પોતાનાં આવું કાં કરે? Brinda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ડિજિટલ અરેસ્ટ

    સાયબર માફિયાઓનો નવો કિમીયો : ડિજિટલ અરેસ્ટડિજિટલ અરેસ્ટ : ઓન...

  • કભી ખુશી કભી ગમ - ભાગ ૪

    SCENE 4  [ સ્ટેજ ઉપર લાઈટ આવે કપિલા અને નીલમ ચિંતામાં બેઠા છ...

  • નિતુ - પ્રકરણ 33

    નિતુ : ૩૩ (લગ્ન) નિતુ રાત્રે ઘરે પહોંચી તો ઘરમાં શારદા સિવાય...

  • ભીતરમન - 39

    મારી વિચારધારા સવિતાબેન ના પ્રશ્નથી તૂટી હતી તેઓ બોલ્યા, "મા...

  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

શ્રેણી
શેયર કરો

પોતાનાં આવું કાં કરે?

મેઘના ખૂબ જ લાગણીશીલ એના લગ્ન મદયમવર્ગ પરિવાર માં થયા ને એક દાયકા ઉપર થઈ ગયું એક સુંદર મજાનો એક દીકરો ને પ્રેમાળ પતિ સાથે ખૂબ જ સુખસઁતોષ થઈ રહેતા. પિયર થી સાસરું ઘણું દૂર હોવાથી વેકેશનમાં માં જ પપ્પા ને ત્યાં આવવાનું થતું.મેઘના ની નાની બહેન આખાબોલી હેલી પણ પરણી ગયા ને 8 વરસ જેવું થયું. હેલી ના લગ્ન ઇમ્પોર્ટ એક્સપોર્ટ ના બિઝનેસ કરતા ઉચ્ચ મધ્યમ વર્ગ માં થયા. બંને બહેનો પરણી ને સાસરે ગઈ પછી વેકેશનમાં ચાર દિવસ પિયર માં મળે એમાં હેલી નું પરિવાર મોટો ને એ મોટી વહુ તો બે દિવસ માંડ મેળ પડે. એનો પાંચ વરસ નો દીકરા ને સમર કેમ્પમાં જવું હોય..ને કેટલુંય કઇ
પણ આજે તો એક ના એક ભાઈ ના લગ્નમાં પ્રસંગે પિયરમાં આવ્યા. કારણે ભાઈના પ્રસંગે નો ભાર આ બહેનો એજ ઉપાડવાનો હતો. મમ્મી પપ્પા ની ઉંમર હવે જવાબ દેતી હતી..
ઘણાં વર્ષે મેઘના ને હેલી તો માંડ ભેગી થઇ છે, તો વાતું કરતી જાય ને સાથે તૈયારીઓ થતી આવે. લગ્ન પછી આ વખતે 10 -12દિવસ ભેગા રહેવાનો મોકો મળ્યો. પોતાના નાનપણને યાદ કરતાં હેલી બોલી કે મેઘલી પાપા ના સામાન્ય પગાર માં આપણે બધા કેવા પ્રેમ થી રહેતાં ભણ્યા ગણ્યા જાણે કોઈ વાત ની કમી નહી કાં...હા મારી હેલી આપના દાદી પાસે થી કેટલુંય શીખ્યાં ને જીવન માં ઉતારી ને આપના સંસાર માં સુખી છીએ.
આમ વાતો કરતાં સાંજી નો દિવસ આવી ગયો. બધા મહેમાનો ની આગતાસ્વાગતા થઈ માંડી બધી વ્યવસ્થા થઈ ગઈ છે.પપ્પા એ આ બધી વ્યવસ્થા પેલા દસ હજાર રૂપિયા હેલી ને મેઘના ને આપેલા કે કંઈ જરૂર પડે તો ને આપણું કામ અટકે નહિ. હેલી એ કીધું બેન તું સાચવીને રાખ જોઇએ તયારે ઉપયોગ માં લેશું.
સાંજી પછી દાંડીયા રાસ ની રમઝટ બોલાવી બધા એ ખૂબ આનંદ કર્યો ને વહેલી સવારે જાન જવાની હોવાથી બધા થોડો આરામ કરવા ગયા. હેલી ને મેઘના ઘરે સુવા આવ્યા કારણકે છાબના દાગીના બધું ઘેર રાખેલું. મેઘના સૂતાં પહેલા આ પ્રસંગ શાંતિથી પાર પડે એવી ભગવાન ને પાર્થના કરી ને સૂતી.હેલી કે મેઘ પેલા પાપા એ આપેલા રૂપિયાની આપડે કંઈ જરૂર નથી પડી તો સવારે પપ્પાને ને આપી દેજે કદાચ પાપા ને જરૂર પડે કાલે..
ઓહ હેલી હું તો તને કહેતા જ ભૂલી ગયા આ રૂપિયા કાલે જ મમ્મીને આપી દીધા. એમને કંઈક સોની ને શાકવાળા ને દેવાના હતાં.ને બંને બહેનો થાક ઉતારવા સુઈ ગઈ. સવારે ઉઠી ને મેઘના જુવે છે તો તેનાં થેલા ને સુટકેસ એમ તેમ વિખરાયેલી જોય...મેઘના ની લાગણીઓ રડી પડી ...... શંકા ?...... એક નિસાશૉ...... કેટલાય પ્રશ્નો મનોમન ને .....એક આવડી અમથી વાત માં...
પછી જાણે કંઈ બન્યું જ નથી એમ હસતાં મોઢેથી પ્રસંગ ઉકેલયો.
મમ્મી મારે કાલ ની ટિકિટ છે તો બધા હિસાબ કિતાબ પતાવી લઈએ.હેલી હિસાબ લખતી હતી,હેલી મમ્મી બોલ્યા તારા પપ્પા એ તમને આપેલા રૂપિયા માંથી મારે સોની ને આપવાના હતા તે મેઘા એ મને આપી દીધા છે.. હિસાબ માં માંડી દેજે વરી ભૂલી જઈશ તો તાળો નહિ મળે છેલ્લે.હેલી હિસાબ લખતાં જ મનમાં બોલી હાય રે મેં મારી મેઘલી ઉપર શક કર્યો.....આવડી અમથી વાત માં ......અફસોસ સાથે મનમાં જ માફી માંગી ... બે માંથી એક બહેન પણ કઈ જ ન બોલી..
મેઘના ની આંખો માં જાણે ચોમાસું બેઠું .મમ્મી બોલ્યા મારી છોકરીઓ વીના મારુ કોઈ કામ પાર ન પડે .ને હવે આજ તો મેઘા ને બે દિવસ પછી હેલી જતી રહશે.સંબંધ સાચવવા ડૂમો સાચવીને હેલી સામે જોય સ્વગત જ બોલી આવડી અમથી વાત માં એ તે પારખાં....કર્યા.... શેના ..???????????