ઉગતી સાંજે - 2 Er.Bhargav Joshi અડિયલ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઉગતી સાંજે - 2

"ઉગતી સાંજે"

નમસ્કાર મિત્રો,
મારી કાવ્ય રચના "ઉગતી સાંજે" નો આ ત્રીજો ભાગ રજૂ થઈ રહ્યો છે. તમને કવિતાઓ કેવી લાગી તે અભિપ્રાય જણાવજો...


💐💐💐 💐💐 💐💐💐 💐💐 💐💐💐


"નથી મળતું"

કોઈને કોઈનું અહીં આજ નથી મળતું,
કોઈને અહીં તેનું હમસાજ નથી મળતું;

મળે તો છે દર્દો ને વેર વિખેર જિંદગી,
કોમળતા રૂઝે મલમ આજ નથી મળતું;

કરુણાનો સાગર છે દયાનિધાન પ્રભુ,
તોય લોકોને છે જાણે હાશ નથી મળતું;

વેહચી દયો ભલે સકળ પ્રેમની ભારી,
છતાં વળતું તણખલાને ભાર નથી મળતું,

ખ્વાહિશ છે ઘૂઘવતા એ અર્ણવની છતાં,
કયાંય સૂકું સમ ધૂળિયું રણ નથી મળતું;

કહું "બેનામ" ખર્ચશોમાં ખુદને તમે અહીં,
સુવર્ણને તોલ ભભૂત તલભાર નથી મળતું.

💐💐💐 💐💐 💐💐💐 💐💐 💐💐💐

"તને છૂટ છે"

પાબંધીઓ સઘળી છે દુનિયાના લોકો માટે,
મારા હર્દય ભીતર ભમવાની તને છૂટ છે;

તમે થી માંડી તું કહેવાની પણ તને છૂટ છે,
મારી બંધ આંખોમાં રેહવાની તને છૂટ છે;

સફેદ વર્ણપટ જેવું સાવ કોરુ જીવન મારું,
પણ એમાં તમામ રંગો ભરવાની તને છૂટ છે;

છેક દ્વાર સુધી આવી ને ના મળી શકે જો તું,
મસળકા નાં સ્વપ્નમાં મળવાની તને છૂટ છે;

આપેલ વચન નું મુલ ઘણું અઘરું છે ચૂકવવું,
તારા એ દીધેલ કોલથી ફરવાની તને છૂટ છે;

તારા સહારે ચાલી રહી છે મારી આ જિંદગી,
"બેનામ" ભરોસો તોડી જવાની તને છૂટ છે.

💐💐💐 💐💐 💐💐💐 💐💐 💐💐💐

"હવે બોલવું નથી."

આંખોથી ન છલકાવો જામ, હવે બોલવું નથી,
પી લીધા છે ઝેર તમામ બસ, હવે બોલવું નથી;

ઘણી કરી લીધી વાતો ને વામ, હવે બોલવું નથી,
દર્દોને કહો તેમને દૂરથી સલામ, હવે બોલવું નથી;

મૌન રહીને લખવા મારે નામ, હવે બોલવું નથી,
તમારે વાંચ્યા જ કરવું સરેઆમ, હવે બોલવું નથી;

મેલી માયા અને સઘળાં કામ, હવે બોલવું નથી,
ચૂકવ્યા દોયલી વેળાના દામ, હવે બોલવું નથી;

ભલે વસાવ્યું ગોકુળિયું ધામ, હવે બોલવું નથી,
"બેનામ" જીરવી લેશું હૈયે હામ, હવે બોલવું નથી.


💐💐💐 💐💐 💐💐💐 💐💐 💐💐💐

"સજા"

દુનિયા આજે આખી સારી બની બેઠી છે,
સજા મને ખરાબ હોવાની મળી બેઠી છે;

માંગી છે મોતની દુઆ, આજે કબૂલ ન થઈ,
લાગે યમનાં ઘરમાં ભ્રષ્ટાચાર પ્રજા બેઠી છે;

ગુનાહ તો મેં જ કર્યા છે અદ્દલ દુનિયામાં,
ને સજા મારી જાણે બધાને મળી બેઠી છે,

નિયમ કાનૂનના દરવાજા સદાય ટૂંકા દીઠા,
તોય ફાંસીની સજા પણ ભારી બની બેઠી છે;

તોડ્યું છે મેં ગુલાબ સમ કોમળ હર્દય એનું,
"બેનામ" ચૂક બ્રહ્મહત્યાથી ભારી બની બેઠી છે.

💐💐💐 💐💐 💐💐💐 💐💐 💐💐💐

"મળશે"

આગવી ઓળખ ન આપશો પથિક ને પંથની,
અગન ઝરતી આગ છે શીતળ છાયા ય મળશે;

વેદના વિશે કેમ સઘળી જાણકારી છે સહુને,
ઘાવ મળ્યા છે તો મલમ આપનાર ય મળશે;

સૂકા જર્જરિત કાન તરસી રહ્યા છે પગરવને,
સાથ છોડ્યાં છે તો ક્યાંક ચાલનાર ય મળશે ;

મશક ભરી ભરીને ક્યાં સુધી ઉંચકી જશો તમે,
તરસ આપી છે તો પાણીનાં ઓવારા ય મળશે;

જાણું છુ કે અનંતની આ સફર કૈક છે આકરી,
"બેનામ" હિંમત કરો તો રાહી તમારા ય મળશે.


💐💐💐 💐💐 💐💐💐 💐💐 💐💐💐
"જરૂર નથી"

વિહવળતા ભંગ કેં ન થઈ વિચારોની,
મનને કાં જરા ગંભીરતાની જરૂર નથી;

નફરત આટલી કેમ સર્વથી થઈ ગઈ,
જાણે કે એને હવે કોઈની જરૂર નથી;

અચાનક આ બદલાવ કેમ દીઠો છે !?
મોહ માયાની થોડીક કાંઈ જરૂર નથી;

કાળની આગોશ ફેલાઈ રહી છે ધરામાં,
મનુજનાં આસમાની ગરુરની જરૂર નથી;

વિખરાઈ રહી છે કુદરતની સોનેરી છાયા,
"બેનામ" પૂનમને પણ ચાંદની જરૂરી નથી.


💐💐💐 💐💐 💐💐💐 💐💐 💐💐💐

Thank..... you.😊

....✍️ Bhargav Joshi "બેનામ"

💐💐💐 💐💐 💐💐💐 💐💐 💐💐💐
(ક્રમશઃ)