હોરર એક્સપ્રેસ - 9 Anand Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

  • ભિષ્મ પિતામહ

    पितामह भीष्म अने मकरसंक्राती   રાત્રી નો બીજો પહોર છે... આરત...

શ્રેણી
શેયર કરો

હોરર એક્સપ્રેસ - 9

સામેથી વિજય બોલ્યો મારી માસી ક્યાં ગઈ છે.
ક્યાંય નહીં..... હમણાં જ હતી પણ તે બજારમાં શાકભાજી ખરીદવા ગઈ હશે. એમ જ શું કંઈ કામ હતું કે શું.....
વિજયે કહ્યું કામ તો કંઈ નહી માસા પણ મારી રેલવે ભરતી માંથી એક ઓર્ડર આવ્યો છે અને તેમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા જવાનું કહેવામાં છે,
આટલું જ કેહવુ હતું માસા.....
" માસા એ કહ્યું ચિંતા કર્યા વગર તું અને તારા બાપુજી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી આવજો આવી તક બેટા જતી કરાતી હશે લક્ષ્મી ચાંલ્લો કરવા આવે અને આપણે મો ધોવા ના જવાય તું અને તારા બાપુજી બંને ડોક્યુમેન્ટ વેરિફિકેશન જવા માટે તૈયારી કરો.મારા આશીર્વાદ હંમેશા તારી સાથે જ છે આટલું કહીને તેના માસા ફોન મૂકી દે છે."
"વિજય તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાની તૈયારી શરૂ કરી દીધી છે અને તેના પિતાજી સાથે લઈને અમદાવાદના રેલવે બોર્ડ વિભાગમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા માટે જાય છે.

"કોઈ દિવસ આ બાપ બેટા એ સુંદરપુર ગામ છોડ્યું ન હતું" વધારે માં વધારે એ વિજાપુર સુધી ગયા હતા અમદાવાદ જવું તેમના માટે એક મોટો પડકાર હતો.
"આ નોકરી સામે પડકાર તુચ્છ લાગતો હતો સવારે વહેલા ઊઠીને અમદાવાદ જતી બસમાં બેસી જાય છે." અમદાવાદમાં ગીતામંદિર બસ સ્ટેશન ઉતરે છે ત્યાંથી રીક્ષાવાળાને પૂછે છે
"ભાઈ અમારી રેલવે બોર્ડ ની રિક્રુટમેન્ટ ઓફિસે જવાનું છે." રીક્ષાવાળાને બધાજ સ્થળ ની ખબર હોય છે.
"ચલો બેસી જાવ"
આ બાપ બેટો રિક્ષામાં બેસી જાય છે રિક્ષાવાળો તેમને કાલુપુરની રેલ્વે રિક્રુટમેન્ટ ઓફિસે ઉતારે છે.
પપ્પા હવે આપણે કોને પૂછી શું કે કયા ગ્રુપમાં આપણું વેરિફિકેશન છે આવું વિજય કહ્યું.
"બેટા કઈ ચિંતા ન કર "
"વિજય ના પિતાજી પૂછપરછ વિભાગમાં જઈને કહે છે કે આજે મારા દીકરાનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન તો કઈ જગ્યાએ કરાવવાનું છે."
સામેથી જવાબ આવે છે કે 7 નંબરની રૂમ મા ડ્રાઇવર ના વેરિફિકેશન ચાલુ છે ત્યાં જઈને તમે પૂછી જોવો ને ....... વિજય અને તેના પિતાજી 7 નંબરની રૂમ માં જઈ ને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવે છે.
ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા પછી ટ્રેનિંગની તારીખ અને સ્થળ મળે છે.
" આ સ્થળ પણ કેવું ......... ગૂજરાત ની સંસ્કાર નગરી વડોદરા."
વિજયને ટ્રેનિંગ માટે સ્થળ નક્કી કરવામાં આવ્યું.
ટ્રેનિંગ નો ઓર્ડર લઈને વિજય અને પિતાજી ઘરે આવીને તેની માતાને જાણ કરી છે.
"મમ્મી મને ટ્રેનિંગ સ્થળ મળી ગયું છે અને તે પ્રાચીન સંસ્કૃતિઓ નું નગર વડોદરા." ત્યાં હું ટ્રેનિંગ માટે જઈશ.
"એમાં શું ચિંતા કરે છે બેટા,લોકો પૈસા કમાવવા માટે સાત સમુંદર પાર જતા નથી આપણે તો આપણા રાજ મોજ ટ્રેનિંગ કરવાની છે એમાં શું ગભરાઈ જાય છે મારા આશીર્વાદ તારી સાથે છે તને કંઈ થશે નહીં."
"વિજય વીલા મોઢે એની મમ્મીને કહે છે કે હું ગભરાતો નથી પણ મમ્મી પપ્પા ને છોડી શકતો નથી."
"ભાઈ તારી નોકરી આવશે એટલે હું અને તારા બાપુજી તારી સાથે રહીશું ચિંતા કરો માં."
(આટલું સાંભળીને જ વિજયના મનમાં નોકરી કરવાનો જુસ્સો વધી જાય છે અને મનોમન ટ્રેનિંગ કરવાનું નક્કી કરી લે છે.)
થોડાક દિવસો બાદ તે તેની ટ્રેનિંગ માટે જવા રવાના થાય છે
વડોદરાના રેલવે બોર્ડ ની ટ્રેનિંગ સેન્ટરમાં વિજય ની ટ્રેનીંગ શરૂ થાય છે.
ટ્રેનિંગ 12 મહિનાની હતી બાર મહિના બાદ તેને કાયમી નોકરીનો ઓર્ડર મળ્યો હતો.
આ નોકરીનો ઓર્ડર તેને વિજાપુર રેલ્વે સ્ટેશન માં મળ્યો.
વિજય જેવી ટ્રેનિંગ પૂરી કરીને તેના માતા-પિતાના આશીર્વાદ લેવા માટે પોતાના ગામડે આવી છે.
માતા-પિતાના પહેલા તો આવીને આશીર્વાદ લીધા અને પછી તેમના ચરણોમાં પોતાનો કાયમી નોકરી નો ઓર્ડર ધરી દીધો.
વધુ આવતા અંકે......