પ્રલોકી - 14 DR KINJAL KAPADIYA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રલોકી - 14

આપણે જોયુ કે, પ્રલોકી પ્રત્યુષ ને પોતાનો ભૂતકાળ કહેવાનું કહે છે. પ્રત્યુષ પ્રલોકી ને આશ્વાસન આપે છે કે જે પણ ભૂતકાળ હશે એમાં મારા પ્રેમ કે વિશ્વાસમા ફરક નહીં પડે. પ્રલોકી ને અંદર થી ડર લાગે છે કે વર્તમાનનું શુ ? હવે જાણો આગળ....
પ્રલોકીનો હાથ પોતાના હાથ મા લઇ ને પ્રત્યુષ કહે છે, બોલ પ્રલોકી જે કહેવું હોય એ તું બસ પહેલા જેવી થઈ જા ને. બધી જ વાત કરતી તું મને. આ વાત પણ કહી તો જો. એક વાર વિશ્વાસ કરી તારા દિલ ને હળવું કરી દે. પ્રલોકી ને પ્રત્યુષ ની વાત સાંભળી શાંતિ થઈ અને પોતાની વાત ચાલુ કરી. પ્રબલ ને કેવી રીતે બચાયો ત્યાંથી લઇ ને મનાલી સુધી ની બધી જ વાત પ્રલોકીએ કહી દીધી. પ્રત્યુષે બધી વાત સાંભળી. પ્રત્યુષ પ્રલોકી સામે પેલા જેમ રહયો એને જાણે કોઈ ફરક જ ના પડ્યો હોય. પણ અંદર થી એનું દિલ તૂટી ગયું હતું. એનું મન કરતુ હતું એ બરાડા પાડી રડે. પ્રત્યુષ ને શ્વાસ લેવા મા તકલીફ થાય એટલો ભાર છાતી પર લાગવા લાગ્યો. પોતાના મન પર અને પોતાના દિલ પર કાબુ રાખી પ્રત્યુષે પ્રલોકીને સંભાળી. પ્રલોકી, મને તારા પર ગર્વ છે. તું પ્રબલ ને એટલો બધો પ્રેમ કરતી હતી. તારા દિલમા આ વાત છુપાયેલી હતી છતા તે આજ સુધી મને કોઈ વાત ની ખોટ આવવા નથી દીધી. તે તારા ભૂતકાલ ને છોડી ને મને બહુ પ્રેમ આપ્યો. એક સારી પત્ની જ નહીં તું મારી પ્રેમિકા બની ને રહી. અને પુરા દિલ થી પુરી સચ્ચાઈ થી તે મને અપનાવ્યો છે. તારી આંખો મા મારા માટે ની ચિંતા, મારા માટે લાગણી, મારા પર વિશ્વાસ મેં જોયા છે. પ્રલોકી પ્રત્યુષને ભેટી પડી. પ્રલોકી પાસે બોલવા માટે શબ્દ જ નહોતા. આજે પ્રત્યુષ પર પહેલા કરતા વધુ પ્રેમ એને આવી રહયો હતો. એના દિલ મા પ્રત્યુષ માટે માન અને પ્રેમ બંને વધી ગયા.
પ્રલોકી તું હવે ચાલ, આપણે આજે ફરવા જઈએ. બોલ, ક્યાં જઈએ? મને જાતે ખાવાનું બનાવી ને કંટાળો આવ્યો છે. સોરી, પ્રત્યુષ મારા લીધે તમારે હેરાન થવું પડ્યું. હા, બહુજ હેરાન થયો એટલે જ કહું છું આજે ચાલ બહાર ફરી ને ડિનર કરતા આવીએ. સારું પ્રત્યુષ હું રેડી થઈ જાઉં. ફરી થી એ જ ઉછળતી, હસતી પ્રલોકી ને જોઈ ને પ્રત્યુષના મનમા શાંતિ થઈ. પ્રત્યુષ, હું આજે ઑરેન્જ ડ્રેસ પહેરીશ એટલે તમે પણ ઑરેન્જ ટી શર્ટ પહેરજો. હા, મેડમ. તમે કહેશો એ જ પહેરવું પડશે ને મારે. પ્રત્યુષ ના મન નો ભાર હળવો થયો પણ દિલ ઉપર જાણે પથ્થર મુકાઈ ગયો હતો. બધું જ બદલાઈ ગયું હતું. ટી શર્ટ પહેરતા પહેલા ટી શર્ટ ના બટન ખોલવાના ભુલાઈ ગયા. નાક થી નીચે ટી શર્ટ ઉતરી શકતી નહોતી. એને શ્વાસ લેવા મા તકલીફ પાડવા લાગી. ગુસ્સા મા એને એટલી જોર થી ટી શર્ટ ને ખેંચી કે ટી શર્ટ નું બટન તૂટી ગયું. ઉછળી ને બટન ક્યાંય દૂર પડ્યું. ટી શર્ટ પહેરાઈ ગઈ પણ બટન તૂટી ગયું. આ નાનકડી ઘટનાએ પ્રત્યુષને વિચારતો કરી દીધો. એને લાગ્યું પ્રલોકી સાથે પણ આવું જ કંઈક થયુ. એ મારી સાથે જોડાઈ તો ગઈ પણ કંઈક તોડી ને. એટલા મા પ્રલોકી આવી ગઈ. પ્રત્યુષ છોકરીઓ કરતા પણ વાર થાય છે તમારે તૈયાર થતા. હા, પ્રલોકી હું રેડી જ છું. ચાલ જઈએ.
પ્રત્યુષ અને પ્રલોકી બંને લોન્ગ ડ્રાઈવ કરી પર નીકળી પડ્યા. પ્રત્યુષ ની નજર કાર ડ્રાઈવ કરવામાં જ હતી. પણ પ્રલોકી એકીટસે પ્રત્યુષ ને જોઈ રહી હતી. જાણે આજે પહેલી વાર પ્રત્યુષ ને જોતી હોય એમ એ જોયા જ કરતી હતી. અચાનક બ્રેક વાગી. પ્રલોકી એ પૂછ્યું શુ થયુ પ્રત્યુષ ? અરે મેડમ પાછલા એક કલાક થી હું કાર ડ્રાઈવ કરું છું અને તમે મને જોયા જ કરો છો. પ્રલોકી શરમાઈ ગઈ. હવે શરમાવાનું, જોવાનું પતી ગયું હોય તો આપણે જમવાનું કરીએ. અરે આપણે નિરમા યુનિવરસિટી આવી ગયા. હા, એ જ કહું છું. હા, તારા ફેવરેટ ઢાબા પર. અરે પણ તમને કઈ રીતે ખબર કે અહીં મને જમવું ગમે છે. મેં પાપા ને ફોન કર્યો હતો. મેં તો અમદાવાદ જોયુ નહોતું. એટલે ખબર નહોતી કઈ સારી હોટલ હોય ! પાપા ને પૂછ્યું એટલે એમને કહયું કે તને કોઈ પણ ફાઈવ સ્ટાર હોટલ નહીં ગમે. આ ઢાબામા જ મજા આવશે. તો હું લઇ આવ્યો તને અહીં. થૅન્ક્સ, પ્રત્યુષ. તમે કેટલું ધ્યાન રાખો છો મારૂં. ઓકે, હવે જઈએ અંદર.
પ્રલોકી, ઓર્ડર તું જ કરી દે. પ્રત્યુષ, અહીંયા દાળ બાટી સરસ મળતી હતી. હવે તો આટલા વર્ષો પછી મળતી હશે કે નહીં ખબર નહીં. આપણે ટ્રાય કરી જોઈએ?? હા, પ્રલોકી કેમ નહીં ! હું ઓર્ડર આપી દઉં. બંને જણા દાળ બાટી ખાતા હતા અને દીપ નો ફોન આવ્યો. પ્રલોકી આ તો દીપ નો ફોન છે લે તું જ વાત કર. હેલો દીપ. હેલો પ્રલોકી આપણે બધા સન્ડે મળીએ છીએ. બધા જ રેડી છે આવવા માટે. આપણે બધા કેન્સર હોસ્પિટલ જતા જે વચ્ચે આઈસ્ક્રિમ શોપ છે ને, જ્યાં પહેલા આપણે બેસી રહેતા હતા એ જ જગ્યાએ મળીશુ. સાંજે 4 વાગે. આવીશ ને પ્રલોકી ? હા દીપ આવીશ હું. પ્રલોકી ને પૂછવું હતું પ્રબલ આવશે પણ પ્રત્યુષ સામે જોઈ એ ચૂપ રહી. ઓકે બાય કહી પ્રલોકીએ ફોન કટ કર્યો. ફરી પ્રલોકી દાળ બાટી ખાવા લાગી. પ્રત્યુષ તરફ પૂરું ધ્યાન આપવા કોશિશ કરવા લાગી. પ્રત્યુષને હાવભાવ સમજાતા હતા છતા એ ખુશ છે એમ બતાવતો રહયો. એ પછીના 2 દિવસ જેમ તેમ કરીને ગયા. પ્રત્યુષનું મન ક્યાંય લાગતું નહોતું. પ્રલોકી પ્રત્યુષ ને ખુશ કરવાના દરેક પ્રયત્ન કરતી રહી.
સન્ડે આવી ગયો. પ્રલોકી ક્યારે તૈયાર થઈશ જલ્દી કર. 2 વાગી ગયા છે. 3 વાગે નીકળીશ તો તું 4 વાગ્યા સુધી પહોંચીશ. હા બસ હવે હું તૈયાર થવા જ જાઉં છું પણ સમજ નથી પડતી હું શુ પહેરું? ઓહ, એતો તને ક્યારે ખબર પડે છે ! જા જલ્દી જા જે ગમે એ પહેરી લે. પ્રલોકી હસતા હસતા તૈયાર થવા જતી રહી. આખુ વૉર્ડરોબ જોઈ લીધું પણ એકપણ કપડાં એને પસંદ આવ્યા નહીં. કંટાળી ને એ બેસી ગઈ. પ્રત્યુષે આવી ને પ્રલોકી ના હાથમાં લાઈટ પિન્ક ટોપ અને બ્લ્યુ જીન્સ આપી દીધું. આ પહેરી જા. તને બહુ સરસ લાગે છે.