Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

સેતુ - કુદરત નો એક અદ્દભુત ચમત્કાર - 2

સેતુ - કુદરત નો એક અદ્ભૂત ચમત્કાર
ભાગ - ૨
આજે માજી સેતુ એ આપેલ પૂરણપોળી કે બીજુ કંઈ પણ ખાઈ ન શક્યા, અને એકજ જગ્યા એ કલાકો સુધી સુનમૂન બેસી રહ્યાં.શિયાળાનો સમય હોવાથી અંધારું વહેલું થઈ રહ્યુ હતુ એટલે માજી પોતાની જગ્યા એ જવા ઉભા થાય છે કે જે જગ્યા સ્કૂલ થી થોડે દુર એક બંધ દુકાન નાં શટર પાસે છે.કે જયાં માજીએ પોતાની ગોદડી,કપડા,પાણી ની માટલી અને એક ગ્લાસ રાખ્યો હોય છે. એ જગ્યા ઉપર જતા માજી ને આજે કોઈ વાત મા મન લાગતું ન હતુ.આંખ લૂછતાં જ ફરી આંખમાં ઝળઝળીયા આંખો ભીની કરી દેતા હતા. કમજોરી કે અશક્તિ તો પહેલે થીજ હતી ઉપરથી પહાડ જેવો ભૂતકાળ નો ભાર યાદ આવી જતા જેમતેમ કરતા અને ઠંડી થી ધ્રુજતા માજી પોતાના મુકામ બાજુ જતા હોય છે.આંખોમાં આંસુ અને થોડા અંધારા ને કારણે મુકામ ની બિલકુલ નજીક પહોંચતાજ માજી ને ઠેસ વાગતા તે પડી જાય છે. હાથ-પગ છોલાઇ જાય છે અને માથામાં પણ વાગે છે. શિયાળા ની રાત અને સ્કૂલ ની પાછળ નો ઓછી અવર-જવર વાળો રસ્તો હોવાથી માજી ને ઉભા કરવાવાળુ પણ કોઈ હોતું નથી. જેમતેમ કરી માજી જાતેજ ઉભા થાય છે અને અહીંથી થોડાજ ડગલા આગળ આવેલ તેમનાં મુકામ સુધી પોહચે છે. અચાનક માજી ની નજર બંધ દુકાન ના શટર વાળા ઓટલા પર પડેલ તેમની ગોદડી અને કપડા પર પડે છે. માજીની ગોદડી પર એક કુતરી સૂતી હોય છે અને બાજુ મા માજી નાં પડેલ કપડા પર તે કુતરી ના તાજા જન્મેલા બચ્ચા ઠંડી ને કારણે લપાઈ ને સુતા હોય છે. તેમને કાઢવા માજી એક પથ્થર ઉપાડે છે પરંતું બીજી જ ક્ષણે તેમનુ માતૃ-હૃદય આ દૃશ્ય જોઈને પીગળી જાય છે અને માજી પથ્થર સાઈડ મા ફેંકી બાજુ ના ઓટલા પર ટુટીયુ વાળી ને સુવા ની કોશિષ કરે છે. દિલમાં જૂની યાદો નાં ઘાવ ઘૂમરાઇ રહ્યાં છે. દિલનાં ઘાવ સામે માજીને આજે પડી જવાથી થયેલ ઘાવ નો સહેજેય એહસાસ થતો નથી. આજે આખો દિવસ કંઈ ખાધું ન હતુ તેનો પણ એમને રંજ ન હતો. અધૂરામાં પુરુ ઠંડી સામે રક્ષણ મેળવવા આજે ગોદડી પણ તેમને મળી ન હતી તેનુ પણ તેમને દુઃખ ન હતુ.જાણે ભગવાન આજેજ અને અહીંથીજ બોલાવી લે,તેવી મનમાંજ તે પ્રાથના કરવા લાગ્યા.માજી આ રાત ખુલ્લી અને ભીની આંખે,ભૂખ્યા પેટે,જખમ અને ઠંડી ને લીધે કણસતાં વિતાવે છે.
આતો થઈ માજી પર વીતેલ ગઇ કાલની વાત. આ બાજુ સેતુએ માજીને રીશેષ માં નહીં જોતાં કલાસમા બેઠા બેઠાજ વ્યાકુળ અવસ્થામાં અકળાઈ ને છેવટે એક નિર્ણય લઇ લીધો છે, કે આજે ગમે તેં થાય સ્કૂલ છુટ્યા પછી તે સ્કૂલ નાં પાછળ ના રોડ પર માજીની તપાશ કરી કાલ ની અધૂરી વાત જાણી નેજ ઘરે જશે.આમ સ્કૂલ છુટ્યા પછી સેતુ પોતાની સાઇકલ લઇને સ્કૂલ ની પાછળ ના રોડ તરફ જાય છે. માજી ને શોધતી સેતુ રોડ ની બન્ને તરફ નજર કરતી ધીરે ધીરે પોતાની સાઇકલ પર આગળ વધી રહી છે ત્યાંજ સામે એક બંધ દુકાન ની બાજુમાં આવેલ એક ઝાડ ના ઓટલા પર સેતુ માજી ને સુતેલા જુએ છે. સેતુ તેની સાઇકલ ઓટલાની થોડી વધું નજીક લઇ જઈ ઊભી રાખે છે અને માજી ને જગાડવા.
સેતુ : માજી ઓ માજી ...
બે-ત્રણ વાર અવાજ કરતા પણ માજી નહીં જાગતા સેતુ પોતાની સાઇકલ સ્ટેન્ડ કરી માજી ને જગાડવા માજી ની નજીક જાય છે.સેતુ જેવી માજી ને ખભાથી થોડા હલાવીને જગાડવા જાય છે, માજી ને હાથ લગાડતાજ સેતુ ચોંકી જાય છે કેમકે માજી ને ખુબજ તાવ હતો. માજી ના ચહેરા પર અને હાથ પર લોહી જોતાં સેતુ ને માજી બેભાન થઈ ગયા હોય એમ લાગે છે. સેતુ ને શું કરવું તેની ખબર પડતી નથી. બીજી ક્ષણે જ તેં પોતાની પાસે રહેલ થોડા પૈસા લઇ સામે નાં બીજા રોડ પર આવેલ એક મેડીકલ સ્ટોર પર જાય છે અને તાવની અને વાગ્યા પર લગાવવાની દવા માગે છે.મેડીકલ વાળો દર્દી ને ડૉક્ટર પાસે લઇ જવાની સલાહ આપે છે.
સેતુ ને અચાનક યાદ આવે છે કે અહીંથી થોડાક જ દુર એક હોસ્પિટલ છે અને એ હોસ્પિટલ ડૉક્ટર શાહની છે આ એ ડૉક્ટર છે કે જે થોડા દિવસ પહેલાજ સ્કૂલ ના પ્રોગ્રામ મા પર્સનલી સેતુ ને મળ્યા હતા.સેતુ થોડો પણ વિલંબ કર્યા સિવાય પોતાની પાસે પડેલ થોડા પૈસા થકી એક રીક્ષા વાળાની મદદ થી માજી ને હોસ્પિટલ પહોંચાડે છે. રીક્ષા વાળો પણ એક રૂપિયો લીધાં વગર માજી ને હોસ્પિટલ નાં રિસેપ્શન સુધી મુકી જાય છે. અહી આવી નર્સ દ્રારા સેતુ ને જાણવા મળે છે કે ડૉક્ટર શાહ કે તેમની દિકરી ડૉક્ટર દીપ્તિ હાજર નથી. સેતુ નર્સ મેડમ ને ડૉક્ટર શાહ ને પોતાનુ નામ આપી ફોન કરી પોતાની વાત રજુ કરવા રીકવેસ્ટ કરે છે.નર્સ દ્રારા કરેલ ફોન મા ડોકટર સેતુ નું નામ સાંભળતા અને સેતુ ની વાત જાણતા જ ફટાફટ નર્સ ને કહે છે કે મારે આવવામાં મોડું થશે પણ હુ દીપ્તિ ને હાલજ હોસ્પિટલ મોકલું છું તમે પેસન્ટ ની પ્રાથમિક સારવાર ચાલુ કરો.માજી ની સારવાર શરૂ થતા સેતુ સાઇકલ લઇને પોતાને ઘરે જવા નીકળે છે.
બીજી બાજુ સેતુ સ્કૂલે થી હજી સુધી ઘરે નહીં આવી હોવાથી તેની મમ્મી એકવાર તો સ્કૂલ પર આંટો મારીને જાણી આવી કે સ્કૂલ તો એનાં રેગ્યુલર સમયે ક્યારની છુટી ગઇ છે.દીકરીની વધારે ચિંતા થતા સેતુ ની મમ્મી સેતુ નાં પપ્પા ને જાણ કરે છે. સેતુ નાં પપ્પા રમેશ ભાઈ મીના બહેન ને ફરી સ્કૂલે પહોંચવા અને તે પોતે પણ ત્યાં પહોંચે છે તેમ જણાવી ઓફિસે થી સ્કૂલ જવા નીકળે છે.આટલી વાત થતા મીનાબેન ફરી ઘરેથી સ્કૂલ જવા નીકળે છે ને આ બાજુ સેતુ ઘરે પહોંચે છે. પોતાની પાસે રહેલ ઘર ની એક્ષટ્રાં ચાવી થી સેતુ ઘર ખોલે છે. ઘર મા આવી ફટાફટ સ્કૂલ યુનિફોમ બદલી ફ્રેશ થઈ પોતાની ભેગી કરેલ બચત લઇ ફરી હોસ્પિટલ જવા નીકળે છે.નીકળતા પેહલા સેતુ ને મન મા વિચાર આવે છે કે મમ્મી કોઈ કામ થી બહાર ગઇ હસે લાવ મમ્મી ને આ બધી વાત ની જાણ કરી દઉ. ઘરનાં લેન્ડલાઇન પર થી ફોન લગાવે છે.( પરંતું સ્કૂલ પર સેતુ ના પપ્પા ની રાહ જોઈને ટેન્શન મા ઊભેલા મીનાબેન રસ્તા પર કોઈ પણ છોકરી સેતુ જેવી દેખાય કે તુરંત દોડી ને જોવા જતા એમનાં હાથમાંથી મોબાઇલ પડી ને તુટી જાય છે)સેતુ નો ફોન લાગતો નથી. સેતુ ને મન મા એમ થાય છે કે હું તો હમણાંજ પાછી આવુ છું ને આવી ને મમ્મી ને બધી વાત કરીશ એમ વિચારી ફરી હોસ્પિટલ જવા નીકળે છે.
આ બાજુ સેતુ ના પપ્પા ગાડી લઇ સ્કૂલ પર પહોંચે છે. મીનાબેન ને ગાડી મા બેસાડી બન્ને રઘવાયા અને ચિંતાતુર થઈ સૌ પ્રથમ સેતુ ની એક ફ્રેન્ડ કે જે સ્કૂલ ની નજીક રહેતી હોય છે ત્યાં તપાસ કરવા કરવા નીકળે છે. ચાલુ ગાડીએ પણ સેતુ નાં મમ્મી-પપ્પા ચારે બાજુ નજર ફેરવતા ફેરવતા જઈ રહ્યાં છે ત્યાંજ સેતુ નાં પપ્પા ની નજર એક હોસ્પિટલ ની બહાર પડેલ સેતુ ની સાઇકલ પર પડે છે આ જોતાજ સેતુ નાં પપ્પા ને ધ્રાસકો પળે છે. હોસ્પિટલ પાસે દિકરી ની સાઇકલ જોતાં રમેશ ભાઈ ને એકજ ક્ષણ મા ખોટા ખોટા વિચારો ચાલુ થઈ જાય છે. ગાડી પાર્ક કરતા કરતા તો રમેશ ભાઈ નો દિકરી પ્રેમ આંખોમાંથી સાગર ની જેમ વહેવા લાગે છે. મીના બેન તેમનાં પતી ને હિંમત આપતાં કહે છે કે, શાંતી રાખો આપણે અંદર જઇ ને જોઈએ તો ખરાં,અંદર જઇ ને જુએ છે તો એમની દિકરી સેતુ ICU પાસે એક નર્સ સાથે કંઈ વાત કરી રહી છે. ડૉક્ટર દીપ્તિ ICU મા માજીની તપાસ કરી રહ્યાં છે. સેતુ નાં મમ્મી-પપ્પા ને હોસ્પિટલ નો એક કંપાઉન્ડર સઘળી હકીકત જણાવે છે. વાત જાણી સેતુ ના મમ્મી-પપ્પા પોતાની દિકરી નાં આ કામ થી ખુશી અને ગર્વ અનુભવે છે. દિકરી નજીક આવતાં બન્ને વહાલ થી સેતુ ને ભેટી પડે છે. સેતુ અને એનાં મમ્મી-પપ્પા રીસેપશન મા બેસે છે.થોડી વાર મા ડૉક્ટર દીપ્તિ આવીને જણાવે છે કે.
ડૉક્ટર દીપ્તિ :ખાસ ચિંતા કરવા જેવું કંઈ નથી પણ માજીને લોહી બહુ વહી ગયુ હોવાથી સૌ પ્રથમ તો માજીને લોહીની જરુર છે. (સેતુ ને વાતવાત મા માજીનુ બ્લડ ગ્રુપ ખબર પડતાં)
સેતુ : મેડમ મારુ બ્લડ પણ આજ ગ્રુપ નું છે.
ડૉક્ટર મેડમ : બેટા,તુ હજી નાની છે અને બીજુ કે મારુ બ્લડ ગ્રુપ પણ માજી નાં બ્લડથી મેચ થાય છે.તે આટલુ સારું પુણ્ય નું કામ કર્યું છે તો મને થોડુ પુણ્ય નું કામ કરવા દેને.
ડૉક્ટર દીપ્તિ અને સેતુ વચ્ચે થોડી મીઠી રકઝક બાદ માજી ને ડૉક્ટર દીપ્તિ બ્લડ આપશે એવું નક્કી થાય છે. દીપ્તિ મેડમ પોતાનુ બ્લડ આપવા અંદર જાય છે. સેતુ અને એનાં મમ્મી-પપ્પા થોડી વાર ત્યાંજ બેસે છે. થોડીવાર માંજ ડૉક્ટર શાહ હોસ્પિટલ મા એન્ટર થાય છે.હોસ્પિટલ નો સ્ટાફ જ્યારે ડૉક્ટર શાહ ને દુરથી આવતાં જુએ છે તો સ્ટાફ ને સાહેબ થોડા અપસેટ હોય એવું લાગે છે. નજીક આવતાં જ. ડૉક્ટર શાહ : (નર્સ ને) ક્યાં છે પેલી બાળકી જે માજી ને લઇને આવી હતી ?
નર્સ ઈશારા થી બતાવતા ડૉક્ટર સેતુ અને એનાં મમ્મી-પપ્પા બેઠા હતાં એ તરફ જાય છે. નજીક જઇ ડૉક્ટર સેતુના પેરેન્ટ્સ ને. ડૉક્ટર શાહ : ધન્ય છે તમારી દિકરી ને આટલી નાની ઉંમર માં તમારી દિકરી ખુબજ હોશિયાર અને દયાળુ છે.
આટલુ બોલી તેઓ ડૉક્ટર દિકરી દીપ્તિ પોતાનુ બ્લડ આપવા બેડ પર સૂતી હતી ત્યાં નજર નાંખી માજીને જે ICU બેડ પર રાખ્યા હતાં તે તરફ નજર કરે છે. માજી ને જોતાં જ ડૉક્ટર શાહ નાં પૂરા શરીર માં જાણે કોઈ એ 440W નો કરંટ આપ્યો હોય એવી ધ્રુજારી પ્રસરી જાય છે.
(આગળ)