Imagination world: Secret of the Megical biography - 20 books and stories free download online pdf in Gujarati

કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - 20

અધ્યાય-20


દિવસો જેમ જેમ વિતતા જતા હતા તેમ તેમ અર્થ અને તેના મિત્રો વ્યાકુળ થતા જતા હતા.

દરેક દિવસે કંઈક નવાજ અણધાર્યા વળાંક આવી રહ્યા હતા.જે તે ઇચ્છતા ના હતા તેવુજ બની રહ્યું હતું.

મુશ્કેલીઓ તો ઘણી હતી અને અત્યારે તો સૌથી મોટી મુશ્કેલી હતી કે પ્રિન્સિપાલ અલાઈવ પાસેથી આત્મકથા કંઈ રીતે લેવી.

સૌ એ આપેલા સુજાવ યોગ્ય રીતે બંધબેસતા ના હતા અને છેલ્લે કંઈ તારણ નહોતું નીકળ્યું.

હવે બેજ રસ્તા હતા જે સૌને યોગ્ય લાગ્યા અને સૌએ વિચાર્યા હતા.

૧.તે પોતે ત્યાં જઈને બધુજ પ્રો.અલાઈવને કહી દે તો કદાચ પ્રો.અલાઈવ તેની ઉપર વિશ્વાસ કરીને તેની મદદ કરે અને તેને આત્મકથા સોંપી દે.

૨.બીજો રસ્તો બહુજ કઠીન હતું પણ જો એકવાર સફળ થઈ જાય તો કોઈ ચિંતા ના હતી.તે હતો પ્રો.અલાઈવ થી સંતાઈને તે આત્મકથા માંથી તે અધુરો શબ્દ જોઈ લે જોતે પકડાઈ જાય તો બધુજ સાચું કહી દે આમ કરવાથી બંને રીતે બચાતું હતુ પણ તેમાં જોખમ બહુ હતું.

અર્થે બધાને સમજાવતા કહ્યું જો આપણે પહેલો રસ્તો પસંદ કરશું તો પ્રો.અલાઈવ આપણી વાતો પર વિશ્વાસ ન કરે અને ત્યાંથી બહાર પણ કાઢી મૂકે અને સૌ પ્રથમ તો તે આપણને ત્યાં જોઈને જ આશ્ચર્ય પામી જશે.

જ્યારે બીજા રસ્તામાં જો યોજના સફળ રહી તો કંઈ જ સમસ્યા નથી અને ભૂલથાય તો પણ એક બચાવ માર્ગ નીકળે છે તે હતો સમર્પણ નો એટલે કે બધીજ વસ્તુ તેમને બતાવી દેવી કદાચ તેમને બાદમાં મદદ મળી જાય.

સ્મૃતિ એ કહ્યું "બીજો રસ્તો સરળ નથી પણ જે સમયે પ્રો.અલાઈવ ઘરે ના હોય અથવા તો રાત્રે તે સુતા હોય ત્યારે આ કામ પાર પડી શકાય છે.મેં પ્રો.અલાઈવ નું ઘર જોયું છે તે સ્કૂલના પાછળ ના ભાગમાં છે એટલેકે સ્કુલ અને પાછળના જંગલની વચ્ચે.તેમની ઘરની પાછળની બાજુ રસોડાની બારી છે જ્યાંથી આપણે અંદર જઈ શકીશું .પણ અંદર માત્ર બે જણજ જશે બાકીના બધા બહાર ઉભા રહેશે."

કાયરા:"પણ શું આપણા બધાનું ત્યાં જવું ઠીક રહેશે?"

અર્થ: "કાયરા ઠીક કહી રહી છે. ત્યાં આપણે બધા એ ના જવું જોઈએ સૌ મુસીબત માં પડી શકીશું.આપણી સાથે ત્રાટક અંકલ પણ આવશે જેથી આપણને મદદ પણ મળી રહે."

કરણ: "પણ આપણે રાત્રે ત્યાં કેવી રીતે જઈશું?"

અર્થ: "હું ત્રાટક અંકલ ને કહી દઈશ કે તે એક કાર ની વ્યવસ્થા કરી દેશે અને તે કાર પણ ચલાવી લેશે.આપણે સાંજ ના પાંચ વાગ્યે નિકડીશું ત્યારે રાત્રે બાર વાગ્યે પહોંચીશું અને બધુજ કામ પાર પડતા ચાર તો વાગીજ જશે.ત્યારબાદ આપણે ત્યાંથી નીકળી જઈશું."

કાયરા: "આપણે વનવિહાર ના ચોકીદારને મળવું અત્યંત જરૂરી છે તેજ આપણને કહી શકશે કે તેમણે આવી રીતે પોતાની ઈચ્છા કેમ છુપાવી હતી."

અર્થની બનાવેલી યોજના આમતો બરોબર હતી પણ છતાંય તેમાં કેટલાક જો અને તો હતા એટલે ઘણા નિર્ણયોતો કુદરતના હાથમાં જ હતા.છતાંય ત્યાં જવું અત્યંત જરૂરી હતું.

અર્થ: "મારી સાથે કાયરા,કરણ અને ત્રાટક અંકલ આવશે."

કાયરા: "હું ઘરે બહાનું બનાવી દઈશ કે વરીનાના માતાપિતા બહાર ગયા છે તેથીતે એકલી હોવાથી હું તેના ઘરે રહેવા જાઉં છું."

અર્થ:"હા"


આજની મિટિંગ બરખાસ્ત થઈ અને યોજના તૈયાર હતી હવે બાકી હતું તો માત્ર અમલીકરણ.

રાત્રે ત્રાટક આવતા તેને આખી યોજના અર્થે સમજાવી દીધી. ત્રાટક પણ તૈયાર હતો યોજનાને પાર પાડવા માટે બધાજ બીજા દિવસના સાંજના પાંચ વાગ્યાની રાહ જોતા હતા.

બીજા દિવસે અર્થ કરણ અને કાયરા સવારે વહેલા ઉઠી ગયા હતા અને કાયરા વહેલીજ ત્રાટકના ઘરે આવી ગઈ હતી વરીના અને સ્મૃતિ આજ આવ્યા નહોતા.છતાંય તેણે કહ્યું હતું કે" જરૂર હોય તો મદદ માટે ફોન કરી દેવો અમે હાજર થઈ જશું.".

સાંજના પાંચ વાગ્યા હતા.અર્થ અને કાયરા,કરણ અને ત્રાટક તૈયાર હતા.ત્રાટક ગાડી લઈને આવી ગયો હતો ચારેય જણ ગાડીમાં બેઠા અને સ્કુલ પહોંચવા નીકળી ગયા.

ત્રાટક: "અર્થ તમે તેમના ઘરમાં જતા પહેલા મોં ઉપર રૂમાલ બાંધી દેજો.જેથી ચહેરો જ દેખાય નહીં."

અર્થ": "હા, જરૂર"

