Kashi -18 books and stories free download online pdf in Gujarati

કાશી - 18

શિવાએ જળ પરીનો આભાર માન્યો અને જળ પરીઓથી બંધાયેલો રથ લઈ એ સમુદ્ર ખેડવા લાગ્યો.... ચાર દિવસ ની મુસાફરી પછી ટાપુની નજીક પહોંચ્યાં... ત્યાં કિનારાના પાણીમાં પણ ઝેર હતું . એટલે થોડે દૂરથી જ જળ પરીઓએ શિવાને વિદાય આપી શિવાએ પણ જળ પરીઓને પોતાની બહેન નો દરજ્જો આપી ગમે ત્યારે મદદ રૂપ થવા વચન આપી ટાપુ તરફ ચાલ્યો. થોડો ટાપુના નજીક ગયો અને પાણીનો રંગ બદલાઈ ગયો શરીરમાં અજીબ ચટપટ થવા લાગી એણે તરત શર્પ રૂપ ધારણ કર્યું.... અને કિનારે પહોંચ્યો.... કિનારે પહોંચ્યો તરત પાછો મનુષ્ય રૂપમાં આવી ગયો .ચારે બાજુ નીરવ શાંતિ હતી. ના કોઈ પક્ષી હતું ન કોઈ જીવ વૃક્ષ જ વૃક્ષ લીલોતરી ચારે બાજુ એ ધીમે ધીમે ચારે બાજુ ફરવા લાગ્યો.. એટલામાં જ એના પગે કંઈક વિટળાયું એવું એને લાગ્યું.... જોયું તો એક મહાકાય અજગર એના પગને પોતાની આંટીમાં ભરાવતો હતો. શિવાએ હળવેથી શર્પ રૂપ ધારણ કરી ત્યાંથી છટકી ગયોને તે જ રૂપમાં ફરવા લાગ્યો..
વેલા છે કે સાપ એ પણ શિવો સમજી શક્તો ન હતો જબરી માયા હતી .શિવો રાત પડે એની રાહ જોતો હતો ..સંધ્યા સમય થવાની થોડી જ સેંકન્ડોની વાર હતી ત્યાં બધા જ સાપ માણસ થઈ ગયા... શિવાએ પણ મનુષ્ય રૂપ લીધુને એક ઝાડ નીચે બેસી ગયો.. એને તો આવું કાંઈ વિચાર્યું જ ન હતું .... પણ હકીકત એની સામે હતી.. એ શાંતિ રાખી બેસી રહ્યો .એણે યક્ષિણીને યાદ કરી.... યક્ષિણીમાં મિત્ર સ્વરૂપે હાજર થયા. શિવો તેમને પગે લાગ્યો....
યક્ષિણી : કહો ,મિત્ર શું કામ પડ્યું..
શિવો : આ અજબ માયા છે..સખી...તમે જ સમજી મદદ કરી શકો છો હવે મને સમજાતું જ નથી કે હું શું કરુ..
યક્ષિણી : બસ આટલી વાત..
શિવો : તમારા માટે આ નાની વાત છે.
યક્ષિણી : (હસવા લાગ્યા ) હું એક સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરુ છું.. તમે બીન વગાડો ... પછી બસ જોયે રાખો ધીમે ધીમે રસ્તો મળતો જશે..
યક્ષિણીએ એક સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. અને આગળ ચાલ્યા ત્યાં શિવો પાછળ પાછળ બિન વગાળી ફરવા લાગ્યો બધા સાપ ધીમે ધીમે ડોલવા લાગ્યા... અને આ સુંદર સ્ત્રી જોઈ મોહિત થવા લાગ્યા.. આખી રાત આ માયા ચાલી... સૂરજ ઉગતા જ બીન બંધ કરી ત્યાં સુંધી રંગ જામી ગયો હતો.. મહાકાય નાગ ,નાગમણી ધારણ કરેલ નાગ ઉડતા નાગ, બધા જ રાફડામાંથી બહાર આવી ગયા હતાં.... અને આ બીન સાથે નૃત્ય કરતી પગમાં ઘૂઘરા ખખડાવતી સ્ત્રીને જોઈ રહ્યા હતાં..સવાર થતા જ સ્ત્રી રાત કરતા વધુ સુંદર લાગતી હતી.. બીન બંધ કરી શિવો કોઈ જુએ નઈ એ રીતે જ સર્પ રૂપ લઈ સાપોમાં ભળી ગયો...યક્ષિણી એક ઝાડના નીચે આરામ કરતા હતાં.... ત્યાં એક સ્વરૂપવાન ઈચ્છાધારી નાગ આવ્યો .
નાગ : હે... કામિની તમે કોણ છો...
યક્ષિણી : ( ઉભા થઈ સ્મિત સાથે ) હું એક નાગ લોકની રાજ કુમારી છું..
નાગ : તમે અહીં શું કરો છો... આ નાગ લોક માં નાગણોને આવવાની મનાઈ છે.
યક્ષિણી : એટલે જ તો આવી છું.. મેં સાંભળ્યુ છે,કે અહીંના નાગ ખુબ જ સુંદરને શક્તિશાળી છે.
નાગ : હા, પણ...તમને અહીં સુરક્ષિત નથી...
યક્ષિણી : અહીં ના નાગરાજ ને મળવા આવી છું ... મળીને જ જઈશ... તમે મદદ કરશો મળાવવામાં..
નાગ : કોઈ સ્ત્રી આવી છે એ વાત મહારાજ સુધી પહોંચી ગઈ છે... એ આવતા જ હશે... પણ એ પાપી છે.. સ્ત્રીઓ સાથે ખરાબ અતિ ખરાબ વ્યવહાર કરે છે... અહીંની બધી જ નાગણો એની બંદી છે.. તમે ચાલ્યા જાવ.. દેવી🙏
યક્ષિણી : એ તાકાત વર નાગ છે... જુઠ્ઠી વાતો ન કરો એમની... તમે લોકો ડરો છો એમનાથી...
નાગ : ના દેવી.. એ શક્તિશાળી નાગમણીનો માલિક છે એટલે બધા નાગ તેનાથી ડરે છે... એને કોઈ મૃત્યુ આપી શકે એમ નથી..
યક્ષિણી : તમે જાઓ નાગરાજને મોકલો..
નાગ : દેવી હું આમ નાગ છું... પણ તમને બચાવવા પ્રયત્ન કરવા આવ્યો હતો .🙏 તમારી મરજી (આટલુ કહી નાગ ચાલ્યો ગયો યક્ષિણીને જોઈતી માહિતી મળી ગઈ.
થોડા સમયમાં જ ભૂકંપ જેવી કંપારી થઈ અને એક મહાકાય શરીર વાળો નાગ ત્યાં આવ્યો. યક્ષિણી જોડે જઈ અટક્યો... અને એની અંગારા જેવી લાલ આંખો યક્ષિણી ને ટીકીટીકી જોઈ રહી. યક્ષિણીએ એને નજર અંદાજ કરી એની ધુનમાં જ આરામ ફરમાવતી આજુબાજુ જોઈ રહી. આ વર્તન નાગરાજને જાણે અપમાન જેવું લાગ્યું પણ યક્ષિણીના રૂપમાં તે મોહી ગયો હતો. એટલે એણે અપમાન પણ મંજૂર હતું. નાગરાજ યક્ષિણીના એકદમ સામે જઈ આદર સત્કાર કરતા જરા નમ્યો.
નાગરાજ : દેવી... તમે આમ અહીં શું કરો છો.?
યક્ષિણી : કેમ... અહીં ન આવી શકાય.
નાગરાજ : આવી શકાય દેવી ... પણ અહીં કોઈ આવતું જ નથી ...તમે નવા લાગો છો.
યક્ષિણી : હા, હું અહીં લગ્નની ઈચ્છા હોવાથી એક નાગરાજની શોધમાં આવી છું..
નાગરાજ : વાહ... દેવી ... ઉત્તમ ,અહીં અનેક નાગ છે... જે શક્તિશાળી છે.. પણ હું એમનો પણ રાજા છું... હું નાગોની સૌથી વધુ શક્તિશાળી મણીનો વારસ છું. હે.... મોહિની તમને જોતા જ હું તમને પસંદ કરી ચુક્યો છું.... તમને વાંધો ન હોય તો ... હું તમારી સામે લગ્નનો પ્રસ્તાવ મુકુ છું.
યક્ષિણી : નાગરાજ તમારી કિર્તિ શોર્યની ગાથાઓ અનેક લોક માં પ્રખ્યાત છે. એટલે જ હું અને મારો ભાઈ જોખમ ખેડી અહીં આવ્યા છીએ...
નાગરાજ : તમારા ભાઇ દેખાતા નથી.
યક્ષિણી : એ અહીં ક્યાંક જ હોવા જોઈએ.....
નાગરાજ : તમે મારા મહેલમાં આશરો લઈ શકો છો.. તમારા ભાઈને સિપાહીઓ લઈ આવશે મહેલમાં..
યક્ષિણી : નાગરાજ સંબંધો આગળ વધારતા પહેલા એક વાત જણાવવા માંગુ છું...
નાગરાજ : હા, દેવી જરુર જણાવો..
યક્ષિણી : મારી પાસે એક અદભૂત મણી છે... પણ મારા થનાર પતિ પાસે પણ એવી અદભૂત મણી હોય અને આ બન્ને મણીની અદલા બદલી થાય તો જ મારુ લગ્ન જીવન સુખી થાય એવું મને વરદાન છે. ખાસ વાત એ કે મારી જોડે લગ્ન કરેલ પુરુષ અમર રહેશે.. મારી પાસે રહેલ શક્તિઓ પણ એને મળશે.
નાગરાજ : ( નાગરાજની તો લાલચથી લાળ ટપકી રહી હતી.) તમારી બધી જ વાત મંજુર છે...
ક્રમશ:....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED