criminal dev - 15 books and stories free download online pdf in Gujarati

અપરાધી દેવ - 15

ભાગ-૧૫

દેવ અને મિતાલી વાતો મા મશગુલ હોય છે, એટલે કેટલો સમય વીતી ગયો તેનો તેમને ખ્યાલ નથી, અને સાંજ ના ૬ વાગી જાય છે. એ સમયે ભાનુપ્રતાપ હોસ્પિટલ પર પહોંચે છે, ભાનુપ્રતાપ ને જૉઈ બંને થોડા શરમાય છે. મિતાલી ની ઘડિયાળ પર નજર જાય છે, ને તે ચોંકી જાય છે, તે કહે, હું અત્યારે જ નીકળું, ભાનુપ્રતાપ કહે, હું એક નર્સ અને બોડીગાર્ડ ને તારી સાથે મોકલું, અત્યારે મોડું થઇ ગયું છે. નર્સ અને બોડીગાર્ડ તને સહીસલામત ઘરે પહોંચાડી ને પાછા આવી જશે. પહેલા તો મિતાલી ના પાડે છે, દેવ પણ મોટા ભાઈ ની વાત માનવા મિતાલી ને આગ્રહ કરે છે,એટલે મિતાલી માની જાય છે.ભાનુપ્રતાપ પોતાના ડોક્ટર મિત્ર ને કહી ને એક નર્સ ની વ્યવસ્થા કરાવે છે, અને પોતાના એક વિશ્વાસુ માણસ ને નર્સ અને મિતાલી સાથે મોકલે છે.

પછી ભાનુપ્રતાપ દેવ ને ગળે લાગી જાય છે, દેવ પણ ભાનુપ્રતાપ ને પ્રેમ થી ગળે લગાડે છે, ખાસ કરી ને મિતાલી માટે ભાનુપ્રતાપે હમણા જે કંઈ કર્યું, તેનાથી દેવ ને મોટાભાઈ ની અલગ છબી દેખાય છે .પછી ભાનુપ્રતાપ દેવ ને પૂછે છે કે હોસ્પિટલ માં થી ડિસચાર્જ થઇ ને તેણે ક્યાં જવું છે? મુંબઈ? દેવ કહે છે કે ના, પણ તેની ઈચ્છા માતા સુહેલદેવી ને મળવાની છે. ભાનુપ્રતાપ ખુશ થઇ ને તરત ટ્રાવેલ એજન્ટ ને ફોન કરે છે અને પુના થી પટણા ની બીજા દિવસ ની પ્લેન ની ટિકિટ બુક કરાવે છે. પછી તે પોતાના અને દેવ ના ભોજન ની વ્યવસ્થા કરાવે છે.

**********************************************

સાંજે ૭ વાગે રોહિત બાપટ અને મોહિત કુલકર્ણી જીમખાના માં મળે છે, રોહિત તરત જ વાત ઉપાડે છે, કે પોલીસ આ કિસ્સા માં કંઈ કરી શકે નહિ, જે કંઈ કરવું હશે, તે આપણે જ કરવું પડશે. મોહિત કહે છે કે ભાનુપ્રતાપ મંત્રી છે, આવા સંજોગો માં શું થઇ શકે?રોહિત કહે છે કે મનન તેને ખુબ લાડકો છે અને નયન મોહિત નો લાડકો છે, આવી રીતે પોતાના સંતાનો ને એક મંત્રી અને તે પણ બિહારી ભૈયો ઘા મારી જાય તે ચાલે નહિ, તો મોહિત પૂછે છે કે આગળ શું કરવું? તરત રોહિત બાજુના ટેબલ પર થી એક ભાઈ ને બોલાવે છે, તેની ઓળખાણ તે પ્રાઇવેટ ડિટેકટિવ Mr. બંસલ તરીકે આપે છે, અને કહે છે કે ૨૪ કલાક માં તે ભાનુપ્રતાપ ની સંપૂર્ણ માહિતી લાવી દેશે, ભાનુપ્રતાપ ક્યાં છે,તેની પાસે કેટલા માણસો છે, કેવા હથિયારો છે ,તે તમામ માહિતી લાવી આપશે. મોહિત કહે પછી? તો રોહિત જવાબ દે છે કે બદલો, હવે આપણે ભાનુપ્રતાપ અને તેના માણસો પર હુમલો કરીશું. ભાનુપ્રતાપ ને મારીમારીને પટણા ભગાડી દઈશું. મોહિત કહે કોણ હું ને તું મારવા જઈશું? રોહિત કહે ના, એ માટે આપણે પવન ગવળી ની મદદ લઈશું, મોહીત કહે, કોણ દગડી ચાલ નો ડોન? રોહિત કહે હા, તેની પાસે પોતાના ૬૦૦ ગુંડાઓ અને આધુનિક હથિયારો છે. પણ આ બધા માટે ખર્ચો થશે, અને જે કંઈ ખર્ચો થાય, તે આપણે અડધો અડધો વહેંચી લેશું. બંને જણ ડિટેકટિવ સાથે ૧ લાખ માં સોદો નક્કી કરે છે, ૫૦૦૦૦ Rs હમણા, અને ૫૦૦૦૦ Rs કામ થાય પછી, ડિટેકટિવ રોહિત અને મોહિત બંને પાસે થી ૨૫૦૦૦ RS નો એક-એક ચેક લે છે અને ૨૪ કલાક ની બદલે ૧૫ કલાક માં કામ કરવાનું વચન આપે છે.

***************************************

દેવ અને ભાનુપ્રતાપ ની બીજે દિવસે સવારે 8 વાગ્યા ની પટણા ની ફ્લાઈટ હોય છે. બીજે દિવસે સવારે ૪ વાગે ઉઠી બંને તૈયાર થાય છે અને ૬ વાગે એરપોર્ટ પર પહુંચી જાય છે, ૮ વાગે ફ્લાઈટમાં તેઓ બેસી જાય છે.

***************************************

સવારે 9 વાગે રોહિત ના મોબાઈલ પર બંસલ નો એક મેસેજ આવે છે, જે આ પ્રમાણે હોય છે. "ભાનુપ્રતાપ ની સાથે ૪૦ માણસો અને લોકલ ગુંડો રઘુ છે.રઘુ અત્યારે ભૂગર્ભ માં છે. તેઓ ૭ ગાડી લઈને આવ્યા છે, ૫ ગાડી માં માણસો અને ૨ ગાડી માં હથિયારો છે. હથિયારો માં ૨૦ એક-૪૭, ૪૦ તલવાર,૨૦ અણિયાળી લાકડીઓ અને ૩૦ ધારિયા છે. ભાનુપ્રતાપ અને દેવ સવારે ૮ વાગ્યા ની ફ્લાઇટ માં પટણા જવા નીકળી ગયા છે. તેના માણસો ગાડીઓ માં સાંજે ૪ વાગે નીકળવાના છે. અત્યારે તે માણસો પુના ની હયાત રીજન્સી હોટેલ માં છે,આ હોટેલ પુના માં વિમન નગર ખાતે છે". આ મેસેજ વાંચી રોહિત તરત તે મેસેજ મોહિત ને મોકલે છે અને પવન ગવળી ને ફોન લગાડે છે, તેની સાથે તે 2 લાખ માં સોદો નક્કી કરે છે અને તેને પુના ની હયાત રીજન્સી હોટેલ નું એડ્રેસ આપે છે. અને કહે છે કે આજે ૪ વાગ્યા પહેલા આ હોટલ માં રહેલ તમામ(લગભગ ૪૦ )બિહારી ભૈયાઓને મારી મારીને અધમુઆ કરી નાખવાના છે. તે બિહારી ભૈયાઓ પાસે રહેલા હથિયારો ની પણ જાણકારી આપે છે.

ક્રમશ:

******************************************

પ્રિય વાચકો આ નવલકથા તમને કેવી લાગે છે, તે મને મારા નંબર ૯૮૨૫૫૨૦૧૧૯ પર Whattsapp પર જણાવશો તો હું તમારો આભારી રહીશ. તમારો અભિપ્રાય અચૂક મને જણાવવા વિનંતી.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED