નિષ્ફળતા એ જ સફળતાની ચાવી Hiren Kathiriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિષ્ફળતા એ જ સફળતાની ચાવી

નિષ્ફળતા....

મિત્રો આજે હું આપની સમક્ષ એક એવા વિષય સાથે આવ્યો છું કે જેના વિશે આપણે આજ કાલ ન્યૂઝપેપર, ટીવી વગેરે મા જોતા હોઈએ છે કે કોઈ પણ વ્યક્તિ ને જોઈતું પરિણામ ન આવવાથી આત્મહત્યા જેવા કઠિન નિર્ણયો તરફ જતા હોય છે.

પરંતુ મિત્રો ક્યારેય પણ મહેનત કરવાથી પાછું હટી જવું કે આત્મહત્યા કરી લેવી એ કોઈ પણ સમસ્યાનું પરિણામ કે સમસ્યા હલ કરવાનો રસ્તો નથી.

કેમ કે મિત્રો ક્યારેય પણ જીવનમાં આપણને જોઈતું પરિણામ કે જોઈતી સફળતા ન મળે ત્યારે આત્મહત્યા કરવાની જરૂર નથી પરંતુ સાચા અર્થમાં આત્મવિશ્વાસ કરવાની જરૂર છે.

કેમ કે સફળતા ક્યારેય નિષ્ફળ ન જવામાં નથી, સફળતા ઘણી બધી વખત નિષ્ફળ થયા છતાં હાર ન માનવામાં છે.

નિષ્ફળતા એક એવો શબ્દ, એક એવી ઘટના છે કે જે દરેક લોકો ઇચ્છતા હોય કે આપણા જીવન મા આ ઘટના ક્યારેય ન બને કે આપણે આ શબ્દ ક્યારેય ન સાંભળવો પડે,

પરંતુ મારું એવું માનવું છે કે નિષ્ફળતા વગર સફળતા શક્ય જ નથી કેમ કે તમારા જીવનના સંઘર્ષ માં ક્યાંક ને ક્યાંક એક એવો વળાંક આવે છે એક એવી ઘટના બને છે કે જ્યાં આપણે સફળતા નું એક પગથિયું ચૂકી જતાં હોઇએ છે પરંતુ ઘણા લોકો આ ઘટના ને failure નિષ્ફળતા માની લેતા હોય છે, પરંતુ ખરેખર એવું નથી હોતું કેમ કે એ તમારી નિષ્ફળતા બીજા તમને જોનારા વ્યક્તિઓ માટે હોય શકે પરંતુ તમારા માટે એ સફળતા તરફ જવાનો માત્ર એક એવો રસ્તો છે જે અસરકારક સાબિત ન થયો,

કેમ કે વારંવાર નિષ્ફળ થવા છતાં જે વ્યક્તિ પ્રયાસ કરવાનું છોડતો નથી ખરેખર એ વ્યક્તિ ત્યાંજ અડધી સફળતા તો પ્રાપ્ત કરી લેતો હોય છે, કારણ કે યાદ રાખજો "નિષ્ફળતા એ જ સફળતાની ચાવી છે."

અને દરેક મહાન અને સફળ વ્યક્તિ ની પાછળ ઘણા બધા નિષ્ફળ પ્રયાસો છુપાયેલા હોય છે, અને અંતે તેની મહેનત અને સફળતા તેના દરેક નિષ્ફળ પ્રયાસો ને ઢાંકી લે છે.

અને સફળ થયા પછી પણ લોકો પ્રયાસો નથી છોડતાં મહેનત નથી છોડતાં કેમ કે સફળતા મેળવવા કરતા સફળતા ટકાવી રાખવી વધારે કઠિન હોય છે, અને સફળતા નો ક્યારેય પણ અંત નથી હોતો એ અનંત હોય છે.

અને સફળતા ક્યારેય હાથ ની રેખાઓ બતાવીને નહીં પરંતુ હાથની રેખાઓ મિટાવીને જ મળે છે.

અને યાદ રાખજો મિત્રો સફળતા ક્યારેય અલગ વસ્તુ કરવાથી નહીં પરંતુ વસ્તુ ને અલગ રીતે કરવાથી મળે છે.

અને ખાસ કરીને નિષ્ફળતા નું કારણ ધીરજ ન હોવી પણ બની શકે, કેમ કે ધીરજ વગર સફળતા મળતીજ નથી, કેમ હાલ ગૂગલ કંપની ના CEO સુંદર પિચાઇ ને પણ CEO નું પદ મેળવવા માટે 2004 થી 2015 સુધી ની કઠિન મહેનત અને ધીરજ રાખવી પડી હતી, 2004 માં ગૂગલ સાથે કામ કરવાનું શરૂ કર્યા બાદ તેને 2015 CEO નું સ્થાન પ્રાપ્ત થયું છે.

અને લોકોને આકાશમાં ઉડાવનાર યંત્ર વિમાન ની શોધકર્તા રાઇટ બ્રધરએ પણ જ્યારે આવું કોઈ યંત્ર આકાશ માં લોકોને સફર કરાવી શકે એવો વિચાર પ્રગટ કરતો લેટર જ્યારે તેમની ગવર્નમેંટ ને આપ્યો ત્યારે ત્યારે તેના વિચાર ના વિરોધ મા પણ બે પાનાનાં લેટર ની સામે બસ્સો પાનાનો વિરોધ લેટર આવ્યો હતો કે આ વ્યક્તિ પાગલ છે આવું કોઈ વસ્તુ બની જ ના શકે, પરંતુ રાઈટ બંધુએ હાર ન માની અને દુનિયાને સાબિત કરી દીધું કે આ વસ્તુ શકય છે.

અંતે એટલું કઈસ કે કોઈ પણ વ્યક્તિ આપને માત્ર સફળતાનો રસ્તો બતાવી શકે છે, પરંતુ તેના પર ચાલવું અને મુશ્કેલીઓ નો હિંમત થી સામનો કરવો એ માત્ર આપણાજ હાથ ની વાત છે

અને કદાચ હું મારી આ વાતો થી અને આ ઉદાહરણો થી આપને આપનો જ અરીશો બતાવીને અને તમે ખરેખર શું છો અને તમારા મા ક્યાક ને ક્યાંક અંદર છુપાયેલા ટેલેન્ટ અને કાંઈક કરી બતાવવાની ઇચ્છા શક્તિ ને બહાર કાઢવામાં સફળ સાબિત થાવ તો એ મારા માટે સૌભાગ્ય ની વાત હશે

આપનો કિંમતી સમય આપવા બદલ આભાર,

આપનો અભિપ્રાય જરૂરથી આપજો.