પશ્ચાતાપ - 2 Rohan Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પશ્ચાતાપ - 2

હું ફોનની બાજુમાં રહેલ પલંગ પરજ સુતો હતો મેં ફોન ઉચક્યો અને સામે વિવેક હતો ભાઈ હું અમરેલીથી ધારી આવવા નીકળું છુ લગભગ દોઢેક કલ્લાકમાં પોહચી જઈશ લગભગ સાડાસાત વાગ્યા આસપાસ વિવેક મારા ઘરે પોહોચીગયો મેં મારા દૈનિક કામ ફટાફટ પતાવી લીધા ચા નાસ્તો તૈયાર હતા અમે બને વાતો કરતા કરતા ચા નાસ્તો કરવા બેઠા અને ત્યાજ અચાનક રસોડામાંથી મારા માતુશ્રી નો અવાજ આવ્યો આજે બન્ને મિત્રો મળીને ક્યાં જવાનું વિચારી રહ્યા છો? આજે અમે બંને એક નવી જગ્યા પર જવાના છીએ વિવેક ઉતર આપી ફરી નાસ્તો કરવામાં મશગુલ થઈગયો નાસ્તો પતાવી મેં પૂછયું વિવેક હવે તો બતાવ આપણે ક્યા જવાનું છે એ જગ્યા આપણી નજીક માજ છે પણ બહુ ઓછા લોકો તેના વિષે જાણે છે વિવેકે પ્રતીઉતાર વળ્યો વિવેક મેં પણ જોઈનથી આ જગ્યા? ક્યા આવી પણ મેં સાંભળ્યું છે આ જગ્યા વિષે એ જગ્યા ખંભા થી ઉના જતા રસ્તા માં રબારીકા ગામથી અંદર ની બાજું આવેલી છે અને ખુબ જૂની જગ્યા છે. એવું મેં સાંભળ્યું છે. આમ વાતો કરતા કરતા અમે અમારો ચા નાસ્તો પૂરો કરી ઉભા થયા અને અમારો જરૂરી સામાન સાથે લીધો. એક બેગ, પાણીની બોટલ, થોડો કોરો નાસ્તો અને એક નાનકડું ચપ્પ્યું લઇ અમે બન્ને મિત્રો મારા ઘરે થી નીકળવા તૈયાર થયા. મારી પાસે એક મોટરસાઈકલ હતું આમ તો એ સમય માં મોટર સાઈકલ હોવું એ પણ બહુ કહેવાતું વિવેકનો આગ્રહ હતો કે, આજે મોટરસાઈકલ એ ચલાવશે આથી મેં પાચલ બેસવાનું નક્કી કર્યુ અને અમે બન્ને મિત્રો એ મોટર સાઈકલ લઇ અને પ્રથમ અમે મોટરસાઈકલ માં પ્રેટ્રોલ ભરાવ્યું અને નીકળી પડ્યા પેલા રહસ્યમય સ્થાન તરફ જવા નીકળ્યા ગણતરીના સમયમાંજ અમે ધારી ગામ ની બહાર નીકળી ગયા.

ધારી અમરેલી જીલ્લાનો એક તાલુકો છે. પણ હકીકતમાં ધારી એ નાનું સરખું ગામ છે. ચારેય તરફ થી નદીઓ અને જંગલથી ઘેરાયેલુ કુદરતી સોંદર્ય થી ભરપુર જાણે કુદરતે ખોબે ને ધોબે તેનાપર પ્રેમ નાં વર્ષાવ્યો હોય એવી અનુભૂતિ થાય. ધારી થી નજીક શેત્રુંજી નદી પર બાંધવામાં આવેલ ખોડિયાર ડેમ છે. આ ડેમ માં શીયાળાનાં સમય દરમ્યાન વિદેશ થી આવતા પ્રવાસી પક્ષીઓ શિયાળો ગાળે છે અને ઉનાળા ની સરુવાત થતાજ પોત પોતાના દેસ ની વાટ પકડી લેય છે. ધારી ગામ એ ગીર નાં જંગલ માં પ્રવેશતા પહેલા આવતું છેલ્લું પ્રમાણ માં મોટું ગામ છે. ત્યારબાદ વિશ્વ વિખ્યાત એવું ગીર નું જંગલ સરુ થાય છે. અમે બન્ને મિત્રો ધારી બહાર નીકળ્યા અને ધારી થી ખાંભા તરફ જતા રસ્તે અમે અમારી મોટરસાઈકલ દોડાવી મૂકી ધારી થી ખાંભા જતા કોઈ ખાસ સ્થળો આવતા નથી આ રસ્તો લગભગ ૪૨ કિલોમીટર લાંબો છે. આ વિસ્તાર ગીરના જંગલ નો કાંઠાનો ભાગ હોવાથી રસ્તાની બન્ને બાજુએ કોઈ કોઈ જગ્યાએ હરણ, નીલગાય, શિયાળ જેવા પ્રાણીઓ દેખાતા હતા થોડું ઠંડુ વાતાવરણ હતું આથી વિવેક મોટરસાઈકલ થોડું ધીમે ચલાવાતો હતો. રસ્તો લાંબો હતો અને વાતાવરણ એકદમ શાંત હતું આથી મેં વિવેકને પૂછ્યું ભાઈ એતો કે આપડે જવાનું ક્યા છે? અને વિવેકે જવાબ આપ્યો ભાઈ આપણે ખાંભા નજીક રબારીકા નામનું ગામ છે. ત્યાંથી નજીક માં એક ડુંગર છે ત્યાં જવાના છીએ. એટલું કહી વિવેકે મને સહજ પૂછ્યું ભાઈ તું ક્યારે પણ તે રસ્તાપર ગયો છે? મેં નકારમાં જવાબ આપ્યો નાં હું ગયો નથી. વિવેક ત્યાં હું પણ નથી ગયો અને તું પણ નથી ગયો તો આપણે ત્યાં જશું ક્યાંથી? ચિંતા નાકર ભાઈ વિવેકે કહ્યું આપણે ગોતી લઈશું આકાઈ પહેલીવાર થોડું છે કે આવી કોઈ જગ્યાપર આપડે પહલી વાર જઈએ છીએ આવીરીતે આપડે ઘણી જગ્યાઓ પર આપેલા પણ ગયા છીએ. સારું એમ કહી મેં વિવેકને એમજ પૂછ્યું એતો કે, તને આ જગ્યા વિષે ખબર ક્યાંથી પડી અરે હા એતો તને કહેતાજ ભૂલી ગયો કહી વિવેકે આગળ વાત ચલાવી મારા પપ્પા નાં એક મિત્ર હતા એમનો થોડાજ સમય પહેલા સ્વર્ગવાસ થયો એમનું નામ કરશનકાકા હતું તે એક વ્યાપારી હતા અમારી દુકાન ની બાજુમાંજ એમની દુકાન હતી. હતા વ્યાપારી પણ એમની પાસે માહિતીનો જાણે ખજાનો હતો એક દિવસ મારી દુકાન પર એમજ બેઠા હતા અને મારા પપ્પા જોડે વાતો કરતા હતા અને વાત માંથી વાત નીકળતા મારા પપ્પા ને કહેલ કે, ગીરના જંગલ નાં કાઠે ખાંભા પાસે આવેલા રબારીકા ગામની નજીક એક ટેકરી છે ત્યાં એક પોરાણિક સ્થળ આવેલું છે. પણ એમની પાસે એ સ્થળ વિષે પુરતી માહિતી ન હતી. પછી મેં ઘણી જગ્યા એથી આ સ્થળ વિષે માહિતી મેળવાનો પ્રયત્ન કર્યો પણ કમનસીબે એ જગ્યા વિષે જાણવા નાં મળ્યું ઘણા સમય થી આ જગ્યા વિષે વિચારતો હતો અને મેં મનોમન નક્કી કરીલીધું કે બસ હવે આ જગ્યા વિષે જાણવું છે અને આ જગ્યા કેવી છે એ જોવી છે. અને મેં તને ફોને કરી અને આ જગ્યાએ જવા નું કહ્યું આટલું કહી વિવેકે એની વાત પૂરી કરી આમ વાત વાત માં અમે ખાંભા પહોચી ગયા ખાંભા ગામ ધારીની માફક તાલુકા મથક છે પણ નાનકડું સરખું ગામ સામાન્ય ગામ જેવુજ ગામ ગીરના કાઠે આવેલું આથી સોંદર્યથી ભરપુર બન્ને મિત્રો એ ખાંભા બસસ્ટેન્ડ પાસે ઉભું રહેવાનું નક્કી કર્યુ અમે બન્ને મિત્રો ખાંભા બસ સ્ટેન્ડ પાસે ઉભા રહ્યા ત્યાં સામેની બાજુ એક નાની એવી ચાની કીટલી હતી અમે બન્ને મિત્રો એ ત્યાં ચા પીધી અને ચા વાળા ભાઈ પાસેથી રબારીકા જવાના રસ્તાની મહીતી માગી અને એ ચા વાળા ભાઈએ અમને રબારીકા જવા માટેના રસ્તાની વ્યવસ્થિત માહિતી આપી હું અને વિવેક આગળ વધ્યા ખાંભા થી ઉના તરફ જવાના રસ્તા પર જવાનું હતું. ખાંભાથી રબારીકા જવાનો રસ્તો લગભગ ખાંભાથી ૨૫ કિલોમીટર પછી ડાબી બાજુ વળવાનું હતું ત્યાંથી રબારીકા જવાનું હતું બન્ને મિત્રો વાતો કરતા કરતા ઉના જવાના રસ્તા પર આગળ વધ્યા રસ્તામાં ખેતરો, નાના નાના ઢોળાવ અને થોડા નદી નાળા આવતા હતા આ ઉપરાંત કોક કોક જગ્યાએ નળિયા વાળા મકાનો જોવા મળતા હતા. લગભગ ૨૫ કિલોમીટર ચાલ્યા પછી એક રસ્તો મુખ્ય રસ્તાથી ડાબી બાજી જતો હતો આ રસ્તા તરફ એક કાળા પતરા પર સફેદ અક્ષર થી શાળવા અને રબારીકા લખી તીરનું નિસાન બનાવામાં આવ્યું હતું આ જોઈ વિવેકે મોટરસાઈકલ તે રસ્તે ચડાવી થોડીજ વારમાં અમે શાળવા પહોચી ગયા શાળવા ગામ માં પ્રવેશ તા પહેલા એક નદી આવે છે. રસ્તાની કાઠે જમણી બાજુ માતાજીનું મંદિર છે. મંદિર ની આજુ બાજુ મોટી સંખ્યામાં ઝાડ ઉગેલા છે અને મંદિર ની પાછળ ની બાજુ રહેવા માટેના એક લાઈન માં ઓરડાઓ બનેલા છે. મંદિર ની ડાબી બાજુ લગભગ ૫૦ ફૂટ દુર એક પાણી નો કુવો છે જેનું પાણી એકદમ ચોખું અને પીવાલાયક છે. એકદમ કુદરતી અને સંત વાતાવરણ હતું આથી હું અને વિવેક થોડીવાર ત્યાજ ઉભા રહ્યા થોડીવાર પછી મેં અને વિવેકે નદીના પાણી માં હાથ પગ ધોયા. બપોર પહેલા પેલા રહસ્યમય સ્થાન સુધી પહોચવાની ગણત્રી એ અમે જાજો સમય ત્યાં ન વિતાવ્યો અને રબારીકા તરફ પર્યાણ કર્યુ શાળવાથી રબારીકા જતા એકદમ કાચો રસ્તો અને રસ્તાની બન્ને બાજુએ ખેતર અને ખેતર માં બનાવવામાં આવેલા એકદમ નાના અને કાચા મકાન નજરે ચડતા હતા. આ બધું જોતા જોતા અમે થોડીકજ વારમાં રબારીકા પહોચી ગયા રબારીકા નાનકડું એવું ગામ ગુજરાતના બધાજ ગામો જેવુજ એકદમ નાનું અને અતિ રળીયામણું ચોમેર એકદમ શાંતિ ગામના ખેડૂતો પોત પોતાના ખતરે જતા રહ્યા હતા ગામામાં લગભગ બધાજ પોતાના કામ માં વ્યસ્ત હતા. રવિવાર હતો શાળા માં રજા હોવાના કરાણે છોકરાવ નાની નાની ટોળી બનાવીને રમત રમવામાં વ્યસ્ત હતા ગામમાં થોડે અંદર જતા એજ ઝાડ નીચે બનેલા ગોળ ઓટલા પર ત્રણ ચાર વડીલો બીડી પિતા વાતો કરી રહ્યા હતા વિવેકે એમની પાસે મોટર સાઈકલ ઉભું રાખ્યું રામ રામ દાદા હું અને વિવેક એકી સાથે બોલ્યા સામે થી પ્રતિઉત્તર મળ્યો રામ રામ જવાન રામ રામ અમે સહજ રીતે પૂછયું દાદા અહિયાં કોઈ એવી જગ્યા ખરી જે બહુ પ્રાચીન અને કોઈ ટેકરી ઉપર હોય. એ વડીલો માંથી એક વડીલ બીડીની સટ લઇ બોલ્યા હા છે. એ વડીલ જોતા લગભગ ૮૦ વર્ષ ની વય નાં હોય એવું લાગ્યું સફેદ ચોરણી અને ઝભો અને માથે વળ વાળી કાઠીયાવાડી પાઘડી બાંધેલ હતી. ઉમરના કારણે તેના હાથ થોડા દ્રુજતા હોય એવું લાગ્યું એ દાદા એ ફરી બીડી ની એક સાટ લઇ ધુવાદો ઉડાડી બોલ્યા અહિયાથી થોડે આગળ જતા મોલી ગામ નો રસ્તો આવશે અને ત્યાંથી થોડે દુર જતા તમારે જે જગ્યા એ જવું છે તે જગ્યા આવી જશે અમે બન્ને મોટર સાઈકલ પર સવાર થયા અને ત્યાજ એ વડીલે ટપાર્યા જવાન સંભાળી ને જાજો રસ્તો બહુ ખરાબ છે. અને મેં કહ્યું હા વડીલ સંભાળી ને જાસુ. અમે બન્ને આગળ વધ્યા રબારીકા થી થોડે આગળ જતા એક ગાડા કેડો સરું થયો એકદમ સાંકડો અને ખાડા અને પથરા વાળો રસ્તો બન્ને બાજુએ ઉંચી અને ઘાટી થોર ની વાડ વાડ ને પેલેપાર શું છે તે જોવું મુશ્કેલ હતું. ત્યાંથી આગળ જતા થોર ની વાડ વચ્ચે થોડી જગ્યા હતી ત્યાંથી જોતા એક આધેડ વાય નાં એક વ્યક્તિ ખેતર માં કામ કરતા દેખાયા એમણે સફેદ લેંઘો અને સફેદ ખમીસ પહેર્યા હતા પણ ખેતર માં કામ કરવાને લીધે કપડા માટી વાળા થઇ પીળાશ પડતા દેખાતા હતા. ઉંચી કદ્કાથી વાળા એ આધેડ વાય ની વ્યક્તિ ને અમે પૂછ્યું કાકા અહિયાં કોઈ ટેકરી પર જુનવાણી જગ્યા છે ખરી એ આધેડ વાયની વ્યક્તિ એ હકાર માં જવાબ આપતા કહ્યું અહિયાથી થોડે આગળ જતા એક ડેમ આવશે એ ડેમ નાં પુલ ને પાર કરસો એટલે તમારે જે જગ્યાએ જવાનું છે તે જગ્યા એ તમે પહોચી જશો હું અને વિવેક એ ખાડા ખબડા વાલા રસ્તે આગળ વધ્યા થોડે આગળ પહોચ્યા એટલે પ્રમાણ માં થોડો સારો રસ્તો આવ્યો જગ્યા થોડી ખુલ્લી દેખાણી ત્યાંથી થોડે આગળ જતા નદી પર બનાવવા માં આવેલ ડેમ આવ્યો અમે ડેમ પાસે નાં પુલ પરથી પસાર થઇ અને આગળ વધ્યા થોડે આગળ જતા રસ્તો જમણી બાજુ એ વળ્યો એ તરફ વળતા અમારી સામે અમને એક મોટી ટેકરી દેખાણી અને મેં વિવેક ને કીધું ભાઈ આ એજ ટેકરી લાગે છે. અને વિવેકે મને જવાબ આપતા કહું ભાઈ જયે તો ખરા શું છે. અને મેં વિવેક ને સહજ જવાબ આપ્યો હા અહિયાં શૂધી આવ્યા છીએ તો હવે ત્યાં શુધી પણ જઈ આવ્યે આમ વાતો કરતા આગળ વધ્યા થોડે આગળ જતા કાચા રસ્તાની ડાબી બાજુ એક તળાવ જેવું હતું તળાવ માં ખુબ મોટા પ્રમાણ માં કમળ નાં ફૂલ હતા જોતા એવું લાગતું હતું કે આ સ્થળ પર માણસો ની અવાર જવર ખુબ ઓછી હશે. અમે ત્યાર્હી આગળ વધ્યા અને લગભગ ૧૫૦ મીટર જેટલું આગળ ગયા ત્યાં બે ડુંગરા વચ્ચે રસ્તો પૂરો થતો હોય તેવું લાગ્યું અમે આગળ વધ્યા અને થયું પણ એવુજ બે ડુંગરાની વચ્ચે થોડી ખુલ્લી ગયા હતી અને મારી નજર અચાનક જમણી બાજુ નાં ડુંગર પર પડી અને મેં વિવેક ને જોર થી કહ્યું મોટરસાઈકલ રોક. વિવેકે મોટરસાઈકલ રોકી બોલ્યો શું છે? મેં વિવેક ને કહ્યું જમણી બાજુ જો અને વિવેકે જમણી બાજુ નજર ફેરવી અને પછી તો શું હું અને વિવેક આખો ફાડી તે તરફ જોતાજ રહી ગયા..................