Imagination world: Secret of the Megical biography - 19 books and stories free download online pdf in Gujarati

કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - 19

અધ્યાય-19


જાદુઈ અલમારી માંથી આવ્યા બાદ બધાજ પરેશાન થઈ ગયા હતા.કારણકે એક નાનો અડધો શબ્દ જે આત્મકથા માંથી મળી રહ્યો ના હતો બે દિવસ વીતી ગયા હતા.વારાફરતી સૌએ તે અડધો શબ્દ શોધવાનો પ્રયત્ન કર્યો કદાચ ચોપડીના છેલ્લા પાને હોય અથવા ચોપડીના પહેલા પાને હોય પણ,કદાચ વચ્ચે પણ ક્યાંય હોઈ શકે છે.આમ આશાઓ જ હતી પણ શબ્દ ક્યાંય નહીં.અર્થ અને તેની સાથે બધાજ કંટાળી ગયા હતા.ઉપરાંત સવારે પણ અર્થને પ્રો.અનંત નું સ્વપ્ન આવ્યું હતું અને તેમણે કહ્યું હતું કે તું મને જરૂર શોધી શકીશ એવો વિશ્વાસ દર્શાવ્યો હતો અને દરેક સ્વપ્ન ને અંતે એક ઘર જે થોડુંક વિચિત હતું અર્થે આજ સુધી તે ઘર પ્રત્યે બહુ ધ્યાન ઓછું દીધું હતું અને તે હજીપણ દેતો ના હતો.

કોઈને કંઈ મળ્યું નહીં એટલે કરણ અને ક્રિશે તો માની લીધું હતું કે વૃદ્ધ દાદા ખોટું બોલે છે.કદાચ તેમણે આમ જ કહી દીધું હોય પણ તે વૃદ્ધ દાદાને મળ્યાના હતા.અર્થ જાણતો હતો વૃદ્ધ દાદા ખોટું ના કહી શકે.

ત્રીજો દિવસ પણ અડધો વીતી ગયો હતો. કરણ,ક્રિશ વરીના અને કાયરા તથા સ્મૃતિ પત્તા રમી રહ્યા હતા.જ્યારે અર્થ રસોડામાં ચા બનાવી રહ્યો હતો.એક બાજુ ચા ઉકળી રહી હતી અને તેના હાથમાં પ્રો.અનંતની આત્મકથા હતી.અર્થનું ધ્યાન આત્મકથામાં હતું.તેણે એક પછી એક આત્મકથાના પાનાં ફેરવતો હતો.જ્યારે અર્થ પાના ફેરવી રહ્યો હતો ત્યારે તેને એક ડાબી તથા જમણી બાજુના બંને પાના પરના કોઈપણ એક શબ્દના અક્ષર સૌ પ્રથમ ડાબી બાજુના પાના પર ના સ અક્ષર ઉપર તથા તેવી જ રીતે જમણી બાજુના એક ચ અક્ષરપર ગોળ રાઉન્ડ પેન્સિલ થી કરેલું હતું અને તે અક્ષર ઉપરજ એક નાનો એરો કરીને બંને અક્ષરનું નામ આપ્યું હતું.૧ તથા ૨ રીતે અર્થે ધ્યાનથી તે પાનાં ની ઉપર જોયું જ્યાં પાનાં નંબર લખ્યો હતો. જે ૧૬૨ અને ૧૬૩ હતો.તેની બાજુમાં નાના અક્ષરે "અધૂરું સ્વપ્ન" લખ્યું હતું.પેન્સિલથી લખ્યું હોવાથી થોડું આછું થઈ ગયું હતું. આ વાંચતા જ અર્થને ખબર પડી કે આ કંઈક સુરાગ છે.તેની ખુશીનો પાર ન રહ્યો અને તે ઉત્સાહમાં આવી ગયો જેવી રીતે સામાન્ય જતા દિવસમાં એક દમ જીવ આવી ગયો હોય.તે ચા ઉકળતી હતી તે ગેસ બંધ કરીને સીધો રૂમમાં દોડી ગયો.

અર્થને આટલો ખુશ જોઈને બધાનેજ નવાઈ લાગી હતી આખરે તેવું તો શું થઈ ગયું.

"મને મળી ગયું મને,અડધો શબ્દ મળી ગયો" આવું બે વખત બોલ્યો અને એટલી ઝડપથી બોલ્યો કે કોઈને કંઈના સમજાયું પણ બે સેકન્ડ બાદ કાયરા અને કરણને ને સમજાયું.

"શુ વાત કરે છે?, કેવી રીતે? અમને પણ બતાવ તે શબ્દ"

"હા, જરૂર"

અર્થે બુકનું પાનું ૧૬૨ અને ૧૬૩ ખોલ્યું અને બતાવ્યું અને જે રીતે તેણે શોધ્યું હતું અને પાનાં ઉપર અધૂરું સ્વપ્ન લખેલું હતું તે પણ બતાવ્યું.

હવે સૌ ને ખબર પડી ગઈ હતી કે સ અને ચ એ તે શબ્દના અક્ષરો છે તો બીજી આત્મકથામાં બાકીના અક્ષર હશે.પણ સૌથી મોટો પ્રશ્ન હતો તે બીજી આત્મકથા ક્યાં છે? તે ઉપરાંત પણ કેટલાક પ્રશ્નો હતા.તેમની અધૂરી ઈચ્છાને આમ એક પહેલી સ્વરૂપે લખવાનું કારણ શું હતું તે યાદ રાખી શકે છે અથવા તો બીજી કોઈ પણ રીતે એક ડાયરીમાં પણ લખી શકે છે.આ પહેલી એકજ જણ ઉકેલી શકે તેમ હતું તે હતા વૃદ્ધ દાદા છતાં બીજી આત્મકથા ક્યાં છે તે પહેલી તો અકબંધ હતી.

અર્થને તે બે અક્ષર શોધવા બદલ ખુબ શાબાશી મળી.

સૌ ચા પી રહ્યા હતા. તથા ખૂબ આનંદમાં હતા પણ અર્થને હજી તે વાત હેરાન કરી રહી હતી અને તેનું હેરાન થવું પણ વ્યાજબી હતું.

અર્થ બોલ્યો "મિત્રો હવે આપણે આવી બીજી આત્મકથા ક્યાંથી શોધઈશું?"

ત્યારે કાયરા એ જવાબ આપ્યો" સ્વાભાવિક છે કે આપણે જ્યાંથી આ આત્મકથા લીધી હતી ત્યાં પહેલા તપાસ કરીશું કદાચ તેની પાસે કંઈક તે વિષયની માહિતી હોઈ શકે છે."

બીજા દિવસે કાયરા,કરણ અને અર્થ તે ત્રણે ચોપડીઓની ગલી માં જાય છે.

આજે જ્યાં જવાનું હતું તે નક્કી હતું તેથી તે સીધા "ઓલ્ડએસ્ટ બુક સ્ટોર"માં પહોંચ્યા.

જ્યારે અર્થ,કાયરા અને કરણ દુકાને પહોંચ્યા ત્યારે તેજ ઠીંગણો માણસ ત્યાં હતોજ્યારે તે પહેલી વાર આવ્યા હતા ત્યારેહતો..તેને વિદ્યાર્થીઓ નું મોઢું દેખાતું ના હતું એટલે તે નાનકડા ટેબલ પર ચડ્યો હવે તેને ત્રણેય નું મોઢું સાફ દેખાતું હતું.ત્રણેય દુકાનની અંદર આવ્યા ત્યારે કોઈ નહોતું ઠીંગણો માણસ પર ચોપડીઓ નીચેના ટેબલમાં ગોઠવતો હતો.

ઠીંગણો માણસ બોલ્યો બોલો તમારે કંઈ બુક જોઈએ છે.સૌ પ્રથમતો ઓલ્ડએસ્ટ બુક સ્ટોર માં આપનું સ્વાગત છે એ સૌથી જૂની દુકાન છે આટલા વિસ્તારમાં અને જાદુગરી ને લગતી તમામ ચોપડીઓ મળે છે.

અર્થ:"હા, અમે અહીંયા બુક્સ લેવા આવી ગયા છીએ પણ આજે અમે કંઈક માહિતી લેવા આવ્યા છીએ.શું તમે અમને થોડી મદદ કરશો?"

"હા જરૂર શું માહિતી જોઈએ છીએ તમારે?"

"જી હા,થોડાક દિવસો પહેલા અમે અહીંયા બુક્સ લેવા આવ્યા હતા ત્યારે તમે મને એક બુક્સ આપી હતી અને સાથે કહ્યું હતું કે આ ઓરીજીનલ કોપી છે અનેસૌથી છેલ્લી જ છે પણ મને એવું જાણવા મળ્યું છે કે આવી એક બીજી ઓરીજીનલ કોપી પણ છે તો હું જાણવા માંગુ છું કે તે ક્યાં છે?,તથા કોની પાસે છે?"

"હા હું તમને કદાચ કહી શકુ કે તે ક્યાં છે પણ તે પહેલા હું જાણી શકું કે આજ બુક તમને બીજી કેમ જોઈએ છીએ?"

અર્થ અને કાયરા મુશ્કેલીમાં મુકાઈ ગયા કારણકે સાચું કહેવું તો હિતાવત ના હતું અને આ પ્રશ્ન વિશેની તેમની તૈયારી બિલકુલ ના હતી.

"હા,અંકલ મારે મારા પિતાને જન્મદિવસ પર તે બુક ગિફ્ટ આપવી છે. પણ અર્થ મને તેની બુક દેવાની ના પાડે છે. તો હું ખુદ તે બુક ખરીદવા માંગુ છું.શું તમે મને તે માણસ નું નામ જણાવશો જેમણે આ બુક લીધી છે."

"ઠીંગણા માણસે નીચેના કબાટ માંથી રજીસ્ટર નો ચોપડો કાઢ્યો. જેમાં બુક વેચાતી હતી અને પાછી લેવાતી હતી તેની સમગ્ર માહિતી તે રજીસ્ટરમાં હતી ઉપરાંત ખરીદનાર વેચનારના નામ પણ લખેલા હતા."

ઠીંગણા માણસે રજીસ્ટર બરાબર ચેક કર્યું પણ તેમાંથી કંઇજ ના મળ્યું.ત્યારબાદ તે ઠીંગણા માણસે એક બે વર્ષ પહેલાનું રજીસ્ટર ચેક કર્યું અને તેમાંથી મળી ગયું.

ઠીંગણા માણસે રજીસ્ટર કાયરા ના હાથ આપ્યું અને કહ્યું "આ રહ્યું નામ તમે ખુદજ જોઈને તપાસી લો."

કાયરાએ રજીસ્ટર હાથમાં લીધું અને જોયું ત્યારે તેના માથા પરથી પરસેવો છૂટી ગયો.

અર્થે પૂછ્યું "શું થયું?,આમ કહીને રજીસ્ટર હાથમાં થી ખેંચ્યું અને તેને જોયું અને તેની પણ સરખીજ હાલત થઈ."

કરણ કંઈક બોલે તે પહેલાજ તે ઠીંગણા માણસ નો આભાર માનીને દુકાનની બહાર નીકળી ગયા અને ત્યારબાદ કરણ વારંવાર બંને ને પૂછતો હતો કે શું થયું?,ત્યારે અર્થ અને કાયરા એ તેની સામે જોયું અને બોલ્યા "પ્રો.અલાઈવ"

કરણ: " શું તમે મજાક કરી રહ્યા છો?,હવે આપણે શું કરીશું?, સ્કુલમાં તો રજા છે તો આપણે ત્યાં કેવી રીતે જઈશું? અને કદાચ જતા પણ રહ્યા તો તે બુક કંઈ રીત લઈશું.?

સવાલ તો બહુ હતા પણ દરેક સવાલના જવાબ થી બધાજ અજાણ હતા.

અર્થે કરણના સવાલ સાંભળ્યા પણ તે તેના જવાબ દેવાની ઈચ્છા સહેજ પણ ધરાવતો નાહતો અને તે મુંગા મોંઢે આગળ આગળ ચાલતો હતો જ્યારે કાયરા અને કરણ તેનાથી બે ડગલાં પાછળ ચાલતા ચાલતા આવી રહ્યા હતા.


ક્રમશ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED