The Author Ami અનુસરો Current Read કાશી - 4 By Ami ગુજરાતી હૉરર વાર્તાઓ Share Facebook Twitter Whatsapp Featured Books પેનીવાઈસ - ભાગ 1 પેનિવાઈઝ અમદાવાદમાં — ભાગ ૨ : મણિનગરનો કહેરવિશાળપુરની ઘટનાથી... નટખટ મન લેખક (ઢમક)નું નટખટ મનલેખક (ઢમક) એક શાંત સ્વભાવની સ્ત્રી હતી,... મૂર્તિ પૂજા મૂર્તિ પૂજા “न तस्य प्रतिमा अस्ति” यजुर्वेद ३२.३ = He ha... ભાગવત રહસ્ય - 263 ભાગવત રહસ્ય -૨૬૩ યશોદા મા હવે ગર્ગાચાર્યને કહે છે-કે-નાદાન... ડાયરી સીઝન - 3 - ઉદ્ધરેદાત્મનાત્માનમ્ શીર્ષક : ઉદ્ધરેદાત્મનાત્માનમ્©લેખક : કમલેશ જોષી આજકાલ ‘રફત... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા Ami દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ કુલ એપિસોડ્સ : 19 શેયર કરો કાશી - 4 (115) 5.1k 8.6k 10 સાંજ થવા આવી છે અને ઠંડક વળી છે. આરતી ની ઝાલરો વાગી રહી છે. લોકો કામેથી ઘર તરફ વળ્યા છે.એવામાં શિવો મંદિરના ઓટલે મોતી હાથમાં લઈ બેઠો છે. હજાર પ્રશ્નો છે પણ જવાબ આપવા વાળુ કોઈ નથી સમય ઓછો છે એટલે એ ઉભો થઈ ઘર બાજુ વળે છે જમી પરવારી ઘરના આંગણે ખાટલામાં લંબાવ્યું.વળી પાછુ મોતી કાઢી જોવા લાગ્યો ત્યાં ડોશી આવી એની જોડે બેઠા... માંથે હાથ દઈ બોલ્યા.. " હૂં થ્યુ સે બેટા ... આજ મન નઈ લાગતું તારુ... તું ઠિક તો સેને..... " " બા એક વાત કરવી તી..... !" " મનમ કોય ના રાખીએ બટા... મનમ ભરી જીવાય ના ભાર લાગ.... કઈ નાખ બટા... " " બા માર થોડા ટેમ બાર ગોમ જવાનુંસે આજ રાતે.... આવાનું નક્કી નઈ ચેટલા દાડે આવું પણ.... પરમારથનું કોમસ એટલ જવું...... પડસે..." અચકાતા અચકાતા શિવો બોલ્યો. " મારી ચિન્ત્યા ના કર જા તું તાર... અન કોમ હારુ કરી આવજે... બટા... " " હમ્મ્મ્....." "અતાર હૂઈ જા રાતે નેકળવુંસે તઈ રપત ના પડ..." સારા આર્શીવાદ આપતા ડોશી સૂવા ચાલ્યા... શિવો તો હજી વિચારમાં જ ડૂબેલો છે. ઘણો સમય એમ જ પસાર થઈ ગયો અડધી રાત થઈ કૂતરુ ભસતા શિવો ભાનમાં આવ્યો. સફાળો બેઠો થઈ ઘરમાં જઈ જરુરી સામાન લીધો પોતાની ઉંઘતી માં ને પગે લાગી એ ચાલી નીકળ્યો વગડામાં આવેલા તળાવે જવા .... કૂતરા ભસવાનો જ અવાજ આવે છે. બાકી નીરવ શાંતિ પથરાઈ છે. ચાંદા મામા એ વાદળીઓને ચિરતા ચાલ્યે જાય છે જાણે રાતને ખેંચી જતા હોય...શિવો એ તળાવે પહોંચ્યો ત્યાં ભેંકાર લાગતું હતું . બધું જ જાણે સ્થિર થઈ ગયું હોય.. એ આજુબાજુ નીરક્ષણ કરતા એક રસ્તો દેખાયો . અંદર એકદમ અંધારુ અને અવાવર રસ્તો નીચેની તરફ જતો હતો. શિવો ધીમે ધીમે ડરતો ડરતો અંદર ગયો અંધારામાં આગળ કંઈ જ દેખાયું નઈ એટલે એકદમ શાંતિથી આગળ વધવા લાગ્યો થોડો આગળ ગયો ત્યાં એનો પગ લપસ્યોને એ ગબડતો ગબડતો કોઈ અજાણી જગ્યા પર જઈ પડ્યો. અંધારુ હતું પણ હવે એ બધુ જોઈ શકતો હતો. એણે આજુબાજુ જોયુ અલગ અલગ ચાર ગુફાઓ જોઈ હવે શેમાં જવુ એ વિચારતો હતો. એમાં એક ગુફાના દરવાજા પર એની નજર પડી ત્યાં એક નાગ જેવું નિશાન દેખાયું એણે ફરી બધી ગુફાના દરવાજા બરાબર જોયા બધા પર અલગ અલગ સાપ નાગનાં ચિન્હ જોયા પછી એણે પહેલા જ નંબરની ગુફામાં જવાનું નક્કી કર્યું . એણે ભગવાનને યાદ કર્યા માતાજીનું સ્મરણ કર્યું અને ગુફામાં પ્રવેશ્યો અને ચાલવા લાગ્યો. અવાવરી જગ્યા વર્ષોથી જાણે કોઈ આવ્યુ જ ના હોય એક કીડીએ દેખાતી ન હતી . શિવો આગળ ચાલવા લાગ્યો સતત થોડો સમય ચાલવાથી એ થાક્યો અને એક પથ્થર પર જઈ બેઠો . થાક્યો હોવાથી ત્યાં એની આંખ મળી ગઈ અને એ ત્યાં સૂઈ ગયો. જીણાં જીણાં ઝાંઝરના રણકાર શિવાને કાને પડ્યા અને તે ઉઠ્યો. સવાર પડી ગઈ હતી. એણે આજુબાજુ જોયુ તો બધુ અલગ અલગ લાગ્યુ રાતે અંધારામાં પણ પોતે જોઈ શકતો હતો. પણ સવારના અજવાળામાં જોતા બધુ માટીનું બનેલું હતું .સિધ્ધો પ્રકાશ અંદર પડતો ન હતો છતાં અજવાળુ હતું. કોઈ ઝાડ ન્હોતા પણ ઝાડનાં મૂળ ઉપર છત પર દેખાતા. ખાલી વેલો ઉગેલી એણે જોઈ. એણે આગળ ચાલવા માડ્યુ પણ હજી કોઈ દેખાયું ન્હોતું. ત્યાં ફરી ઝાંઝર રણક્યા એ ચમક્યો ને આજુબાજુ નજર કરી કોઈ દેખાયું નહીં.એણે ઝોળીમાંથી મોતી કાઠ્યું અને ભગવાનનું સ્મરણ કરી પાછુ મુક્યું એટલામાં ખૂબ જ ગતિથી એક વસ્તુ એને અથડાઈ અને શિવો બેભાન થઈ ક્યાંક પડી ગયો...... ક્રમશ: ‹ પાછળનું પ્રકરણકાશી - 3 › આગળનું પ્રકરણ કાશી - 5 Download Our App