An all-out fight books and stories free download online pdf in Gujarati

એક અલ્હડ લડકી

મન માં ચાલતી કેટલીય અકળામણ અને ચેહરા પર આઇ એમ ધી હિટલર વાળો લૂક, બહારથી કઠોર અને અંદર થી એટલી જ નરમ.
દુનિયાથી અલગ માથાકુટ થી દુર અને પોતાની મસ્તીમાં જ મસ્ત એક અલ્લડ છોકરી જોઈ છે મે......

અમારી પેહલી મુલાકાત માં તો મને એના પર અપાર ગુસ્સો આવ્યો.
એના મોઢા પર બોલી દેવાનો સ્વભાવ અને i am happy in my own.. એ ટાઈપનો એનો એટીટ્યુડ લાગી રહ્યો હતો. અને હું પેહલેથી જ એવા માણસોથી દૂર રહેતી જેના વર્તનમાં જરા એવો પણ ઘમંડ જલકતો હોઈ. એટલે મારું એના પ્રત્યે ધૃણા વાળું મનોવલણ એ પરિસ્થિતિ મુજબ મને યોગ્ય જ લાગતું.

પણ એનો લુક મારી બેસ્ટ ફ્રેન્ડને થોડો મળતો આવતો , એ બંને ના નામમાં પણ બસ એક અક્ષરનો જ તફાવત હતો.
માસ્ટર વખતે હું જ્યારે પણ મારી બેસ્ટ ફ્રેન્ડને મળતી તો એને અચૂકપણે કહેતી કે મારા ક્લાસમાં તારા જેવી જ એક છોકરી છે જે તારી જેમ હોલિવૂડની વેબ સિરીઝ જોવે , ઇંગ્લિશ સોંગ સાંભળે અને સ્પેનિશ મૂવી જોવે!!!!

અને એ સાંભળીને મારી બેસ્ટી એમ કહેતી કે ઓહ તો , એ તો તારી નવી ફ્રેન્ડ બની હશે ને ?નવી કોલેજમાં નવી ફ્રેન્ડ!!!
મારો જવાબ કૈંક એવો આવતો કે , ના રે...મને તો એ હિટલર ટાઈપની લાગે થોડીક ! આપડે નો જઈએ સામેથી ફ્રેન્ડશીપ કરવાં! અને એમ પણ એ બધા લોકોનું પહેલે થી જ ગ્રુપ છે અને મને તો એકલા રેહવાની આદત!!! એવું કહીને હું એ છોકરી જોડે દોસ્તી કરવાની વાત ટાળી દેતી. પણ ખબર નહિ કેમ ક્લાસમાં એ બધાથી અલગ લાગતી. એના અમુક વિચારો હૃદયસ્પર્શી હતા.

મારો અને એનો સબંધ કૉફી જેવો હતો , શરૂઆતમાં કડવી લાગે અને પાછળ થી મીઠી લાગતી. ક્યારેક મોઢા પર બધું જ કહી દેવા વાળી તો ક્યારેક અસંખ્ય લાગણીઓ દબાવીને જીવવાવાળી અંતર્મુખી...

આજકાલ મિત્રતા , સંબંધો દેખાડાનાં અને જરૂરિયાત પૂરતા હોઈ છે.પરંતુ એ એવી ન્હોતી... સંબંધો ઓછા રાખો પણ સાચા રાખો એવા વિચારમાં માનનારી. સામન્ય રીતે એવા લોકોને ઓછા મિત્રો હોઈ છે પણ એની મિત્રતા ગાઢ હોઈ છે.

તે નિખાલસ હતી, નાના બાળક જેવી ... મારી જગ્યા મને જોઈએ જ , મારું સ્પેશિયલ સ્ટૂલ , મારી પર્ટીક્યુલર પ્લેસ , અને શરૂ લેક્ચરે નિર્દોષ બાળકની જેમ સૂઈ જવું ! બધાથી અલગ છતાં બધા સાથે ભળી જાય એવું વ્યક્તિત્વ હતું એનું !
બધા સાથે મળીને મજાક મસ્તી કરવી , ગોસીપ્સ કરવી. જગડો કરવો કે પછી કોઈને ચિડવવું. થોડીક સર્કાસ્ટીક અને સચોટ હા એવી અલ્લડ લડકી જોઈ છે મે ,......

બહાર થી સખ્ત અને અંદરથી નાજુક જરા ટચક્રીન જેવી હતી એ. હાં! ટચસ્ક્રીન થી યાદ આવ્યું...એનું વિયર્ડ, ફેન્ટાસ્ટિક પ્લેલિસ્ટ જ્યાં તમામ પ્રકારના અલગ અલગ ભાષામાં ગીત મળી રહેતાં! સ્કૂલ ટાઇમથી જ સોંગ કલેક્શન કરી રાખેલુ. એના અવાજમાં પણ વજન હતો. એ ગાય એ સાંભળવું ગમતું પણ , અંતર્મુખી વ્યક્તિઓ સામાન્ય રીતે પોતાની ખૂબીને બધા સામે રજૂ કરતાં ખચકાટ અનુભવે એમ એ પણ એવી જ હતી.

એ એટલે સાવ સામાન્ય અને સાવ જ અસામાન્ય !!! એની એક અલગ પ્રકારની જ દુનિયા હતી. ગુડ મોર્નિંગ , સરકારે એડમિશન આપી જ દીધું છે એટલે નાંછૂટકે કોલેજ , ઘર, વેબ સિરીઝ અને ગુડ નાઈટ. આ એની સામાન્ય દુનિયા હતી .
અને બીજી પણ એક દુનિયા હતી! કલ્પનાની જેમાં અસંખ્ય મૂવીઝ, વેબ સિરીઝ , સોંગ નાં સૂરમાં એ ખોવાયેલી રહેતી. કદાચ કોઈ Mangus _ carlsen કે પછી કોઈ જૉન સ્નો😉 નાં ઈન્તેજાર માં હતી.

એકલાપણું કદાચ એને પણ બહુ લાગતું હશે, ક્યારેક છાના ખૂણે એ પણ રડી હશે ! પણ હિંમત કોઈ દિવસ નહિ હારી હોઈ.

ફિલ્મી દુનિયાનો કીડો પણ કહી શકાય એને, ક્યું નવું મૂવી આવશે, કંઈ વેબ સિરીઝ નવું સોંગ બધી અપડેટ્સ એની પાસેથી મળી રહેતી! ક્યું મૂવી જોવા જેવું છે ક્યું નહિ એ એડવાઇજ પણ ફ્રી માં મળી રહેતી. અને ઘણી બધી વાર મુવીનું નામ પૂછો અને ક્લાઈમેક્સ સુધીની જાણકારી મળી જતી. ક્યારેક એની વાત કોઈ ન સાંભળે તો આખા ક્લાસ વચ્ચે રાડ પાડીને બોલી દે!

નાની નાની ભાત(લાગણીઓ)થી બનેલી અને ઉપરથી જીણવટ પૂર્વક ભરેલા રંગો કોઈ અતરંગી ભતચિત્ર જેવી જ એકદમ !
સુંદર, સુશીલ, સમજદાર અને આનંદી અને સાથે સાથે થોડી કન્ફયુજડ પણ લાગતી !

સાચી પ્રેમ કહાનીમાં માનનાર ! એવું કેહવાય ને કે કોઈ વ્યક્તિને સમજવું કે જાણવું હોય તો એનું પ્લેલિસ્ટ કોપી મારી લેવુ કે પછી એના ફેવરિટ મૂવી લીસ્ટ પેસ્ટ કરી લેવું . એનાથી એની વિચારસરણી સમજવામાં સરળતા રહે.
એના પરથી સમજી શકાયું કે તેના સિદ્ધાંતો અને વિચારો પણ એના મન જેટલા સુંદર છે. એને નિર્દોષ પ્રેમકહાની થી પ્રેમ છે એટલી જ ખોટી માથાકૂટ અને temporary relations થી નફરત પણ ! પ્રકૃતિ પ્રત્યેનો એનો પ્રેમ.

ક્રિકેટ અને ધોનીની મોટી ફેન હતી. ઇલેક્ટ્રિક ગેજેટ્સ સાથે એને અલગ પ્રકાર નો જ લગાવ હતો. હંમેશા બધાના ફોટોઝ ક્લિક કરતી , અને કોલેજ પાર્ટીઝમાં અમારી ડીજે પણ બની જતી . અમારી ગેલેરી નાં કેન્ડીડ ફોટોઝ નું બધું ક્રેડિટ એને જ જાય. તે દેખડામાં જરા પણ વિશ્વાસ ન રાખતી.

"કંફર્ટ જૉન" જિંદગીમાં એ એક વસ્તુથી પણ ખુશ હતી એ! મોબાઈલ , ચાર્જર , અનલિમિટેડ ડેટા અને વેબ સીરીઝ અને બે અઢી ટાઇમ જમવાનું...એટલામાં લાઇફ આવી જતી એની !.. પ્રેમથી એને Lazy enthusiastic kind of person પણ કહી શકાય.

એને પહેલી વાર મળીને કોઈ એને ઓળખી નો શકે , કદાચ રોજ સાથે રહેતી વ્યક્તિ પણ એને સમજી ન શકે કાં તો પછી એ સરળતાથી સમજી શકાય. એક મિસ્ટ્રી જેવી હતી એ....

એનું ખડખડાટ હાસ્ય , સેલ્ફી પોઝીસ, સેકસી સેલ્ફી પોઝિસ, બધા ને સ્પષ્ટ સાચું કેહવાની આદત , ગોસીપ્સ નાં વિયર્ડ ટોપીક્સ , શરૂ લેક્ચરમાં ગ્રેટ ક્રિએશન્સ કરવા કે પછી સૂઈ જવું. કંઈ પણ કરવાનું તો પુરા મનથી બાકી ટ્રાય જ નહિ કરવાની એવા સિદ્ધાંત સાથે એની જ દુનિયામાં મસ્ત થઈને જીવનાર , હિંમત વાળી, ઓટોફાઇલ , સેલ્ફ લવર......હા એવી એક અલ્હડ લડકી મે પણ જોઈ છે.

હું એને એટલું ઓળખતી નથી કે એની સાથે એટલો સમય પણ નથી વિતાવ્યો ! પણ મારા હૃદયમાં એના માટે એક ખાસ સ્થાન છે અને એ હંમેશા રહેશે!

हसी में छुपा रखी थी उदासियां भी
था खामोशियों के पीछे कुछ शोर सा भी
वो अपने आप में पूरी दुनिया सी
थोड़ी बिगड़ी सी थोड़ी संभली सी
लड़की थी वो अल्हड़ सी ।
- Minii દવે

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED