આંસુ બન્યાં અંગારા Minii Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આંસુ બન્યાં અંગારા


છેલ્લાં પાંચ વર્ષમાં ક્યારે ખુલ્લીને હસી એ યાદ નથી ! સતત લાગ્યા કરે કે મારી અંદર કૈક સળગી રહ્યું છે. there is always something burning inside me 😟. આગ, બદલાની આગ! આંખમાંથી વહેતાં આસુ જ્યારે એ આગ ની ગરમી થી અંગારા બની ગયાં , બસ ત્યારની આ વાત છે. દિલમાં રહેલું દર્દ જ્યારે ઘાવ બની ગયું બસ ત્યારની આ વાત છે. બેપનાહ પ્રેમ જ્યારે બેહદ નફરત બની ગયો .બસ ત્યારની આ વાત છે. મારા જીવનનો બસ એ જ મકસદ હતો કે જેણે મારી સાથે દગો કર્યો એનું જીવન બરબાદ કરી નાખું.

આજથી 8 વર્ષ પહેલાં....

સુખી ચાલતો અમારો સંસાર..હું અને મારો પતિ અજય અમારા લગ્નજીવનમાં ખૂબ જ ખુશ હતા. અમારા લગ્નને બે વર્ષ પૂરા થયાં હતાં. અમે અમારા વતનથી કૈક 300 કિલોમીટર દૂર રહેતા હતા. અચાનક એક દિવસ અજયના વતનનો એક ભાઈ અમારા ઘરે આવ્યો. જેને અજય ઓળખતો પણ નાં હતો. પરંતુ પછી ઓળખાણ નીકળી, કે એક વતન નાં જ છીએ આપણે બન્ને અને પરદેશ માં તો દેશનું કૂતરું પણ વ્હાલું લાગે, એમ જ અજય ને એ વ્યક્તિ પ્રત્યે માણસ સહજ લાગણી હતી. તે વ્યક્તિ સરકારી નોકરી માટે ની તૈયારી કરવા અમારાં શહેર માં આવ્યો હતો. 30 વર્ષની ઉંમરમાં પણ અપરિણીત હતો.એનું નામ સુધીર હતું..સુધીર અને અજયની દોસ્તી ધીમે ધીમે જામી અને હું પણ ખુશ હતી કે અહીંયા અંજાન શહેર માં અજય ને કોઈ સારો મિત્ર મળી ગયો. પણ જાણે અમારી ખુશીને કોઈની નજર લાગી ગઈ હોય એમ, ધીમે ધીમે બધું ખરાબ થતું ગયું , હું ક્યારેય વિચારી પણ નતી શકતી કે સુધીર અજયના કાનમાં ઝેર રેડશે અને એ પણ મારા નામનું... હું સુધીરને મારા ભાઈ કરતાં પણ વિશેષ માનતી. એને ઘરની યાદ નો આવે અને મન દઈને ને મેહનત કરી શકે એ માટેનું બધું જ ધ્યાન હું અને અજય રાખતાં.

અજય .. સુધીર નાં મોહ માં અંધ બની ચૂક્યો હતો, હવે એ સુધીર ને મોટોભાઈ કહીને જ બોલાવતો અને સુધીર એ આ જ વાતનો ફાયદો ઉઠાવ્યો. પેલી વાર મારો અને અજય નો જઘડો થયો . અમે બન્ને જણા મહિને એક વાર બહાર ફરવા જતાં, અને અચાનક અજય એ કહ્યું કે મેઘા આપણે ફરવા જવામાં બવ ખર્ચો નો કરવો જોઈએ થોડી બચત કરવી જોઈએ એવો મોટાભાઈ નો સુજાવ હતો.એટલે હવે થી આપણે બહાર નઇ જઈએ . બસ પછી શરૂ થઈ ગયું. અજય રોજ રાતે મોડો ઘરે આવતો ક્યારેક તો 2 દિવસ સુધી ઘરે જ નો આવતો ખાલી 1 મેસેજ આવતો કે મોટાભાઈ જોડે બહાર જાવ છું.. પછી હું શું કરું છું , ક્યાં છું કે કેમ છું એની ચિંતા જ નાં રેતી એને...મને હવે ધીમે ધીમે સુધીર પ્રત્યે અણગમો થવા લાગ્યો,અજય નાં આવા વર્તન જોઈ ને ... એકવાર અજય દારૂ પી ને ઘરે આવ્યો રાતે 1 વાગે ...અને પછી મારાથી નાં રેહવાયું ...મે સુધીર ને ફોન કર્યો કે શું છે આ બધું એને મને કહ્યું કે તારો પતી હવે ગયો તારા હાથમાંથી .. તારામાં હિંમત હોય તો રોકી લે તારા પતિને ..અને મે પણ ગુસ્સા મા કંઇ દીધું કે જતો રે મારા પતિની જિંદગી માંથી ...બાકી મારાથી ખરાબ કોઈ નહિ હોય .

મે સવારે અજયને સમજાવવાની ખૂબ કોશિશ કરી પણ એ કંઇ જ સાંભળવા તૈયાર ન હતો. સુધીર એ એના કાન ભર્યા કે તારી પત્ની એ કહ્યું કે હું તારી જિંદગી ખરાબ કરું છું, અને તારાથી દૂર જતું રેહવાનુ કહ્યું. તું તારું ધ્યાન રાખજે દોસ્ત મારા લીધે તારી જિંદગી ખરાબ થઇ અને ભાભી ને દુઃખ લાગે એવું હું નો કરી શકું હું જાવ છું દોસ્ત...તું ભાભી ને જ રાખજે .. એણે બોલેલા એ શબ્દો અજયને ખોટી લાગણીના જાળ માં ફસાવી લીધાં. મારો અને અજય નો બવ મોટો જગડો થયો. એણે મને પિયર જતું રહેવાનું કહ્યું. મે એને મનાવવાની બવ કોશિષ કરી પણ એણે મારી એક પણ નો સાંભળી . પછી હું પિયર આવી ગઈ.
છ મહિના પછી અજય મને લેવા આવ્યો. મારી માફી માગી ... અને મે માફ પણ કરી દીધું , ત્યાં જઈ ને જોયું તો હજી સુધીર ત્યાંજ હતો. પણ સુધુરની લાઈફ માં એક છોકરી આવી ગઈ હતી. હું ખૂબ જ ખુશ થઈ કે હાશ હવે એને પણ આ સબંધની અહેમિયત સમજાશે. અને મારો કંઇ પણ વાંક ન હોવા છતાં મે સુધીર ની માફી માગી અને રાજી ખુશી થી રેહવાની કોશિશ કરી.15 દિવસ બધું સરખું ચાલ્યું... પણ પછી ..

હવે સુધીરે નવી રીત અપનાવી , તે હવે અમને કલોઝ લાવવાનાં બહાને થી દુર કરવાની કોશિશ કરતો હતો .અજય તારા અને ભાભી માટે મે મૂવી ટિકિટ લીધી છે ,તમે જઈ આવો. મારી ફોર વ્હીલ લઈ ને તમે ફરી આવો. પેલા તો આ બધું મને બહુ સારું લાગતું કારણ કે આટલું દૂર અમારી ચિંતા કરવા વાળું કોઈ ન હતું પરંતુ, પછી...અજય તને આ મોબાઇલ ખૂબ ગમતો હતો ને હું લઈ આવ્યો તારા માટે , તે આ શર્ટ વિશ લીસ્ટ માં નાખ્યો તો ને હું લઈ આવ્યો. અજય લે આ પૈસા અને ભાભીને સોના ની ચેઇન અપાવી આવ. અજય લે પૈસા તારે નવી બાઇક લેવી હતી ને, એક બાપ કરે એટલું બધું જ એ મારા અજય માટે કરવા લાગ્યો અને બદલામાં મને દૂર કરતો ગયો.મારા અને અજયનો જગડો થઈ જતો , અજય આપડે એટલા સધ્ધર નથી કે એટલા છૂટ થી પૈસા વાપરી શકીએ આપડે ભાઈને પૈસા ક્યારે પાછા આપી શકીશું તું હવે એટલા બધા પૈસા અને વસ્તુઓ એમની પાસેથી લેવાનું બંધ કર. પણ એણે મને જ કહી દીધું કે મારી અને સુધીર વચ્ચે ની વાત છે તારે વચ્ચે બોલવાની જરૂર જ નથી. વળતે દિવસે જ મે નોકરી જોઈન કરી લીધી , મારો પતિ એની આકાંક્ષા પૂરી કરવા માટે કોઈનો ગુલામ બનીને રહે એ મને જરા પણ પસંદ ના હતું.મારી અને અજય બંને ની સેલરી થી આમરા બધા જ શોખ અને જરૂરિયાતો પૂરી થઈ રહેતી. તેથી સુધીર ની જરૂર હવે અમારે ઓછી પડતી . એ તેનાથી સહન નો થયું . એણે બીજો રસ્તો અપનાવ્યો મારા અને અજયના સબંધને તોડવા માટે, અને એ રસ્તો હતો એટલે કે હતી.. શ્રુતિ .. સુધિરની ગર્લફ્રેન્ડ ... ઈન્સ્ટાગ્રામ માં ચેટ કરતા કરતાં ઓનલાઈન બનેલી એની ગરલફ્રેન્ડ...મુંબઈમાં રહેતી હતી.પહેલેથી જ મુંબઈ ઉછરેલી અને બેફામ બિન્દાસ છોકરી. શરૂઆત મારી સાથે ખૂબ બોન્ડિંગ બન્યું એનું મે એને ગુજરાત નાં રીતભાત અને અમારી કાસ્ટ વિશે શીખવ્યું બધું. અમે પટેલ અને એ લોકો મોચી હતાં.

સુધીર પાસે કઈ રસ્તો ન હતો હવે અજયને મારા થી દુર કરવાનો પરંતુ પૈસા અને વસ્તુઓ આપી ને સુધીરે અજયને પૂરી રીતે. કન્ટ્રોલ માં કરી લીધો હતો. અજય નું વર્તન દિવસે ને દિવસે ખરાબ થતું જતું હતું, જેમકે રોજ ગાળો નો પ્રયોગ કરવો કારણ વગર ગુસ્સે થઈ જવું અને દારૂ પી ને ઘરે આવવું મારા પ્રત્યે નો એનો આદર હવે ઘટી રહ્યો હતો.મારા અને અજયનાં લવ મેરેજ હતાં. મહા મહેનતે ઘરવાળા ને મનાવ્યા હતાં. હું ઘરે કોઈ ને કહી નતી શકતી એના વિશે, અને હું ખૂબ ખુશ પણ હતી એની સાથે જ્યાં સુધી સુધીર અમારી જિંદગી માં નાં હતો.પરંતુ સુધીર અને શ્રુતિ આવ્યા પછી ..લાગતું કે જાણે જિંદગી નર્ક બની ગય છે. સુધીર અજયને શ્રુતિ ની બધી જ વાત કરતો , એ કેટલી ફ્રી માઈન્ડ છે .મને કોઈ પણ છોકરી જોડે બહાર જવા દે છે , વાત કરવા દે છે ફ્રેનડશીપ કરવા દે છે ...તને કેમ મેઘા એવું નહિ કરવા દેતી ??? મેઘા ને કઈ શક છે તારા પર??..આ લે શ્રુતિ નો નંબર એ તને બધું સમજાવશે કે મેઘા ને કઈ રીતે સમજાવવી.

ધીમે ધીમે અજય અને શ્રુતિ ની દોસ્તી જામતી ગઈ. એક દિવસ કૈક પાર્સલ આવ્યું અને મે જોયુ તો એમાં 3 ટી શર્ટ હતા. એમાંથી એક એ પણ હતું જે હું અજય માટે લેવા માગતી હતી. ત્યારે મને paytm વાપરતાં આવડતું ન હતું , તો મે શ્રુતિ ને દોસ્ત સમજીનેં મદદ માગી, મારે આ ટી શર્ટ અજયને ગિફ્ટ આપવું છે તું પ્લીઝ ઓનલાઈન મંગાવી દઈશ ?! ..એણે કહ્યું અરે એટલી વાત મા શું મેઘા...અને એ એક ટી શર્ટ અને સાથે મે પસંદ કરેલું ટી શર્ટ પણ ઘરે આવી ગયા હતાં એને એમાં લખ્યું હતું ફ્રોમ શ્રુતિ વીથ લવ.અજય માટેનો મારો પ્રેમ એક દમ ચંચળ હતો અને મારો સ્વભાવ પણ એકદમ નાના બાળકો જેવો , જે મારું છે એ મારું જ છે... પરંતુ એ બધા થી વધુ મને મારા અજય પર વિશ્વાસ હતો. મે એને એટલું જ પૂછ્યું દિકુ આપડે શ્રુતિ પાસેથી એટલી ગિફ્ટ કેમ લઈ શકીએ!! અને અજય ની દલીલો ..એવું લાગી રહ્યું હતું કે બોલી એ રહ્યો છે પણ શબ્દો કોઈક બીજા નાં હતા....હા તને તો બળવા આવ્યું ને કે કોઈ અજય ને આવી સારી ગિફ્ટ કઈ રીતે મોકલી શકે, દુનિયા ક્યાની ક્યાં નીકળી ગઈ અને તું હજી તારી કુવનો દેડકો છે મેઘા, આને ફ્રેનડશીપ કહેવાય આજે ઓનલાઈન મળેલા મિત્રો જાન આપી દે એકબીજા માટે ..પણ તારી જેવી ગામડાની છોકરી એ નહિ સમજી શકે... લીસન મેઘા કાલે સાંજની બસ માં હું મુંબઈ જાઉં છું સુધીર જોડે એ શ્રુતિને મળવા જાય છે અને એને કઈ મુશ્કેલી પડે તો હું મદદ માટે જાવ છું .અને મે કહ્યુ કે અજય તમારે રજા ભરીને જવાની શું જરૂર છે !! બીજા કોઈને મોકલી દ્યો ને આમ પણ હું અહીંયા એકલી કેમ રહીશ.!! શું કામ જાવ છો તમે મને એકલી મૂકી ને અજય ને હગ કરીને મે એવું કહ્યું. મારા હાથ છોડાવી ને ધક્કો મારીને અજયે કહ્યું કે મારે લગ્ન કરવા છે શ્રુતિ જોડે એટલે જાવ છું મુંબઈ ખબર પડી ગઈ શું કામ જાવ છો શું કામ જાવ છો કઈ ને ** મારી છે. જઈશ જ થાય એ કરી લે...મે કહ્યુ અજય જઈ આવ તું મારી કઈ નાં નથી ..ધ્યાન રાખજે તારું .. લાવ હું પેકિંગ કરી આપુ..રાજીખુશીથી મે એને જવા દીધો પણ ખબર ન હતી કે આવું કરીને હું મારા જ પગ પર લાત મારી રહી હતી..પણ બીજું હું કઈ કરી શકું એમ પણ નાં હતી.

2 દિવસ પછી અજય પાછો આવી ગયો . એ 2 દિવસ આખા મે રોઈ રોઈ ને પસાર કર્યા હતાં. 2 દિવસ પછી પાછો આવેલો અજય એ કદાચ મારો અજય હતો જ નહિ, એની આંખોમાં મારા માટે આદર ન હતો, મારા પ્રત્યેનો સ્નેહ અને પ્રેમ ઘટી ગયો હતો. મારામાં એને હવે ખામી અને ખોટ જ દેખાતી હતી. એ સુધીર અને શ્રુતિ ફરવા જતા મને જાણ કર્યા વગર અને ક્યારેક જાણ કરતા તો પણ એક વાર પણ જોડે આવવાનું નાં કહેતાં . બહુ એકલું એકલું લાગતું , અજય મારી જ પસંદ હતો એટલે હું કોઈને કંઈ પણ કહી શકતી ન હતી. એક વાર શ્રુતિ નો એસએમએસ આવ્યો. મને ખબર છે તને બવ તકલીફ થાય છે મારાથી પણ આઇ એમ સોરી હું તને તકલીફ આપતી જ રહીશ. મારા અને સુધિરનાં કોર્ટ મેરેજ થઈ ગયા છે અને અજય સુધીર વગર 1 મિનિટ પણ નઇ રહી શકતો એટલે તારી લાઈફ મા હું હવે આજીવન રહીશ .. જસ્ટ વેઇટ એન્ડ વોચ...મે કહ્યુ કે હુ તારી ધમકી થી ડરતી નથી આખી દુનિયા થી લડી ને મે મારા અજય જોડે લગ્ન કર્યા છે , એ મને મૂકીને તરી સામું જોશે પણ નહિ એટલે ખોટા પ્રયત્નો રેહવાં દે. તો એણે કહ્યું કે ઓહ એવું તો અજય મુંબઈ આવ્યો ત્યારે તું ક્યાં હતી???? ..

શ્રુતિ નાં સવાલો થી હું ભાંગી પડી , મારા મન માં અજયને ખોવાનો ડર પેસી ગયો હતો. એણે કહ્યુકે તું જતી રે ને હું અજય અને સુધીર હંમેશા જોડે જ રહીશું.અને મે ગુસ્સામાં આવીને અજયને કોલ કરી દિધો કે તારી અને શ્રુતિ વચ્ચે શું ચાલે છે?! એ મને જતી રેહવનું કહે છે , અજય અને મારો મોટો જગડો થઈ ગયો..એણે કહ્યું કે હા જતી રે તું એટલે બધાને શાંતિ ...હું એ શબ્દો સહન નાં કરી શકી ..મારા મગજ માં શું ચાલી રહ્યું હતું એ મને પણ ખબર નાં હતી મે એનું શેવિંગ બોક્સ માંથી બ્લેડ લીધી અને નસ કાપી નાખી . અજય ઘરે ન હતો અને એનો મેસેજ આવેલો હતો કે હું મુંબઈ જાવ છું શ્રુતિ બીમાર પડી ગઈ છે એટલે સુધીર જોડે પણ અફસોસ એ મેસેજ જોવા હું ભાન માં ન હતી. હું બેહોશ થઈ ગઈ પછી અમારા પડોશી મને હોસ્પિટલ લઈ ગયા અને ઘરે ફોન પણ કરી દીધો . એ લોકો એ અજયને પણ ફોન કર્યો હતો અજયે ફોન ઉપાડ્યો જ નહિ એને એમ થયું કે હું એને વઢવા માટે ફોન કરી રહી છું પાડોશીના ફોન માંથી . હું જીવું છું કે મરી ગઈ એ જાણવા એણે એક વાર પણ ફોન નઇ કર્યો . 3 દિવસ પછી એ ઘરે આવ્યો.હું ખાટલામાં સૂતી હતી અને જોડે મારા મમ્મી બેઠા હતાં. એ લોકોને મે એમ જ કહ્યું હતું કે રસોડાં માં ચક્કર આવી ગયા એટલે હાથમાં કાચ વાગી ગયો. માં ને મે એમ કહ્યું હતું કે અજય ઓફિસના કામ થી અમદાવાદ ગયા છે. અજય એ કહ્યું કે શું થયું મેઘા ..કેમ આટલી નાની વાતમાં મમ્મીને હેરાન થોડું કરાઈ. એક બે દિવસમાં મમ્મી જતાં રહ્યા. મે અજયને પૂછ્યું કે એક પણ વાર જાણવાની કોશિષ કરી 3 દિવસ માં કે હું જીવું છુ કે મરી ગઈ. એણે કહ્યું સોરી મને ખબર નતી કે તું પડી ગય હતી કિચનમાં ..મે કહ્યુ કે હુ પડી નતી ગઈ ... બસ હંમેશા માટે તમારાં લોકોની વચ્ચે થી જવા ની કોશિશ કરી હતી એટલે તમારા લોકોની વચ્ચે ના આવું. એનો જવાબ એ જ હતો સરસ.. મરી જ જવું ને ..તો નસ નાં કપાઈ સાઇનાઇડ જ લઈ લે એટલે પછી જીવતાં રહી જવાનો ડર જ નહિ .એનો ગુસ્સો યોગ્ય હતો પણ મને થોડા પ્રેમની પણ જરૂર હતી. મે એને શ્રુતિ નાં મેસેજ બતાવ્યા એણે કહ્યું કે હું એને બેન માનું છું મે કહ્યું અજય એને બેન બનવાની શું જરૂર છે યાર! સુધીર ઓછો હેરાન કરે છે કે આને પણ સહન કરવાની ..હું થાકી ગઈ છું યાર ..હું સુધીર ને કૈક બોલીશ તો તને ખોટું લાગશે પણ પ્લીઝ યાર હવે આ બધું બહુ વધી ગયું છે. એણે કહ્યું જસ્ટ શટ અપ સુધીર નું નામ પણ લીધું તો ઉભે ઊભી ચિરી નાખીશ તને , જા તારું કામ કર અને સાંભળ તું મરી જઈશ ને તો પણ હું અને સુધીર અલગ નહિ જ પડીએ.

પછી આ રોજનું થઈ ગયું સુધીર નાં નામ પર મને છોડી દેવાની ધમકી ..સુધીર એવો શબ્દ જો તારા મોઢામાંથી પણ નીકળ્યો ને તો હું ઘર માંથી કાઢી મૂકીશ તને, અને બીજી બાજુથી શ્રુતિ નાં મેસેજ મારે અજય સાથે શારીરિક સંબંધ બાંધવો છે, તારો પતી ખૂબ હોટ છે, આવા મેસેજ મને વારંવાર આવતાં. સુધીર નો એક શબ્દ પણ બોલાઈ જાઈ તો અજય મને છોડીને જતો રેહતો.એક કે બે દિવસે પાછો આવતો પણ મારી સાથે સરખી રીતે વાત પણ નાં કરતો સુધિરના નામ પર જાણે જાન વારતો એની ...મે ઓછામાં ઓછું 5 વાર સુધીર નાં લીધે આત્મહત્યા કરી હતી ..પણ દર વખતે બચી ગઈ ખબર નહિ કેમ જીવન માં કૈક મહત્વનું કામ બાકી હશે.

અજય અને મારી વચ્ચે નાં સબંધ નું જાણે મૃત્યુ થયું હતું. રોજ મારા પર ગુસ્સો કરીને જતો રહેતો. હું એકલી જીવીને હવે કંટાળી ગઈ હતી.એક વાર શ્રુતિ એ મને મેસેજ કર્યો કે તું જતી રે અજય ની લાઈફ માંથી હુ અજય અને સુધીર સાથે જ રહીશું એક ઘરમાં તારી કોઈ જ જગ્યા નથી.સુધીર અને શ્રુતિ એ અજયને પૂરી રીતે કન્ટ્રોલ કરી લીધો હતો એ મારી વાત સાંભળવા તૈયાર જ ન હતો કે નાં તો મારી જોડે રેહવા તૈયાર હતો એણે મને ઘર માંથી જતું રહેવાનું કહ્યું મે બવ માફી માગી અને કહ્યું કે હું તને ખૂબ જ પ્રેમ કરું છું અજય તારા વગર નહિ રહી શકું તું પ્લીઝ મારી જોડે આવું નાં કર ...એટલા માં સુધીર આવી ગયો અને તેણે કહ્યું કા ભાભી મે કહ્યું હતું ને કે તમારા માં સંસ્કાર નથી ...તો મારો મિત્ર સંસ્કારહિન છોકરી જોડે થોડો રહે કેમ અજય . મારા મિત્ર માટે તો છોકરી હું ગોતિશ શ્રુતિ જેવી જ ...ચાલો નીકળો હવે ..અને અજયે કહ્યું ગેટ લોસ્ટ....

હું આ બધું સહન ના કરી શકી. ઘરે હું કહી શકું એમ ન હતી કારણ કે અજય મારી જ પસંદ હતો અને બધા ખૂબ અદર કરે છે એનો , હું મારું મોઢું કોઈ ને બતાવી શકું એમ નથી. તેથી હું બીજા શહેર માં રહેવા જતી રહી. અજય , સુધીર અને શ્રુતિ ત્રણેય એ જ ઘરમાં રહેતા હતાં . પણ એ લોકોની ખુશી હુ જોઈ શકતી ન હતી. મારી આંખ માંથી વહેલા આંસુનો હિસાબ બાકી હતો હજી તો ....
એક દિવસ મે શ્રુતિ ને કોલ કર્યો મારી આંખમાંથી વહેલા એક એક આંસુની કસમ તારી અને સુધીર ની સચ્ચાઈ આખી દુનિયા સામે લાવીશ...2 વર્ષ મે એકલી અજાણ શહેરમાં એકલી રહીને ગુજાર્યા. મુંબઈ જઈ ને શ્રુતિ વિશે શોધખોળ કરી એ એક બાર ડાન્સર હતી અને પૈસા માટે ..પૈસાવાળા છોકરા ને ફસવતી અને એના પૈસા પડાવી લેતી અને પછી બીજા છોકરા જોડે અફેર કરીને એક મેરેજ તોડી નાખતી. શ્રુતિ નાં રૂપ નાં મોહ માં પડેલા અજય અને સુધીર જોડે બદલો લેવા માટે શ્રુતિ ની સચ્ચાઈ કેહવુ કાફી હતી. કેહવાય છે ને કે જેણે જીવનમાં કોઈનું ખોટું નથી કર્યું ભગવાન એની જોડે કઈ ખોટું નથી થવા દેતા. એક દિવસ શ્રુતિ અજયે શ્રુતિ ને રંગે હાથ પકડી અને એ સુધીર ને કહેવા ગયો... પરંતુ સુધીરે એની એક નો સાંભળી..એણે કહ્યું કે હું અજય નથી કે કોઈક ની વાત મા આવીને મારી પત્ની ને દુઃખ પહોંચાડું..મારી પત્ની મારો જીવ છે . તું આજ પછી મને તારું મો નહિ બતાવતો નીકળ અહીંયાથી આમ કહીને સુધીરે અજયને કાઢી મૂક્યો. અજયને એના કાર્યની સજા મળી ચૂકી હતી ....

હવે વારો હતો સુધિરનો , સુધીરને સબક શીખવાડવા માટે મે ખાલી શ્રુતિ ને એક પૈસા વાળી પાર્ટી બતાવી જ્યાં સુધીર નોકરી કરતો હતો એનો બોસ...અને શ્રુતિ ને એની જોડે સેટિંગ કરવાનું કહ્યું અને શ્રુતિ માની પણ ગઈ. તેણે સુધીર સાથે લગ્ન કર્યાં હોવા છતા પણ સુધીર નાં જ બોસ જોડે લીવ ઇન માં રહેવા લાગી. રોજ પોતાની અખોની સામે જ પોતાની પત્ની ને બીજા કોઈકની જોડે જોઈને સુધીર નું લોઈ ગરમ થઈ જતું હતું . એક વાર એણે કોઈ તિક્ષ્ણ હથિયાર વડે પોતાની જ પત્ની શ્રુતિ નું ખુંન કરવાની કોશિશ કરી . સદભાગ્યે શ્રુતિ બચી ગઈ તે કોમાં માં જતી રહી અને સુધીરને જેલની સજા થઈ 10 વર્ષ માટે અને અજયને પોતાના કર્મો ની સજા મળી રહી હતી તે સાવ એકલો પડી ગયો હતો. મને મનાવવા અને કરગરવા માટે આવતો દિલ કહેતું કે માફ કરી દવ પરંતુ મન નાં પાડતું.

મારા દિલમાં લાગેલી બદલાની આગ આજે હોલવાઈ હતી. આંખના અંગારા ટાઢા પડ્યા હતા. આંખમાંથી વહેલા આસુ આજે ખુશીના હતાં. મારા ગુનેગારો ને એની સજા મળી ગઈ હતી અને મને જીવન જીવવાની નવી દિશા.

अकेला ही तो जीना है ,चल जी लेंगे हम ,
तूने ही तो दिया है दर्द , चल सेह लेंगे हम।
जो लाके तूने दिया वो विष भी पी लेंगे हम
,पर जो कि तूने बेवफाई इश्क में कसम से
तेरा सुकून छीन लेंगे हम ।

- minii દવે