તારું એ લેપટોપ Beenita Kantharia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

તારું એ લેપટોપ

તારું એ લેપટોપ

“ પતિદેવ” “ પતિદેવ”.....! રોજની જેમ “બી” એમને બૂમ પાડતી હતી . લગ્નના અઢી વર્ષ થઈ ગયા હતા . પણ બંનેમાં એટલો જ .... નહીં પણ પ્રેમ દરરોજ વધતો જ જતો હતો .
અનિકેત એની પત્ની ને “બી” કહેતો પ્રેમથી ... . “બી” એટલે બીનોન્શી .
આજે હતી સોળ ઓક્ટોબર એટલે કે “બી” ની બર્થ ડે માટે એક જ દિવસ હતો અનિકેત પાસે . અનિકેત ને યાદ હતું “બી” એ જ્યારે એને લેપટોપ માટે કહ્યું હતું એ પણ જાણતો હતો કે “બી” આ લેપટોપ એના માટે જ મંગાવે છે . પણ જીદ કરે એટલે હું લઈ લવ .
પણ આટલી મોટી વસ્તુ માટે “બી” એક વર્ષથી કહેતી હતી, અને હું એને સમજાવતો હતો કે હમણાં નહીં આપણને જરૂર નથી . જરૂર તો હતી જ ... પણ લઈ શકાય એમ હતું નહીં .
એ એની આ વાતને ટાળતો હતો ,અને “બી” પણ સમજી ગઈ હતી કે હવે લેપટોપ કઈ લેવાનું નથી .
અનિકેત હંમેશા વિચારતો કે એ “બી” ની કોઈ જીદ પૂરી કરી શકતો નથી પણ “બી” સમજી જાય છે ,ક્યારેક ગુસ્સે થાય છે પણ પછી જેવી હતી એવી જ રહે છે .
એટલે અનિકેત એના માટે એક સરપ્રાઇસ વિચાર્યું હતું .... એની બર્થ ડે માટે એક અઠવાડીયા પહેલા જ એક લેપટોપ એણે ઓનલાઈન સાઈડ પરથી “બી” માટે બુક કરાવી ને બર્થ ડે પર સરપ્રાઇસ આપવાનો હતો . એ વિચારતો હતો કે આ મારૂ ગિફ્ટને “બી” ને હંમેશા જીંદગીભર યાદ રહેશે ... .
પણ “બી” આ બધી વાતથી અજાણ હતી . એ તો લેપટોપ ને ક્યારની જ ભૂલી ગઈ હતી . એ અનિકેતની દરેક વાતો માનતી અને વાતે કેવી જીદ કરતી એ વાતથી પસ્તાતી પણ ઘણીવાર ....!!!
પણ એ ક્યારે એના પર વસ્તુ માટે ગુસ્સો ના કરતી બસ મનમાં થોડું અફસોસ કરતી રહેતી .
એ સોળ ઓક્ટોબરની રાત્રે ૧૧:૫૭ એ જ્યારે અનિકેત એના માટે ત્રણ ગુલાબ લાવે છે . “લાલ ,પીળું ,ગુલાબી” ત્યારે એ ખૂબ જ ખુશ થઈ જાય છે , અને એની એ મિક્ષ ફ્લેવર વાળી કેક .... જેના પર અનિકેત હેપ્પી બર્થ ડે લખવાનું પણ ભૂલી ગયો હતો . એ કાપવાની એને મજા આવી હતી ....પણ બર્થડે કેક પર પોતાનું નામ ના લખેલું એ વાતથી થોડી નારાજ પણ હતી અને આ સરપ્રાઇસથી ખુશ પણ હતી .
બીજા દિવસે “બી” ની બર્થ ડે પર અનિકેત ફોનની રાહ જોતો હતો કે ક્યારે એનું પાર્સલ આવે એની પત્નીને ગિફ્ટ આપી શકે ... પણ આ શું ??
“ ટ્રિંક ટ્રિંક” અનિકેતનો ફોન વાગે છે ... “ સોરી સર , તમારું પાર્સલ આજે પણ નહીં આવી શકશે, અમે કાલે એને ડિલિવર કરશું !!! ”.
અનિકેત વિચારે છે કે આ શું ?? લાઈફમાં જ્યારે હું “બી” ને ખુશ કરવા માટે સરપ્રાઇસ આપવા વિચારું છુ ત્યારે જ કેમ આવું થાય છે ... .
પછી એ “બી” ને આ વાત કહી દે છે કે તારા માટે લેપટોપ મંગાવ્યું હતું પણ સોરી હવે એ નહીં આવી શકે !!
“બી” તો વાતથી જ એટલી ખુશ હતી કે જાણે કે પાર્સલ આવે કે ના આવે ... .
એના પતિદેવને આલિંગન આવી પોતાને એ આજે ખુબ જ ખુશ નસીબ સમજતી હતી ...., અને અનિકેતને આટલો બધો પ્રેમ કરવા માટે આભાર વ્યક્ત કરતી હતી . “બી” માટે આનાથી વધુ કઈક મોટું ગિફ્ટ હોય શકે કે આજના દિવસ માટે ...!!!! પછી ભલે લેપટોપ આવે કે ના આવે. અનિકેતનું એના માટેનું આ સરપ્રાઇસ એના લેપટોપના ડિલિવરથી આજે ઘણું જ વિશેષ હતું પછી ભલે એ કહેતો હોય કે ... “તારું એ લેપટોપ ”.. પણ અહી ક્યાં તારું મારૂ કશું જ રહીયુ હતું ...!!!!

લેખક
બિનીતા કંથારિયા