દ્વારકા નગરી ની વાયવ્ય દિશામાં ખડકાળ સતત ભરતી ઓટ થયાં કરતાં દરિયા કાંઠે થી એક દોઢ ગાવે એક સુંદર રળિયામણું નાનકડું ગામ આવેલું. ગામ ને મુગટ સમાન નાનકડું તળાવ , સવાર સાંજ ગામ નો ઝાંપો મોરલા ના ટહુકા થી ભરાય જાય એટલા મોર. બસ્સો ખોઈડાં ના ગામ આખા નું પાણી આ તળાવ પૂરું કરે .આ ગામ માં જવાનો મુખ્ય મારગ તળાવ પાસે થી જ નીકળે આશરે અડધો કિલોમીટર ચાલો ત્યાં જ ગામ નો ઝાપો આવે આ આખા ગામ માં ઝાપા બાર બે જ ખોઇડા એક માં શિવા ભા રહે ને એ જ દીવાલે એમના મોટા ભાઈ માશંકર ભા રહે બેય ભાઈ ને એનો પરીવાર રહે. ઘર તો ગામડા ગામ માં માટી લીપેલા નળીયા વારા ને મોટા ઓરડા વાળા ઘર .ને આ બસો ખોરડા માં બધા વરણ રહે પણ મુખ્ય વસતી આયર ની ને આ ગામ બાર બે ઘર બ્રાહ્મણ ના ઘર જાણે ગામ ના રખોપું કરાનાર.એમના ઘર પાસે થી તળાવે જવા ની કેડી,ત્યાં પણ એક મોટો કૂવો. કુવા ની ઉગમણે થોડા પાળિય જેને સુરાપુરા તરીકે પૂજાતા.ગામ ના લોકો એવું માનતા કે આપડા ગામમાં કોઈ મેલી શક્તિ આ પાળિયા પુજવા થી નથી આવતી, કેમ કે દોઢેક ગાવ છેટે દરિયે ખુલું સ્મશાન છે. જ્યાં ક્યારેય છ વાગ્યા પછી અગ્નિદાહ આપવામાં આવતો નથી.એક લોકવાયકા એવી પણ છે કે દધીચિ ઋષિ નો આશ્રમ સ્મશાન ની બાજુ છે. રોજ સાંજ પડે ને ભૂતડા જાગે આ ઋષિ ને ઉપાડી જાય. પણ સત થી સવારે પાછા આવે ને આ ભૂત પ્રેત ને ગામ સુધી ન પહોંચવા દે. ગામ થી દરિયા જવા ના રસ્તે એક રામ મંદિર આવે, ત્યાં વર્ષો પહેલા સાધુ ધૂણો ધખાવી બેઠેલા. કહેવાય છે કે મહાત્મા એ મંદિર ની સામે આવેલી વાવ માં જીવતાં જલ સમાધિ લીધેલી. ત્યાર પછી શિવા ભા ને એમનો પરિવાર મંદિરની સેવા કરે.
આ ગામ લોકો એક ગામ થી બીજે ગામ જાવું હોય તો, સાધન માત્ર માં એક એસટી ની બસ સાંજે છ વાગ્યે આવે, રાતવાસો કરે ને સવારે સાળા છયે ઉપડે.ગામ માં મોટી ઉંમર ના આતા ને ચાર પાંચ પંચાતિયા એસ ટી બસ સ્ટોપ કહો કે ગામ નો ચોરો કહો ત્યાં ગામ નું રખોલું કરતા હોય, એમ કોણ ક્યાં આવે છે જાય એનું મફત માં ધ્યાન રાખે. ત્યાં મહા શંકર ભા ના દીકરા ને પણ નો પાન નો ગલો કરેલો. એ પાછો ચાંડાલ ચોકળી માઈલો.
શિવા ભા ના ધર્મ પત્ની શારદાબેન ત્રણ સંતાન માં બે દિકરી ને એક દીકરો નવલ સુખી પરિવાર.શિવા ભા સરકારી નોકરી કરતા માળીયા મિંયાણા પાસે ચેક પોસ્ટ પર ,ત્યાં દરિયા કાંઠે ઓરડી જેવા સરકારી કવાટર માં રયે. ભગત માણસ બે ટંક ભોજન બનાવી લે. ઘર ની કોઈ ઉપાધિ નોતી, મોટાં ભાઈ ઘર પાસે રહે . ભાભી ને પત્ની દૂર ની બહેનો થાય. આખું ગામ સંપ સહકાર સુખ થી રહે.ગામ માં આજ ગામ ના સરપંચ નો દીકરો સરમણ ના વિવાહ જીવી સાથે નક્કી થયા. જીવી ની વિદાય વેળાએ ગોર મહારાજ જે કંકુ ભીના બે હાથે મોભ ની ભીંતે થાપા
માર્યા, ને મગ ચોખા થી વધાવી પાછું જોયા વગર જિંદગી નવી સફરે નીકળી પડી. જીવી ને તો મન થી ચાલતો સંવાદ નો કાયમ સંગાથ હતો.પોતાની લાલ હથેળી જોઈ વિચારે ચળી પિયર નું ઋણ અહી સુધી જ હોય,દીકરી ને વિદાય વેળા એ માવતરે આપેલા સંસ્કારની મૂડી સિવાય બધું જ મૂકી ને આવ્યા ની બે હાથે થાપા મારી બધાય ની સાક્ષી એ જાણે સહિ કરી,પોતાના થી પારકું થવા ની સફર કે પછી અજાણ્યા ના જાણીતા થવા ની કસોટી..કેટલાય વિચાર ને મન થી ઉત્પન્ન થતાં સવાલો ના જવાબની મથામણમાં, નવા અનુભવની સફરે અજાણ્યા ને જાણીતા કરવા,પારકા ને પોતાના કરવાસાસરે આવી. મોંઘી માં એ આરતી ઉતરી કંકુ પગલાં કરાવ્યાં. આખા ગામ એ વિવાહનો લાવો લીધો આ સરમણ ની વવ તો રુપ રુપ ના અંબાર જેવી.થોડા દી માં તો જીવી વવ એ પરિવાર નું દિલ જીતી લીધું.ખાનદાની પ્રમાણે ચાલચલગત ઘૂમટો તાણી રહે.પણ આ સ્ત્રી ની અંદર પણ બીજી જીવી રહે જે કાયમ સવાલો નો મારો બોલાવે. પોતાને ઘેર તો માં નું માથું ખાય જતી. દીકરી ને સમાજ કયે એમ જ કેમ રેવાનું? મારે ભાઈ ની જેમ આગળ ભણવું હોય તો બાપુ કેમ ના પડે?ને તું ય વડી આખો દી ઘૂમટો તાણી ને રે ,ધીમા સાદે બોલ ,રાંધવા માં ધ્યાન દે ..આવી તો કેટલી શિખામણ દઈ દે.પણ કોઈ દી કોઈ એ ન પૂછું કે હે! જીવી આ બારી માંથી આકાશ દેખાય ત્યાં ઉડવું ,આ હિલોળા લેતો પવન સંગાથે દોડવું.આ ભગવાન ની બનાવેલી દુનિયા જોવા જાણવા ના તો કેટલાય સપના પડીકા બંદ સાચવી રાખેલા. જીવી બવ સ્વમાની ને માં ન બાપુ ની લાડકી એ ખરું કોઈ ને એના થકી ઓછું ન આવે એનું ધ્યાન રાખે.પણ આ પુરુષપ્રધાન સમજ માં એના નિયમ મુજબ રહેવા નું, મન ને મારી ને રી ઢું કરી નાખવાનું, પોતાની આબરૂ પિયર ની ખાનદાની ને સાસરા વારા ની જાજરમાની સાચવવા માં જિંદગી ખપાવી દેવાની.. આમ વિચરતી ત્યાં નણંદે સાદ દીધો. સરમણ એક નાની બહેન એનું નામ સરલા, દાદી ને ઘરડી માં કહે ,ને સસરા ભીમા બાપા.જે ગામમાં સરપંચ તરીકે સારી નામના.એક મોટું ખેતર એની દેખરેખ સરમણ રાખે.ગામ માં મોટા ભાગે ખેતીકામ કરે.
મોરલાના ટહુકા થી ગામ જાગે ગાયું દોહવે વાસિંદાવાળે ,તળાવ ને કાઠે માથે ઘૂમટા ઓઢી હેલ લઈ ને ચાર પાંચ બાયું સંગાથે પાણી ભરવા જાય. કારણકે ગામ થી તળાવ થોડું આઘું થાય ને એકલા ન જવાય .જીવી ને સરમણ નો સુખી સંસાર ચાલતો થયો.જીવી ને ગામ વિશે વાતો જાણવાની બવ ઉત્સુકતા,સરલા ને આ વર્ષે પંદર મુ વર્ષ પુરું થયું ઘર માં બહેનપણી જેવી ભોજાય આવવા થી લાડ માં ય વધારો થયો. ગામ ની નિશાળ માં પાંચ ચોપડી સુધી ભણી.આગળ ભણવું હોય તો બીજા ગામ જવું પડે.એના કરતાં ઘર કામ શીખવા ની સલાહ આપી.ગામ માં એના જેવડી બે જ છોકરી મનુ ન સોનકી,પછી બાપુ ની બીક થી ઘેર કોઈ આવે નહિ ને પોતે ય રજા સિવાય જઇ ન શકે. પણ આખા દી માં બે વાર તળાવે પાણી ભરવા જવાનું થાય. ભીમાં ભા સરપંચ હોવાથી ઘરે કોઈ ને કોઈ ની આવજા થતી રહે.સરલા ને ઘેર કંટાળો આવે એટલે વાલી માં ભેરી રોજ રોંઢે શારદા ગોરાણી પાસે રામાયણ સંભાળવા જાય. ઘરડી માં ભેગીનાનપણ થી ગામ જુનવાણી વાતું સાંભળી ને મોટી થઇ. શારદા માં પાસે એક ની એક વાત સો વાર સાંભળી હોય તો સાંભળવી ગમે ને હવે તો ભાભી નો સથવારો થયો એટલે મજા આવે. વાલી માં ભેગી બેય રામાયણ સંભાળવા જાય. મોંઘી નવી પરણેલી વવ ને દીકરી ને કામ સિવાય ક્યાંય એકલી બાર નો જવાદે એટલે કોઈ ક દિ ઘરડી માં ભેરી મોકલે.મન મોકળું થાય ને ગામ માં ધીરે ધીરે ભળતા શીખે.
શારદાબેન શાંત સ્વભવના રસોઈ,કામકાજ,ભરતગુથનમાં અવલ. કોઈ નવી વાનગી બનાવી હોય કે સારી સલાહ લેવી હોય તો પેલા શારદા બેન ને પૂછે.
સરલા કહે શારદા મા આજ જીવીભાભી ને ઓલી ઢુંઢા ને ઢુંઢી ની વાત ક્યો ને? શારદા માં વાત ચાલુ કરી વર્ષો પહેલા આ ગામમાં કારમો દુકાળ પડ્યો કેટલા વર્ષ સુધી પાણીથી તરસતુ આ ગામ, પણ કોઇ ઉકેલ ન જડે. ઢોરના તો હાડમાંસ સુકાવા લાગ્યા, ખાવા કંઈ ન મલે અને મોતને ભેટવા મંડ્યા
માણસો પણ શું કરે એમાં આ ગામ મુકી હિજરત કરવાનું નક્કી કર્યું. એક નિ:સંતાન દંપતી ઢૂંઢો અને ઢૂંઢી રહે. આ જીવન બંને રામ ભક્તિમાં કરી. એનાથી આ પીડા જોવાય નહીં. ઢૂંઢા એક દિવસ ગામ ભેગું કરી અને વાત કરી કે જો આ તળાવને બલી દેવામાં આવે તો આપણું તળાવ પાણીથી ભરાય વરસાદ થાય અને આપણા પ્રાણીઓને આપણે બધા સુખેથી રહીએ.આપણા ઘર બાર મુકવા ન પડે અને ખેતી કામ પણ કરી શકીએ એવા માં પ્રભુને આખી રાત ઢૂંઢો અને ઢૂંઢી પ્રાર્થના કરે છે.અને આ ગામને બચાવી લેવા માટે આ ગામને હિજરત કરવા થી બચાવવા માટે ઢૂંઢો અને ઢૂંઢી બીજે દિવસે સવારે રામ મંદિર સામે આવેલી વાવ માં કાયમ આવમા થોડું પાણી રહેતું તેમાંથી વહેલી સવારે પહેલા પોરમાં સ્નાન કરી પ્રભુ ભક્તિ કરી અને એક કળશમાં પાણી લઈ આવ્યા. તળાવની પાળ ઉપર બેઠા આખું ગામ ભેગું થયું. અને ઢૂંઢો અને ઢૂંઢી બંનેએ પાળ પૂજા કરી, કંકુ અને ચોખા છાંટી અને બે હાથના પંજા પાણીથી ભીના કરી અને બંને હાથે સાથે થાપા માર્યા અને જીવતા સમાધિ લીધી આખા ગામની આંખમાં આસું સાથે વિદાય આપી. ને જાણે ઈશ્વરે અરજ સાંભળી ઢૂંઢો અને ઢૂંઢી નુ બલિદાન સ્વીકારી આ વર્ષે મેઘરાજાની કૃપા વરસી અને સરસ મજાનો વરસાદ થયો. આ તળાવ પાણીથી છલકાઈ ગયું ગામમાં હર્ષોઉલ્લાસ થયો. આ દંપતીએ જે આપેલું સમર્પણ ની યાદી આ તળાવનું નામ ઢુંઢાસર તળાવ રાખ્યું.ને જ્યારે પણ અતિ વરસાદથી આ તળાવનું પાણી ગામના ઝાંપા સુધી પહોંચે ત્યારે ઢૂંઢા અને ઢૂંઢી દંપતી ને યાદ કરીઅને એક માટલા ઉપર લીલા રંગનુ કપડું બાંધી ઉંધુ માટલું કરી અને સાથે એક નાળિયેર અને લાલ ચુંદડી લઇ પાણીમાં વહેતું કરાવી દેવાથી, તરત જ પાણીનું ઝરણ બની દરિયામાં પોચી જાઈ અને ગામને ડૂબતું બચી જાય. આવા બલિદાની દંપતિનું આ ગામ આજે પણ એનું ઋણી છે.
આ સુંદર અને શાંતિપૂર્વક રહેતા ગામમાં કોઈ એક ખૂણામાં ઈર્ષા ની આગ લાગી અને આ આગની ચિનગારીનું આ ગામમાં હમણાં જ આવેલી મંછા ડોશીએ આપી. એક સુંદર સંસ્કારી સ્ત્રી શારદાબેન ની ગામ થતાં માનપાન કાંતા બેન જોઈ શકાતા નહોતા. મનોમન પોતાની જ બહેન ની ઈર્ષાની આગ લાગી.અને મંછા એનો એક ઉપાય પણ શોધી બતાવ્યો કારણકે મંછા કાળાધોળા અને દોરાધાગા કરવાનું સારી રીતે જાણતી હતી. શારદાબેનને પથારી ભેગા કરવાનો તખ્તો શોધી લીધો.
રોજની જેમ બધી સ્ત્રીઓ ભજન-કીર્તન કરવા દરરોજ શારદા બેન ને ત્યાં ભેગી થતી હતી. આ બધી સાથે મળી રામાયણ સાંભળે અને ઈશ્વરને ખરા દિલથી પ્રાર્થના કરે. પણ થોડા દિવસ માં તો આ શારદાબેનને ગળામાંથી અવાજ નીકળતો ઓછો થાય ગયો અને શરીરમાંથી શકિત એ ગઈ. પોતાનું કામ પણ માન કરી શકે. અચાનક આ શારદાબેનને શું થયું બધી સ્ત્રીઓ અંદરોઅંદર વાતો કરવા માંડી અને ધીમે-ધીમે શારદા બેન ની તબિયત વધુ ખરાબ થવા લાગી. ધીરે ધીરે ભજન કીર્તન પણ બંધ થઈ ગયા. મનોમન ક્યાંક કાંતાબેન ખુશ હતા. કેમકે શારદાની પડતી જોવી એના માટે આનંદ હતો. પણ આટલાથી સંતોષ માને એ આ સ્ત્રી નહિ. નાટકબાજ એ સ્ત્રી એ બહુ મોટા ભાવથી શારદા ને મળવા જાય,આમ તો શારદા એમની દૂર ની બેન પણ ખરી ને થોડો દેખાડો એ કરે ,"બેન તું કઈ ઉપાધી ન કર સારું થઈ જશે હું છું.એવી સાંત્વના આપે. " થોડું ઘણું કામ કરી દે.આ મંછા રોજ બપોરે કાંતા પાસે આવે ને કાનથી ઝેર ભરે.એક બપોર નવલ ને બોલાવી શારદાના માપની સાત આટા થાય એટલી કાળી દોરી લઇ આવવા નું કીધું .માં ને સારું થાય તો મોટી માં કહે તે બધા ઉપાય કરવા તૈયાર થયા. મંછા આખા ગામ માં પોતાની ધાક બેસાડવા નિર્દોષ નો જીવ લેવા અચકાતી ન હતી.હવે કાંતા પણ પૂરા વશ માં હતી,મંછા એ માંગેલી સામગ્રીમાં કાળી દોરો, ટાંચની, લીંબુ,શારદા ના વાળ એનું પેહરેલું કપડું બધું તૈયાર રાખે છે. આ અમાસ ની રાતે તંત્ર મંત્ર થી શારદા ના માપ ની દોરી માંથી એક પૂતળું બનાવી ને કાંતા ને આપ્યું.બસ પછી તો શારદા જાણે કથ પૂતળી બની ગઈ.નવલ કેટકેટલા વૈદ, ડોક્ટર ને બતાવ્યું પણ કોઈ પરિણામ નહીં.માત્ર માં નું દર્દ જ જોવા નું? ને પેલી બાજુ કાંતા જરાક શારદા ને સારું થયું કે પૂતળાં મા ટાંકણી ભોંકે ને ત્યાં કાળી પીડા થાય.. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ ,મંછા ને કાંતા ના બહેનપણાં પરિણામ નો ખતરનાક મોડ લેશે. એ તો સમયને ખબર ...મંછા મંત્ર તંત્ર થી ગામ ના માણસો ની બુદ્ધિ બગડી,જ્યાં ભક્તિભાવ હતો, ત્યાં લોભ,લાલચ, કુલકપટ ને કુદ્રષ્ટિ એ જગ્યા લીધી.એક દિવસ શારદા ની તબિયત અચાનક બગળતા મોટી માં ને બોલવા જાય છે,ત્યાં પોહચતાં નવલ મંછા ની વાત સાંભળતા એક ધબકારો ચૂકી જાય છે, મંછા કાંતા ને પ્રયોગ વિધિ માં મૃત શારદા ના ઘરચોળા નો છેડો ગમે એ ભોગે લેવા કાંતા ને સમજાવતી હતી.એના હાથ માં કાળી દોરી ની બનેલી પૂતળી જોવે છે... ને નવલ ની ચીસ નીકળી જાય છે, ઘર ની થઈ ને કેમ ઘાતકી થઈ તું મોટી માં ? ત્યાં થી જલ્દી પોતાની માં પાસે આવી કાંતા ના કરતૂત ની વાત કરે છે.શારદાબેન દીકરા પાસે એક વચન માગે છે," મારા ઠાઠડી ને કાંતા ના પરિવાર ના કોઈ સભ્ય નો હાથ ન અડવો જોઈએ" દીકરો વચન બધ્ધ થતાં, પ્રાણપંખેરું ઊડી જાયછે.ગામના લોકો આ વાત થી અજાણ અંતિમ યાત્રા ની તૈયારી માં હતાં. ને કાંતા ને જોતા નવલ તલવાર લઈ દોટ મૂકે કોઈ કઈ સમજે એ પેલા આ બનાવ બને, જરાક માટે કાંતા બચી જાય, ગામ આખું કાંતાબેન ના પડખે ઊભી જાય છે ,કોઈ નવલ ની વાત સમજવા તૈયાર નથી.નવલ માથે જાણે આભ ફાટ્યું. માં ને આપેલ વચન નિભાવવા પોતાની બે બહેનો ને ચાર મિત્રો સિવાય કોઈ નહિ.. નવલ મૃત માં ની સાક્ષી એ થાપા મારી પોતાના પરિવાર ને થયેલા અન્યાય માટે શ્રાપ આપી અંતિમ ક્રિયા કરે છે.થોડો સમય ગામ મૂકી બાપુજી પાસે જતા રહે છે.
સમય પોતાનું કામ કરે જાય, કયાંક ડુસકા ને વેદના વચ્ચે દિવાળી આવી પહોંચી. સરપંચ ના ઘેર આજ કાળી ચૌદશ ના નિવેદ છે.નવી આવેલી વહુ જીવી ને હાથે આજ લપસી,મીઠી ભાત ના એંધાણ મુકવા ઘરડી મા વહુ ને તળાવથી એબોટ પાણી ભરવા નું કહે છે.જીવી એ લાજ કાઢી છે ને સાથે લાડકી નણંદ સરલા પણ હેલ લઇ પાણી ભરવા જાય છે.શારદાબેન ના ઘર પાસે પહોંચતા એમની યાદ આવી જાય છે.જીવી કહે ,' હે સરલાબેન આપણા શારદા મા કેવા હમેશા હસતાં જ,એવા જ નિખાલસ પ્રેમાળ ..સારા માણસ ને ભગવાન વેળા બોલાવી લે એ સાચું?" સરલા કહે,' ભાભી તમને ખબર નત આ શારદા માં ની માથે મેલું કરેલું, એમ બાપુ કેતા મેં સાંભરેલું આ ઓલી મંછા ડોશી અને કાંતાબેન ના કામ છે ઈ મ પણ કેતા તા કે એના ધણી લાખા ના લખણ સારા નથ, કંઇક ઉપાય કરી ગામ બાર વેલી તકે કાઢવા પઈડશે નહિ તો શારદા માં ના દીકરા નો શ્રાપ સાચો પડશે તો ગામ નું ધનોત પનોત નિકરી જાસે."ને મેં ગામ ની બાયું ને મેં વાતું કેતા સાંભરી છ કે "તળાવ ની પારે કોઈ એકલીયું નો જાય.નહિ તો લાજ બચાવવા જીવ લેશે ઓલો મૂવો, નખ્ખોદ જાય મંછાળી નું ગામ પગ મૂકતાં મોકાણ માંડી."
આમ તળાવે થી પાણી ભરી બને પાછી ફરતી હતી ને આ શિયાળું વાયરો વાતો હતો.નણંદ ભોજાઈ અલકમલકની વાતો કરી ગામ માં આવતી હતી. બરાબર શારદાબેન ના ખોરડાં પાસે પોચ્યાં ને વાયરો વાયો ને જીવી ની કાઢેલી લાજ નો છેડો ઉડ્યો... ને ઝાંપે બેઠેલા લોકો નું ક્રૂર ઠેકડી ઉડાવતું હાસ્ય કાને અથડાયું ... હેલ હેઠી મૂકી ને નાની નણંદ ને એટલું જ કીધું કે આ લાજે આજ મારો જીવ લીધો...કૂવાના કાઠે બે હાથે થાપા.....એક ચીસ ને ધુબાકા નો અવાજ.....
શ્રાપ સાચો થવા નો હોય ગામ માં એક પછી એક બનાવો ની હારમાળામાં, ખાનદાની ઘરની દીકરી કંકુ ને ચોરી કરવાની કુટેવ નાનપણ થી જ ...પકડાઈ ઇ બીજા કંકુ નહિ.. પણ પરિણામે સરકારી બેડી ની સજા મળી, કર્મ ની ગતી ન્યારી આજ કાળી ચૌદસે એક કૂવામાં અંધારી રાતે ઢસળાતી પિલાતી માંડ કુવે પોચી,હવે ગામ ના ને મા બાપ ના મેણા નથી સાંભળવા. એક ચીસ... ને ધુબાકો...
આજ નવલ ના બાપુજી નોકરી માંથી નિવૃત્ત થઈ નવલ સાથે ઘેર આવે છે.ગામ બની ગયેલી ઘટના ની જાણ થઈ કે ઘર પાસે નો કૂવો ગોઝારો બન્યો,એ વાત નું દુઃખ થયું. નવલ ને ઘર ની સફાઈ કરતા...સાસરે ગયેલી બને બેન યાદ આવી ને ને મા તો ક્યાં ભુલાઈ.... ગાય ને ચારો નીરવ જાય પણ ગાય કંઈ ખાતી નથી. નવલ ને એમ કે નવી જગ્યા મા માણસ ની જેમ જાનવર ને નહિ ગોઠતું હોય.બાપુજી આખો દિવસ મંદિરમાં જ રહે, એક ટંક ભોજન કરે જે નવલ પોહચડી આવે. ડેલી એ ખખડાવવા નો અવાજ સંભળાયો નવલ હોંકારો આપી ડેલી એ જોવા છે તો એક લાજ કાઢેલી લાલ ચુંદડીની લાજ કાઢેલી એક સ્ત્રી ... ને નવલ નું ધ્યાન તેના ઊંધા પગ પર જતા અંદર ના ઓરડા તરફ દોટ મુકી..... પાછળ પેલી સ્ત્રી એ પણ ... થાપા મારવા લાંબા હાથ કર્યા ને નવલે કમાડ ભીડ્યા એમાં થાપા લાગ્યા.... નવલ નો જીવ તો બચી ગયો પણ છ મહિના કાળો તાવ .....પેલી બાજુ મંછા ના ઘા પણ એના ઉપર પાડવા લાગ્યા હોય એમ મરવા પડી...
ગામ ને શ્રાપ થી મુક્ત કરવા નવલ ભાઈ સપ્તાહ કરી.અવગતે ગયેલા જીવ ની શાંતિ માટે....આજે પણ આ ધુબાકા ના અવાજ કાળી ચૌદસ હજુ સંભળાય.કોઈ બાર બપોર કૂવા પાસે જવાની હિંમત ન કરે પણ અવગતે ગયેલા જીવ ની શાંતિ માટે પ્રાર્થના કરે.