તારા વિના - 6 Chirag Vora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

તારા વિના - 6

તારા વિના ભાગ - 5 ની અધૂરી લવ સ્ટોરી. (સાઈલેન્સ લેંગ્વેજ) સાંકેતિક ભાષા.

યોગાનુયોગ એ નવા શહેર માં પેલી યુવતીને સાઈન લેંગ્વેજ (સાંકેતિક ભાષા) શીખવા નો મોકો મળી ગયો. આ ભાષામાં હાથ-મોના ઈશારાઓ વડે બહેરા-મુંગાં લોકો વાતચીત કરી શકે છે પોતાના પ્રેમીને સાવ ભૂલી જવાના ઈરાદા સાથે એણે પોતાની જાતને આ ભાષા શીખવાના કામમાં રીતસર ડુબાડી જ દીધી.

એક દિવસ જુના શહેર માં રહેતી એ યુવતીની બહેનપણીએ આવીને જણાવ્યું કે પેલો યુવાન વિદેશથી ભણી ને આવી ગયો છે. અને એ લોકો ક્યાં જતાં રહ્યાં એની પૂછપરછ કરે છે મુંગીબહેરી બની ગયેલી યુવતી એ પોતાના અંગે કઈ પણ કહેવાની ના પાડી રડતાં રડતાં પોતાની બહેનપણી ને વિદાય કરી. એ દિવસે વરસોથી જેના પર ભિગડું વળી ગયેલું એવો એનો જખમ ફરીથી ઉતરડાય ગયો હોય એવું એને લાગ્યું .એ ખૂબ જ રડી. એકાદ વરસ એમ જ પસાર થઈ ગયું. પેલા યુવક તરફથી કે એ યુવતીની બહેનપણી તરફથી કોઈ જ સમાચાર આ દરમિયાન એને મળ્યા ન હતા.

બરાબર એક વરસ પછી એક રવિવારની સવારે એ યુવતીની બહેનપણી અચાનક આવી પહોંચી એના હાથ માં આમંત્રણનું કાર્ડ હતું. પેલા યુવક નાં લગ્નનું એ કાર્ડ હતું. કાર્ડના કવર પર ' મંગલ પ્રણય ' અને સાથે પેલા યુવાક નું નામ જોઈને એની આંખોમાં પાણી આવી
ગયા. સમયે એની કુર થપાટ ન મારી હોતે તો આજે આ પોતાના લગ્નની કંકોતરી જ હતે ને? એવું વિચારતાં જ એનાં બધા જ બંધન તૂટી ગયાં. એનાથી ધ્રુસ્કો નખાઇ ગયો. આંખમાંથી આંસુની ઘાર વહી નીકળી. કન્યાના નામ ની જગ્યાએ એનું પોતાનું નામ લખેલ હતું !.

અકલ્પનીય એવી ઘટનાથી એ ચકિત થઈ ગય. એણે પોતાની બહેનપણી તફર જોવા માથું ઊંચું કર્યું. જોયું તો પેલો યુવક એની બહેનપણીની પાછળ જ ઉભો હતો. યુવતી સાથે નજર મળતાં જ એણે સાઈન લેંગ્વેજના ઇશારાથી પૂછ્યું . કેમ છો?

આંસુની ધારા વચ્ચે યુવતી એ પણ ઇશારાથી જવાબ આપ્યો. 'તું કેમ છો? ક્યાં ગયો હતો . આ એક વર્ષ?

ઇશારાથી જ યુવકે જવાબ આપ્યો કે, તને મળવા માટે આતુર હતો , પણ આ સાઈન લેંગ્વેજ શિખતાં એક વરસ થયું! તને મારે એવું જણાવવું હતું કે મોઠેથી બોલતી ભાષા હોય કે ઈશારાની પ્રેમની ભાષા તો એક જ હોય છે. દિલ થી ? હું તને ખૂબ જ ચાહું છું અરે ગાંડી! અવાજ જતો રહેવાથી કે કાન જતા રહેવાથી શરીર કદાચ પાંગળું થાય. કોઈ પ્રેમ થોડો પાંગળો થઈ જાય છે? તારો અવાજ હું બનીશ તારા કાન પણ હું બનીશ. કારણ હું તને ખરેખર ખૂબ ચાહું છું. આટલુ કહીને એણે એન્જઝ ની વીંટી ખિસ્સામાંથી કાઢી યુવતી ની આંગળી માં પહેરાવી દીધી. પછી બંને એકબીજા ને ભેટી ને ઢગલો થઈ ગયાં યુવક , યુવતી અને એની બહેનપણી ત્રણેયની આંખમાંથી જાણે પ્રેમના પવિત્ર સ્પર્શ થી દિવ્ય બનેલી અશ્રુધારા વહેતી હતી.


બોલ, કહે , બીજું શું?

બોલ, કહે, બીજું બોલું શું?
બસ તને જ તો પ્રેમ કરું છું.

વાત વાત માં એક જ વાત
બોલ .પ્રેમ સિવાય છે બીજું શું?

હોય સ્વપ્ન કે આંખો ખુલ્લી
તું દેખાય એથી વધું શું?

હાથ માં હાથ લઈ તાકું જો
તો કહેશે, આ સિવાય બીજું શું?

આખું દિલ સોંપી દીધું તને.
છતાંય કેમ પૂછે છે બીજું શું?

હોય બીજી કોઈ ઈચ્છા તો કહે
બાકી પ્રેમ થી વધું છે બીજું શું?

(મારી ફેવરિટ માંથી)