A Silent Witness - 6 books and stories free download online pdf in Gujarati

A Silent Witness - 6

A Silent Witness!

((ભાગ ૫ માં આપણે જોયું કે મુગ્ધા એની ફ્રેન્ડ નંદિની પાસે થી ડી.એન.એ. ની માહિતી મેળવી લે છે. અને ત્યાં થી જરૂરી માહિતી કોર્ટ માં રજૂ કરવા માટે સાથે લઈને પાછી ફરે છે. હવે આગળ....))

મુગ્ધા યશ ને મળવા પાછી આવે છે. યશ ને તે દિવસે તે ક્યાં હતો, તેણે તે દિવસે શું શું કર્યું એ બધું પૂછે છે. પણ યશ તેનો જવાબ આત્મવિશ્વાસ સાથે આપી શકવામાં અસમર્થ રહે છે. કેમકે યાદશક્તિ પર એક વાર માર પડવાથી તેને તે દિવસનું યાદ નથી આવતું. હવે મુગ્ધા વિચારમાં પડી ગઈ કે શું કરવું. તે યશ ના ઘરે જઈને તેના મમ્મી પપ્પા ને યાદ કરવા કહે છે. યશ ના મમ્મી પપ્પાના કહેવા પ્રમાણે તે દિવસે યશ ને ડોક્ટર ની અપોઇન્ટમેન્ટ હતી. તે ડોક્ટર પાસે ચેકઅપ માટે ગયો હતો. અને ત્યાં હોસ્પિટલમાં જ એડમીટ હતો. તેને સ્કલ્પ પર ઇજાના ભાગે એક માઈનોર ટ્રીટમેન્ટ ચાલી રહી હતી. આમ તો યશ પૂરી રીતે સ્વસ્થ હતો. પણ એને આરામ અને થોડી કાળજી રાખવાની જરૂર હતી એટલે હોસ્પિટલમાં જ નર્સની સારવાર હેઠળ રાખ્યો હતો.

મુગ્ધા તે નર્સને પણ મળી તેના મમમીપપ્પાની વાત એકદમ સાચી હતી. તે રાત્રે યશ હોસ્પિટલમાં જ હતો. તે યશ ના ડોક્ટરને પણ મળી. ડોક્ટરે એની તમામ ડીટેઇલ મુગ્ધા ને આપી. મુગ્ધા એ ડોક્ટરને જ્યારે યશ પર લાગેલો આરોપ, તેને મળેલી સજા અને કોર્ટ કેસની વાત કરી ત્યારે તે વાત ડોક્ટર માટે પણ આશ્ચર્યકારક હતી. કેમકે દરેકને વિશ્વાસ હતો કે યશ આ ખૂન કરી જ ના શકે.

ડોક્ટરે યશ ની કોર્ટની કેસ ફાઈલ અને ખૂન થયાની તારીખ બધું બરાબર જોયું. તો એક બીજી વાત સામે આવી કે તે રાત્રે યશની ટ્રીટમેન્ટ પૂરી કરીને ડોક્ટર પેક અપ કરવાની તૈયારીમાં હતા ત્યારે તેમના પર ફોન આવેલો અને એમને તબીબોની ટીમ સાથે એક જગ્યા પર ખૂન થયું ત્યાં બોડીની તપાસ માટે જવાનો ઑર્ડર હતો. યશની ટ્રીટમેન્ટ જે ડોક્ટર કરી રહ્યા હતા તે ખૂન અંગે ના કેસો માં બોડીની તપાસ કરતી તબીબોની ટીમના મેમ્બર હતા. અને તે રાત્રે એ ડોક્ટર જે બોડીની તપાસ અર્થે ગયા હતા તે બીજું કોઈ નહિ પણ મિસ્ટર અવસ્થી ની જ બોડી હતી.

મુગ્ધા આ બધું જાણીને થોડી વાર પૂરતી ખુશ થઈ ને ઘરે જવા નીકળી ગઈ. હવે સરળતા થી તે આ કેસ માંથી યશ ને નિર્દોષ સાબિત કરી દેશે એવું એને સ્પષ્તાપૂર્વક લાગી રહ્યું હતું.તેણે બે મિનિટ માટે કોઈને એક ફોન કરીને વાત કરીને અમુક પ્રશ્નોના જવાબ મેળવી લીધા. ત્યારબાદ બધા જ પુરાવાઓ અને માહિતી એકઠી કરીને કોર્ટમાં રજૂ કરવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી.

બીજા દિવસે કોર્ટની મુદત હતી. બોર્ડ પર યશ નો કેસ રજૂ થાય છે. મુગ્ધા બધા જ જરૂરી મેડિકલ ડોક્યુમેન્ટસ, પુરાવાઓ અને સાક્ષીઓ સાથે કોર્ટ માં હાજર રહે છે.

સાક્ષીઓ તરીકે યશના મમ્મીપપ્પા જે પહેલા પણ હતા જ, યશના ડોક્ટર જેની પાસે ટ્રીટમેન્ટ ચાલુ હતી તેમજ તે મિસ્ટર અવસ્થી ની ડેડ બોડી ની તપાસ અર્થે આવેલી તબીબોની ટીમ માં પણ સામેલ હતા, અને યશ જેની સારવાર હેઠળ હતો તે નર્સ.

પુરાવાઓ માં યશ ના મેડિકલ ડોક્યુમેન્ટસ, જે ટ્રીટમેન્ટ ચાલતી હતી તેની કેસફાઈલ, તેમજ નંદિની પાસેથી કેટલીક ડી.એન.એ. ની જાણકારી આપતા ચોક્કસ પુરાવાઓ , સંશોધન થયેલા કાગળિયા, અને તેણે એક્સપેરીમેંટ કરેલો તે વિડિયો લઇને આવે છે.

બોર્ડ પર કેસ શરૂ થાય છે. મુગ્ધા એક પછી એક સાક્ષીઓ અને પુરાવાઓ કોર્ટ સામે રજૂ કરતી જાય છે. તેમજ રાત્રે કરેલા ફોન નું રેકોર્ડિંગ પણ રજૂ કરે છે. હવે દરેક પુરાવાઓ અને સાક્ષીઓ યશની તરફેણ માં સાબિત થાય છે.

મુગ્ધા ડી.એન.એ. ની સંપૂર્ણ માહિતી, નંદિની નો પ્રયોગ નો વિડિયો, યશના મેડિકલ રિપોર્ટ ખૂબ સચોટ રીતે કોર્ટ ને સમજાવે છે. તેની માહિતીઓ એ કોર્ટને ખરેખર વિચારવિમર્શ કરી દીધી હતી કે માત્ર ડી.એન.એ. મળી જવાથી કોઈને ગુનેગાર ગણાવી શકાય નહિ. ડી.એન.એ નો "ટચ અને ટ્રાનસફર" ગુણધર્મ ખરેખર ગૂંચવણમાં નાખે એમ છે.

ઉપરાંત ડોક્ટર, નર્સ અને યશ ના માતા પિતા કોર્ટ માં પોતાની જુબાની આપે છે કે ખૂન થયું તે રાત્રે યશ એક ટ્રીટમેન્ટ માટે હોસ્પિટલમાં એડમિટ હતો. આખી રાત તે નર્સની નજર નીચે હતો. યશ હોસ્પિટલમાં રાત્રે ૧૦ વાગ્યાથી બીજા દિવસે સવારે ૯ વાગ્યા સુધી હતો. રાત્રે અંદાજે ૧૧ કે ૧૨ વાગ્યા બાજુ ડોક્ટર યશની ટ્રીટમેન્ટ પૂરી કરીને જવાની તૈયારી માં હતા. અને પોલીસના રેકૉર્ડ પ્રમાણે ખૂન રાત્રે ૧૨ થી ૨-૩૦ વાગ્યા વચ્ચે થયું હતું. આથી યશની ટ્રીટમેન્ટ પૂરી કરીને તરત જ ફોન આવતા તે ડોક્ટર તબીબોની ટીમ સાથે મિસ્ટર અવસ્થી બોડીની ચેકઅપ માટે પહોંચી જાય છે.

તે દરમિયાન બની શકે છે કે યશ ની ટ્રીટમેન્ટ કરી રહેલા ડોક્ટર ના ડ્રેસ, તેમના હેન્ડગ્લોવસ, વગેરે પર યશ નું ડી.એન.એ. ટચ થઈ ગયું હોય, ત્યાર બાદ તરત જ મિસ્ટર અવસ્થી ના બોડી ચેકઅપ કરતી વખતે કોઈપણ રીતે તેમની બોડી પર તે યશ નું ડી.એન.એ. ટ્રાન્સફર થઈ ગયું હોય શકે. પછી ફોરેન્સિક લેબમાં તપાસ વખતે ટચ અને ટ્રાન્સફર ગુણધર્મ ના કારણે યશ નું ડી.એન.એ. મિસ્ટર આવસ્થીની બોડી પર મળી આવ્યું હોય શકે.

એ વાત પણ બિલકુલ સાચી હતી કે યશ એક પણ વાર મિસ્ટર અવસ્થી ને મળ્યો નહોતો, કે તે એમના એપાર્ટમેન્ટ કે ઘરમાં પણ કોઈ દિવસ ગયો નહોતો, મિસ્ટર અવસ્થીના નોકરો, આડોશ પાડોશ ના લોકો પણ ક્યારેય યશ ને મિસ્ટર અવસ્થી સાથે કે તેમના ઘરે જોયો નહોતો, અને ખૂન થયું તે રાતે યશ હોસ્પિટલમાં હતો. એટલે તે ચોરી કે લુંટ કરવા માટે આવ્યો જ ના હોય શકે. બધા ની જુબાની લખવામાં આવી. બધા પુરાવાઓ માન્ય રાખવામાં આવ્યા.

આખરે બધા સાક્ષીઓ અને પુરાવાઓ તપાસતા કોર્ટમાં એવું સાબિત થાય છે કે મિસ્ટર અવસ્થી ની બોડી પર યશ નું ડી.એન.એ. ડોક્ટર દ્વારા ટચ અને ટ્રાન્સફર થયું છે. મિસ્ટર અવસ્થીનો ખૂની કોઈ બીજું હોય શકે છે. યશ આ કેસ માં તદ્દન નિર્દોષ છે. આમ તમામ પુરાવાઓ અને સાક્ષીઓને માન્ય રાખીને મુગ્ધા એ સાબિત કરી દે છે કે યશ નિર્દોષ છે તેણે આ ખૂન નથી કર્યું. કોર્ટ યશ ને સન્માન સાથે આ કેસ માંથી નિર્દોષ કરાર ઠરાવીને મુક્ત કરે છે.

તો મિત્રો... મુગ્ધા દર વખતે ની જેમ યશ ને આ મુશ્કેલી માંથી પણ છોડાવી લે છે. યશ ના માથે થી ખૂન નો આરોપ અને સજા બંને સંપૂર્ણ પણે દૂર થઈ જાય છે. તો હવે સવાલ એ છે કે તો મિસ્ટર અવસ્થી નો ખુની કોણ??

" ..... યશ પરમાર નિર્દોષ... મિસ્ટર અવસ્થીનું ખૂન યશે નથી કર્યું.........તો પછી હવે કાતિલ કોણ?... ... " ...બધે જ બ્રેકિંગ ન્યૂઝ બુલેટિન પર છવાઈ ગઈ...

યશ નિર્દોષ સાબિત થતાં હવે ફરી પોલીસ ખુની ની શોધમાં. પુરાવાઓના અભાવ ને કારણે આ કેસ ક્રાઇમ બ્રાન્ચ ને સોંપવામાં આવ્યો.

ક્રમશઃ

.... વાચો આગળના એપિસોડ માં ... કોણ હોય શકે ખુની ?... .. થોડુ મોડું થઈ રહ્યું છે એપિસોડ પ્રકાશિત કરવામાં ..... પણ આપનો સપોર્ટ રહેશે એવી આશા સાથે જલ્દીથી સ્ટોરી પૂરી કરીશું......


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED