પ્રેમ કે વહેમ Hiren Kathiriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ કે વહેમ

મીત્રો આજે હું આપની સમક્ષ મારા પહેલા પ્રેમ ની એક નાનકડી સફર કરાવવા માટે આવ્યો છું, આપ સૌની સાથે મારા પહેલા પ્રેમ ની એ યાદો ને ફરી થોડી વાર જીવવા આવ્યો છું, આ નાનકડી અને ટૂંકી સફર કર્યા બાદ પોતાના પહેલાં પ્રેમ ને યાદ કરીને ઘણાની આંખમાં આંસુ તો ઘણાંના ચહેરા પર સ્મિત આવી જશે, અંતે સૌને પહેલા પ્રપોજલ ની એ રીત યાદ આવી જશે.


તો મિત્રો હું આપને મારા જ પહેલા પ્રેમ ની વાત આજે કરવાનો છું, પરંતુ એ પ્રેમ હતો કે મારો વહેમ એ સવાલ નો જવાબ મને આજ સુધી નથી મળ્યો. અને આ વાત એ સમય ની છે જ્યારે Ek વખત I Love You લખવા માટે પણ છ અલગ અલગ બટન ને ટોટલ બાવીસ વખત દબાવવા પડતાં હતાં તેવા મોબાઇલ હતા.

મને મારો પહેલો પ્રેમ મારી સ્કૂલ લાઇફ મા મળ્યો હતો અને સાચું કહું તો સ્કૂલ લાઇફ ના ત્રણ વર્ષ પછી મળ્યો હતો.... અરે ના ના!!.. હું પાગલ નથી થઈ ગયો પણ શું કરું મારી કહાની આવી જ છે થોડા કનફ્યુજન વાળી, પણ ખેર કહાનીના અંત સુધી આપના બધાજ કનફ્યુજન દૂર થઈ જશે.

તો આ વાત એ સમય ની છે જ્યારે મે પ્રાઇમરી સ્કૂલ માંથી હાઈસ્કૂલ મા ધોરણ 9 મા પ્રવેશ કર્યો, પરંતુ મારો પ્રેમ બીજા બધા પ્રેમ જેવો નહોતો કે પહેલાં જ દિવસે મે કોઈ છોકરીને જોઈ અને Love at first sight થઈ ગયો, કેમ કે એ સમય મા હું અટલો શરમાળ હતો કે સ્કૂલ ના શરૂઆત ના બે - ત્રણ દિવસ તો કોઈ છોકરી સામે સરખું જોયું પણ નહોતું.

પછી ધીમે ધીમે બધા સાથે ફ્રેન્ડશીપ થઈ અને મારી કહાનીની હિરોઈન એટલે કે દિપાલી સાથે પણ એક-બે વખત નજર થી નજર મળી અને તેના હદય સ્પર્શી સૌંદર્યમાં હું મગ્નમુગ્ધ થઈ ગયો, તેનો સૂર્ય ના તેજ ને જાખો પાડે તેવો ચહેરો અને એ ચહેરા પર સમેટીને બાંધેલા વાળ માંથી જરાક છૂટી પડેલી એક લટ, તેની કાજળ થી સજાવેલી સુંદર આંખો, ગુલાબની પંખુડિ જેવા તેના નરમ હોઠ અને હોઠ પર લગાવેલી આછી ગુલાબી લિપસ્ટિક, તેના બ્લેક જીન્સ અને રેડ ટોપ વચ્ચે થી બહાર ડોક્યાં કાઢતી તેની પાતળી કમર અને એક પગ મા બાંધેલો એક કાળો ધાગો.... આહહા....
"तुझे होठों से चूम लू.. या बाहों में भर लू,
पहले जी ना भरे तब तक तुझे देख लू."

કોઈ શિલ્પકાર એ બનાવેલી દુનિયાની સૌથી સુંદર શિલ્પ જેવી લાગતી એ છોકરી મારી આંખ મા જાણે છપાય ગઈ હતી.

પછી ધીમે ધીમે અમે બધા ( મારા ફ્રેન્ડ અને તેની ફ્રેન્ડ્સ) એક બીજાના ખૂબજ સારા ફ્રેન્ડ્સ બની ગયા પરંતુ દીપાલી પણ મારા જેવી જ થોડી શરમાળ હતી એટલે એ થોડું ઓછું બોલતી, પરંતુ હું તેને પ્રેમ કરું છું અને તેને પ્રપોસ કરવા માંગુ છું એ વાત જ્યારે મારા નાલાયક મિત્રો ને ખબર પડી પછી તો શું જાણે આખાં ક્લાસ ને ખબર પડી ગઈ હતી.

