સાઇલેન્સ લેંગ્વેજ
એક યુવક અને યુવતી કોલેજના છેલ્લા વરસમાં એક જ વર્ગ માં અભ્યાસ કરતાં હતાં. વરસોથી મિત્ર એ બંને જણા હવે એકબીજા પ્રેમ કરવા લાગ્યા હતાં. ધીરે ધીરે ગાંઢ બનેલી મૈત્રીના પરિણામમાંથી ઊગી નીકળેલ એ પ્રેમ હતો. એકબીજા ને બરાબર જાણ્યા પછી નો એ પ્રેમ હતો. એમાં ફક્ત દિવાસ્વપ્નો ન હતાં. પણ ભવિષ્ય ની જિંદગી પસાર કરવા અંગેનાં વાસ્તવિક અને નક્કર સત્યોનો સમાવેશ થયેલો હતો. યુવતી ના માતા પિતાએ ખૂબ જ વિરોધ કર્યો. સાચા પ્રેમી એવા એ બંને આ પ્રચંડ વિરોધ સામે રીતસર ઝઝુમ્યા અને જીત્યા પણ ખરાં . યુવતીનાં માતા પિતા એ હા પાડી . બંનેની એન્જઝ નો પ્રસંગ પાર પડયો તે દિવસે એ બંનેને જાણે જગત જતી લીધું હોય તેવો આનંદ થયો.
બીજા જ અઠવાડિયે યુવક ને વિદેશ આગળ ભણવા માટે જવાનું થયું. વિદાયની ક્ષણે બંને એકબીજા ને ભેટી ને ખૂબ જ રડાયાં. કાગળ લખવાના અને ફોન કરતાં રહેવાના વચન સાથે બંને છુટા પડ્યા. આખો માં આસું વચ્ચે થી વિમાન તો નહોતું દેખાતું છતાં ક્યાંય સુધી એને વિદાય આપવા આવેલી યુવતી એ આકાશ તરફ આવજો કર્યા જ કર્યું.
યુવક વિદેશ જઈને પોતાના અભ્યાસમાં લાગી ગયો. યુવતી એ પણ પોતાના શ્રી મંત પિતાની ઓફિસમાં થોડું થોડું ધ્યાન આપવાનું શરૂ કર્યું . એક દિવસ સાંજે ઘરે પાછા ફરતી વખતે એ યુવતી ની કારને અકસ્માત નડ્યો. ઘરની નજીકના જ વળાંક પાસે એની કાર બે-ત્રણ ગડથોલિયા ખાઈ ગઈ. એ યુવતી બેભાન બની ગઈ. જાગી ત્યારે કોઈ હોસ્પિટલના બિછાને સગાંવહાલાંઓ
વચ્ચે ઘેરાઈ ને પડી હતી. બધાની આંખોમાં આંસુઓ જોઈને પોતે ગંભીર રીતે ઘવાય છે એની એને ખાતરી થઈ ગઈ. પોતાની મમ્મીને ધ્રુસેક ધ્રુસેક રડતી જોઈને એ એને સાંત્વન આપવા ગઈ. પણ એના હોઠનો માત્ર ફફડાટ થઈ ને રહી ગયો. એમાં થી શબ્દો ન નીકળી શક્યા. એજ સમયે એને ખ્યાલ આવ્યો કે એ એની મમ્મીને રોતાં જોઈ શકતી હતી. પણ એનો અવાજ નહોતી સાંભળી શકતી. એને ખાતરી થઈ ગઈ કે એ મુંગી અને બહેરી થઈ ગઈ હતી.
એ યુવતી આ વરસી વાસ્તવિકતાથી બિલકુલ ભાંગી પડી. દવાખાનેથી ઘરે પાછા ફર્યા પછી દિવસ-રાત રડવા શિવાય એ બીજું કંઈ પણ ન કરતી. આ સમયગાળા દરમિયાન પેલા યુવકે વારંવાર ફોન કર્યા . ઢગલાબંધ પત્રો લખ્યા પણ કોઈએ એને કંઈ પણ જણાવ્યું નહી. બસ યુવકે કાગળ પર ઢોળેલ હદયોર્મિઓને એ યુવતી પોતાના રૂમમાં પડી પડી આંસુ ઓથી ઘોયા કરતી. દિવસ માં સેંકડો વખત એ એનો કાગળ વાંચતી પણ ન જવાબ ન લખતી. પોતે બહેરી અને મુંગી થઈ છે અને પોતાની જિંદગી બરબાદ થઈ ગઈ છે. હવે પેલા યુવકનું જીવન પણ શું કામ બગાડવું એવું જ એ વિચાર્યા કરતી. થોડા દિવસ સુધી પોતાના નિર્ણય અને વિચાર કર્યા પછી એણે એને અમલ માં મૂકી જ દીધો. યુવકને આ અંગેના કાગળ લખી નાંખ્યો અને એન્જઝ ની વીંટી પણ મોકલી દીધી. પોતે એના પાછા આવવાની રાહ જોઈને કંટાળી ગઈ છે. એટલે સંબંધ તોડી નાખે છે એવું લખી નાખ્યું. યુવકે એ સિવાય બીજું કંઈ કારણ છે. કે કેમ એ જાણવા ઢગલો પત્રો લખ્યા અને ઘણાં બધાં ફોન કર્યા. પણ એ યુવતી કે એના સગા કોઈએ પણ જવાબ ન આપ્યો.
પોતાની દિકરીને દિવસ-રાત લોહીના આંસુએ રડતી જોઈને એનાં માતા-પિતા એ રહેવાનું સ્થળ બદલી નાંખવાના સંકલ્પથી બીજા શહેરમાં ઘર લઈ લીધું. કદાચ વગાવરણ બદલાય તો પોતાની દીકરી આઘાતમાંથી બહાર આવે એવી એમની ધારણા હતી.
ક્રમશઃ તારા વિના ભાગ - 6 (સાઈલેન્સ લેંગ્વેજ)