પીળાં ગુલાબનાં ફૂલ
નોંધ;-તારા વિના ભાગ -3 ની અધૂરી લવ સ્ટોરી અહીં ભાગ - 4 પુરી કરું છું..
"માફ કરજો મેડમ" ફૂલોની દુકાણવાળો બોલ્યો. પરંતુ આપના પતિએ એમને કૅન્સર છે એવું નિદાન થયાના બીજા ન દિવસે આપ જ્યારે ઘરે ગયાં હતાં ત્યારે મને બોલાવીને આવો એક ખાસ ઓડેર નોંધાવી દીધો હતો અને એ મુજબ મારે દરેક વર્ષે આ તારીખે કે જે આપનાં લગ્નની એનિવર્સરી છે એક પીળા ગુલાબના ફૂલોનો ગુલદસ્તો આપને ત્યાં મોકલવાનો હતો. એટલે જ દર વર્ષે આ તારીખે છેલ્લા બે વર્ષથી હું આપને આ ફૂલો મોકલી રહ્યો છું. આ વાત એમણે આપ પૂછો તો જ મારે બતાવવી એવું કહેલું એટલે મેં આપને જાણ નહોતી કરી. જો આપે આજે ફૂલોને ધ્યાનથી જોયાં હોય તો ખ્યાલ આવી જ જાતે કે મેં ફૂલોની વચ્ચે એક કાર્ડ રાખેલું છે. આ કાર્ડ આપના પતિ એમના હાથે લખી ગયા હતા. જે મારે તમને એમના મૃત્યુના બરાબર એક વર્ષ પછીની એનિવર્સરીના દિવસે એટલે કે આજે મોકલવાનું હતું. આ એ વાંચી જજો . પછી પણ એવું લાગે ક્યાંય અમારાથી ભૂલ થઈ છે કે અમારા કાર્યથી આપની લાગણી દુભાઈ છે તો ક્ષમાં માંગીએ છીએ...
પેલી સ્ત્રી નવાઈ પામી ગઈ. એનો બધો જ ગુસ્સો શમી ગયો. એણે દુકાણદારનો આભાર માન્યો અને પોતાના ગુસ્સા માટે માફી પણ માગી. પછી એણે પેલાં ફૂલોની વચ્ચે રહેલું. એના પતિએ જાતે લખેલ કાર્ડ શોધી કાઢયું. કાર્ડ એના પતિએ મૃત્યુના થોડા દિવસ અગાઉ જ લખેલું હતું.
પ્રિય"
આજે મારી વિદાયને બરોબર એક વર્ષ થયું હશે. આશા રાખું છું કે ભગવાને તને મારા ન હોવાનું દુઃખ સહન કરવાની શક્તિ જરૂર આપી હશે. હું સમજી શકું છું કે આ રીતે એકલા પડવું એ કેટલી દુઃખદ હોઈ શકે છે. તારી જગ્યાએ હું હોઉ તો મારી શું દશા થાય તે હું કલ્પી પણ નથી શકતો.
" પણ પ્રિયે "! આપણે જે કંઈ ક્ષણો જોડે ગુજરી હતી. એ દુનિયાથી સૌથી અદભૂત ક્ષણો હતી. દુનિયા ત્યારે કેટલી સુંદર અને સરસ લાગી હતી. ! સાચું કહું તું મને મારી પત્ની કરતાં મારી પ્રેમિકા કે એક ઉતમ મિત્ર હો એવું જ લાગ્યું છે. હંમેશા! આ બધા વિશે હું વધારે નહીં લખી શકું મારી પાસે શબ્દો પણ ઓછા પડતા હોય તેવું લાગે છે . હજુ એક જ વર્ષ થયું છે એટલે મારા જવા ની ઘટના હજુ સાવ તાજી હશે.
પરંતુ મારે તને એક વિનંતી કરવાની છે . અને એ જ આ પત્ર નું પ્રયોજન છે. તું હવે તારી ખાતર નહીં તો મારી ખાતર પણ શોક ન કરીશ. આ દિવસથી તારી જાતને મારી યાદથી દુઃખી ન કરવા નું તારે મને વચન આપવાનું છે. હું તને અત્યંત ચાહું છું અને સદા તારી સાથે જ રહીશ એની પ્રતીતિ તને થાય તે માટે આ પીળાં ગુલાબનાં ફૂલોનો ગુલદસ્તો તને દર વર્ષે આ દિવસે મળી જાય તેની વ્યવસ્થા કરતો જાઉં છું . તું હવેથી એક નવી જિંદગી શરૂ કર. બાકી બધું હવે ભૂલી જા. તારી રીતે તું એક નવી જિંદગી શરૂ કરે અને એને તારી રીતે ગુજારે એવી મારી તમન્ના છે અને ભગવાન તને એમાં જરૂર મદદ કરશે.
"હા"! આ ફૂલો માટે મેં વર્ષો સુધીના એડવાન્સ પૈસા આપી દીધાં છે. એ ફૂલો દર વર્ષે આ તારીખ આવી જ જશે! અને જે દિવસે તું પણ મને મળવા નીકળી પડીશ એ દિવસે છેલ્લી વખત એ માણસ આ પીળાં ફૂલોને આપણે બન્ને જણાં જ્યાં સૂતાં હઈશું ત્યાં મૂકી જશે.
તું તારી બાકીની જિંદગી ખૂબ જ સરસ રીતે વિતાવે એવી શુભેચ્છાઓ સાથે અને ખૂબ જ વહાલ સાથે
લિ......
પેલી સ્ત્રીના પ્રેમપત્ર અશ્રુઓથી કાગળ પરના અક્ષરો ઓગળવા માંડ્યા!