પ્રેમ એક વિશ્વાસ
21 માર્ચ શુક્રવાર સવારે 9:30 એ સુરત મા રહેતા શેખર અને તેના ઘરનાં ચાર પાંચ સભ્યો પોતાની ફોર વ્હીલર લઈને નીકળી પડે છે શેખરની સગાઈ માટે સુરત મા જ રહેતી પ્રિયા નામની છોકરી ને જોવા માટે
એકજેટ 10:15 વાગ્યે શેખર અને તેનો પરિવાર પ્રિયાના ઘરે પહોંચે છે બેસીને બધા ગપાટા મારે છે એટલામાં સરસ ત્યાર થઈને પ્રિયા મરૂન કલરની સાડી પહેરીને સરબત લઈને આવે છે જેવી પ્રિયા સરબત બધાને આપતી આપતી શેખર પાસે પહોંચે છે અને સરબત આપવા માટે પોતાનો હાથ પ્રિયા લંબાવે છે ત્યારે જ શેખર અને પ્રિયા એક બીજાની સામે જોવે છે, નજર થી નજર મળે છે અને મધથી પણ મીઠ્ઠી સ્માઇલ સાથે પ્રિયા આગળ વધે છે અને અંદર અંદર શેખર પણ ઘણો હરખાય છે,
પછી પ્રિયાના ભાભી શેખર અને પ્રિયાને એકલામાં વાત ચિત કરવાં માટે ટેરેસ પર છોડવા જાય છે અને એ બંને એક બીજા સાથે વાત ચિત કરે છે અને ત્યાર બાદ શેખર અને તેના પરિવારજનો પોતાના ઘર માટે પાછા રવાના થાય છે,
બીજા દિવસે પ્રિયાના ઘરેથી કોલ આવે છે
'' હેલો નવલભાઈ (શેખરના પપ્પા) પ્રિયાને અને અમને બધાને શેખર પસંદ આવ્યો છે તમારો શું વિચાર છે? "
નવલભાઈ : અમને પણ તમારી દીકરી બહુજ પસંદ છે.
રમેશભાઈ (પ્રિયાના પપ્પા) : તો આપણે 27 માર્ચ એ બંને ની સગાઈ નક્કી કરીએ...
નવલભાઈ : ઓકે
આમ શેખર અને પ્રિયાની સગાઈ થઈ પછી તો બંને એક બીજા સાથે કલાકોની કલાકો અને રાતો ની રાતો સુધી બંને સાથે પ્રેમથી વાતો કરતા.
લોકો કહે છે કે અરેંજ રિલેશનશિપ કરતાં લવ રિલેશનશિપમાં વધારે પ્રેમ હોય છે.
પરંતુ જીવનની સફળતા ગમતી વ્યક્તિને મેળવવામાં નહીં પરંતુ મળેલી વ્યક્તિને ગમતી બનાવવામાં છે એ વાત શેખર અને પ્રિયા સાબિત કરી બતાવે છે.
માટે સગાઈ બાદ બંને સતત એક બીજા સાથે વાતો કરતા એક જ શહેર મા રહેતા હોવાથી ત્રણ ચાર વખત સાથે ફરવા પણ ગયા પરંતુ કહેવાય છે ને કે "सच्चे प्यार की तो सारे जंहा पे असर होगी और ना हो तो समजना तेरे प्यार मे कहीं कसर होगी"
આમ સગાઈ ના દોઢ મહિના પછી એક દિવસ પ્રિયા પોતાના સ્કૂટર પર ઓફિસ માટે જતી હતી ત્યાં જ રસ્તા પર કાર સાથે પ્રિયાનું એક્સિડેન્ટ થઈ ગયું અને પ્રિયાને માથાના ભાગમાં વાગી ગયું, પગ અને હાથમાં ખૂબ જ ગંભીર ફ્રેક્ચર થઈ ગયું, તરતજ તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી આની જાણ શેખરને થતાં જ શેખર પોતાના બધા જ કામ પડતાં મૂકી પ્રિયાને મળવા માટે હોસ્પિટલ પહોંચી ગયો.
3 દિવસ પ્રિયાને ICU મા રાખ્યા બાદ પ્રિયાની ફેમીલી ને જાણ કરવામાં આવી કે પ્રિયા કોમમાં છે અને ખૂબ જ ગંભીર હાલતમાં છે અને કદાચ પ્રિયા હવે ક્યારેય પણ શારીરિક રીતે હલન ચલન નહીં કરી શકે,
આ વાત ની જાણ શેખર ના ફેમીલી ને પણ જાણ કરવામાં આવી
આમ આ ઘટનાને વીસ દિવસ વીતી ગયા પરંતુ પ્રિયાની તબિયતમાં કઈજ સુધારો ના થયો પરંતુ આ વાત ની જાણ કોઈએ પણ શેખર ને ના કરી અને પ્રિયા કદાચ ક્યારેય શારીરિક રીતે હલન ચલન નહીં કરી શકે એ વાતની પ્રિયાના ફેમીલી ને જાણ હોવાથી તેણે શેખરના ફેમીલી સાથે વાત કરી અને કહ્યું કે તમે શેખર ને સમજાવો કે આ સગાઈ તોડી કોઈ બીજી છોકરી સાથે સગાઈ કરી લે અને પોતાની જિન્દગી પ્રિયા પાછળ ખરાબ ન કરે
આમ શેખરને આ વાત માટે શેખરની ફેમીલી અને પ્રિયાની ફેમીલી બંને એ મળીને સમજાવવાની કોશિશ કરી પરંતુ શેખર હતો કે એક નો બે ન થયો અને થાય પણ કેવી રીતે પાછલાં દોઢ મહિનાથી શેખર પ્રિયાને પોતાના જીવ થી પણ વધારે પ્રેમ કરતો હતો.
"किसकी तलवार पर सर रखु ए बता दो मुजे,
इश्क करना अगर खता है तो सजा दो मुजे.
ए मुहब्बत के इतिहास लिखने वालों,
मे अगर हर्फे गलत हू तो फिर मिटा दो मुजे. "
પરંતુ શેખરના ઘરેથી પ્રિયાને ભૂલવા માટે શેખરને ખૂબ જ સમજાવવામાં આવ્યો, ફોર્સ પણ કરવામાં આવ્યો અંતે શેખર ડીપ્રેશન મા આવીને થોડા દિવસ માટે પ્રિયાના ઘરે જ કે જ્યાં પ્રિયાની સારવાર થતી હતી ત્યાંજ પ્રિયા સાથે રહેવા અને તેની સંભાળ રાખવા માટે ચાલ્યો ગયો.
આંખો દિવસ અને આખી રાતો શેખર પ્રિયા સાથે પ્રિયાની હાથ પકડીને વાતો કરે પરંતુ પ્રિયા એ પણ શેખર ને બીજે સગાઈ કરવા માટે સમજાવ્યો પરંતુ શેખર એક નો બે ન થયો એટલે ન જ થયો
અને શેખરે પ્રિયાને કહ્યું કે તારે તારા માટે નહીં પરંતુ હવે મારા માટે સાજુ થવાનું છે અને મને તારા પર પૂરો વિશ્વાસ છે કે તું મારા માટે આ જરૂર કરીશ.
અને શેખર પ્રિયાનો હાથ પકડીને હમેશાં માટે મનમાં ને મનમાં એક કવિતા ગણગણાવ્યા કરે કે
"મારી જાત કરતાં પણ વધારે તું વ્હાલી લાગે છે,
તું ચાલી આવ તારા વિના અંહી બવ ખાલી લાગે છે.
ધ્રુજે છે રોજ સવારે આ હાથ મારો બસ કારણ એનું એજ,
કે ફરી તે સપનામાં મારી આંગળી જાલી લાગે છે.
તું ચાલી આવ તારા વિના અંહી બવ ખાલી લાગે છે...."
બધા જ લોકો શેખરના પ્રિયાને ન ભૂલવાના આ નિર્ણયના વિરુદ્ધ મા હતા પરંતુ શેખર ને વિશ્વાસ હતો કે ભગવાન મારી જિન્દગીના પહેલા અને છેલ્લા પ્રેમ ને મારાથી આમ અલગ નહીં થવા દે
પરંતુ મિત્રો આ વિશ્વાસની તાકાત કહો, પ્રેમની પરાકાષ્ઠા કહો કે પછી કુદરતની કરામત કહો.
થોડાં દિવસ પછી પ્રિયાની તબિયત મા થોડો થોડો સુધારો દેખાવા લાગ્યો અને લગભગ બે મહિના બાદ પ્રિયાને પોતાના હાથ અને પગમાં જરા જરા હરકત થતી હોય તેવું પણ મહેસૂસ થવા લાગ્યું.
અને કદાચ આ બધા નું કારણ ક્યાંક ને ક્યાંક શેખરનો સાચો પ્રેમ અને વિશ્વાસ પણ હતો
આમ બધાની ઉમ્મીદ ફરી એક વખત જાગવા લાગી
ડોક્ટરે પણ કહ્યું કે આ કોઈ ચમત્કાર થયો હોય તેવું લાગે છે જો આમ ને આમ રિકવરી ચાલતી રહી તો ટૂંક સમયમાં જ પ્રિયા ફરીથી હરિ ફરી શકશે.
અને ડોક્ટરે અંતે શેખરના ખભા પર હાથ મૂકીને કહ્યું કે તમારો વિશ્વાસ જોય મને શીખવા મળ્યું છે કે જો તમને વિશ્વાસ અને શ્રધ્ધા હોય તો દુનિયાની કોઈ તાકાત તમને તમારા પ્રેમથી દૂર નથી કરી શકતી.
આભાર મિત્રો તમારો કિંમતી સમય આપવા માટે.
ફરી મળીશું કઈંક નવી જ કહાની સાથે અને હા... આપનો અભિપ્રાય આપવાનું ચુકશો નહીં.