A Silent Witness. - 1 books and stories free download online pdf in Gujarati

A Silent Witness. - 1


"મુંબઈ નગરી ફિલ્મો ની નગરીમાં શહેરના શોરગૂલ માં મધ્યરાત્રિએ એક સમૃદ્ધ સોસાયટી માં રહેતા ધનાઢ્ય વેપારી જે શહેરના નામાંકિત અને ઇન્વેસ્ટર્સના લિસ્ટમાં મોખરે હતા તેવા ૫૦ વર્ષિય રેહાન અવસ્થીનું ખૂન"..... ટીવી ન્યુઝ ચેનલોની બ્રેકીંગ ન્યુઝ અને અખબારોની હેડ લાઈન વાંચીને સૌ-કોઈ અચંબિત હતા.

પોલિસ, ચાર થી પાંચ તબીબો અને ઇન્વેસ્ટીગેટિંગ ઓફીસર્સની આખીય ટીમ વારદાતના સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે આજુબાજુમાં અને લાગતા વળગતાની પૂછપરછ અને તપાસ શરુ કરી દીધી હતી. તબીબો અને નિષ્ણાતોની ટીમ જરૂરી પુરાવા એકઠા કરી રહી હતી. બે થી ત્રણ કલાક બાદ આખરે ટીમે લગભગ ૧૦૦ જેટલા જરૂરી લાગતા પુરાવાઓ અને દસ્તાવેજો એકઠા કરી લીધા.એમાંથી દસ્તાવેજો અલગ બ્રાઉન રંગના પરબીડીયામાં મુકવામાં આવ્યા. ખૂન થયું તે ઓરડો, ઘર, મૃતદેહ, વગેરેના જુદા જુદા ખૂણાએથી જુદી જુદી રીતે ઘણા બધા ફોટોગ્રાફ્સ લેવામાં આવ્યા અને તેને અગત્યના દસ્તાવેજો સાથે અલગ પરબીડિયામાં મુકવામાં આવ્યા. બાકી જરૂરી અને પહેલી નજરે લાગતી વસ્તુઓને મુદ્દામાલ તરીકે સાબિત થવા પામે તો તે માટે અલગ મોટા પરબીડીયામાં મુકવામાં આવી. આ સિવાય પણ આગળ ખૂની ની શોધખોળ માં કામ લાગી શકે એવી તમામ જીણવટ ભરી તપાસ હાથ ધરાઈ હતી. ત્યારબાદ તબીબોની ટીમ સાથે મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો અને તે ઘર ને પોલીસ બંદોબસ્ત સાથે સીલ કરી દેવામાં આવ્યો.

ઇન્સ્પેક્ટર કૈલાશ અગ્નિહોત્રી :- શું લાગે છે મિસ્ટર પાંડે? આ ઇન્વેસ્ટર રેહાન અવસ્થીનું ખૂન શા કારણોથી થયું હશે? અને કોણે કર્યું હોવું જોઈએ?

સબ ઇન્સ્પેક્ટર કિશન પાંડે :- સર! આડોસ-પાડોસમાં રહેતા લોકોનું કહેવાનું હતું કે આ માણસ એમ તો માયાળુ હતા. એમનો ક્યારેય કોઈ સાથે કઈ ઝઘડો થયો નથી અને જરૂર પડ્યે બધાને ઘણી મદદ પણ કરતા. એમના પરિવારમાં અત્યારે તો એક નાનો ભાઈ રોહિત અવસ્થી છે જે અબ્રોડ રહે છે તેમને મળવા માટે ઘણી વાર આવ્યા કરતો હોય છે. એમની દીકરી હતી જે એક કાર એકસિડન્ટમાં અવસાન પામી અને પત્ની થોડા વર્ષો પહેલા જ હૃદય ના હુમલા થી મૃત્યુ પામેલ છે. ત્યારબાદ તેમનો આ નાનો ભાઈ જ એમના માટે પરિવાર હતો. આ ખૂન ચોરી અને લૂંટ માટે જ થયું હોવું જોઈએ.

ઇન્સ્પેક્ટર અગ્નિહોત્રી :- અત્યારે એ રોહિત ક્યાં છે?

સબ ઇન્સ્પેક્ટર પાંડે :- સર એ આજે સવારે જ ઇન્ડિયા પાછો આવ્યો હતો મિસ્ટર રેહાન અવસ્થીને મળવા અને આવીને એમનું ખૂન થયેલ જોઈને એણેજ પોલીસ સ્ટેશનમાં ફોન કરેલો.

ઇન્સ્પેક્ટર અગ્નિહોત્રી :- મિસ્ટર પાંડે! આમ તો મોસ્ટ ઓફ કેસિસ માં પોલીસ નો પહેલો શક ફરિયાદી પર જ હોય છે. નજર રાખો એ રોહિત પર. અને પોસ્ટમોર્ટેર્મ રિપોર્ટ આવી ગયો?

સબ ઇન્સ્પેક્ટર પાંડે :- યસ સર! ખૂની ખૂબ જ શાતિર માલૂમ પડે છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં નેચરલ ડેથ આવી રહ્યું છે. આ રહ્યો ફોરેન્સિક લેબનો એ રિપોર્ટ.

ઇન્સ્પેક્ટર અગ્નિહોત્રી:- (રિપોર્ટ ચેક કરતા ) ખૂની અણઘડ હોવા છતાં થોડો ઘણો ફોરેન્સિકલી વાકેફ હોય એમ લાગે છે. કેમકે ખૂન કરતી વખતે શરીર પર કોઈ પણ જાતના આંતરિક કે બાહ્ય ઘાવ ના થાય એ રીતે ખૂન કરવામાં આવ્યું છે. નખ વાગવાના નિશાન, કોઈ ઊંડો ઘાવ કે એક ખરોચ પણ નથી આવી બોડી પર કે નથી કોઈ હથિયારના નિશાન.

સબ ઇન્સ્પેક્ટર પાંડે :- ખરેખર થયું શું હોવું જોઈએ? સર!

ઇન્સ્પેક્ટર અગ્નિહોત્રી:- પાંડે જી! આ રેહાન અવસ્થી નું મોત શ્વાસ રૂંધાવાથી થયું છે પણ ગળા પર કોઈ જાતના નિશાન મળ્યા નથી કે જેથી કહી શકાય કે ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે. ખૂની ખરેખર આના વિષે થોડો માહિતગાર હશે જ એટલે એણે પી. એમ. રિપોર્ટમાં પકડાઈ નહિ એ રીતે ખૂન કર્યું છે. લાશ ની સ્થિતિ અને ઓરડાની સ્થિતિ તેમજ અમુક પુરાવાઓ જોતા લાગી રહ્યું છે કે કઈ આ રીતે થયું હોવું જોઈએ.

મધ્યરાત્રીએ જયારે બધા જ સુઈ ગયા હશે આખા એપાર્ટમેન્ટમાં કોઈ જાગતું ના હોય એ સમયે આ રિપોર્ટ પ્રમાણે આશરે ૧૧ થી ૨ વાગ્યાની વચ્ચે મિસ્ટર અવસ્થીનું ખૂન થયું હોવું જોઈએ. ખૂની ઘરની બારીએથી આવ્યો હોવો જોઈએ કેમકે આપણે તપાસ અર્થે ગયા ત્યારે જોયું કે બારી ખુલ્લી રહી ગયેલ અને ત્યાંથી બહાર જઈ શકાય એવી ખુલી જગ્યા સીધા રોડ પર જ પડે છે. રાતના સમયે ખૂની ચોરી અને લૂંટ અર્થે આવેલ હશે અને મિસ્ટર અવસ્થીને એમના ઓરડામાં જ સુતેલી હાલતમાં જ તેમના હાથ પગ અને શરીર જડબે-સલાક બાંધી દીધેલ જણાય છે. સાથે એમના મોઢા ઉપર જોરથી જાડી પટ્ટી ફિટ બાંધી દીધેલ કે જેથી મિસ્ટર અવસ્થી રાડો પણ પાડી ના શકે અને એ પટ્ટી એટલા જાડા મટિરિયલની બનેલી છે કે જેથી એને ફિટ બાંધવામાં આવે તો શ્વાસ રૂંધાઇ જાય.અને એના કારણે જ મિસ્ટર અવસ્થીનું મોત થયેલ છે. ઓરડામાં વિખરાયેલો સામાન ખાસ હતો નહિ બસ તિજોરીમાંથી થોડા પૈસા અને દાગીનાની ચોરી થયેલી છે. એટલા માટે લાગી રહ્યું છે કે ચોરી માટે જ ખૂન થયું હોવું જોઈએ અને કોઈ જાણભેદુ અને નજીક રહેતા લોકોમાંથી જ કોઈ ખૂની હોવો જોઈએ.

સબ ઇન્સ્પેક્ટર પાંડે :- તો સર! બીજો કયો રસ્તો છે આ રીતે ખૂન થયું હોય એવા ખૂની ને પકડવાનો?

ઇન્સ્પેક્ટર અગ્નિહોત્રી:- મિસ્ટર અવસ્થીના બધા કોલ રેકોર્ડ્સ ની તપાસ કરો. અને છેલ્લા દિવસો માં એમણે કેટલા લોકોને મળ્યા? કોની સાથે કઈ રીતે વાતચીત થઇ? કોઈ એમના દુશ્મન? કોઈ સાથે પૈસા બાબતે ઝઘડો? એમના નોકર ચાકર અને બીજા નજીકના લોકોને પોલીસ સ્ટેશન બોલાવી કાનૂની પુછપરછ કરી ગવાહી લઈશું. અને હા એમના નાના ભાઈ મિસ્ટર રોહિતને પણ આવતી કાલે પૂછપરછ માટે બોલાવી લો.

(ક્રમશ:)

વાર્તામાં મોજ આવે તો આપના પ્રતિભાવ જરૂરથી આપશો ... :))


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED