દિલ ની વાત ડાયરી માં - 2 Priya Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દિલ ની વાત ડાયરી માં - 2

આગળ જોયુ કે રીયા અને રેહાન ની નજર એકબીજા ને મળે છે. હવે આગળ જોઈએ શુ થાય છે?

આ વાત ને બે વર્ષ વીતી જાય છે પરંતુ રેહાન નું મન તો હજી ત્યાં જ રીયા પર અટકી રહયું હોય છે. રેહાન પણ હવે તેના પિતા ની જેમ શહેર નો નામચીન બિઝનેસમેન છે ફકત વડોદરા નહીં રેહાને તેનો બિઝનેસ બીજા શહેરો માં પણ વિકસાવ્યો હોય છે. સાથેસાથે રેહાન માટે લગ્ન ના માંગા આવા લાગે છે પરંતુ તે ના કહે છે કે જ્યાં સુધી તેની બીજી બહેન રિષીકા ના લગ્ન ના થાય ત્યાં સુધી રેહાન મેરેજ નહી કરે. આ બાજુ રીયા માસ્ટર ડિગ્રી પૂર્ણ કરે છે અને તેને એક મલ્ટીનેશ્નલ કંપની માં જોબ ઓફર થાય છે જે વડોદરા માં આવી છે. રીયા વડોદરા શીફ્ટ થઈ જાય છે. રીયા ના ઘર ના લોકો ખૂલી વિચારસરણી વાળા છે જેથી રીયા ને જોબ ન કરવા નો તો સવાલ જ નહોતો. નલીનભાઈ નુ પોતાનુ ઘર પણ હતુ વડોદરા માં એ પણ અલકીપુરી જેવાં સારા એરીયા માં એટલે રીયા ને રહેવા ની કોઈ ચિંતા નહતી. સીટી માં ફરવા નલીનભાઈ રીયા ને નવું એક્ટીવા લઈ આપે છે. હવે રીયા વડોદરા રહેવા આવી જાય છે. મીનાબેન અઠવાડીયું દિકરી સાથે રહી ને ઘર સેટ કરી આપે છે. રીયા ને કંપની ની બસ લેવા- મુકવા આવતી હોય છે અને જોબ ટાઈમીંગ સવારે ૯ થી સાંજે ૪ વાગ્યા સુધી નો હોય છે. ધીમે ધીમે રીયા કંપની માં સેટ થઈ જાય છે અને તેના સ્વભાવ ના લીધે સારા એવા મિત્રો બની જાય છે. સોમ થી શુક્ર જોબ અને વીકેન્ડ માં ક્યારેક ઘરે તેના મોમ ડેડ ને મળવા જતી તો ક્યારેક મિત્રો સાથે ફરવાનું, મુવી જોવા જવુ.

છ મહિના બાદ...

રેહાન ને કામ થી લંડન જવાનુ થાય છે સાથે રિષીકા પણ તૈયાર થાય છે જવા માટે કેમ કે તેમની મોટી બહેન શેફાલી લંડન રહેતી હોય છે તેના પતિ અને બાળક સાથે. રિષીકા ને તેની દીદીને મળવુ હોય છે. રેહાન બંને ની ટીકીટ બુક કરાવે છે અને તેમની ફ્લાઇટ બે વીક પછી ની હોય છે. આ બાજુ રીયા તેના સારા કામ ના લીધે કંપની તેને આગળ ટ્રેનીંગ માટે લંડન મોકલવા માંગે છે. આ ટ્રેનીંગ દર વર્ષે થતી હોય છે જેમાં કંપની ના લોકો જવા માટે રાહ જોતા હોય કે તેમને આ તક મળે. રીયા ને આ લાભ ખૂબ જલ્દી મળી જાય છે તેથી તે ખૂબ ખૂશ છે કે તેને લંડન જવા મળે છે. તેની લંડન ની ટિકીટ પણ ૨ વીક પછી ની હોય છે. ટિકીટ, વિઝા, લંડન માં રહેવાની વ્યવસ્થા કંપની તરફ થી હોય છે. રીયા આ વાત તેના ઘરે કરે છે બઘા ખુશ છે, રીયા તેની બધી તૈયારી કરી લે છે. મીનાબેન બધા ગુજરાતી નાસ્તા બનાવી ને બેગ માં મૂકે છે. ટ્રેનીંગ માટે રીયા એ વીસ દિવસ લંડન રોકાવાનું હોય છે અને રીયા એ મુજબ તેનો સામાન પેક કરે છે. રીયા ના ઘણા સંબંધીઓ લંડન રહેતા હોય છે જેથી નલીનભાઈ ને બહુ ચિંતા નહોતી અને તેમને ગર્વ હતો કે તેમની દિકરી કામ અર્થે લંડન જઇ રહી છે. રીયા ભલે સ્વભાવે શાંત પણ સાથે બોલ્ડ હતી આખરે એ જમાના સાથે ચાલવા માં માનતી હતી. આખરે જવાનો દિવસ આવી જાય છે. રીયાની ફ્લાઇટ સાંજે સાત વાગ્યા ની હોય છે અમદાવાદ ના સરદાર વલ્લભભાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી, રીયા ને મુકવા તેના મોમ-ડેડ અને તેનો ભાઈ કરન આવ્યા હોય છે. રેહાન અને રિષીતા ને ડ્રાઇવર તેમની કાર માં એરપોર્ટ પર મુકી જાય છે. લંડન ની ફ્લાઇટ નુ ચેક ઇન શરૂ થતા રીયા અંદર જતી રહે છે અને સામાન નુ ચેકીંગ, બોર્ડીગ પાસ મળ્યા બાદ તે તેના ગેટ નંબર પાસે વેઇટીંગ એરીયા માં બેસી જાય છે. રેહાન અને રિષીતા પણ ચેક ઈન પતાવી વેઇટીંગ એરીયા માં આવે છે. રેહાન નોટીસ કરે છે કે ખાસાં એવા પેસેન્જર હોય છે લંડન જવા માટે પરંતુ તેની નજર એક જગ્યા પર આવી ને અટકી જાય છે તે જોઈ છે કે એક છોકરી કાન માં એરપોડ્સ નાંખી ને સોંગ સોંભળી રહી છે અને સાથે મોબાઈલ માં કંઇક કરી રહી હોય છે. લુઝ મટીરીયલ ની વ્હાઇટ ટી-શર્ટ, લાઈટ બ્લ્યુ ડેનીમ જિન્સ, વ્હાઇટ કેઝુયલ શુઝ અને છુટા વાળ માં સુંદર લાગી રહી હોય છે. ફ્લાઈટ નુ અનાઉન્સમેન્ટ થતા રીયા ઉપર જોઇ છે અને તેની હેન્ડબેગ લઇ ને તેના ગેટ નંબર પાસે જઇ લાઇન માં ઊભી રહી જાઉ છે. આ દ્રશ્ય જોતા જ રેહાન ધબકાર ચૂકી જાય છે તેનુ મન તો રીયા ને જોઈ ને થનગની ઉઠે છે, બે વર્ષ બાદ રીયાને જોતા જ રેહાન તેને ઓળખી જાય છે. રીયા પહેલા કરતા પણ વધારે સુંદર લાગતી હોય છે. બે ઘડી રેહાન રીયા ને જોતો જ રહે છે. રેહાન ને ખુદ ને સમજ નથી પડતી કે રીયા ને જોતા મન કેમ તેની તરફ ભાગે છે. રિષીતા રેહાન ને હલાવી ને કહે છે, ભાઇ! ચાલ ફ્લાઇટ નું અનાઉન્સમેન્ટ થઈ ગયું છે, ક્યાં છે તારૂ ધ્યાન. રેહાન ભાન માં આવે છે અને ફટાફટ ફ્લાઇટ તરફ જાય છે. ફ્લાઇટ માં આવીને જોઈ છે કે રીયા તેની આગળ ની સીટ પર જ બેસી હોય છે. રેહાન મન માં ખુશ થાય છે અને ભગવાન નો આભાર માને છે.

*****

રાહ જુઓ ભાગ-૩ નો આગળ શું થશે?
રેહાન રીયા સાથે વાત કરી શકશે?
રીયા રેહાન ને ઓળખી શકશે?