a rising evening - 1 books and stories free download online pdf in Gujarati

ઉગતી સાંજે - 1

"એહસાસ થાય"

અણધારી તારા પ્રેમની રજૂઆત થાય,
પછી આંખોથી આંખોમાં રાસ થાય;

અંધાધૂંધ દોડતી આ અવનિમાં જાણે,
એકાએક થંભ્યાનો મને આભાસ થાય;

મૃગજળ જેવી છે અહીં માયા બધી,
એ જાણીને પણ બધાને આસ થાય;

શું કહું પ્રિયતમાં એ સ્વપ્નોની રાત વિશે,
એક પળમાં વર્ષો કેરો મને ભાસ થાય;

અણઘડ અને અડધૂત છે દુનિયા અમારી,
"બેનામ" તમે આવોને ખુદનો એહસાસ થાય.


💐💐💐 💐💐 💐💐💐 💐💐 💐💐 💐

"આશ મરી નથી"

વખત છે વહમો ને પરાયાની કમી નથી,
મૃગલાને કહો જળની આશ મરી નથી;

જીવે છે જગતમાં નિજ તણી જો આશા,
હિમાલયથી છેટી હજુ કોઈ નદી નથી;

કાળના કપાળમાં પણ અમે કંઇક લખીશું,
ભલે વિધાતાએ લકીરો હાથમાં દીધી નથી;

વિદિત છે કે મુશ્કેલ સફર છે અમારી પણ,
સાથ મળે તારો પછી રાહને ક્ષિતિજ નથી;

તોડી દેશું બધી એ બંદિશો દુનિયા તણી,
બેનામ દર્દની પણ ઉંમર કાંય ઘણી નથી.

💐💐💐 💐💐 💐💐💐 💐💐 💐💐💐

"વ્યથા"

કોણ કહે કે અહીં ઉગારો છે,
વ્યથાનો અહીં જાણે ઉભારો છે

બધાને એમ કે આ સમય મારો છે;
જાણે કે ઘટમાં ઘમંડનો ઉતારો છે;

એકથી એક ચડિયાતો જન્મારો છે,
તોય માણસનો જાણે સિતારો છે;

નથી ઘટા કે ના કોઈ કિનારો છે,
ઈશ સિવાય ક્યાં કોઈ આરો છે;

કોણ કહી શકે શું થશે આવતી કાલે,
બેનામ વિધિનો ખેલ જ ન્યારો છે;


💐💐💐 💐💐 💐💐💐 💐💐 💐💐💐


"તું વસે છે"

કેમ કરી કહું તને? તું ક્યાં શ્વસે છે,
જ્યારે જોઉં તને, તું ફકત હસે છે;

અગણિતોની ભીડમાં તું નજીક વસે છે,
એ ઝૂકતી નજર,દિલમાં મારા રહે છે;

વીંટળાઈ છે કૈંક યાદો વનલતા માફક,
બંધ આંખોમાં પણ ફક્ત તું દીસે છે;

કોમળ કલરવ પણ ઉઝરડા કરે કર્ણમાં,
તારો સુર સાંભળવા જ્યારે હૃદય મથે છે;

અમસ્તો નથી કંઈ અદ્દલ કેફ મુજને,
"બેનામ" મારા રગે રગે જાણે એ વહે છે.


💐💐💐 💐💐 💐💐💐 💐💐 💐💐💐

"કવન દેજે"

ચિત્ત હંમેશા સ્થાઈ રહે એવું મનન દેજે,
માબાપ આશિષ હોય એવું એક સદન દેજે;

ઢાંકે દરેક સ્ત્રીની લાજ એવું ગવન દેજે,
જલાવું મનની ઈર્ષ્યા એવું હવન દેજે;

ખુશીઓથી લથબથ સદા એવું ચમન દેજે,
વતનની ધૂળ કેરી સુગંધ તણો પવન દેજે;

ઝીલી શકું ગરીબોનો ભાર એવું વહન દેજે,
ન ચડે મદ, અહમ્ કે કેફ એવું રહન દેજે;

પરોપકારી વિચારો વાળું મને જીવન દેજે,
જીવનભર રહે યાદ તમને એવું સપન દેજે;

મળે જો કયાંય પ્રભુ તો મારું નમન દેજે,
"બેનામ" કરું ઈશભક્તિ એવું કવન દેજે.

💐💐💐 💐💐 💐💐💐 💐💐 💐💐💐

"રાણો પ્રતાપસિંહ"

રણધીક ઉડે મેદાનમાં,કદી ખાલી ન જોને વાર કીયે,
સિસોદિયા વંશનો રાજકુંવર રાણો રાજ પ્રતાપસિંહ;

શિરપાઘ નમાવા જોને હરઘડી અકબર મથે પણ,
તોય મૂછનો વાળ ડગે નહિ, એ રાણો પ્રતાપસિંહ;

કૈંક ધડ લીધા કંઇક ધડ દીધા વંદન ભૂમિ મેવાડની,
જેનો ચેતક સમ સવારો જોને, એ રાણો પ્રતાપસિંહ;

જેનાં ભાલાની નોકેં થી મુઘલ કેરા ભેરૂ ધ્રૂજે,
એવો ગરવો હિન્દ સમરાટ એ રાણો પ્રતાપસિંહ;

જે શમશેર કેરી ધારથી દુશ્મન હૃદય ફફડી ઉઠે,
માતૃભૂમિ રક્ષક ભારથી, એ મારો રાણો પ્રતાપસિંહ.
💐💐💐 💐💐 💐💐💐 💐💐 💐💐💐


"કાગળ ને કલમ"

હર ઘડી ને હર જગ્યાએ ક્યાંથી મળે મલમ!?
મારે મન તો દવા બધી જાણે કાગળ ને કલમ;

અટવાઇ જઉં છું હું પણ જ્યાં હોય ભરમ,
પછી ઉકેરે છે લાગણી મારી કાગળ ને કલમ;

કોને પડી છે અહીં સહેજ પણ લાજ કે શરમ !?
દરેક વખતે ક્યાંથી બચાવે સહુને કાગળ ને કલમ;

દરેક લોકોને ભોગવવા રહ્યા સાચા ખોટા કરમ,
ઈશ્વર પાસે પણ રાખેલ છે એક કાગળ ને કલમ;

તું જ પ્રિયે જિંદગી અને તું જ પ્રિયે મારી સનમ,
"બેનામ" મારે મન સાથી પણ કાગળ ને કલમ.

💐💐💐 💐💐 💐💐💐 💐💐 💐💐💐


..✍️ ભાર્ગવ જોષી "બેનામ"

💐💐💐 💐💐 💐💐💐 💐💐 💐💐💐

(ક્રમશ)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED