A Silent Witness - 7 Manisha Makwana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

A Silent Witness - 7








A Silent Witness!

((ભાગ ૬ માં આપણે જોયું કે યશ નિર્દોષ સાબિત થાય છે. મુગ્ધા એ સાબિત કરી દીધું કે માત્ર ડી.એન. એ. ના આધારે કોઈને ગુનેગાર ગણાવી શકાતો નથી. તો મિસ્ટર અવસ્થી નો ખૂની કોણ હોઈ શકે?? ... વાચો આગળ... ))

((હેલ્લો વાચક મિત્રો!! સૌથી પહેલા તો મારે આપ સૌની માફી માગવી છે. આટલો બધો સમય લીધો આ વાર્તા નો છેલ્લો એપિસોડ પબ્લિશ્ કરવામાં. હમણાં થોડી વિમાસણ માં બસ લખી નહોતી શકતી એના બદલ હું ખરેખર દિલગીર છું. આપ સૌએ જેમ અત્યાર સુધી સાથ આપ્યો એમ આગળ પણ આપશો એવી આશા સાથે આજ આ છેલ્લો એપિસોડ લખતા મને ખુશી થાય છે. ફરીથી એકવાર સોરી! સોરી! સોરી! ... તમારા સજેશન જરૂર થી મોકલાવજો.. આપ સૌ નો ખૂબ ખૂબ આભાર..... ))

મિસ્ટર અવસ્થીનો કેસ જટીલ બની ગયો. આ કેસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટીગેશન (CBI)ને સોંપવામાં આવ્યો.

ગુડ મોર્નિંગ! સર!.....સલામ સર!.... ગુડ મોર્નિંગ સર!.... જય હિન્દ! સર!....
બધા પોલીસવાળા એને એક પછી એક સલામ ભરવા લાગ્યા...અને એમનું અભિવાદન જીલતા તે પણ એક હાથે વિનમ્ર ભાવે સલામ કરીને જવાબ દેતા ચાલ્યો જતો હતો. તેનો બીજો હાથ તેના ઓવરકોટ ના ખિસ્સા માં હતો. માથે કાળી ગોળ ટોપી. બ્લેક એન્ડ વ્હાઇટ ફોર્મલ ઉપર લાંબો ઓવરકોટ પહેરેલો. અને આંખો પર લગાવેલ કાળા ચશ્મા. પોલીસ સ્ટેશન ની લોબીમાં બધા તેનો રૂઆબ જોઈને અચંબિત થઈ ગયા.

ચાલતા ચાલતા કમિશનર ની ઑફિસ પહોંચે છે. બહાર ઊભેલા દરવાન ને પૂછે છે - " સાહેબ છે અંદર?" .
દરવાન દરવાજો ખોલી આપતા જવાબ આપે છે કે - "હા એમને તમારી જ રાહ જોઈ રહ્યા છે"

એને જોઈને બે પોલીસવાળા વાતો કરી રહ્યા હતા.
એક પોલીસવાળો- "યાર આ માણસ છે કોણ? એના રૂઆબ થી અને પહેરવેશથી તો જાણે કે કોઈ જેમ્સ બોન્ડ હોય!"
બીજો પોલીસવાળો- "તમે એને નથી ઓળખતા? એ ખૂબ જ જાણીતા જાસૂસ મિસ્ટર શિવાંગ ઑસ્વાલ છે એમને ત્યારે જ બોલાવવામાં આવે છે જ્યારે પોલીસ માટે કોઈ કેસ એક ઉખાણું બની ને રહી જાય છે. લાગે છે આજે સાહેબ ને ફરીથી એમની જરૂર પડી છે!"

"આવો ઓસ્વાલ સાહેબ! આવો. " - કમિશનર સાહેબ એમનું સ્વાગત કરતા અંદર ઑફિસ માં બેસાડ્યા.

"ઓહ! અંકલ! તમે મને સાહેબ ના કહેશો. હું તો તમારા માટે આજે પણ એ જ શિવલો છું જે ટ્રેનીંગ વખતે તમારી ઊંઘ બગાડીને રોજ રાતે ભાગી જતો હતો." - ઘણા સમય બાદ મુલાકાત થતાં જૂના દિવસો યાદ કરતા શિવાંગે કહ્યું.

શીવાંગ - " કહો અંકલ, આજે કેમ મને યાદ કર્યો? "
કમિશનર - " એક કેસ સોલ્વ કરવામાં આજે ફરી તારી જરૂર પડી છે. આ કેસ ખૂબ જ જટિલ બની ગયો છે. આમાં નથી કોઈ સબૂત, નથી કોઈ સાક્ષી, નથી કોઈ ફિંગર પ્રિન્ટ કે કોઈ બીજા જરૂરી ઠોસ પુરાવાઓ કે જેનાથી કોઈ ગુનેગાર ને પકડવા માટે જરૂરી કળી મળી જાય. આ કેસ ખાલી ચોરી કે લૂંટ નો નથી પણ શહેર ના જાણીતા ઇન્વેસ્ટર ના ખૂન નો છે. જે તારે સોલ્વ કરવાનો છે. "
શિવાંગ- "ઓકે! તો હવે ચિંતા નક્કો! મારા થી બનશે એટલું જલ્દી હું આ કેસ સોલ્વ કરવાની ટ્રાઈ કરીશ. "
કમિશનર - " એઝ એક્સપેકટેડ! માય બોય! આ રહી કેસ ની ફાઈલ."
શીવાંગે (ફાઈલ હાથ માં લેતા કહ્યું) - " ઓકે સર! હું આજ આ કેસ સ્ટડી કરી લવ છું. બાય!"

ફાઈલ લઈને હોટેલ તરફ રવાના થતાં શિવાંગે રસ્તામાં જ ગાડીમાં બેઠા બેઠા ફાઈલ માં કેસ સ્ટડી કરી લીધો. હોટેલ પહોંચીને ન્યૂઝ જોવા માટે ટીવી ચાલુ કરીને ચેનલ ફેરવ્યા કરી. પણ હજુ એના મનમાં કેસ વિશે જ વિચારો ચાલુ હતા. એને લાગતું હતું કે આ કેસ તો ખરેખર ખૂબ જ રસપ્રદ છે. જટિલ છે પણ સોલ્વ તો કરવો જ છે. ચેનલ ફેરવતા વચ્ચે નાગિન પિકચર ચાલુ હતી. શ્રીદેવી! શિવાંગ ની ફેવરીટ! પણ ના ના ના! આ તો સાઉથ નું પિક્ચર! શ્રીદેવી તો નહોતી પણ મૂવી રસપ્રદ લાગ્યું એટલે એણે થોડી વાર ચાલવા દીધું. મૂવી જોતા જોતા એને કંઇક ક્લિક થયું એણે વિચાર્યું કે આ મૂવી માં બને છે એવું શું ખરેખર પોસીબલ બની શકે? એણે તરત પોતાનું લેપટોપ ખોલીને કંઇક ગૂગલ પર જાણકારી મેળવી લીધી.

ત્યારબાદ તરત જ શીવાંગે કમિશનર ને ફોન કરીને કહ્યું - " હેલો! અંકલ! હું શિવાંગ બોલું છું. મારે અત્યારે જ આ મિસ્ટર અવસ્થી ની લાશ જોવી છે. "
કમિશનર - " અડધી રાતે? અરે સવારે જોઈ લેજે. લાશ થોડી ભાગી જાશે?"
શિવાંગ - " ના અત્યારે જ જોવી છે. કદાચ કેસ ને લગતી કોઈ કડી મળી જાય "
કમિશનર - " ઠીક છે. પોલીસ સ્ટેશનમાં પહોંચી જા ત્યાંથી સાથે જઈએ ડેડ હાઉસ!"
શિવાંગ - "ઓકે!"

બંને ડેડ હાઉસ પહોંચે છે. શીવાંગ લાશ ને જીણવટ ભરી નજરે જોતા જોતા પગ થી લઈને માથા સુધી પહોંચે છે. અને લાશ ની આંખો પર જોવે છે. એ આંખો માં પડેલું પ્રતિબિંબ જોવાની કોશિશ કરે છે.

શિવાંગ - " અંકલ મને આ લાશ ની આંખોની રેટિના ના ફોટોગ્રાફ્સ લેવા છે."
કમિશનર (નવાઈ પામતા બે ઘડી વિચાર કરીને) - " પણ શિવ એનાથી શું થાશે? અને આમ પણ એના માટે સરકાર ની પરવાનગી લેવી પડશે જે કદાચ ના પણ મળે ."
શિવાંગ - " મળી જશે અંકલ . આપણે સરકાર અને જનતાનું જ તો કામ કરી રહ્યા છીએ. એના થી જો ગુનેગાર પકડાઈ જતો હોય તો સરકાર ને શું વાંધો હોય શકે? તમે કોશિશ તો કરી જુઓ!"

કમિશનર પરવાનગી લઈ આવે છે. અને શિવાંગ લાશની આંખોમાં રેટિના ના જુદા જુદા ખુણાઅોથી, નજીક થી તેમજ દૂરથી, ઘણી બધી રીતે પુષ્કળ ફોટોગ્રાફ્સ લીધા . આખરે શિવાંગ કરવા શું માગે છે તે કમિશનર ને સમજાતું જ નહોતું.

શીવાંગે બધા ફોટોગ્રાફ્સ ને જુદી જુદી રીતે ડેવેલોપ કરાવીને પ્રિન્ટ કઢાવી. ત્યાર બાદ આ બધી પ્રિન્ટ ને તાર્કિક રીતે એકબીજા સાથે જોડવા લાગ્યો. બધા જ છૂટાછવાયા ફોટોગ્રાફ્સ ને જ્યારે આમ જોડાઈને ગોઠવવામાં આવ્યા ત્યારે એમાંથી એક મોટી છબી તરી આવી. અને એ છબી જોઈને સૌ કોઈ અચંબિત થઈ ગયા. એ છબી બીજા કોઈની નહિ પણ મિસ્ટર અવસ્થીના ખુની એટલે કે એમના ભાઈ રોહિત અવસ્થીની હતી.

જલ્દીથી એને પકડીને જેલ ભેગો કરવામાં આવ્યો. રિમાન્ડ પર લેતા એને પોતાનો ગુનો કબુલી લીધો. રોહિતે મિસ્ટર રેહાન અવસ્થી ની મિલકત ના વસિયતનામા માટે એમનું ખૂન કરવાનું બુદ્ધિપૂર્વક આયોજન કર્યું હતું. મિસ્ટર રેહાન પોતાની મિલકતનો અડધો ભાગ વિકલાંગો માટે એક એનજીઓ ને દાન કરવા માગતા હતા. જે રોહિત ને મંજુર નહોતું. આ ખૂન ચોરી અને લૂંટ માટે થયું છે એમ બતાવવા રોહિતે વસિયતનામા સાથે થોડા પૈસા અને બીજી કીમતી વસ્તુ પણ ચોરી લીધી હતી. રોહિતને આજીવન કેદ ની સજા ફટકારાઈ. શીવાંગે ખૂબ જ સરળતાથી ખૂની ને પકડી લીધો. મિસ્ટર રેહાન અવસ્થી ની આંખોએ જાણે કે "સાયલન્ટ વિટનેસ" નું કામ કરી ગઈ.

બ્રેકિંગ ન્યૂઝ બધે જ ફેલાઈ ગઈ. "શિવાંગ ઑસ્વાલે કર્યો વધુ એક કેસ સોલ્વ.... જાણો કોણ છે મિસ્ટર અવસ્થી ના ખૂનનો silent witness.....!!"

બધા જ લોકો આ કેસ નો ખૂની પકડાયો એનું રહસ્ય જાણવા આતુર હતા. આખરે શિવાંગે આ રહસ્ય પરથી પડદો હટાવ્યો.

એમના કહેવા પ્રમાણે જ્યારે હોટેલ માં આ વિશે વિચારતા સાઉથ નું નાગિન પિક્ચર જોઈ રહ્યા હતા. આ મૂવી પરથી એમને આ કેસ સોલ્વ કરી લીધો. એમા બતાવી રહ્યા હતા કે એક માણસ નાગ ને મારી નાખે છે. એ માણસ નું ચિત્ર પેલા નાગ ની આંખો માં પ્રતિબિંબિત રહી જાય છે. જેને ઓળખીને નાગિન ખૂની નો બદલો લેતી હોય છે.

આ વાત તો લોકોના ગળે ઉતરે એવી હતી નહિ. શીવાંગે આગળ વાત કરી. મૂવી પરથી જોઈને આ વિશે એમને ગૂગલ કર્યું. તો જાણવા મળ્યું કે આ આખું વિજ્ઞાન છે. જેમાં ઘણી બધી શોધ થઈ છે અને નેત્ર વિશેષજ્ઞો તેમજ વૈજ્ઞાનિકો ના પ્રયોગો અને તારણો પરથી આખી વિજ્ઞાનની એક શાખા વિકસિત થયેલી છે જેનું નામ છે "ઓપ્ટોગ્રાફી". જેમાં વૈજ્ઞાનિકોના તારણો પ્રમાણે મનુષ્યની આંખો મૃત્યુ પછી પણ તેણે મૃત્યુ સમયે છેલ્લે જોયેલા દૃશ્યો કે ચિત્રોને પોતાના રેટિના ના પટલ પર સંગ્રહિત કરી રાખે છે. જો મૃત્યુ અંધારામાં થયું હોય તો પણ રેટિના માં રહેલી કોશિકાઓ જે - તે ચિત્ર ની ઝાંખી આકૃતિ સાચવીને રાખી શકે છે.

બસ આમ મિસ્ટર અવસ્થીની આંખોએ જ એમના ખૂન ના એકમાત્ર સાક્ષી તરીકે મૌન રહીને જ કેસ સોલ્વ કરી નાખ્યો. જાણે કે એક "Silent Witness!".

તાળીઓના ગડગડાટ સાથે મિસ્ટર શિવાંગ ને કેસ સોલ્વ કરવા અને પોલીસ ને સાચો ખૂની પકડવામાં મદદ કરવા બદલ વધાવી લીધા.

સમાપ્ત.