ત્રાટક સિવાય ગાડીમાં બધાજ સુઈ ગયા હતા કારણકે સૌ જાણતા હતા કે આજે રાત્રે જાગવાનું છે પણ છતાંય ત્રાટકને જાગ્યા વગર ચાલે તેવું ના હતું કારણકે તેજ કાર ચલાવતો હતો.તેમ પણ ત્રાટકને જાદુઈકાર ચલાવી બહુ ગમતી કારણકે તે હવામાં ચાલતી હતી.સાંજના પાંચ વાગ્યા પછી એકજ વાર ગાડી નીચે ઉતરી હશે તે હતું દશ વાગ્યે જમવાનું લેવામાટે ગાડી બાર વાગવામાં વીસેક મિનિટ ની વાર હતી ત્યારે સ્કુલે પહોંચી ગઈ હતી પણ ગાડી ત્રાટકે સ્કુલની થોડે દુર ઉભી રાખી હતી જેથી કોઈને ખબર ના પડે કે કોઈ આવ્યું છે. અર્થ,ત્રાટક,કરણ અને કાયરા તે અંધારા રોડ ઉપર ચાલી રહ્યા હતા તેની આજુબાજુ બિહામણું જંગલ હતું અને હવે સ્કુલ નો દરવાજો સાફ દેખાઈ રહ્યો હતો. પણ ત્યાં જોયું કે બહાર ચાર ચોકીદાર ઉભા હતા.દેખાવમાં પણ તંદુરસ્ત જોકે તેના હાથમાં કોઈ હથિયાર ના હતું પણ તેણે જાદુઈ મોજા પહેર્યા હતા.ત્રાટક જાણતો હતો જો તે તેમને અહીંયા જોઈ જશે તો પાંચ દિવસ સુધી બેહોશ કરી દે તેવી જાદુઈ રીત વાપરશે કારણકે બધાજ ચોકીદાર આવુજ કરતા હતા અને પાંચ દિવસ બાદ હોશમાં આવ્યા બાદ પૂછપરછ કરશે ત્યારે તો હું પણ ભૂલી ગયો હોઉં હું અહીંયા કેમ આવ્યો હતો.છતાંય એટલે તો તે ચોકીદાર થી બચીને રહેવું આવશ્યક હતું.અત્યારે બીજો રસ્તો શોધવો એટલે કે રણ માં ગુલાબનું ફુલ ખિલાવવું.ત્રાટક ને એક રીત વિચારી તેણેઅર્થ,કાયરા અને કરણ ને બેહોશ કરવાની રીત શીખવી અને તે બધાને મોજા પહેરી લેવા કહ્યું અને તેનો ઉપયોગ સામેના ચોકીદાર પર કરવા નું કહ્યું.ચોકીદાર ને આ વાતની ખબરજ ના રહીકે કોઈ છુપાઈને તેમની ઉપર જાદુ કરી રહ્યું છે.તે બેહોશ થઈ ગયા પણ એક મુશ્કેલી થઈ તે હતી કરણ ની કરણ નું જાદુ ઊંધું થયું અને તે ખુદ ત્યાં બેહોશ થઈ ગયો અને ચાર ચોકીદાર માંથી એક ચોકીદાર જાગતો હતો અને તેણે બીજા ત્રણ ચોકીદારને પડતા જોયા એટલે તે વ્યાકુળ થઈ ગયો પણ અર્થે સમયસર તેને પણ બેહોશ કરી દીધો.

હવે પ્રશ્ન હતો કરણ,તેને ક્યાં રાખવો તે બેહોશ થઈ ગયો હતો અને જાદુની અસર ઊંઘી થવી એટલે તે સવારે દશ વાગ્યા સિવાય ઉઠે તેમ ના હતો.

ત્રાટકે કહ્યું "કરણ ને ગાડીમાં સુવડાવી દેવોજ ઠીક રહેશે."

અર્થ અને ત્રાટક બંને કરણ ને ઉંચકીને ગાડીમાં સુવડાવી આવ્યા.

હવે ત્રણે અંદર જવા તૈયાર હતા.

ત્રાટકની પાછળ પાછળ કાયરા અને અર્થ આગળ તરફ પ્રયાણ કરી રહ્યા હતા.બધેજ ઘોર અંધારું હતું પણ ચંદ્ર નો પ્રકાશ કંઈક વધુજ પ્રકાશ આપી રહ્યો હતો.તેથી સમગ્ર જગ્યા પર અજવાળું પથરાયેલું હતું.

ત્રાટકે ધીમેથી ગેટ ખોલ્યો અને અંદર ગયો અને તેની પાછળ અર્થ અને કાયરા પણ ચાલતા હતા.ચોકીદાર આરામથી સુતા હતા.

ત્રાટકે કહ્યું આપણે સૌ પ્રથમ પ્રો.અલાઈવ ના ઘરે જઈને જરૂરી કામ પતાવી દેવું જોઈએ.ત્રાટક અર્થ અને કાયરા અંધારામાં ચાલી રહ્યા હતા જેની જમણી બાજુ થોડે દૂર વનવિહાર નો દરવાજો દેખાતો હતો અને તેની બાજુની નાનકડી ઓરડીમાં પીળા રંગ નો પ્રકાશ દેખાતો હતો.જયારે ડાબી બાજુમાં પુલ દેખાતો હતો અર્થ અને કાયરા ઘણા દિવસો બાદ સ્કુલ આવ્યા હતા એટલે તેને જૂની યાદ તાજી થઈ ગઈ.ત્રણે જણ સ્કુલની પાછળ ની બાજુ ગયા જ્યાં એક નાનકડી ટેકરી પર ઘર એક ઘર દેખાતું હતું તેની લાઈટ બંધ હતી પણ એક બારીમાંથી ઝીણો પ્રકાશ આવી રહ્યો હતો.તેથી તે ખબર પડી કે કોઈ અંદર જાગી રહ્યું હતું.તેની પાછળની બાજુ ઘનઘોર જંગલ હતું અને એક બહુમોટો લીલોછમ ડુંગર હતો.

થોડીવાર બાદ ત્રણે જણ ઘરની પાછળ આવી ગયા જ્યાં કોઈ હતું અહીં અને તે રસોડાની બારી નીચે બેસી ગયા જ્યાંથી અંદર જવાનું હતું.બારી થોડીક સાંકડી હતી તેથી બારી જોઈને ત્રાટકે કહ્યું "જુઓ બાળકો તમે બંને અંદર જાઓ હું અહીંયા જ રહું છું કારણકે તમારું શરીર નાનું છે તેથી તમારે અંદર ક્યાંય પણ છુપાવવા માં આસાની રહેશે. થોડીકવાર માં પ્રો.અલાઈવ પણ સુઈ જશે તેથી તમે બહાર આવીને શોધી શકશો ઘર મોટું દેખાય છે બહારથી તેથી અંદર છુપાવવા માં પણ વાંધો અહીં આવે.તમારે ખાસ તો તેમના વાંચવાના રૂમ માં તપાસ કરવાની રહેશે ત્યાં એક ચોપડીઓ મુકવાનું ખાનું પણ હશે તેમાં ખાસ તપાસ કરજો.

અર્થે હકારમાં માથું હલાવ્યું અને કાયરા અને અર્થ બંને અંદર જવા માટે સજ્જ હતા.બારી બહુ સાંકડી હતી અને બહુ ઉપર હતી. તેથી અર્થ ને ત્રાટકના સહારાની જરૂર હતી.ત્રાટકે તેને સહારો આપ્યો તેથી તે બારી માંથી અંદર આવ્યો.ત્યારે એક બાજુની બારી બંધ હતી તેથી અંદર જઈને સૌ પ્રથમ તેણે બારી ખોલી નાખી.ત્યારબાદ કાયરા પણ તેવી જ રીતે અંદર આવ્યા.રસોડામાં ઘોર અંધારું હતું પણ તોય રસોડું આખું દેખાતું હતું.રસોડું ધાર્યું તેની કરતા તો ઘણું મોટું હતું.કાયરા અને અર્થ બંને તે જગ્યાથી નીચે ઊતર્યા પણ ત્યાં જ સામે એક કાળી બિલાડી ઉભી હતી જેની આંખો લીલા કલરની હતી અને અંધારામાં કંઈક વધારેજ ચમકી રહી હતી.થોડાક સેકન્ડ માટે તો બિલાડી તે અર્થ અને કાયરા ની સામે જોઈ રહી હતી જ્યારે અર્થ અને કાયરા બંને બિલાડીની સામે જોઈ રહ્યા હતા કંઈ પણ હિલચાલ વગર ત્યારબાદ તેણે નજર ચુકાવી અને તે કૂદકો મારીને ઊંચાઈ પર જતી રહી જ્યાં જમવાનું બનાવાય છે ત્યારે એક વાસણ નીચે પડ્યું અને જોરદાર અવાજ થયો.ત્યારબાદ કૂદકો મારીને બારીની બહાર જતી રહી.અર્થ અને કાયરા એ વિચાર્યું તે પ્રો.અલાઈવની પાડેલી બિલાડી હશે પણ અર્થ જાણતો હતો કે પ્રો.અલાઈવ અહીંયા આવશેજ શું થયું તે જોવા એટલે તે જમવાનું બનાવવાની જગ્યા (પ્લેટફોર્મ)ની નીચેના કબાટ માં છુપાઈ ગયા.


ક્રમશ

બીજા રસપ્રદ વિકલ્પો