શરમ કોની? ER.ALPESH દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શરમ કોની?

એ નીરાવ(પશુને ખાવાનો ચારો) નો ભારો માથા ઉપર લઈને ગામની શેરીમાં થઈને પોતાને ઘેર જઈ રહ્યો હતો. એની બાજુમાંથી પસાર થતા દરેક પુરુષે એને હિન નજરે જોયો. શું કારણ હતું? કે બધા એને આમ શરમ લાગે એવી દૃષ્ટિ થી જોઈ રહ્યા હતા. એણે પોતાના માથા ઉપર ઘાસ નો પૂળો લીધો હતો એટલે બધા આમ એની હસી ઉડાડતા હતા? માથા ઉપર ભારો લેવો કે બેડું લેવું એ તો સ્ત્રીઓનું કામ છે એવું સમજનારાઓએ અહી એક છોકરાને માથે ભાર ઉપાડતો જોયો એટલે બધા એને તાકી તાકીને જોતા હતા? સમાજમાં સ્ત્રી પુરુષ ના કાર્યોને વહેંચીને કેટલાયે માણસો નામચીન થઇ ગયા છે અને તેની પાછળ બિચારા નાના માણસો પિચાઇ રહ્યા છે. તો ચાલો જોઈએ કે ખરેખર વાત શું છે.....



લાલિયો એનું હુલામણું નામ છે....

એ ઢળતી સાંજે, હજી તો સુરજદાદાએ પોતાની જાત ને ભેખડ પાછળ સંતાડી હતી અને તેથી જ તો થોડું અજવાળું હતું. એના માં અને બહેન વાડીમાં વાવેલી મકાઈના છોડવા કાપીને તેના પૂળા બાંધીને ઘરે લઈ જવાના હતા. એ ત્યાં વાડી માં શાકભાજીના છોડવાને પાણી આપવાનું કામ કરી રહ્યો હતો. ઘર અને વાડી વચ્ચે બહુ જાજુ અંતર ન હતું. એટલે બધા પૂળા ને માથા ઉપર ઉપાડીને જ ઘરે લઈ જવાના હતા. પહોર(સાંજનો સમય) ટાઢો થઈ ગયો હતો અને તડકો પણ હતો નહિ એટલે લાલિયાને થયું કે ચાલને હું પણ એમને પૂળા ઘરે લઈ જવામાં મદદ કરું. છોડવાને પાણી આપવાનું કામ પતાવી ને તરત જ એ હસતો હસતો જ્યાં તેના માં અને બહેન કામ કરતા હતા ત્યાં પહોંચી ગયો. માથા ઉપર ભારો લઈને એતો નીકળી પડ્યો ઘર ભણી. સાંજનો સમય હતો એટલે બધા ખેતરેથી ઘરે પાછા આવતા હતા. ઘરનો રસ્તો તો ટુંકો હતો, પણ એણે ક્યારેય આવું કામ કર્યું નહતું એટલે તેને ટુંકો રસ્તોય લાંબો લાગતો હતો.
હજીતો ખેતરની બહાર જ નીકળ્યો કે એક ભાઈએ તેને ટોક્યો,"એલા બાયુનું કામ કેમ કરે છે. .. શરમ નહીં આવતી..."
હવે કામ કરવામાં વળી શેની શરમ અને આ કામ તો ભાર ઉચકવાનું છે, તો વળી બાયુનું કામ કઈ રીતે કેવાય..? આવું વિચારતો એ ધીમે ધીમે આગળ ચાલ્યો. બીજા એક ભાઈએ પણ એને એ જ અનુસંધાનમાં કીધું, તો લાલિયો પણ વિચારમાં પડી ગયો કે હું કોઈ ખરાબ કામ તો નથી કરી રહ્યો ને.? આમ રસ્તા માં જે કોઈ પુરુષ મળતા એ લાલિયા ને કહેતા કે,"તું તો સ્ત્રીઓનું કામ કરે છો", "માથા ઉપર ભારો લઈને જવું એ કોઈ પુરુષ નું કામ નથી." લાલિયા ને માથે વજન વધવા લાગ્યો. આ કોઈ શારીરિક નહિ, માનસિક વજન હતું. બધા એને જે શબ્દો સંભળાવતા એનો ભાર એને મુંઝવતો હતો.
થોડું ચાલ્યા બાદ લાલિયા ને એક મહિલા સામી મળી. એને જોઈને લાલિયો નીચું મોં કરીને ચાલવા લાગ્યો. તો એ બેને એને સામેથી બોલાવ્યો ને કીધું કે," નીરાવ ઘરે લઈ જાવ છો એમને.."
લાલિયા એ કીધું,"હા"
પછી એ મહિલા બોલી કે," એતો કામ હોય એ કરવું જ પડેને....બધાએ કરવું પડે...." અને બંને ચાલવા લાગ્યા.
લાલિયો વિચારતો થઈ ગયો. પુરુષો જે કહેતા હતા એના બિલકુલ વિરુધ્ધ મહિલા બોલી.
થોડું વિચાર્યા પછી એને ભાન થયું કે આ કામ જે તેઓ કરી રહ્યા હતા તેને અમુક લોકો એ બહેનો ના કામ ની હરોળમાં મૂક્યું હતું. હકીકતમાં તો એ કામ ગમે તે લોકો કરી શકે.
માથા ઉપર પાણી નો કે બીજી કોઈ પણ વસ્તુનો વજન ઉપાડવો એ ખાલી મહિલાઓનું કામ ના કહેવાય. જે કોઈ પણ આમ વજન ઉપાડી શકે એ બધા તેને યોગ્ય છે. એવી જ રીતે પુરુષો માટે પણ કેટલાક કામને અનામત રાખ્યા છે કે જેને મહિલાઓ પણ કરી શકે છે. અને કોઈ કામ કરવું હોય તો એમાં શરમ રાખવી જોઈએ નહિ. શરમ ખરેખર એ લોકોને આવવી જોઈએ જે આવા કડવા શબ્દો કહીને બીજાને આમ નિરાશ કરે છે. હરએક વ્યક્તિ રોજીરોટી માટે, પોતાની જરૂરિયાતો માટે તેને યોગ્ય લાગે એ કામ કરી શકે છે. કોઈએ તેની હાસી ઉડાડવી જોઈએ નહિ. એને પ્રોત્સાહન ના આપો તો કંઈ નહિ તેને નિરાશ કરવો જોઈએ નહિ.

સમાપ્ત !