને લાવ્યો છે તું, તો હવે મરવા માટે કેમ છોડે છે મને એકલી.

બંનેની આંખમાં આંશુ આવી ગયા અને એકબીજાને ભેટી પડ્યા જાણે વર્ષોથી એકબીજા માટે તડપતાં ના હોય અને બન્ને જણાએ આખી જિંદગી સાથ નિભાવાની પ્રોમિસ આપી.

જાણે કોરોનાનો કહેર એમના મિલાનનો નિમિત્ત ના બન્યો હોય!

HAPPY ENDING

બીજા રસપ્રદ વિકલ્પો