અને આ વાતની જાણ દીપાલી ને પણ થઈ, પછી અમે રોજ ની જેમ જ સાથે બેસતા સાથે રમતા અને મને થોડું એવું લાગ્યું કે હવે મારી લાઇન ક્લિયર છે ત્યારે મે તેને લવ લેટર લખવાનું વિચાર્યું અને લગભગ પચાસ જેટલા પાનાઓ બગડયા બાદ અંતે એક લવ લેટર લખ્યો,
"प्यार का पहला खत लिखने मे वक़्त तो लगता है,

जिस्म की बात नहीं थी उनके दिल तक जाना था,

और लंबी दूरी तेइ करने मे वक़्त तो लगता है."

પરંતુ માત્ર લખવાથી શું થાય મેઈન વાત તો હવે જ હતી કે તેને આપવો કેવી રીતે એ લેટર તો ત્રણ દિવસ સુધી સાથે ને સાથે લેટર ખીચા મા ફેરવ્યા બાદ ચોથા દિવસે જ્યારે અમે બધા અમારા ફ્રી લેક્ચર માંથી રમીને પાછા ક્લાસ મા જતાં હતાં ત્યારે દીપાલી ને એકલી જોઈ અને લેટર આપવાની હિંમત કરી તેની પાસે ગયો ખીચા મા હાથ નાખ્યો અને બીજા હાથ થી તેને મે હેન્ડ છેક કર્યો અને થોથરાતા થોથરાતા how are you માત્ર આટલું બોલવામાં મે ત્રણ મિનિટ લગાડી દીધી અને હું ખુબ જ ગભરાય ગયો એ મારી સામે આંખ ના પલકાર વગર જોઈ રહી હતી જાણે એ કહેવા માંગતિ હોય કે "आज आप जो ए नजरे झुका रहे हो,
बताओ क्या बात आप छुपा रहे हो." પરંતુ હું માત્ર નીચે જોઈ રહ્યો હતો હાથ અને પગ ધ્રૂજવા લાગ્યા અને દીપાલી એ આ જોઈને મને કહ્યું Are You Fine... અને હું જે હાથ લેટર કાઢવા માટે ખીચા મા નાખેલો હતો તે જ હાથે થી રૂમાલ કાઢી અને કપાળ પરનો પરસેવો લૂછતાં બોલ્યો Yes im Okey આટલું કહીં ને ત્યાંથી ચાલ્યો ગયો.

"जो कहने को आया था उनको इस दिल के ज़ज्बात,

अनकहा ही रह गया सब उनकी बातों के बाद."


પરંતુ આ લેટર તેના સુધી હું ના પહોંચાડી શક્યો તેનો મને અફસોસ હતો અને આજે આ લેટર ગમે તેમ કરીને મારે તેની પાસે પહોંચાડવો હતો તો મે મારા ફ્રેન્ડ ને કીધું કે દીપાલી ની બેસ્ટ ફ્રેન્ડ એ તારી પણ બેસ્ટ ફ્રેન્ડ છે તું આ લેટર તેને આપીને કેજે કે દીપાલી ને પહોંચાડી દે.

અને આ મુજબ મારો લવ લેટર દીપાલી સુધી પહોંચી ગયો, બીજા દિવસે જવાબની રાહ મા હું સમય કરતાં એક કલાક વહેલો સ્કૂલ એ પહોંચી ગયો પરંતુ બીજો લેક્ચર શરૂ થઈ ગયો ત્યાં સુધી પણ મને કોઈ responce મળ્યો ના હતો પરંતુ જેવો લેક્ચર પુરો કરી અમારા શિક્ષક ક્લાસ ની બહાર નીકળ્યા કે તરત જ દીપાલી ઉભી થઈ અને મારા તરફ આવવા લાગી હું બેઠો હતો તે બેંચ પર એક કાગળ મૂકી ને ચાલી ગઈ હું ખૂબ ખુશ હતો પરંતુ મે જ્યારે એ કાગળ ની ઘળી ખોલી તો હું શું જોવ છું કે એ તો મે જ આપેલો લેટર હતો, આ જોઈને હું થોડો માયુસ પણ હતો પછી હું જ્યારે દીપાલી તરફ જોવ અને એ મારા તરફ જોવે ત્યારે તેની આંખ મા મારા માટે એક ગુસ્સો જ દેખાતો હતો, તેની નજર મા હવે મને તે પ્રેમ અને શીતળતા જોવા મળતી ના હતી તો હું તેની સાથે વાત કરવામાં પણ થોડો ગભરાતો હતો એટલે હું લગભાગ દશ દિવસ તેની સાથે વાત ન કરી શક્યો અને તેને પણ ક્યારેય મારી સાથે સામેથી વાત ન કરી પરંતુ આ બધી વાત ની જાણ તેના પેરેંટ્સ ને થતાં તેણે દીપાલી ને અડધા અભ્યાસ ક્રમ માંથીજ હોસ્ટેલ મા મોકલી દીધી અને તેને મારી સાથે જતાં જતાં પણ ક્યારેય વાત કરવાનું વિચાર્યું નહી તે વાત નું મને થોડું દુખ હતું,



"कुछ दर्द किसीको बताया नहीं जाता,
सच्चे प्यार को बया किया नहीं जाता.
बिना सोचे समझे तू छोड के चली गई,
क्या तुझे नहीं पता धड़कनो के बिना जिया नहीं जाता."

અને આ બધું 2 દિવસ ની અંદર જ થવાથી અને આ વાત ની જાણ મને ન હોવાથી હું પણ તેની સાથે વાત ન કરી શક્યો અને મારા સવાલ નો જવાબ મને ના મળ્યો, પછી હું પણ તે સ્કૂલ માંથી 2 વર્ષ પછી મારું દશ સ્ટાન્ડર્ડ પૂરું કરી અને શહેર મા મારા ભાઈ સાથે રહેવા જતો રહ્યો, એ રોજ મને યાદ અવતી અને હું તેને ભૂલવાની કોશિશ કરતો હતો, અને હું તેને ભૂલવા અને જિન્દગી ની એક નવી શરૂઆત કરવા માટે હું મારી આગળ ની સ્ટડી મા Busy રહેવા લાગ્યો.

"हम भी किसीके आशिक हुआ करते थे,
छुप छुप के किसीसे रोज मिला करते थे.
इस कदर धोखा दिया इश्क ने हमे,
अब तो सिर्फ शराब पे जिया करते हैं."

પરંતુ હવે મારા શહેર મા આવ્યા ના એક વર્ષ પછી મારી કિસ્મત થોડી ચમકી તેની એક ફ્રેન્ડ મીનાક્ષી ની અચાનક મારા ફેસબુક મા Request આવી મે તરતજ accept કરી અને મેસેજ કર્યો. "Hiii". અને તેનો પણ મેસેજ આવ્યો "How Are You". અને આમ અમારા બન્ને ની chat શરૂ થઈ, અને મે થોડા દિવસ ની chat પછી તેને દીપાલી વિશે પૂછ્યું અને તેની ID નેમ શું છે તે પૂછ્યું અને મે દીપાલી ને friend Request મોકલી અને બે કલાક પછી મે ફેસબુક ચેક કર્યું તો મારી Request accept થઈ ગઈ હતી,

પછી મે તેને મેસેજ કર્યો "Hiii". "ઓળખે છે કે ભૂલી ગઈ"

તેનો રિપ્લે આવ્યો "હા ઓળખુંજ ને" અને મે તેની સાથે બે દિવસ As a friend વાત કરી પરંતુ મને હજી પણ પેલા અધૂરા જવાબ ની મુંઝવણ હતી પરંતુ ભૂતકાળ મા જે કાંઈ થયું હતું તેવું બીજી વખત ના થાય એટલે દીપાલી સાથે એ બાબતે વાત કરવાની હિંમત જ મને ના થઈ, પરંતુ વાત વાત મા સામેથી જ તેની મેસેજ આવ્યો. "શું કરે તારી ગર્લફ્રેંડ?" મે તરતજ એક રમૂજી રિપ્લે આપ્યો "ગર્લફ્રેંડ નો હાલ ચાલ કેવા માટે ગર્લફ્રેંડ હોવી તો જોઈએ કે". દીપાલી નો મેસેજ આવ્યો "પણ મે તો સાંભળ્યું હતું કે 9 સ્ટાન્ડર્ડ મા તું કોઈને ખૂબજ પ્રેમ કરતો હતો"
મે રિપ્લે આપ્યો "હા એ વાત સાચી છે પણ તેણે કઈ answer ના આપ્યો મને અને ઓય કરતો હતો નહીં હજી પણ તેને હું પ્રેમ કરું જ છું😡"


પછી દીપાલી એ મને મેસેજ કરીને પૂછ્યું "બાય ધ વે શું હતું તેનું નામ?" મે કહ્યું "નામ તો બવ યાદ નથી પણ તે ખુબજ સુંદર હતી😊"

દીપાલી : "ઓહહો એવું એમ ને..."

તો થોડી વખત આવી વાત ચિત ચાલ્યા બાદ તેણે સામેથી કહ્યું "છોડ યાર ક્યાં સુધી આપણે બન્ને આપણીજ કહાની આમ અજાણ્યા બનીને એક બીજાને કહેતા રહીશું?"
મે કહ્યું (હરખાય ને)" પણ શરૂઆત તો તે જ કરી હતી"

દીપાલી : " પણ યાર હું ભી ત્યારે તને લાઇક કરતી હતી પણ જ્યારે તે પ્રપોજ કર્યું ત્યારે હું થોડી ગુસ્સે થઈ ગઈ હતી કેમ કે જ્યારે તું ક્લાસ ની બહાર મને મળ્યો ત્યારે મને ખબર જ હતી કે તું મને પ્રપોજ કરવા માટે આવ્યો છે અને હું ખુશ પણ હતી પરંતુ તે ત્યારે મને પ્રપોજ ના કરી અને તે તારો લવ લેટર બીજા થ્રૂ મને આપ્યો એટલે હું ગુસ્સે થઈ ગઈ કેમ કે તારા આ કારનામા થી આખા ક્લાસ ને ખબર પડી ગઈ હતી,"

મે કહ્યું " સોરી યાર પરંતુ હું ત્યારે ખૂબ જ નર્વસ થઈ ગયો હતો એટલે તને ફેસ ટુ ફેસ પ્રપોજ કરી ન શક્યો અને કદાચ મને એવું લાગે છે કે એ મારી મોટામાં મોટી ભૂલ હતી "

અને આમ અમારી લવ ચેટ સ્ટાર્ટ થઈ ગઈ અને અમારો પ્રેમ લોન્ગડિસ્ટન્સ લવ હતો એટલે એક બીજાને મળવાની ઝંખના પણ ખૂબ જ હતી અને બધી લવ સ્ટોરી ની જેમ અમે પણ મેરેજ ના સપના જોવા લાગ્યા અને મેરેજ ની અને મેરેજ પછી ની મીઠી મીઠી વાતો કરવા લાગ્યા પરંતુ થોડી વાર પછી દીપાલી એ મને કીધું કે જો તું મને મેરેજ કરવા માટે લવ કરતો હોય તો અત્યાર થી જ મને ભૂલવાની ટેવ પાડી દે કેમ કે મારામાં એટલી હિંમત નથી કે હું મારા ઘરે આપણા રિલેસનશીપ વિશે કહી શકું અને કદાચ કહીં પણ દવ તો મારા ઘરે થી ક્યારેય પણ મારા પેરેંટ્સ માનશે નહીં અને તું મને પ્રોમીસ કર કે તું મને ક્યારેય મેરેજ માટે ફોર્સ નહીં કરે,

મે કહ્યું "ઓકે ઓક્કે એ આપણે સમય આવ્યે બધું જોઈ લઈશું પણ તું અત્યાર થી આવી વાતો ના કર.

અને આમ અમે આ બધી જ વાતો ફેસબુક મા કરતા હતા અને ઈન્સ્ટગ્રામ મા કરતા હતા પછી મે તેની પાસે તેનો મોબાઇલ નંબર માગ્યો તો તેણે કહ્યું કે મારી પાસે સીમ કાર્ડ જ નથી ઘરે થી સીમ કાર્ડ રાખવાની ના પાડી છે એટલે હું વાઈફાઈ થી ફેસબુક અને વોટસએપ યુઝ કરું છું.

મે કહ્યું ઓકે

અને આમ મારા મગજ મા હવે ભૂતકાળ મા જે કાંઈ બન્યું તેના કોઈ પણ પ્રકાર ના સવાલ જવાબ ન હતા

અને મિત્રો અમારું લોન્ગડિસ્ટન્સ રિલેશનશિપ આમ જ ચાલતું હતું પરંતુ આશરે દોઢ મહિના પછી મારી જિન્દગી મા એક એવો વળાંક આવ્યો કે મારા મગજ મા ઘણા બધા સવાલો થવા લાગ્યા અને હું ફરી એક વાર જવાબ શોધવા આતુર થવા લાગ્યો.

ઘટના કાંઇક એવી ઘટી કે જે મને હજી પણ તારીખ અને સમય સહિત યાદ છે

13 માર્ચ અમે બંને સવારે રોજ ની જેમ નોર્મલ વાત કરી રહ્યા હતા અને દશ વાગ્યા આસપાસ એક બીજા એ બાઈ કહીને વાત પૂરી કરી અને પછી મે સાંજે પાંચ વાગ્યે એ ઓનલાઇન હતી એટલે ફરી મેસેજ કર્યો "Hiii"

પરંતુ તેનો રિપ્લે ના આવ્યો અને મેસેજ સીન પણ ન થયો હતો મને થયું કાંઈક કામ મા હશે,

પછી તે 16 માર્ચ એ ફરી ઓનલાઇન થઈ હતી પરંતુ મે જ્યારે સવારે દશ વાગ્યે જોયું ત્યારે active 2 Hour ago બતાવતું હતું, તો મે ગુડ મોર્નિંગ નો મેસેજ કર્યો અને ફરી ઓનલાઇન થાય અને રિપ્લે આવે તેની રાહ જોવા લાગ્યો, પછી સાંજે ફરી મે "hii તું ઓનલાઇન થાય છે પણ રિપ્લે કેમ નથી આપતી?" મેસેજ કર્યો. પરંતુ 17 તારીખે બપોરે મે જ્યારે મેસેજ ચેક કર્યા ત્યારે સવાર મા 6 વાગ્યે એક મેસેજ આવી ગયેલો હતો, "સૉરી બટ હું મોબાઇલ હવે બવ યુઝ નથી કરતી.

ત્યાર પછી હું રોજ દિવસ મા તેને દશ દશ મેસેજ કરીને આનુ કારણ પૂછતો હતો પણ તે ઓનલાઇન ન થતી હતી,

અને રોજ મેસેજ કરતો હતો કે તું રિપ્લે કેમ નથી આપતી?

અંતે તેનો છેલ્લો મેસેજ 24 માર્ચ ના રોજ આવ્યો હતો કે. "મે મેસેન્જર જ ડિલીટ કરી નાખ્યું છે એટલે રિપ્લે નથી આપી શકતી,

ત્યાર પછી અત્યાર સુધી ક્યારેય એ ફેસબુક I'd ફરી એક્ટિવ ના થઈ કે તેની જે ફ્રેન્ડ થકી મને દિપાલી ની id મળી હતી એ મીનાક્ષી પણ ક્યારેય એક્ટિવ ન થઈ હતી.

અને આજ સુધી હું તેના રિપ્લે ની રાહ જોઈ રહ્યો છું અને તેની મને રિપ્લે ન આપવાની શું મજબૂરી હતી તેની જવાબ શોધી રહ્યો છું.

અને હવે તેને ભૂલવાની કોશિશ કરી રહ્યો છું.

પરંતુ આ સમગ્ર ઘટનાએ મારી અંદર છુપાયેલા એક શાયર ને જગાડી દીધો છે માટે હું આ ઘટના અને દિપાલી નો આભાર માનું છું.


અને હવે તો હું જીવી રહ્યો છું સ્વાસ પર, અને સ્વાસ તારાજ વિશ્વાસ પર......

અને આખરે બે લાઈન લખી આ કહાની અને લવ સ્ટોરી નો હું the end કરું છું.

तेरे जाने की अब मे शिकायत नहीं करूंगा,

अब कभी प्यार हो एसी इबादत नहीं करूंगा.


આપનો કિંમતી સમય આપવા બદલ આભાર,

આપનો અભિપ્રાય જરૂર આપજો.

Thank you.