હોરર એક્સપ્રેસ - 10 Anand Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

શ્રેણી
શેયર કરો

હોરર એક્સપ્રેસ - 10

માતા-પિતાના આશીર્વાદ લીધા બાદ વિજય તેના ગામમાં આવેલ "હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા નીકળી પડે છે". સરકારી નોકરી આવી હોય એટલે કંઈક અનોખો જ અંદાજ વ્યક્તિ નો હોય પણ આ તો ભલો માણસ વિજય કોઈ રોફ જમાવ્યા વગર નો નરમ દિલનો સીધો સાદો લાગતો યુવાન.

પોતાની બાઈક લઈને હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા જાય છે હનુમાન દાદાનો વિજય પરમ ભક્ત હતો તે હંમેશા દર શનિવારે ઉપવાસ કરતો અને હનુમાનજીના દર્શન કરવા જતો. આમ તો વિજય બાહુસ માણસ હતો.
અંદરથી ડરપોક પણ હતો.
વિજય ને બહુ ભૂતનો ડર લાગતો એટલે તે ગળામાં સાળંગપુર હનુમાનજી થી લાવેલ કંઠી બાંધેલી રાખતો.
પેહલે થી ચાલી આવતી લોકમાન્યતા મુજબ જો ગળામાં કંઠી બાંધેલી હોય તો ભૂત બુત કે વળગણ માણસને હેરાન કરી શકે નહીં.
"આ એક સત્ય હકીકત હતી"
વિજય દર્શન કરીને પરત આવે છે ત્યારે તેના મગજમાં કોઈ ભ્રમણા ચાલી રહી હતી.
તેનું મગજ બેચેન હતું.
કોઈ ભૂતના ઓછાયા માં આવી ગયો હોય એવું તેની માતાને લાગતું હતું અથવા તો ગામના કોઈ ઈર્ષાળુ વ્યક્તિ વિજય ઉપર કાળો જાદુ તો ન કરી દીધો હોય ને આવું વિજયની મા મનમાં ને મનમાં બબડ્યા કરતી હતી.
"એટલી વારમાં એના પિતાજી બોલ્યા"
શું વિચારે છે.
વિજય જ્યારથી ટ્રેનિંગમાં જઈને આવ્યો છે ત્યારથી બેચેન લાગે છે તેને કોઈની નજર બજર તો નથી લાગી ને.........
આટલું સાંભળતા તેની મા તેની નજર ઉતારવા માટે ગામના એક ભૂવાને મળવા જાય છે
ભૂવો તેમને પાંચ મરચાં ત્રણ લીંબુ ,ચપટી મીઠું ,ચપટી હળદર, સાત કાળા મરી આ બધું લઈને લાલ કપડામાં મૂકી વિજય ઉપર ઉતારી ને ત્રણ રસ્તે મૂકી આવવાનું કીધું.
"આટલી સલાહ લઈને વિજયની માં પોતાના ઘરે પાછી આવે છે."
વિજયની નજર ઉતારવાની ઘરમાં તૈયારી થાય છે.
બધી વસ્તુ ભુવાજી એ કીધી હતી તે તેના પિતાજી ગામમાં લેવા જાય છે.
"થોડીક જ વારમાં બધી વસ્તુઓ લાવીને વિજયની માતાને આપી છે."
વિજયની માં ભુવા એ કીધું હતું તેમ બધી વિધી કરીને તેના બાપુજી ને રાત્રિના સાડા બાર વાગ્યાના સમયે ત્રણ રસ્તે નજર બાંધવા બનાવેલી વસ્તુઓ મુકવા માટે મોકલે છે.

તેના પિતાજી તેની માતાના કહ્યા મુજબ રસ્તા ઉપર જાય છે અને ત્રણ રસ્તે એક સફેદ સાડી પહેરેલી છોકરી જુવે છે,તે છોકરી ખૂબ જ રડતી હતી તો વિજયના પિતાજીને દયા આવી જાય છે.
પૂછે છે કે શું થયું બેટા કેમ રડે છે.
એટલી જ વાર તે પોતાનો ઘૂમટો તાણી ઊંચો કરે છે તો વિજયના પિતા ગભરાઈ જાય છે.
સામેથી ચુડેલ બોલે છે ચિંતા કરશો નહીં હું તમારુ કશું જ બગાડીશ નહિ.
" આટલું સાંભળતા ખમીરવંતા વિજય ના પિતાજી માં હિંમત આવી જાય છે."
ચુડેલ નું વર્ણન કરીએ તો અદભૂત હતું.
તેના પગ આગળની જગ્યાએ પાછળ હતા તેના હાથ છાતીના ભાગેથી નીકળતા હતા,તેના મોઢા જેવો કોઈ ભાગ જ ન હતો આખો ચહેરો લોહીલુહાણ હતો.
" કોઈ મન નો પોચો વ્યક્તિ હોય તો ત્યાં ને ત્યાં જ ઢળી પડે" આ તો મજબૂત દિલના માનવીનું કામ હતું.
" વિજયના પિતાજી પણ કંઈ પાછા પડે એમ ન હતા."
ચુડેલ અને વિજય ના પિતાજી વચ્ચે વાતો શરૂ થાય છે.
"ચુડેલ બોલી હું એમ ને એમ ચુડેલ બની નથી."
મારા પરિવારે મારી હત્યા કરી છે. મારું સાચું નામ સપના હતું અને હું કરસન ભાઈ ના છોકરા નિકુલની પત્ની હતી.
"મારી સાસુ અને સસરા એ દહેજની માંગણી કરતા હતા પણ મારા પિતાએ દહેજ આપવા સક્ષમ ન હતા એટલે હું મારી સાસુ અને સસરાની દહેજની માગણી પૂરી કરી શકી નહીં તેથી મને ઝેર આપીને મારી હત્યા કરી નાખી."
વધુ આવતા અંકે........