ચાર ચોકલેટ Beenita Kantharia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

ચાર ચોકલેટ



હું બિનીતા કંથારિયા
સુરતની રહેવાસી છુ, અને Pharmacist તરીકે જોબ કરું છુ .
મને કવિતા લખવાનું ગમે છે . મારી 22 થી વધુ કવિતા સંદેશ નારી પૂર્તિમાં પ્રગટ થઈ છે .
વાંચવાનો મને શોખ છે એટલે વાર્તા લખવાનો મારો આ ફક્ત પહેલો પ્રયાસ છે .


આભાર
બીનીતા કંથારિયા







ચાર ચોકલેટ






એ જ સવારનો ટાઈમ થઈ ચૂક્યો હતો .

રોજની જેમ મિલુ એના ઘર આંગણની સફાઈમાં લાગી હતી ,પરંતુ આજનો દિવસ કઈ ખાસ હતો .કેમ કે એના એકના એક દિકરા અનુજ નો પહેલો બર્થ ડે હતો .



અનુજ એની કાલી ઘેલી ભાષામાં મમ્મી મમ્મી કહેતો ત્યારે એને આકાશમાં ચમકતા એ ચાંદની જેમ પોતાના પર ઘમંડ થતો હતો ....
એનો પતિ રોજની જેમ સવારે ૫ વાગે એની એ સાયકલ પર નીકળી ગયો હતો ધંધા માટે ..!! પણ એને મિલુ એ એના પુત્રની બર્થ ડે વિષે યાદ કરાવ્યુ હતું ...
મિલુ એ જોયું કે થોડા કહેવાય એટલા પણ પૈસા હતા નહીં ...એના દીકરાની બર્થ ડે માટે ...!!!
એ ડબ્બા ફંફોસીને કઈ શોધતી હતી કે એના છોકરા માટે કઈક લઈ શકે ...! પણ એને ખબર જ હતી કે આ પથ્થર પણ પાણી ફેકાય એમ એની એ નિરર્થક જ કોશિશ હતી ...! ક્યારેક બચેલા જ ના હોય તો રખાય જ ક્યાં ??
એમ કહીએ તો જમાનો તો 4g નો હતો પણ આ મિલુ પાસે ના તો કોઈ ફોન હતો ,ના તો કોઈ વાહન કે એના પતિ રવિરાજ ને કહી શકે કે રોજની જેમ દાળ અને એ બાજરીનો રોટલો આજે હું નહીં બનાવી શકું મારા અનુજ માટે ...!
એણે જોયું હતું કે સામેના એ આલીશાન કહી શકાય એવા ઘરમાં થતી ઉજવણીઓનો ખેલ ...!! અને પછી રસ્તે ફેકાતું વધારનું ભોજન ... .
પણ મિલુ મજૂરણ હતી પણ સ્વાભિમાની ખરી .... , એટલે પોતાની રીતે દાળ રોટલી રળી લેવાની એની આવડતને હજુ ૧૯ માં વર્ષથી જ કાયમ રાખી હતી ... .
સાંજ થઈ ગઈ હતી .એને ઘરમાં એક અનાજનો દાણો પણ ના હતો . બિચારા અનુજને મિલુએ થોડા સાબુના ટુકડાથી નવડાવી અને થોડા નવા કહી શકાય એવા ધોયેલા કપડાં પહેરાવ્યા હતા.
રાહ જોતાં જોતાં રાતના સાડા નવ વાગી ગયા હતા . એ મંદિરના ઓટલા પર બેઠી બેઠી એના વરની રાહ જોતી હતી , અને અનુજ રમતો હતો એકલો એકલો ..... .
એ ટ્રાફિકના આવજો અને પૂર જડપે દોડતી ગાડીઓના કલબલાટ અનુજને ક્યાં કોઈ ફરક પડતો હતો .એ તો એની મસ્તીમાં ભરપૂર હતો .
પણ મિલુ વિચારતી હતી કે ભગવાન આ તો હું કેવી “માં” છું . કે મારા દીકરાના જન્મદિવસે એક ચોકલેટ પણ ના ખવડાવી શકું .મોઢા પરથી ચોટીને પડેલી વ્યર્થ કેક ને એણે ઘણી વાર જોઈ હતી . પણ એને હજી કેક કેવી લાગે એની ખબર ન હતી .
એ બિચારી દાહોદના નાના જિલ્લામાંથી અઢાર વર્ષે પરણીને અહી આવી ગઈ હતી . અને જિંદગીને જોતી , જીવતી અને ક્યારે ઝઝુમતી પણ ખરી . એ એના વિચારોમાં હતી ત્યાં જ એક લાલ ગાડી ઊભી રહી અને એક પ્રેમ ભર્યું યુગલ ત્યાં આવીને ઊભું રહે છે . અને એ નાના અનુજના હાથમાં બસ એ “ચાર ચોકલેટ” મૂકીને જતું રહે છે . બિચારા નાના અનુજના તો હાથ પણ નાના પડે છે . એને ઊચકવા માટે...!
જાણે કે ભગવાને મોકલ્યું હોય એમ મિલુ એ લોકોને જોએ છે. ત્યાં સુધી તો એ લોકો જતાં રહે છે . અને એ ફરી ખુશ થતાં થતાં રવિરાજની રાહ જોતાં જોતાં અનુજને ગળે વળગાડીને થોડાં અશ્રુથી એના દુપટ્ટાને ભીના કરી દે છે....

લેખક
બિનીતા કંથારિયા ..!