yarriyaan - 14 books and stories free download online pdf in Gujarati

યારીયાં - 14

તેના પપ્પાને પણ ફ્રેકચર થયું હોવાથી આ મામલો હવે સમર્થને જ સંભાળવો પડે એમ હતો.

એનવીશાની આવી હાલત જોઇને તેના મનમાં વધારે જ એન્વીશાની ચિંતા થતી હતી. તેણે પણ અહેસાસ થઈ ગયો હતો કે તેણે એનવીશા માટે થોડીક વધારે જ લાગણી છે.

તે મનમાં ને મનમાં પોતાની જાત સાથે જ વાત કરતો હતો જેણે કોઈએ પણ આ કર્યું હશે. તેને આસાનીથી તો નહી જ જવા દઉં.

તે પોતાનાં મેનેજર, મહેતાજીને કોલ કરે છે.

સમર્થ: હેલ્લો, મહેતાજી. આજની, અને કાલની બધી મીટીંગ્સ કેન્સલ કરી નાખો, જો કોઈ પણ અગત્યનું કામ હોય તો મને જણાવી દેજો. તમે બે દિવસ માટે કંપનીમાં બધું સંભાળી લેજો. મારે થોડુક કામ છે.

“હા, બેટા વાંધો નહી.” સામેથી જવાબ આવ્યો.

ધ રોયલ્સને જાણ થતાં રાશી પંથને કોલ કરે છે. અને એનવીશા વિશે બધું પૂછે છે. પૂરી વાતની જાણ થતાં, તે પંછી અને મંથન સાથે કોલેજ એ પહોંચે છે.

સમર્થ ઓફીસમાં જઈને લાઈબ્રેરીનો વિડીયો રેકોર્ડીંગ તપાસે છે. ત્યાં જ રાશી, પંછી અને મંથન ઓફિસમાં આવી પહોંચે છે.

સમર્થ: તમે લોકો?

રાશી: અમે પણ એનવીશાની મદદ કરવા માંગીએ છીએ. ચાલ, સાથે મળીને શોધી કાઢીએ આ બધું કોણે કર્યું છે?

વિડીયો રેકોર્ડીંગ વખતે મીતનો ફ્રેન્ડ્ એ રીતે છુપાયો હતો કે જેથી કેમેરાની નજરમાં ન આવે. ઘણીવાર વિડીયો ચલાવવાં છતાં પણ કંઈપણ સબુત ન મળ્યાં.

રાશી: એક કામ કરીએ, લાયબ્રેરીમાં એ સમયે જેટલા લોકો હતાં, એ બધાને પુછીએ કોઈએ કંઈક તો જોયું હશેને.

મંથન: હા, મને પણ લાગે છે. બધાંને પૂછવાથી કંઈક રસ્તો તો મળશે.

પંછી: ચાલો તો વાર શેની છે? ઝડપથી લાયબ્રેરીમાં જઈએ.

સમર્થ: તમે ત્રણેય એ કામ કરો. હું બીજો રસ્તો ગોતવાની કોશીશ કરું છું.

રાશી: ઓકે.

એમ કહીને ત્રણેય લાયબ્રેરીમાં જાય છે. ત્યાં રજીસ્ટરમાંથી કાલની બધી એન્ટ્રી જોઇને લીસ્ટ બનાવે છે. ત્યારબાદ ત્રણેય અલગ અલગ જઈને બધાંને મળવાનું વિચારે છે.

આ બાજુ સમર્થ એકને એક વિડીયો ઘણીવાર જોવે છે. આ વખતે તે આજુબાજુમાં ફોટા કોણે લીધાં હશે એ જોવાં કરતાં એનવીશા અને મીત પર નજર રાખે છે. વારંવાર જોયા પછી તેણે મીતને કોઈ સામે માથું હલાવીને જાણે ઈશારો કરતો હોય એ જોયું.

તેણે આ બધાંની પાછળ મીત જ હશે તેવું લાગ્યું. સમર્થ ઓફિસની બહાર નીકળીને મીતને મળવા ગયો. પણ મીતે પંથને જેમ જવાબ આપ્યો હતો, તેમ જ સમર્થને પણ આપ્યો.
સમર્થને લાગ્યું મીત આમ તો કંઈ બોલશે નહી. મારે જ સબુત ગોતવું જોશે. જતાં જતાં તે મીતને ધમકી આપતો જાય છે, જો આ બધાંની પાછળ તું હોઈશને તો તું ત્યારબાદ ક્યાંય દેખાઇશ નહીં એ ખાતરી છે મારી.

એમ કહીને તે જતો રહે છે. રસ્તામાં એક ગ્રુપ એનવીશા વિશે વાતો કરતુ હોય છે. સમર્થને આ વાતો સાંભળીને ગુસ્સો આવે છે. તે તેમની પાસેથી ફોન લઈને બે સેકંડ ફોનમાં નજર ફેરવે છે ત્યારબાદ ફોન નીચે પછાડીને તોડી નાખે છે.સમર્થ ખુબ ગુસ્સામાં હોવાથી કોઇપણ કંઈ બોલ્યા વગર ત્યાંથી ચાલ્યા જાય છે.

સમર્થ ત્યાં જ લોબીની પાળીએ બેસી જાય છે. તે એનવીશા વિશે વિચારે છે, એ જાગે ત્યાં સુધી માં કેમ સબુત શોધું. એમ મનોમન વિચાર કરે છે. તેણી આંખોમાં આંસુ આવી જાય છે.

થોડીકવાર આંખો બંધ કરીને ત્યાં જ બેસી રહે છે. ત્યારે તેણે અચનાક થોડીવાર પહેલાં થયેલો બનાવ યાદ આવે છે. પોતે જે ફોન તોડ્યો તેમાં રહેલાં ફોટામાં એનવીશાની બાજુમાં કાચમાં કોઈ વ્યકિત દેખાઈ રહ્યો હતો.

તે ઝડપથી ઓફીસમાં જાય છે, ફરીથી એ ફોટાને સરખી રીતે ઝૂમ કરીને જોવે છે. તે કાચમાં દેખાતો વ્યક્તિ ફોટો લઇ રહ્યો હતો એ જોવા મળે છે.

તે તેનાં મિત્રોને ફોન કરીને ઓફિસમાં બોલાવે છે. અને ફોટા બતાવીને આ વ્યકિત કોણ છે એ ગોતવા માટે કહે છે. ફોટા જોઇને મંથનને લાગે છે કે આ વ્યકિતને મેં ક્યાંક તો જોયો છે.

ઘણું વિચાર્યા બાદ તેને યાદ આવ્યું કે થોડીકવાર પહેલાં જ તેણે મળ્યો હતો અને એનવીશા અને મીત વિશે પૂછ્યું હતું. તે એ પણ જોવાનું ન ભૂલ્યો હતો કે મીત અને તે વ્યક્તિની એન્ટ્રી રજિસ્ટરમાં એક સાથે જ હતી.

મંથને આ બધું સમર્થને કહ્યું. આ વાત ઉપરથી સમર્થનો શક હવે વિશ્વાસમાં બદલી ગયો હતો. તે બધાં પહેલાં સાથે મળીને જેણે લાયબ્રેરીમાં ફોટા પાડ્યાં હતાં તે વ્યકિત પાસે ગયાં.

સમર્થને ત્યાં જોઇને પહેલાંતો તેણે ત્યાંથી નાસી છુંટવાની કોશીશ કરી પણ ચારેય મિત્રોએ તેમને ઘેરી લીધો.

સમર્થે તેને ધમકી આપી, જો તું સાચું નહિ બોલીશ તો તને આ કોલેજ માંથી બહાર કરી દેવામાં આવશે અને હું એ વાતનું પણ ધ્યાન રાખીશ કે કોઈ બીજી કોલેજમાં પણ‌ તને એડમિશન ના મળે.

આટલું બોલતા જ તે ડરી ગયો અને આ બધું મીતે જ તેણે કરવા માટે કહ્યું હતું એ પણ કહી દીધું.

સમર્થે મંથનને રેકોર્ડિંગ કરવાનું કહ્યું.

સમર્થ એ પૂછ્યું કે મીતે આવું કેમ કર્યુ. મીતના ફ્રેન્ડ એ જવાબ આપ્યો છેલ્લા એક અઠવાડિયાથી તે મનોમન જ એનવીશાને પસંદ કરતો હતો.

(આટલું સાંભળતા જ સમર્થ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો તેણે પહેલા નો કોલર પકડી લીધો.)

આગળ બોલ,

મીતે જોયુ કે એનવીશા તેને જરા પણ ભાવ નથી આપતી તેને બીજો રસ્તો શોધ્યો, સ્ટડીના બહાને એનવીશાને મળવા ગયો અને બંને ની ચર્ચા કોલેજમાં થાય એ માટે મને તેમના બંનેના ફોટોઝ લેવા કહ્યું.

સમર્થનો ગુસ્સો હવે હદ બહાર થઈ ગયો હતો.
સમર્થ : તમને જરા પણ શરમ ના આવી આવું કરતા એનવીશાને એકલી સમજવાની ભૂલ ક્યારેય ન કરતાં જ્યારે પણ એની સામે જવાનો વિચાર કરશો ત્યારે વચ્ચે હું જ ઊભો મળીશ.

તે ગુસ્સામાં બધું બોલી ગયો તેને આજુ બાજુનો વિચાર પણ ન રહ્યો. આ બધું સાંભળીને પંછી ને એનવીશા પ્રત્યેનો ગુસ્સો વધવા લાગ્યો.
રાશિ : સમર્થ છોડ, એને આપણું કામ પતી ગયું હવે મીતને શોધીએ.

આ બાજુ મીત ને ખબર પડી ગઈ હતી કે સમર્થને બધી જ જાણ થઈ ગઈ છે તે થોડા દિવસ શહેરની બહાર જતું રહેવાનો વિચાર કરે છે.

તે ટિકિટ બુક કરાવીને સીધો કોલેજે થી એરપોર્ટ પહોંચે છે.

સમર્થ તેને આખા કેમ્પસમાં ગોતે છે તે ક્યાંય નથી મળતો પછી તેના નંબર પરથી તેનો ફોન હેક કરે છે તે ટિકિટ બુક કરાવેલ મેસેજ જૂએ છે અને પોલીસને કોલ કરીને તેને રોકવા માટે કહે છે.

મીત એરપોટૅ એ પહોંચે છે પહેલેથી જ સમર્થના ફોન કરવાથી પોલીસ ત્યાં પહોંચી જાય છે અને મિત્રને એરપોર્ટની બહાર જ પકડી લ્યે છે.

થોડીવારમાં સમર્થ પણ ત્યાં પહોંચી જાય છે.

પોલીસના હોવા છતાં પણ તેને પોતાના પર કાબૂ નથી રહેતો અને મીત પર હાથ ઉઠાવે છે.

મીત બધું કબૂલ કરી લ્યે છે અને એ પણ કહે છે કે તેને બધું એનવિશાના પ્રેમને પામવા માટે કર્યું હતું.

સમર્થ તેના પર બીજી વાર હાથ ઉપાડવા જાય છે ત્યાં જ તેના ફ્રેન્ડ્સ આવે છે અને તેને રોકી લે છે.

રાશી મિતને માફીનામું લખીને આપવાનુ કહે છે અને એ પણ ઉમેરવાનું કહે છે કે આ બધું એનવિશાની જાણ બહાર થયું છે આ બધામાં એનવિશાનો કોઈ વાંક નથી.

પોલીસ મીતને ત્યાંથી લઈ જાય છે અને થોડા દિવસ માટે રિમાન્ડ પર રાખે છે.

બધા હોસ્પિટલ જવા નીકળે છે.

રાશી પંછીને મંથન સાથે આવવાનું કહે છે.

તે સમર્થ સાથે સમર્થની કારમાં બેસે છે.

રાશી : સમર્થ જો મીતનુ માફીનામું કોલેજના પેજ પર આવી ગયું હવે બધા એનવિશાને સોરી પણ કહે છે હવે બધુ ઠીક થઈ ગયું છે.

સમર્થ : હમ્મ...

રાશી : તને એનવીશા ગમે છે ને ?

(અચાનક જ સમર્થ ને પૂછે છે)

સમર્થ : (થોડો અચકાઈ ને) નહીં તો,તને કેમ એમ લાગ્યુ!

રાશી : મારાથી ના છુપાવ તારી એનવીશા પ્રત્યેની ચિંતા અને આ બધી સ્થિતિમાં તુ જે રીતે વર્ત્યો એનાથી બધું સાબિત થાય છે કે તું એને પસંદ કરે છે.

સમર્થ : હું પછી આ વીષયમાં વાત કરીશ ...અત્યારે આ વિષયમાં કંઈ વાત કરવા નથી માગતો.

રાશી : ઓકે જ્યારે તને ઠીક લાગે ત્યારે સામેથી કહી દેજે.

બધા હોસ્પિટલ પહોંચે છે.

સૃષ્ટિ રડતી હોય છે પંથ તેને શાંત કરવાની કોશિશ કરતો હોય છે.

સમર્થ : શું થયું?

પંથ : હજી પણ એનવીશા બેભાન જ છે એટલે સૃષ્ટિ રડ્યા કરે છે.

સમર્થ : સાંભળ શ્રુષ્ટિ ડોક્ટરે કહ્યું છે ને એ હવે ઠીક છે ઝડપથી હોશમાં પણ આવી જશે તો રડવાનું બંધ કર બાકી એનવીશા ઊઠીને તને આવી હાલતમાં જોશે તો એ ઉદાસ થઈ જશે.

સૃષ્ટિ તેની વાત માની લે છે. પંથ સૃષ્ટિ ને પાણી આપે છે.

સૃષ્ટિ : સમર્થ પેલા ફોટોઝનુ શું થયું?

સમર્થ : અત્યારે એ ચિંતા ના કર બધું સરખું થઈ ગયું છે પછી નિરાંતે કોલેજ પેજ પર જોઈ લેજે.

પંછી આ બધું ચૂપચાપ સાંભળે છે તેને આ બધું જરા પણ પસંદ નથી આવતું.

થોડીવાર થતા તે પોતાને કંઈક કામ છે એમ કહીને ત્યાંથી જતી રહે છે.

બધા એનવીશાના હોશમાં આવવાની રાહ જુએ છે.

ક્રમશ :

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED